ભીખુભા જાસૂસ

(266)
  • 47k
  • 28
  • 23.8k

હેલ્લો, ભીખુભા જાસૂસ બોલું છું. આ સાંભળતાની સાથે જ સામે થી ખૂબ પરેશાન હોય તેવો અવાજ સંભળાયો " ભીખુભા, હું શેઠ લક્ષ્મીચંદ બોલું છું. મારે તમારું એક કામ હતું." આ સાંભળી ને મૂછો ના વળ ચડાવતા ભીખુભા બોલ્યા " બોલો શેઠ તમારે મારું શું કામ પડ્યું હમણાં તમારું કામ પતાવી દઈએ "

Full Novel

1

ભીખુભા જાસૂસ - ૧

ટ્રિંગ... ટ્રીંગ…ટ્રિંગ... ટ્રીંગ…ટ્રિંગ... ટ્રીંગ…(ત્રણ રીંગ માં ફટ દઈને ને ફોન ઉંચકી ને ભીખુભા)હેલ્લો, ભીખુભા જાસૂસ બોલું છું.આ સાંભળતાની સાથે સામે થી ખૂબ પરેશાન હોય તેવો અવાજ સંભળાયો " ભીખુભા, હું શેઠ લક્ષ્મીચંદ બોલું છું. મારે તમારું એક કામ હતું." આ સાંભળી ને મૂછો ના વળ ચડાવતા ભીખુભા બોલ્યા " બોલો શેઠ તમારે મારું શું કામ પડ્યું હમણાં તમારું કામ પતાવી દઈએ "આવા મજાકિયા શબ્દો સાંભળતાં ની સાથે જ શેઠ લક્ષ્મીચંદ ને એક વખત મન માં વિચાર આવ્યો કે શું આ ભીખુભા તેમની સમસ્યા નું સમાધાન કરી શકશે કે કેમ? પણ ભીખુભા નું નામ તેમના ખાસ માણસ એ શોધી ને ...Read More

2

ભીખુભા જાસૂસ - ૨

ભીખુભા એ દુકાન ની લગભગ જવાબદારી પોતાના પર લઇ લીધી હતી. દુકાન માં માલસામાન નો સ્ટોક પણ ભીખુભા જ લાગ્યા હતા. ભીખુભા ની દુકાન માં એક પ્રશાંત એટલે કે પશો કરી ને માણસ રાખેલો હતો. પશા નું કામ દુકાન માટે આવેલા માલસામાન ને ઉતરવાનું અને ગોઠવવાનું તેમજ વધારે ગ્રાહકો હોય ત્યારે ભીખુભા અને તેના બાપા ને માલસામાન વજન કરવા માં મદદ કરવાનું હતું. એકદિવસ ભીખુભા તેમના બાપા સાથે બેસી ને હિસાબ કરતા હતા. તેમાં ભીખુભા ને ગડબડ લાગી તેમણે તરત જ તેમના બાપા નું ધ્યાન દોર્યું કે "બાપા, આપણે જે વસ્તુ વેચીએ તેની નોંધ કરીએ છીએ તો આ લાઈફ-બોય ...Read More

3

ભીખુભા જાસૂસ - ૩

પોતાની દુકાન વધાવી ને રાબેતા મુજબ ભીખુભા ઘરે પહોંચ્યા ટીવી જોયું પણ મન ના લાગ્યું. વિચાર કર્યો કે બાપા વાત કરે પણ આજે બાપા નો મિજાજ થોડો બગડેલો હતો. ભીખુભા પાથરી માં સુવા પડ્યા પણ આમ થી આમ પડખા ફર્યા કરે ઊંઘ આવે નહિ રાત ના લગભગ 2 વાગ્યા હશે છતાં પણ ભીખુભા સૂઈ શકતા ન હતા. માટે ભીખુભા ઊભા થયા ભગવાન નું નામ લીધું અને બાપા ના ખાટલા પાસે જઈ ને બાપા ને જગાડ્યા અને બોલ્યા " બાપા, મારે અમદાવાદ જવું છે, મારે જાસૂસી માં આગળ વધવું છે આજે એક ભાઈ આપણી દુકાને આવ્યા હતા તેને મને ખૂબ ...Read More

4

ભીખુભા જાસૂસ - ૪

જેમ જેમ મળવા નો સમય નજીક આવતો જતો હતો અને ભીખુભા થોડા ચિંતિત હતા. કોરોના અને ૩ મહિના ના ના કારણે આવક લગભગ શૂન્ય થઈ ગઈ હતી. માટે આ કેસ તો ગમે તેમ કરી ને હાથ માં થી જતો રહે તે પોસાય તેમ ન હતું. મનોમન આ કેસ તો હાથ માં થી નહિ જ જવા દઉં એવું દ્રઢ નિશ્ચય કરી ને ભીખુભા શેઠ ને મળવા નીકળી ગયા.નક્કી કરેલા સ્થળ પર પહોંચી ને આમ તેમ ફાફા માર્યા તો પણ ખબર ન પડી એટલે દુકાન વાળા ને જ પૂછી જોયું કે ૩ નંબર નું ટેબલ ક્યાં છે? દુકાનદાર એ કહ્યું કે ...Read More

