દહેશત

(1.3k)
  • 123.2k
  • 92
  • 69.8k

કાજલ બાથરૂમમાંથી નીકળીને બેડરૂમમાં આવી અને તેના કાનમાં આ ફિલ્મી ગીત ઘોળાયું. તેણે બેડરૂમમાં નજર ફેરવી. તેની નજર બેડના સાઈડ ટેબલ પર મુકાયેલા તેના મોબાઈલ ફોન પર અટકી. તેના મોબાઈલ ફોનમાંથી આ ફિલ્મી ગીતવાળું રિંગટોન-રિંગ ગૂંજી રહી હતી. ‘આ મોટીબેન પણ જબરી છે !’ કાજલ બબડી : ‘એણે વળી પાછો મારા મોબાઈલનો રિંગટોન બદલી નાંખ્યો !’ ને તે ટેબલ નજીક પહોંચી. એ જ પળે મોબાઈલની રિંગ ગૂંજતી બંધ થઈ. તેણે મોબાઈલ ફોન હાથમાં લીધો અને એના સ્ક્રીન પર જોયું. -મિસ્ડ્‌ કૉલ હતો ! મિસ્ડ્‌ કૉલ તેના કોઈ ઓળખીતાનો નહોતો ! એ મિસ્ડ્‌ કૉલ જે નંબર પરથી આવ્યો હતો એ મોબાઈલ નંબર તેના માટે અજાણ્યો હતો !

Full Novel

1

દહેશત - 1

કાજલ બાથરૂમમાંથી નીકળીને બેડરૂમમાં આવી અને તેના કાનમાં આ ફિલ્મી ગીત ઘોળાયું. તેણે બેડરૂમમાં નજર ફેરવી. તેની નજર બેડના ટેબલ પર મુકાયેલા તેના મોબાઈલ ફોન પર અટકી. તેના મોબાઈલ ફોનમાંથી આ ફિલ્મી ગીતવાળું રિંગટોન-રિંગ ગૂંજી રહી હતી. ‘આ મોટીબેન પણ જબરી છે !’ કાજલ બબડી : ‘એણે વળી પાછો મારા મોબાઈલનો રિંગટોન બદલી નાંખ્યો !’ ને તે ટેબલ નજીક પહોંચી. એ જ પળે મોબાઈલની રિંગ ગૂંજતી બંધ થઈ. ...Read More

2

દહેશત - 2

કાજલ સાથે ઍમ્બ્યુલન્સ ટકરાઈ અને કાજલનો જીવ નીકળી ગયો એની ત્રીસમી સેકન્ડે કાજલના કૉલેજ ફ્રેન્ડ આનંદના ખિસ્સામાં રહેલા મોબાઈલ રિંગ વાગી ઊઠી. આનંદ બાઈક ચલાવી રહ્યો હતો, એટલે તેનું ધ્યાન મોબાઈલની રિંગ તરફ ગયું નહિ. તેણે પોતાના ઘરના મેઈન દરવાજા પાસે બાઈક ઊભી રાખી અને બાઈકનું એન્જિન બંધ કર્યું, ત્યાં જ તેના કાને ફિલ્મી ગીત પડયું, ...Read More

3

દહેશત - 3

‘આજે બપોરના કાજલના મોબાઈલ ફોન પર કૉલ આવ્યો હતો કે, ‘‘સાંજના સાત વાગ્યે એનું મોત થઈ જશે.’’ અને મોબાઈલમાંની કહેવા પ્રમાણે કાજલનું બરાબર સાત વાગ્યે મોત થઈ ગયું હતું. હવે.., હવે આનંદનું કહેવું હતું કે, ‘‘એણે કાજલ સાથે આવી કોઈ મજાક કરી નહોતી,’’ અને ઊલટાનું આનંદનું કહેવું હતું કે, ‘‘સાંજના કાજલના મોબાઈલ પરથી એને મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો, અને એણે સામે કૉલ કર્યો તો સહેજ ઘરઘરાટીવાળા અવાજમાં કાજલેે એને કહ્યું હતું કે, ‘‘કાલ બપોરના બાર વાગ્યે એનું મોત થઈ જશે !’’ આવા વિચાર સાથે જ અત્યારે સોફિયાનું હૃદય ફફડી ઊઠયું, ‘તો...તો શું આજ સાંજના કાજલ સાથે જે બન્યું હતું એવું જ કાલ બપોરના આનંદ સાથે પણ બનશે ? ! ? કાજલને આવેલા મિસ્ડ્‌ કૉલ પ્રમાણે જ કાજલનું સાંજના બરાબર સાત વાગ્યે મોત થયું હતું, તો શું આનંદને આવેલા મિસ્ડ્‌ કૉલ પ્રમાણે જ એનું કાલ બપોરના બરાબર બાર વાગ્યે મોત થઈ જશે ? !’ અને.... ...Read More

