શાતિર

(1.8k)
  • 126.3k
  • 126
  • 82.6k

મોડી રાતના ત્રણ વાગ્યા ને ઉપર સુડતાળીસ મિનિટ થઈ હતી. દિવસે ધમધમતા રહેતા મુંબઈના આ કોમર્શિયલ એરિયામાં અત્યારે એકદમ સન્નાટો છવાયેલો હતો. મુંબઈના નંબર વન ગણાતા ‘ડાયમંડ જ્વૅલરી’ના ભવ્ય શો રૂમ ‘દિવાન જ્વેલર્સ’ની આસપાસ પણ શાંતિ પથરાયેલી હતી. શો રૂમની સામેની ફૂટપાથ પર, ક્રાઈમ બ્રાન્ચના પંદર હથિયારધારી પોલીસવાળા અંધારા સાથે ભળીને ઊભા હતા. એ બધાંની નજર અત્યારે ‘દિવાન જ્વેલર્સ’ અને તેની આસપાસમાં ફરી રહી હતી. જોકે, ‘દિવાન જ્વેલર્સ’ પાસેથી આ પોલીસવાળાઓમાંથી એકેય નજરે પડી શકે એમ નહોતો. ‘બધી તૈયારી થઈ ગઈ ને ?’ એ પંદર પોલીસવાળાની પીઠ પાછળના કૉફી શૉપમાં, કાચની દીવાલની અંદર ઊભેલા

Full Novel

1

શાતિર - 1

એચ.એન.ગોલીબાર ( પ્રકરણ : એક ) મોડી રાતના ત્રણ વાગ્યા ને ઉપર સુડતાળીસ મિનિટ થઈ હતી. દિવસે ધમધમતા રહેતા આ કોમર્શિયલ એરિયામાં અત્યારે એકદમ સન્નાટો છવાયેલો હતો. મુંબઈના નંબર વન ગણાતા ‘ડાયમંડ જ્વૅલરી’ના ભવ્ય શો રૂમ ‘દિવાન જ્વેલર્સ’ની આસપાસ પણ શાંતિ પથરાયેલી હતી. શો રૂમની સામેની ફૂટપાથ પર, ક્રાઈમ બ્રાન્ચના પંદર હથિયારધારી પોલીસવાળા અંધારા સાથે ભળીને ઊભા હતા. એ બધાંની નજર અત્યારે ‘દિવાન જ્વેલર્સ’ અને તેની આસપાસમાં ફરી રહી હતી. જોકે, ‘દિવાન જ્વેલર્સ’ પાસેથી આ પોલીસવાળાઓમાંથી એકેય નજરે પડી શકે એમ નહોતો. ‘બધી તૈયારી થઈ ગઈ ને ?’ એ પંદર પોલીસવાળાની પીઠ પાછળના કૉફી શૉપમાં, કાચની દીવાલની અંદર ઊભેલા ...Read More

2

શાતિર - 2

( પ્રકરણ : બે ) વહેલી સવારના ચાર વાગ્યા ને ઉપર પાંચ મિનિટ થઈ હતી. અત્યારે ઈન્સ્પેકટર સાઈરસ પોતાની પોલીસ પલટન સાથે ‘દિવાન જ્વેલર્સ’માં દાખલ થઈ ચૂકયો છે, એ હકીકતથી બેખબર કબીર એ રૂમમાંની મોટી-લોખંડી તિજોરીનું લૉક ખોલવામાંં પરોવાયેલો હતો. તો પોલીસ પલટન સાથે ‘દિવાન જ્વેલર્સ’ના આગળના હૉલમાં, મોટા શો-રૂમમાં પહોંચેલા સાઈરસે નજર દોડાવી. એ હૉલમાંં કોઈ નહોતું. મેઈન તિજોરી ડાબી બાજુના રૂમમાં-માલિકની ઑફિસમાં હતી. સાઈરસે સબ ઈન્સ્પેકટર ગોખલેને તિજોરીવાળા રૂમ તરફ આગળ વધવાનો ઈશારો કર્યો. ગોખલે રિવૉલ્વર સાથે ડાબી બાજુના એ રૂમના દરવાજા તરફ સરક્યો. ત્યાં ઊભેલા તેના સાથી પંદર પોલીસવાળાઓમાંથી દસ પોલીસવાળા તેની પાછળ ચાલ્યા. તો પેલા ...Read More