5

ભીખુભા જાસૂસ - ૫

આટલી મોટી રકમ ની ઑફર સાંભળી ને ભીખુભા ના આંખ ના ડોળા બહાર આવી ગયા હતા. મગજ કામ કરવાનું થઈ ગયું હતું અને વિચારો માં સરી પડ્યા હતા. ચપટી વગાડી ને શેઠ ભીખુભા ને વર્તમાન માં ખેંચી લાવ્યા અને કહ્યું " શું વિચાર્યું તમે, આ કેસ તમે ઉકેલવા તૈયાર છો? જો હા હોય તો મને કહો તો હું મારા ખાસ માણસ ચંદુ ને કહું તો તે તમારી ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપશે." ભીખુભા ના મોઢા પર થોડો ડર દેખાતો હતો પ્રતીઉતર માં ભીખુભા એ કહ્યું " શેઠ મને થોડો વિચારવા નો સમય આપો હું તમને સાંજ સુધી માં જવાબ ...Read More

6

ભીખુભા જાસૂસ - ૬

વાત થયા મુજબ સવારે શેઠ ની ગાડી આવી ને ઉભી હતી. ભીખુભા અને બકુલ પોતાનો સામાન લઈ ને ગાડી બેસી જાય છે ડ્રાઈવર પૂરપાટ ઝડપે ગાડી ભગાવી ને અડધી કલાક માં હવેલી પાસે ઉતારી ને અમદાવાદ પરત ફરી જાય છે. હવે બકુલ અને શેઠ હવેલી ની બહાર ઊભા હતા એટલા માં ત્યાં ચંદુ આવ્યો અને બંને નું સ્વાગત કર્યું અને કહ્યું " તમે લોકો હવેલી માં રહેવા ન ઈચ્છતા હોય તો હું બીજી વ્યવસ્થા કરી આપીશ તમે મારો મોબાઈલ નંબર લઇ લો કઈ પણ કામ હોય તો મને ફોન કરી દેજો." ભીખુભા એ પણ કહ્યું કે " હા અમે ...Read More

7

ભીખુભા જાસૂસ - ૭

સવારે જાગી ને દૈનિક ક્રિયાઓ પતાવી ને ભીખુભા અને બકુલ હવેલી માં અંદર જાય છે. હવેલી નો દરવાજો ખોલતા સાથે જ ૩-૪ કબૂતરો ફડ...ફડ..ફડ...ફડ...કરતા બહાર નીકળે છે આ અચાનક થયેલા અવાજ ને લીધે ભીખુભા નો જીવ તાળવે ચોટી જાય છે. બકુલ ભીખુભા ને સાંભળી લે છે. બંને અંદર ની તરફ આગળ વધે છે અને બધી જ વસ્તુ ઓ ને ખૂબ જીણવટ થી તપાસે છે. ઘણા સમય થી બંધ હોવાને કારણે ખૂબ બાવા અને જાળા થઈ ગયા હોય છે. બધી જ પરિસ્થિતિ નું અવલોકન કરી ને ભીખુભા ને બકુલ હવેલી છોડી ને બહાર આવી જાય છે. ભીખુભા ને હવેલી ની ...Read More

8

ભીખુભા જાસૂસ - ૮

એવા માં ભીખુભા ને અચાનક શું સૂઝ્યું કે તેમણે ફોન ના કર્યો અને તેમની અંદર નો વ્યોમકેશ બક્ષી જાગી નું મગજ તો આઉટ ઓફ સર્વિસ થઈ ગયું હતું. તેણે જીદ પકડી અમદાવાદ જવાની, માટે શેઠ ને ફોન કરી ને ગાડી મંગાવી બંને અમદાવાદ જવા માટે રવાના થયા પણ ભીખુભા નાટક કરતા હતા થોડે આગળ જઈ ને ભીખુભા ગાડી ઉભી રખાવી ને ઉતરી ગયા. બકુલ એ તેમને આવું કરતા રોક્યા પણ ભીખુભા ન માન્યા અને કહ્યું કે તું જા હું આ કેસ ઉકેલી ને જ પરત આવીશ. બકુલ તો એટલો ડરી ગયો હતો કે તેણે જવાનો નિર્ણય યથાવત રાખ્યો.લગભગ બીજા ...Read More

9

ભીખુભા જાસૂસ - ૯ - છેલ્લો ભાગ

શેઠ આટલું સાંભળી ને બોલ્યા "ભીખુભા જલ્દી થી જણાવો કોણ છે તે હવેલી નું ભૂત?" ભીખુભા એ ત્વરિત જવાબ કહ્યું " તમારો ખાસ માણસ ચંદુ" આટલું સાંભળતા ની સાથે જ શેઠ ની આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ અને બોલ્યા " ચંદુ?? મને વિશ્વાસ નથી આવતો તમારી પાસે કોઈ પુરાવા છે?" ભીખુભા એ કોલર ઉંચા કરતા કહ્યું " હું ભીખુભા જાસૂસ પુરાવા વગર કંઈ પણ બોલતો નથી."તો સાંભળો શેઠ " તમારો ખાસ માણસ ચંદુ રોજ રાત્રે તમારી હવેલી માં રાત્રે ૧ વાગે જાય છે, અને સવાર પડતા ની સાથે જ પોતાના ઘરે પાછો જતો રહે છે. હું આ ૧૨ ...Read More