4

દહેશત - 4

કાજલને અંતિમસંસ્કાર માટે લઈ જવામાં આવી, એ પછી પાસ-પાડોશની સ્ત્રીઓએ કાજલની મોટી બહેન કિન્નરીને હિંમત અને દિલાસો આપીને વિદાય લીધી હતી. પાડોશમાં રહેતાં વસુમતિબેને સોફિયા, તેજલ અને રીચાની મદદથી પરાણે કિન્નરીને બે ટૉસ્ટ ખવડાવ્યા અને ચા પીવડાવી. પછી વસુમતિબેને ‘તમે ત્રણેય જણીઓ પણ કંઈ ખાઈ-પી લો,’ એવું કહ્યું, એટલે તેજલ અને રીચા કિન્નરીનો ચાનો ખાલી કપ લઈને રસોડા તરફ આગળ વધી ગઈ. તો સોફિયા પાછી કાજલના બેડરુમમાં પહોંચી. ...Read More

5

દહેશત - 5

સોફિયાના જમણા હાથના કાંડાથી કોણી સુધીના ભાગની ચામડી ફાડીને એક પછી એક ભયાનક વીંછીને બહાર નીકળતાં જોઈને તેજલ પગથી સુધી કાંપી ઊઠી હતી-થરથરી ઊઠી હતી. ‘સોફિયા ! તું રંજનાઆન્ટી સાથે વાતો કરી રહી છે, પણ તારા હાથ તરફ જો.., ભયાનક વીંછી નીકળી રહ્યાં છે !’ તેજલની જીભે આ વાકય સળવળી ઊઠ્યું, પણ તેના મોઢેથી આ વાકય બહાર નીકળી શકયું નહિ. આટલી વારમાં તો સોફિયાના હાથમાંથી દસ-બાર વીંછી બહાર નીકળી ચૂકયા હતા અને સોફિયાના ખભા તરફ આગળ વધી રહ્યા હતા. ત્યાં જ અત્યારે તેજલના ખભે રીચાનો હાથ મુકાવાની સાથે જ તેેના કાને રીચાનો સવાલ સંભળાયો : ‘તેજલ ! આમ તું ગભરાયેલી કેમ લાગે છે ? !’ ...Read More

6

દહેશત - 6

ગઈકાલ રાતના તેજલને આનંદના ઘરની બારી બહાર, લીમડાના ઝાડ નીચે ઊભેલી જે સ્ત્રી સળગી ઊઠતી દેખાઈ હતી, એ જ અત્યારે સામે બસ સ્ટેન્ડ પાસે સાજી-સારી ઊભેલી જોઈને તેજલ ખળભળી ઊઠી હતી. ‘ગઈકાલે તેની નજર સામે સળગીને પછી ગાયબ થઈ ગયેલી આ સ્ત્રી, એકદમ સાજી-સારી થઈને આજે ફરી તેની સામે કેવી રીતના આવી ગઈ ? !’ અત્યારે તેજલના મનમાંનો આ વિચાર પુરો થયો, ત્યાં જ એ સ્ત્રીના શરીર પર આગ ભડકી અને એ સ્ત્રી સળગી ઊઠી. અને બરાબર આ પળે જ તેજલ અને એ સળગતી સ્ત્રી વચ્ચેની સડક પરથી એક કાર પસાર થઈ ગઈ. અને..., અને તેજલની નવાઈ ને આંચકા વચ્ચે સામે ઊભેલી એ સ્ત્રી હવે દેખાઈ નહિ. ...Read More

