સટ્ટો! રૂપિયાનો કે જીવનનો??

(39)
  • 15.4k
  • 3
  • 6k

અબ્દુલ કરીમ લાલા એ ઇન્સ્પેક્ટર વિક્રમને પરોઢિયે પાંચ વાગે ફોન કરીને, એકદમ અર્જન્ટ માલતી નિવાસ આવવા કહ્યું, અબ્દુલ એકદમ ગભરાયલો હતો, એના બી. પી વધીને 200 ઉપર પોચી ગયા હતા, ને ડર અને ગભરાટના લીધે એની ઉંઘ ઉડી ગઈ છે. બાજુના માલતી નિવાસમાંથી જીવ નીકળી જાય એવી ગંધારી, વાસ આવે છે, આજુ બાજુના બીજા લોકો પણ ત્રાહિ ત્રાહિ પોકારી ચુક્યા હતા. પણ આમ વગર કોઈ જાણકારીએ કોઈ બોલતું નોતું, કમ કે અમીર લોકોના પગેડામાં પગ કોણ નાખે, વગર મતલબનું દુશ્મની કોણ મોહરે, આ વિચારે બધા ચૂપ રહ્યા, પણ અબ્દુલ કરીમ લાલા નો બંગલો એમની એકદમ બાજુનો હતો, એકજ દિવાલ ગણી લ્યો. લાલા કાલ સાંજે 4 વાગે દુબઈથી પાછો આવ્યો હતો. લાલા અને આદર્શ વચ્ચે પાડોશી કરતા વધારે હોય એવા ઘર જેવા સંબંઘ હતા. લાલા 4 મહિના પેલા જ અહીંથી દુબઈ એની દિકરીને મળવા ગયો તો.

New Episodes : : Every Wednesday & Friday

1

સટ્ટો! રૂપિયાનો કે જીવનનો?? - ભાગ-1

માલતી નિવાસ:. અબ્દુલ કરીમ લાલા એ ઇન્સ્પેક્ટર વિક્રમને પરોઢિયે પાંચ વાગે ફોન કરીને, એકદમ અર્જન્ટ નિવાસ આવવા કહ્યું, અબ્દુલ એકદમ ગભરાયલો હતો, એના બી. પી વધીને 200 ઉપર પોચી ગયા હતા, ને ડર અને ગભરાટના લીધે એની ઉંઘ ઉડી ગઈ છે. બાજુના માલતી નિવાસમાંથી જીવ નીકળી જાય એવી ગંધારી, વાસ આવે છે, આજુ બાજુના બીજા લોકો પણ ત્રાહિ ત્રાહિ પોકારી ચુક્યા હતા. પણ આમ વગર કોઈ જાણકારીએ કોઈ બોલતું નોતું, કમ કે અમીર લોકોના પગેડામાં પગ કોણ નાખે, વગર મતલબનું દુશ્મની કોણ મોહરે, આ વિચારે બધા ચૂપ રહ્યા, પણ અબ્દુલ કરીમ લાલા નો બંગલો એમની એકદમ ...Read More

2

સટ્ટો! રૂપિયાનો કે જીવનનો?? - ભાગ-2

લક્ષ્મીની કૃપા મળે તો ન્યાલ થઈ જવાય છે, ને જો રિસામણા કરે લક્ષ્મી તો પાયમાલ થઈ જવાય છે, સાચવીએ સદગુણો ને ભાવ ભક્તિથી, તો વસશે વાદળ બનીને મનથી ધનવાન થઈ જવાય છે, ખર્ચશો એને જો સદભાવના ને ધર્મમાં, તો સાચા અર્થમાં લક્ષ્મીનારાયણ થઈ જવાય છે. સાચી વાત છે ને મિત્રો, સાચા ને સારા કામ માટે વાપરેલું ધન દાન કેવાય છે, પણ ખરાબ ને ખોટા રસ્તે વાપરેલા પૈસા ઐયાશી કેવાય છે. અહી પણ એવું જ છે, આદર્શ પૈસા બનાવતો જાય, શ્વેતા દાન ધર્મ કરતી જાય, ને મીરા ને પરાગ બન્ને ઐયાશી કરતા જાય છે. પબ, ડિસ્કો, નાઈટ આઉટ, મુવી, પાર્ટી, ...Read More

3

સટ્ટો! રૂપિયાનો કે જીવનનો?? - ભાગ-3

ઇન્સ્પેક્ટર વિક્રમ લાલાને પડતા બચાવી લે છે, પણ પોતાની સગી આંખે જોયેલું દ્રશ્ય, વિક્રમ જેવા જાંબાઝ અને કાબેલ ઓફિસરનાં હાડકા ખખડાવી નાખે, એવી ચીતરી ચડાવતા હતા. સામે ત્રણ લાશ પડેલી હતી, જેમાં એક સ્ત્રી, અને બે પુરુષ ની હતી. સ્ત્રીનું ગળુ ચીરીને હત્યા થઈ હોય એમ એની ગરદન પર મોટો ચિરો હતો. જ્યારે બે માંથી એક પુરુષનું માથું ધડથી અલગ થઈને પડ્યું હતું. માથું કાપતી વખતે જ લોહીની ધાર લિવિંગ રૂમમાં ઉપર લગાવેલા ઝુમ્મર પર ઉડી હતી. એ ધારથી ઝુમ્મરનું એક ભાગ લાલ થઈ ગયો હતો. નીચે પડેલ માથા વગરના ...Read More

4

સટ્ટો! રૂપિયાનો કે જીવનનો?? - ભાગ-4

કામ, ક્રોધ, મદ, મોહ,અને ઈર્ષા. મનુષ્ય જીવન નાં પાંચ વિકાર. જે મનુષ્ય જીવનનો સર્વનાશ કરવા માટે એક મજબુત પરિબળ જાય છે.જો સમયસર આ પરિબળોપર બંધ બાંધવામાં ન આવે તો એના વધતા જતા પ્રવાહમાં, ધસમસતો પુર આવી શકે છે ને એ પુરમાં કેટકેટલાય નિર્દોષ તણાઈ જાય છે. મિત્રો, કેહવાય છે ને કે જન્મ મૃત્યુ તો પેહલેથીજ ઈશ્વરે નક્કી કરી રાખ્યું છે, આપણે તો બસ નિમિત્ત માત્ર બનીએ છીએ. કોનું મરણ કેવી રીતે થશે એ તો ઈશ્વરના ચોપડે લખાયલુજ છે, બસ સમય આવ્યે એ થઈ ને જ રેહશે. ભાઈ, મોટા ભાઈ, મારે તમને ને ભાભીને એક વાત કેવી છે, પણ ...Read More