ધ્યાનવિશ્વમાં વિહાર

(19)
  • 18.7k
  • 3
  • 6.7k

યોગ અને ધ્યાન વિષે સમાજમાં સમજણ અધૂરી હોય તેવું જણાય છે. 'યોગ એટલે આસનો' એવી માન્યતા મૉટે ભાગે છે. અષ્ટાંગ યોગના અત્યંત અગત્યના અંગ એવા ધ્યાન વિષે સામાન્ય ખ્યાલ એવો છે કે ધ્યાનથી આધ્યાત્મિક ઉન્નતિ થાય. એ સિવાય વધીને કોઈને એવો ખ્યાલ છે કે ધ્યાનથી માનસિક શાંતિ* મળે. બંને વસ્તુ તદ્દન સાચી છે. પરંતુ સર્વશ્રેષ્ઠ પ્રકારના ફોનમાંથી 2 જ કામ એટલે કે ફોન થાય અને SMS મોકલી શકાય, તેટલો મર્યાદિત આ ખ્યાલ છે. અમુક ભ્રામક માન્યતાઓ અને અપૂર્ણ માહિતીને કારણે સમાજનો એક અત્યંત બહોળો વર્ગ ધ્યાનના અગણિત ફાયદાઓથી વંચિત રહી જાય છે.

New Episodes : : Every Sunday

1

ધ્યાનવિશ્વમાં વિહાર - 1 (લેખાંક 1: ધ્યાન - ભ્રામક માન્યતાઓ)

::પ્રાસ્તાવિક:: મારી એક અન્ય લેખમાળા 'સમગ્ર જિંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા' અન્યત્ર પ્રસિદ્ધ થઈ ચુકી છે, આ પોર્ટલ પણ શરુ છે. આ લેખમાળા, અનેક સુધારા વધારા સાથે, એક વ્યવસ્થિત માળખામાં, પુસ્તક રૂપે ટૂંક સમયમાં બહાર આવી રહી છે. તેને મળેલા અતિ વ્યાપક પ્રતિસાદ અને 'ધ્યાન' વિષે લખવાના સૂચનને લક્ષ્યમાં લઈ હવે આ લેખમાળા શરુ કરી રહ્યો છું. 'વિસ્મય' અને 'સૃજન' નામક ડિજિટલ મેગેઝીનના માધ્યમથી આ લેખ હજારો વાંચકો સુધી પહેલાં જ પહોંચી ગયા છે અને આ અંગેનું પુસ્તક પણ થોડા સમય એ પછી તૈયાર થઈ જશે. સમગ્ર જિંદગી ૭ ચક્રોમાં સમાયેલી છે. ચક્ર સંતુલન માટેનો સૌથી મહત્ત્વનો ...Read More

2

ધ્યાનવિશ્વમાં વિહાર - 2 (લેખાંક 2 - ધ્યાન - ભ્રામક માન્યતાઓ)

ધ્યાન - ભ્રામક માન્યતાઓ (2)????????? ? ધ્યાન વિષયક ભ્રમણાઓની ચર્ચા કરી રહ્યા હતા. આવી ૩ માન્યતાઓ અને તેની વજૂદ ગયા હપ્તે ચર્ચા કરી. (1) ધ્યાન એ કોઈ વિશેષ ધર્મ સાથે જોડાયેલી વાત છે.(2) અરે ભાઈ, ધ્યાનના ફાયદા મેળવવા માટે તો વર્ષો વીતી જાય. 3) ધ્યાન તો સાધુ કરે, જો ગૃહસ્થી કરે તો વહેલો-મોડો સાધુ થઈ જાય (સંસારમાંથી રસ ઉડી જાય). અન્ય ભ્રામક માન્યતાઓ હવે જોઈએ. 4) "સમયનો વ્યર્થ બગાડ છે." અત્યંત ઊંચા વ્યાજદર, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સલામતી પણ ખરી - આવું કંઈ મળે તો રોકાણ કરીશું? એમ જ માની, દિવસની 20 થી 30 મિનિટનું રોકાણ કરી જોઈએ. બીજા ...Read More

3

ધ્યાનવિશ્વમાં વિહાર - 3 (લેખાંક 3 - ધ્યાન - ભ્રામક માન્યતાઓ)

ધ્યાન - ભ્રામક માન્યતાઓ (3)????????? ? લેખ 2/3માં નીચે દર્શાવેલ ભ્રામક માન્યતાઓ અને તેની સામેની હકીકત જાણી. 1) "ધ્યાન કોઈ વિશેષ ધર્મ સાથે જોડાયેલી વાત છે." 2) “ધ્યાન તો સાધુ કરે, જો ગૃહસ્થી કરે તો વહેલોમોડો સાધુ થઈ જાય (સંસારમાંથી રસ ઊડી જાય).”3) “અરે ભાઈ, ધ્યાનના ફાયદા મેળવવા માટે તો વર્ષો વીતી જાય.”4) "સમયનો વ્યર્થ બગાડ છે."5) "ધ્યાન એ ભાગેડુ વૃત્તિ છે, શાહમૃગ વૃત્તિ છે, સમસ્યાઓથી ભાગવાનો પ્રયાસ છે."6) "ધ્યાન મોટી ઉંમરની વ્યક્તિઓએ કરવાની વસ્તુ છે." ? આ સિવાયની અનેક ભ્રામક માન્યતાઓ છે. થોડી તપાસીએ. ❎ 7) "પદ્માસનમાં બેસવું પડે, નીચે બેસવું પડે, ધ્યાનમાં હલનચલન ન કરાય. ...Read More