7

દહેશત - 7

થોડી વાર પહેલાં સોફિયા પર તેજલનો મોબાઈલ ફોન આવ્યો હતો કે, ‘‘એ સુરતથી પાછી ફરી હતી ને રેલ્વે સ્ટેશન ચાલતી ઘર તરફ આગળ વધી રહી હતી, ત્યારે એની સાથે ભયાનક ઘટનાઓ બની રહી હતી,’’ અને એટલે સોફિયા ટૅકસીમાં અહીં દોડી આવી હતી. પણ હજુ તો સોફિયા ટૅકસીમાંથી બહાર નીકળી હતી, ત્યાં જ સોફિયાને ત્રીજા માળ પરના તેજલના ફલેટ તરફથી તેજલનો ‘નહિ...નહિ..!’ એવો અવાજ સંભળાયો હતો, અને સોફિયાએ ત્રીજા માળ પરના તેજલના ફલેટ તરફ જોયું, ત્યાં જ તેજલ ઉપરથી નીચે આવી પડતી દેખાઈ હતી. ...Read More

8

દહેશત - 8

માનવના મોબાઈલ ફોનમાંથી ગૂંજી રહેલા શબ્દો સોફિયાના કાનમાં પડવા માંડયા, અને એની સાથે-સાથે જ સોફિયાના ચહેરા પર ભય અને ભાવ ઊપસવા માંડયા હતા ! અત્યારે હવે સોફિયાના કાન પર મુકાયેલા મોબાઈલ ફોનમાંથી ગૂંજી રહેલાં શબ્દો સંભળાવાના બંધ થયા એટલે સોફિયાએ તેની સામે ઊભેલા અને તેને તાકી રહેલા માનવ સામે જોયું અને જાણે તેને પોતાના કાન પર વિશ્વાસ બેઠો ન હોય એમ તેણે મોબાઈલનું બટન દબાવીને પાછો મોબાઈલ ફોન કાન પર મૂકયો, એટલે એમાંથી ફરી વાર એ જ શબ્દો ગૂંજવા લાગ્યા : ‘....તો તું મારું મોત બોલી રહ્યો છે, એમ ને !’ મોબાઈલ ફોનમાંથી માનવનો અવાજ સંભળાયો. ...Read More

9

દહેશત - 9

માનવ સોફિયા પાસેથી પોતાનો મોબાઈલ ફોન લેવા માટે સામેની ફૂટપાથ પરથી પાછો ફરી રહ્યો હતો, એ જ પળે, સામેની અને આ બાજુની ફૂટપાથ પર ખોડાયેલા ઈલેકટ્રીકના બે થાંભલા પરના ઈલેકટ્રીકના જાડા વાયરમાં સ્પાર્ક થયો હતો-તણખાં ઊડયાં હતાં. એ વાયર તૂટી ગયો હતો અને તૂટેલા વાયરનો એક છેડો હવામાં લહેરાતો, સડક ક્રોસ કરી રહેલા માનવના શરીરને અડકયો હતો ! અને એ સાથે જ માનવને જોરદાર કરંટ લાગ્યો હતો ! માનવના શરીરે બે પળ આંચકા ખાધા હતા અને ત્રીજી જ પળે માનવ જમીન પરથી ઊંચકાઈને, સોફિયાના પગ નજીક આવીને પટકાયો હતો ! ...Read More

10

દહેશત - 10

સોફિયા ટેબલ ઉપર પડેલા તેના અને રીચાના મોબાઈલ ફોન તેમજ એ બન્ને મોબાઈલની બાજુમાં પડેલી બન્ને મોબાઈલની બેટરીઓ તરફ રહી હતી. કાજલ, આનંદ, તેજલ અને માનવના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ કરીને, એમને એમના મોતનો સમય આપીને, પછી એ જ સમયે એમને મોતને ઘાટ ઊતારી નાંખનાર વ્યક્તિનો મિસ્ડ્‌ કૉલ રીચાના મોબાઈલ ફોન પર પણ આવ્યો હતો. રીચા ખૂબ જ ડરી ગઈ હતી. એનો ડર દૂર કરવા, તેમ જ મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિથી પીછો છોડાવવા માટે સોફિયાએ રીચાના તેમજ તેના પોતાના મોબાઈલ ફોનમાંથી બેટરી કાઢી નાંખી હતી ...Read More

