અર્થારોહિ

(11)
  • 25.5k
  • 2
  • 9.6k

રાજકોટ શહેરમાં આવેલી એક ખાનગી હોસ્ટેલના એક રૂમમાં ચાર બેડ, દીવાલ સાથે જ લગોલગ જોડાયેલ એક લાકડાનો મોટો કબાટ રાખેલો હતો. ફ્લોરની ટાઇલ્સ સ્વચ્છતાને લીધે ચમકી રહી હતી. રૂમની બારી પાસે એક સ્ટડી ટેબલ સુંદર રીતે ગોઠવેલું હતું. તેની ઉપર પાણીની બોટલો, પુસ્તકો,નોટબુક્સ, બોલપેન અને માર્કર પડ્યા હતા. સાઈડમાં બેસવા માટે બે ખુરશી રાખવામાં આવી હતી. ચાર જણ રહી શકે એટલી વ્યવસ્થા રૂમમાં કરવામાં આવેલી હતી.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

અર્થારોહિ - 1

રાજકોટ શહેરમાં આવેલી એક ખાનગી હોસ્ટેલના એક રૂમમાં ચાર બેડ, દીવાલ સાથે જ લગોલગ જોડાયેલ એક લાકડાનો મોટો કબાટ હતો. ફ્લોરની ટાઇલ્સ સ્વચ્છતાને લીધે ચમકી રહી હતી. રૂમની બારી પાસે એક સ્ટડી ટેબલ સુંદર રીતે ગોઠવેલું હતું. તેની ઉપર પાણીની બોટલો, પુસ્તકો,નોટબુક્સ, બોલપેન અને માર્કર પડ્યા હતા. સાઈડમાં બેસવા માટે બે ખુરશી રાખવામાં આવી હતી. ચાર જણ રહી શકે એટલી વ્યવસ્થા રૂમમાં કરવામાં આવેલી હતી. ‌‌ ત્યાં એક ખુરશી ઉપર બેસીને ટેબલ પર પુસ્તક રાખી આરોહી વાંચી રહી હતી. કમર સુધી પહોંચે એટલા લાંબા અને કાળા રેશમી વાળ બારીમાંથી આવતા હવાના હળવા જોકા સાથે ફરફરી રહ્યા હતા. ભૂખરી, અણીયાળી ...Read More

2

અર્થારોહિ - 2

‌"જો બેટા, મારી વાત સાંભળ.."‌‌" બસ પપ્પા, હવે કોઈ પ્રકારની દલીલ મારે નથી કરવી... એ તમે પણ જાણો છો મારો રસનો વિષય શું છે ? હું બળજબરીથી બીજા કોઈ વિષયમાં આગળ સ્ટડી નહિ કરું..."‌‌" પરંતુ દીકરી એક વખત તો વિચાર કર કે શિક્ષકની નોકરીમાં તને શું મળશે? આ જો અત્યારે આપણો બિઝનેસ કેટલો બધો આગળ છે અને કેટલું પ્રોફીટ મળે છે... ધન,દોલત, પ્રતિષ્ઠા... શું નથી આપણી પાસે? અને એ બધું તને એ સામાન્ય પગારમાં ક્યાંથી મળવાનું ? ‌‌"પગાર સામાન્ય હશે પરંતુ શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો એ વાક્ય તો તમે સાંભળ્યું જ હશે પપ્પા... અને મને ધન કે દોલત મળે ...Read More

