હર્ષ- હર્ષિતા ની તન્વી

(8)
  • 9.8k
  • 2
  • 3.7k

રોજની જેમ ઓફિસમાં હર્ષ અને તેના મિત્રો સાથે જમવા બેઠા એટલે તરત જ વારાફરતી બધા હર્ષનું ટીફીન લઈ થોડું થોડું ખાવા લાગ્યા. હર્ષનું ટીફીન એના ગ્રુપમાં બધાને બહું ગમતું રોજનો ક્રમ ખાતા જવાનું અને ટીફીનમાં આવેલી વાનગીઓ વખાણતાં જવાનું કેમ કે હર્ષિતા એટલે કે હર્ષની પ્રેમાળ પત્ની એકદમ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી હર્ષ માટે. રોજ બધા થોડું થોડું ચાખે એટલે હર્ષ ના ભાગે તો પા ભાગનું જ ટીફીન બચતુ, પણ આજે કઈંક અલગ જ થયું. ટિફિન હર્ષ સુધી પાછું આવ્યું ત્યાં સુધીમાં પા ભાગ પણ ખાલી નહતું થયું એને એમ કે આજે બધાને ભૂખ નહિ હોય પણ પહેલો કોળિયો મોં માં મુકતા જ હર્ષ સમજી ગયો આજે બધી જ વાનગી અતિશય ખારી હતી. રોજ પ્રમાણે તો ખાઈ પણ ન શકાય પણ હર્ષિતા એ મહેનત અને પ્રેમ થી બનાવ્યું છે એટલે હર્ષે ટીફીન પૂરું કર્યું.

Full Novel

1

હર્ષ- હર્ષિતા ની તન્વી - 1

ભાગ -1 રોજની જેમ ઓફિસમાં હર્ષ અને તેના મિત્રો સાથે જમવા બેઠા એટલે તરત જ વારાફરતી બધા હર્ષનું ટીફીન થોડું થોડું ખાવા લાગ્યા. હર્ષનું ટીફીન એના ગ્રુપમાં બધાને બહું ગમતું રોજનો ક્રમ ખાતા જવાનું અને ટીફીનમાં આવેલી વાનગીઓ વખાણતાં જવાનું કેમ કે હર્ષિતા એટલે કે હર્ષની પ્રેમાળ પત્ની એકદમ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી હર્ષ માટે. રોજ બધા થોડું થોડું ચાખે એટલે હર્ષ ના ભાગે તો પા ભાગનું જ ટીફીન બચતુ, પણ આજે કઈંક અલગ જ થયું. ટિફિન હર્ષ સુધી પાછું આવ્યું ત્યાં સુધીમાં પા ભાગ પણ ખાલી નહતું થયું એને એમ કે આજે બધાને ભૂખ નહિ હોય પણ પહેલો કોળિયો ...Read More

2

હર્ષ- હર્ષિતા ની તન્વી - 2

ભાગ - 2 મિત્રો આપણે જોયું કે હર્ષિતા ખૂબ ચિંતામાં છે, અને હર્ષને જાણે કંઇ પડીજ નથી એમ મફતિયું વાપરવા બહાર જમવાનો પ્લાન બનાવી દીધો છે. જોઈએ આગળ શું થાય છે. હર્ષિતા વિચારોના સરી ગઈ, શું હર્ષ અમારી દીકરી પ્રત્યે આટલો બેદરકાર છે કે પછી જવાબદારી નું કંઈ ભાન જ નથી, કે પછી એ પણ તન્વી ની સાથે પહેલેથી મળી ગયેલો છે કે પછી હર્ષ પણ કોઈ બીજી ના ચક્કરમાં છે? હર્ષનું આવું બેદરકારી ભર્યું વર્તન યોગ્ય તો ન જ હતું, પણ શું કરે? હર્ષિતા પાસે હાલ તો લડવાની શક્તિ ન હતી એટલે સુઈ ગઈ. સવારની હળવી કસરત, ચા ...Read More

3

હર્ષ- હર્ષિતા ની તન્વી - 3 - છેલ્લો ભાગ

ભાગ - 3 હર્ષિતા હર્ષ અને તન્વી ત્રણેય રેસ્ટોરન્ટ પહોંચી ગયા અને હવે જોઈએ આગળ શું થાય છે. તન્વી: ડેડ! શું મસ્ત રેસ્ટોરન્ટ છે! આમજ વાતો કરતા ત્રણે જણા અંદર જાય છે જે ટેબલ ખાલી છે તેમાંથી મનપસંદ ટેબલ પર બેસી જાય છે. વેઈટર મેનુ કાર્ડ અને વેલકમ ડ્રિન્ક આપી જાય છે. હવે બસ મનગમતી વાનગી ઓર્ડર કરીને એની લિજ્જત માણવાની હતી. તન્વી રેસ્ટોરન્ટમાં આજુબાજુ નજર ફેરવી રેસ્ટોરન્ટની ભવ્યતા જોઈ રહી હતી. એકદમ હળવી રોશની સાથે સીસમના લાકડાની કોતરણી વાળું ફર્નિચર ને જોડે મોડર્ન આર્ટ ના સ્કલ્પચર રેસ્ટોરન્ટની ભવ્યતામાં ચાર ચાંદ લગાડી રહ્યા હતા ત્યારે ધીમા અવાજે વાગી રહેલું ...Read More