11

દહેશત - 11

ભૂત-પ્રેત અને વળગાડને લગતી ટી. વી. સીરીયલ ‘દહેશત’ના પ્રોડ્યૂસર જોનાથને રીચાના હાથમાં પોતાનો મોબાઈલ ફોન આપ્યો, ત્યાં જ એ ફોનમાં પેલી વ્યક્તિનો જ્યારે પણ મિસ્ડ્‌ કૉલ આવતો હતો ત્યારે જે ફિલ્મી ગીતવાળો રિંગ ટોન ગૂંજી ઊઠતો હતો, એવો જ રિંગ ટોન ગૂંજી ઊઠયા હતોે, અને રીચાએ જોયું તો એ મોબાઈલ ફોન પર એક એમ. એમ. એસ. આવ્યો હતો. રીચાએ મોબાઈલનું બટન દબાવીને એ એમ. એમ. એસ. જોયો તો તે ભયથી થરથરી ઊઠી હતી. ...Read More

12

દહેશત - 12

સબ ઈન્સ્પેકટર જિમીની બહેન સુઝેનના ભેદી મોત પહેલાં, એના મોબાઈલ ફોન પર એક મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો, એટલે જિમીએ મિસ્ડ્‌ કૉલવાળા નંબર પર કૉલ લગાવ્યો અને મોબાઈલ ફોન કાન પર મૂકયો. -મોબાઈલ ફોનમાં સામેથી ઘરઘરાટી સંભળાવા લાગી. ‘ઘરઘરાટી બંધ થઈને હમણાં સામેથી કોઈ વ્યક્તિનો અવાજ સંભળાશે.’ એવા વિચાર સાથે જિમી સાંભળી રહ્યો. પણ કોઈ વ્યક્તિનો અવાજ સંભળાયો નહિ. ઘરઘરાટી જ સંભળાવાની ચાલુ રહી. જિમીએ કૉલ કટ્‌ કર્યો અને ફરી વાર એ જ મિસ્ડ્‌ કૉલવાળા નંબર પર કૉલ લગાવ્યો. ...Read More

13

દહેશત - 13

સોફિયા સબ ઈન્સ્પેકટર જિમીની પાછળ-પાછળ એનાબેલના ઘરમાં દાખલ થઈ હતી, ત્યાં જ તેની નજર જિમીની પીઠ પર પડી હતી એ સાથે જ સોફિયાનો જીવ ગળે આવી ગયો હતો. -જિમીની પીઠ પર એક ભયાનક વીંછી સળવળી રહ્યો હતો ! ! ‘જિમી ! તારી પીઠ પર વીંછી છે ! !’ અત્યારે સોફિયા આવું બોલવા ગઈ, ત્યાં જ તેને તેની પીઠ પાછળથી ‘ઝુઉઉઉઉઉઉ...! એવો અવાજ સંભળાયો. તેણે એકદમથી પાછળ ફરીને જોયું. ...Read More

14

દહેશત - 14

સોફિયાએ સબ ઈન્સ્પેકટર જિમીને કહ્યું કે, ‘‘તેજલ અને માનવનું મોત થયું એ વખતે તેને એનાબેલ જોવા મળી હતી, અને પછી જ એ સળગી ઊઠી હતી ને પછી તેની નજર સામેથી અદૃશ્ય થઈ ગઈ હતી,’’ એટલે સબ ઈન્સ્પેકટર જિમી એનાબેલ વિશે પૂછપરછ કરવા માટે એના પાડોશીં પાસે ગયો હતો. જ્યારે સોફિયા જિમીની મોટરસાઈકલ પાસે ઊભી હતી. અત્યારે સોફિયા રીચાની િંચંતામાં હતી. રીચાને મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિએ રીચાના મોતનો સમય આજે રાતના દસ વાગ્યા ને દસ મિનિટનો આપ્યો હતો, અને દસ વાગ્યા ને દસ મિનિટ થવાને હવે ફકત બે કલાકની વાર હતી. અને હજુ સુધી સોફિયા મિસ્ડ્‌ કૉલ કરનારી એ વ્યક્તિ આખરે કોણ હતી ? ...Read More