3

અર્થારોહિ - 3

‌આગળના ભાગમાં જોયું કે અર્થ અને આરોહી ની મુલાકાત બાદ અજાણતાં જ અર્થના મનમાં આરોહી વસી જાય છે... અર્થ આરોહી પ્રત્યેની આ લાગણીથી મીઠી મૂંઝવણ અનુભવે છે... હવે આગળ.... * * * * * * * * * * * * * * * * થોડા જ દિવસોમાં કોલેજમાં બધું રાબેતામુજબ ચાલવા લાગ્યું. અર્થ બહેન કેયા સાથે બાઈક પર કોલેજ પહોંચ્યો. બાઇક પાર્કિંગ એરિયામાં પાર્ક કરી એ કેયા સાથે રોહન અને માનવ ઊભા હતા ત્યાં પહોંચ્યો. " જો મહાશય આવી ગયા.. ! હાઇ કેયા..." અર્થ અને કેયાને જોઈને રોહન બોલ્યો."હેલ્લો..." કેયાએ સહેજ સ્મિત સાથે જવાબ આપ્યો. અને પછી અર્થની સામે જોઇને ...Read More

4

અર્થારોહિ - 4

‌આગળના ભાગમાં જોયું કે, કોલેજમાં પ્રોફેસર જાનીનો વિદાઈ સમારંભ ગોઠવવા માટે અર્થ પ્રિન્સિપાલ સાહેબને મળે છે. અર્થની બેન સાથે અરોહિની મુલાકાત થાય છે એ પછી લાયબ્રેરીમાં અર્થને આરોહી જોવા મળે છે પણ આરોહી થોડીવારમાં ત્યાંથી બહાર નીકળી જાય છે હવે આગળ...‌‌* * * * * * * * * * * * * * * * * * * * * ‌‌લોન પર ચાલી રહેલી આરોહી ને અચાનક કંઇક યાદ આવ્યું અને એના પગ આગળ વધતા અટકી ગયા... એને યાદ આવ્યું કે એ છોકરા સાથે ટકરાયા બાદ એની નીચે પડેલી બુક પોતે લીધી હતી અને પરત કરવાનું ભૂલી ગઈ... એણે ...Read More

5

અર્થારોહિ - 5

‌ આગળના ભાગમાં જોયું કે આરોહી ભૂલથી પોતાની પાસે આવેલા અર્થના પુસ્તકને પાછું આપવા માટે લાઇબ્રેરી જાય છે, પરંતુ અર્થ તેને ત્યાં મળતો નથી. એ પછી તેને અર્થ વિદાય સમારોહ માં જોવા મળે છે. ત્યારે અર્થની છટાદાર સ્પીચ સાંભળી આરોહીનું મન સહેજ તેના તરફ ઝૂકે છે... હવે આગળ...‌‌* * * * * * * * * * * * * * * * * * * * ‌‌ વિદાય સમારોહ પુરો થયા બાદ આરોહી અર્થને મળીને ભુલાયેલા પુસ્તક વિશે કહેવાની હતી... પરંતુ અર્થ એને ક્યાંય જોવા ન મળ્યો. ઘણી રાહ જોયા બાદ તે મિત્રો સાથે હોસ્ટેલ જતી રહી.... ‌‌ હોસ્ટેલના રૂમમાં ...Read More

6

અર્થારોહિ - 6

‌આગળના ભાગમાં જોયું કે અર્થ અને આરોહી દૂર હોવા છતાં અજાણતાં જ એકમેક સાથે જોડાયેલા રહે છે. કોલેજ તરફથી દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવે છે, જેની માહિતી નોંધવાનું કામ અર્થ અને બીજા વિદ્યાર્થીને સોંપવામાં આવે છે. આરોહી ના ક્લાસરૂમનું લીસ્ટ બનાવ્યા બાદ બહાર જતાં અર્થને એક અવાજે રોક્યો... હવે આગળ...‌‌* * * * * * * * * * * * * * * * * * * * ‌‌અર્થ પાછળ ફર્યો. એના મનને એક પ્રકારની તાજગી મળી, કેમ કે સામે એની ધારણા પ્રમાણે આરોહી જ ઊભી હતી.‌‌" હાં જી... ! " અર્થ એની પાસે જઈને ઊભો રહી બોલ્યો.‌‌" લિસ્ટમાં ...Read More