એલિયન્સનો હુમલો - પૃથ્વીનો વિનાશ

(10)
  • 16.4k
  • 2
  • 5.3k

રાતના બે વાગ્યા હતા. હાર્દિક સૂતો હતો. અચાનક એનો પલંગ હલવા લાગે છે. હાર્દિક ઉઠીને જોવે છે. આ વળી કોણ હશે! જેને આખો પલંગ હલાવી નાખ્યો? કોણ હશે? હાર્દિક થાકી ગયો હતો એને નિંદર પણ આવતી હતી. જે થયું હોય એ બધું જ ભૂલીને ફરીથી સુઈ જાય છે. થોડીવાર પછી ફરીથી એજ રીતે પલંગ હલવા લાગે છે, એ ફટાફટ ઉભો થઇ જાય છે. એ જોવે છે તો ભૂકંપનો આંચકો હતો!, એ તરત જ દોડતો દોડતો ઘરની બહાર ચાલ્યો જાય છે. વાતાવરણ એકદમ સાફ હતું. આકાશ તારાઓ પણ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. હાર્દિક શહેરથી દૂર રહેતો હતો. આજુ બાજુ કોઈ જ રહેતું ન હતું. ત્યાં માત્રને માત્ર જંગલ જ હતું. આ હાર્દિક માટે કઈ નવું ન હતું. આવા ભૂકંપના આચકાઓ અગાઉ પણ આવી ચુક્યા હતા. થોડા થોડા દિવસે ભૂકંપ આવતો હતો એટલે હાર્દિક એનાથી ટેવાય ગયો હતો.

New Episodes : : Every Monday

1

એલિયન્સનો હુમલો - પૃથ્વીનો વિનાશ - 1

રાતના બે વાગ્યા હતા. હાર્દિક સૂતો હતો. અચાનક એનો પલંગ હલવા લાગે છે. હાર્દિક ઉઠીને જોવે છે. આ વળી હશે! જેને આખો પલંગ હલાવી નાખ્યો? કોણ હશે? હાર્દિક થાકી ગયો હતો એને નિંદર પણ આવતી હતી. જે થયું હોય એ બધું જ ભૂલીને ફરીથી સુઈ જાય છે. થોડીવાર પછી ફરીથી એજ રીતે પલંગ હલવા લાગે છે, એ ફટાફટ ઉભો થઇ જાય છે. એ જોવે છે તો ભૂકંપનો આંચકો હતો!, એ તરત જ દોડતો દોડતો ઘરની બહાર ચાલ્યો જાય છે.વાતાવરણ એકદમ સાફ હતું. આકાશ તારાઓ પણ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. હાર્દિક શહેરથી દૂર રહેતો હતો. આજુ બાજુ કોઈ જ ...Read More

2

એલિયન્સનો હુમલો - પૃથ્વીનો વિનાશ - 2

સવારના છ વાગ્યા હતા. છાપાવાળો સાયકલ ચલાવતા ચલાવતા હાર્દિકના ઘરે છાપું આપવા જાતો હતો. એને શેનીક દુર્ગંધ આવે છે!, નજર હાર્દિકના ઘરની પાછળ ધુમાડો નીકળો હતો ત્યાં જાય છે. ઘરના પાછળના ભાગમાંથી ધુમાડો આવતો હતો. એને બીજી જગ્યાએ પણ છાપા પહોંચાડવાના હોવાથી, એની ઉપર ધ્યાન આપ્યા વિના હાર્દિકના દરવાજા પાસે છાપુ રાખીને ચાલ્યો જાય છે. થોડીવાર પછી હાર્દિક ઉઠે છે. એ પલંગ ઉપર બેસીને બે હાથ પાછળ કરીને આળસ ખાઈ રહ્યો હતો. એને આજ મસ્ત નીંદર આવી હોય એવું લાગી રહ્યું હતું. એ ફ્રેશ હોય એવું અનુભવ કરી રહ્યો હતો. એ ઉભો થઈને દરવાજા પાસે મુકેલ છાપાંને લઈને ટેબલ ઉપર ...Read More

3

એલિયન્સનો હુમલો - પૃથ્વીનો વિનાશ - 3

હાર્દિકને જાણવાની ઇરછા થાય છે કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. એ જાણવા માટે ઘરની બહાર નીકળે છે. ધ્યાન ધુમાડા ઉપર જાય છે. એ ધુમાડો ઘરના પાછળના ભાગમાંથી આવતો હતો. એ પાછળના ભાગમાં જાય છે. એ જોવે છે તો અમુલ જગ્યા જાણે બળી ગઈ હોય એટલા ભાગમાં રીતસરનો ખાડો પડી ગયો હતો. એ ગોળ આકારે જમીન પણ બળી ગઈ હોય એ રીતે કાળું કાળું થઈ ગયું હતું. ત્યાં ઘાસ ઉગેલો હતો એ પણ બળી ગયો હતો. હવે કાલ રાતની ઘટના હકીકતમાં ફરતી જાતી હતી. એ આ જોઈને એના મિત્ર રિયલોને ફોન કરે છે. રિયલો સ્પેસ અજેન્સીમાં જોબ કરતો હતો. ...Read More