15

દહેશત - 15

ભૂત-પ્રેત અને વળગાડને લગતી ટી. વી. સીરિયલ ‘દહેશત’ના સેટ પર અત્યારે ટાંકણી પડે તોય અવાજ સંભળાય એટલી શાંતિ પથરાયેલી ડાયરેકટર, કૅમેરામેન, લાઈટમેન અને ફાધર રોબિનસન પોત-પોતાની કામગીરી માટે બિલકુલ તૈયાર હતા. રીચા ખુરશી પર બેઠી હતી, તેની સામે ટેબલ પર ‘દહેશત’ સીરિયલના પ્રોડયૂસર જોનાથનના જે મોબાઈલ ફોન પર છેલ્લે રીચાની લાશવાળો એમ. એમ. એસ. આવ્યો હતો, એ મોબાઈલ ફોન પડયો હતો. રીચાના ટેબલની પેલી બાજુ-રીચાની સામે ફાધર રોબિનસન ઊભા હતા. પ્રોગ્રામ શરૂ થવાની, રીચાને મોતનો મેસેજ આપનારા પ્રેતને ભગાડવા માટેની વિધિ શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી હતી. ...Read More

16

દહેશત - 16

ભૂત-પ્રેત અને વળગાડને લગતી ટી. વી. સીરિયલ ‘દહેશત’ના સેટ પર અત્યારે ઘોર અંધારું છવાયેલું હતું. પણ સામેની ડીજિટલ ઘડિયાળ હતી, અને એમાં મોબાઈલ ફોનવાળા પ્રેતે રીચાના મોતનો જે દસ વાગ્યા અને દસ મિનિટનો સમય આપ્યો હતો, એ સમય થઈ ચૂકયો હતો અને અત્યારે હવે દસ વાગ્યા ને અગિયારમી મિનિટની સેકન્ડો દેખાવાની શરુ થઈ ચૂકી હતી ! બરાબર આ જ પળે અત્યારે ફરી પાછી સેટની લાઈટો ચાલુ થઈ-અજવાળું થયું. અને અજવાળામાં સેટ પર રહેલા બધાંએ જોયું. ...Read More

17

દહેશત - 17

એનાબેલની મમ્મી નેન્સીને ત્યાં, એનાબેલની દીકરી રેબેકાને મળીને, સબ ઈન્સ્પેકટર જિમીથી છુટી પડીને સોફિયા ટૅકસીમાં ત્યાંથી આગળ વધી, ત્યાં સોફિયાની નજર નેન્સીના બંગલા તરફ ગઈ હતી. -બંગલાના રૂમની ખુલ્લી બારી પાસે રેબેકા હાથમાં ઢીંગલી સાથે ઊભી હતી. રેબેકા સોફિયા તરફ તાકી રહી હતી, અને... ...અને રેબેકાની પાછળ, દસેક વરસની એક છોકરી ઊભી હતી ! એ છોકરીની મોટી-મોટી આંખો ફૂટેલી હતી ! ! એ છોકરી જાણે પોતાની ફૂટેલી આંખોથી સોફિયાને જોઈ રહી હતી ! ! ! ...Read More

18

દહેશત - 18

સબ ઈન્સ્પેકટર જિમી અને સોફિયા હૉસ્પિટલમાંથી બહાર નીકળી જવા માટે દરવાજા નજીક પહોંચ્યા ને સોફિયા દરવાજાને ધકેલવા ગઈ, ત્યાં દરવાજાની અંદરથી બે લાંબા નખવાળા હાથ બહાર નીકળ્યા અને એ બન્ને હાથોએ સોફિયાની ગરદન પકડી લીધી અને સોફિયાને દરવાજાની અંદરની તરફ ખેંચી. સોફિયા એ બન્ને હાથોમાંથી પોતાની જાતને છોડાવવાનો પ્રયત્ન કરવાની સાથે જ ભય ને પીડાથી ચીસાચીસ કરવા માંડી. જિમી માટે આ દૃશ્ય અણધાર્યુ-અણકલ્પ્યું હતું. પળ બે પળ તો તે મૂંઝવણમાં પડયો, પણ પછી તેણે સોફિયાને પકડીને જોરથી ખેંચી. સોફિયાની ગરદન દરવાજામાંથી નીકળેલા એ બન્ને લાંબા નખવાળા હાથની પકડમાંથી છૂટી ગઈ. ...Read More

19

દહેશત - 19

લાઈફ લાઈન હૉસ્પિટલ’ના ભોંયરામાં-બોગદામાં અત્યારે સોફિયા જમીન પર પીઠભેર પડી હતી, અને એની પર એનાબેલની લાશ, એનાબેલનું પ્રેત સવાર હતું ! એનાબેલના પ્રેતની આંખોના ડોળા સોફિયાને તાકી રહ્યા હતા. ‘પ્લીઝ ! પ્લીઝ, એનાબેલ ! તું...તું મને મારીશ નહિ !’ સોફિયાએ ભયથી કંપતા અવાજે કહ્યું હતું, અનેે એનાબેલના પ્રેતે પોતાનું મોઢું ખોલ્યું હતુ. સોફિયાએ ભયથી આંખો મિંચી દીધી. ‘હુઉઉઉઉઉઉ...’ સોફિયાના કાને અવાજ પડયો, એટલે અત્યારે સોફિયાએ એ જ રીતના ભયથી કાંપતા આંખો ખોલી નાંખી. -એનાબેલના પ્રેતે મોઢું ફાડીને ‘હુઉઉઉઉઉઉ...’નો અવાજ કર્યો હતો. ...Read More

20

દહેશત - 20

‘બરાબર બત્રીસ મિનિટ પછી, બરાબર બે વાગ્યે સોફિયાનું મારા હાથે મોત થવાનું છે. અને એની બે મિનિટ પહેલાં, એટલે બરાબર એક વાગ્યા ને અઠ્ઠાવન મિનિટે હું તને મારી નાંખીશ. સોફિયા તને મરતાં જોશે અને પછી બે મિનિટ પછી એ પણ મરી જશે !’ એવું મોબાઈલ ફોનમાં મેલિસાના પ્રેતે સબ ઈન્સ્પેકટર જિમીને કહીને સામેથી કૉલ કટ્‌ કરી દીધો, એટલે જિમીનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. તે મોબાઈલ ફોન સામે જોઈ રહ્યો હતો, ત્યાં જ અત્યારે તેના કાને નેન્સીનો અવાજ પડયો : ‘શું થયું, બેટા !’ ...Read More

21

દહેશત - 21 - છેલ્લો ભાગ

મેલિસાના પ્રેતે જાણે કોઈ અદૃશ્ય શક્તિના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો અને જોશભેર સબ ઈન્સ્પેકટર જિમીના પેટમાં ચપ્પુ ખોંપી ખચ્‌....! ‘નહિ....!’ જિમીની બાજુમાં ઊભેલી સોફિયાના મનમાં ચીસ સાથે આ શબ્દ ગૂંજ્યો, પણ તેની જીભ તાળવા સાથે ચોંટી ગઈ હતી, એટલે તેના મોઢામાંથી આ ચીસ-આ શબ્દ નીકળી શકયો નહિ. તો પેટમાં ચપ્પુ ખૂંપતાં જ જિમીની આંખો અને ચહેરા પર પીડા ઊતરી આવી. જ્યારેે મેલિસાના પ્રેતના ભયાનક ચહેરા પર ક્રૂરતાની સાથે જ ખૂની ખુશી ઝળકી રહી હતી. મેલિસાના પ્રેતે એક અટ્ટહાસ્ય કરતાં જિમીના પેટમાંથી ચપ્પુ બહાર ખેંચ્યું. ...Read More