3

શાતિર - 3

( પ્રકરણ : ત્રણ ) ગલીના બન્ને નુક્કડ તરફથી પોલીસની બે જીપો આવી રહી હતી અને કબીર બેન્કમાંથી ચોરેલા કરોડ રૂપિયાથી ભરાયેલી હેન્ડબેગ સાથે ગલીની વચ્ચે ઊભો હતો. અત્યારે કબીર પાસે વિચારવાનો સમય નહોતો, અને તે વિચારવા રોકાયો પણ નહિ. કબીર ગલીના જે નુક્કડ પરથી તેના સાથીઓ તાન્યા, જયસિંહ અને હરમનની વેન તેને લીધા વિના ચાલી ગઈ હતી, એ બાજુના નુક્કડ તરફ દોડયો. કબીરને આ રીતના પોતાની જીપ તરફ દોડી આવતો જોતાં જ એ જીપમાં બેઠેલા પોલીસવાળાએ જીપ ઊભી રાખી દીધી. પણ કબીર રોકાયો નહિ. જીપની ડ્રાઈિંવંગ સીટની બાજુની સીટ પર બેઠેલો પોલીસવાળો બહાર નીકળીને, પોતાની બંદૂક કબીર તરફ ...Read More

4

શાતિર - 4

( પ્રકરણ : ચાર ) આઠ વરસની જેલ કાપીને કબીર બહાર નીકળ્યો, ત્યારે તેના દિલો-દિમાગમાં તેની દીકરી કાંચી ફરતી તે જેલમાં ગયો ત્યારે તેની દીકરી કાંચી સાત વરસની હતી, અને અત્યારે હવે એ પંદર વરસની થઈ ચૂકી હતી. તેનું મન કાંચી પાસે પહોંચવા માટે અધિરું બન્યું હતું, પણ તે કાંચી માટે કોઈ ગિફટ્‌ લઈ લેવા માંગતો હતો. કબીર બજારમાં-એક રમકડાંની દુકાનમાં પહોંચ્યો. તેણે એક મોટું ટેડીબેર ખરીદયું. તે દુકાનની બહાર નીકળીને ફૂટપાથ પર આવ્યો, ત્યાં જ તેની નજર પાસે ઊભેલી પોલીસની જીપ પર પડી. -જીપની ડ્રાઈવિંગ સીટ પર સબ ઈન્સ્પેકટર ગોખલે અને પાછળની સીટ પર ઈન્સ્પેકટર સાઈરસ બેઠો હતો. ...Read More

5

શાતિર - 5

( પ્રકરણ : પાંચ ) ‘તને કહું હું કોણ બોલું છું ?’ કબીરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી એ આદમીનો સંભળાયો : ‘હું તારી લાડકી દીકરી કાંચીને કિડનેપ કરનાર કિડનેપર બોલું છું !’ અને આની સાથે જ સામેથી કૉલ કટ્‌ થઈ ગયો. કબીર ખુરશી પરથી ઊભો થઈ ગયો. તેણે હોટલમાં ઝડપી નજર ફેરવી. તેની પુરાણી સાથી અને હાલમાં અહીં વેઈટ્રેસ તરીકે કામ કરતી તાન્યા દેખાઈ નહિ. કબીર હમણાં જે નંબર પરથી કૉલ આવ્યો હતો, એ નંબર પર કૉલ લગાવીને, મોબાઈલ કાન પર મૂકતાં હોટલની બહારની તરફ ધસ્યો. તે હોટલની બહાર નીકળીને ફૂટપાથ પર ઊભો રહ્યો, ત્યારે મોબાઈલમાં સામેથી બીજી રિંગ ...Read More

6

શાતિર - 6

( પ્રકરણ : છ ) કાંચી હોશમાં આવી. તેણે આંખો ખોલી. તેને અંધારા સિવાય કંઈ દેખાયું નહિ. તે બેઠી ગઈ, ત્યાં જ તેના માથા પરની વસ્તુ ટકરાઈ. તેના મોઢામાંથી પીડાભરી ચીસ નીકળી જવાની સાથે જ તે પાછી લેટી ગઈ. તેના પગ વળેલા હતા, તે બેઠી થઈ શકે એમ નહોતી. ‘તે ખૂબ જ નાનકડી જગ્યામાં પુરાયેલી હતી. એ પેટી હતી ? પટારો હતો ? ? કે પછી બીજું આખરે શું હતું ??’ એ તેને તુરત સમજાયું નહિ. પણ પછી થોડીક પળોમાં તેની આંખો અંધારાથી ટેવાઈ, અને એ પછી જ તેને ખ્યાલ આવ્યો કે, તે ટેકસીની ડીકીમાં પૂરાયેલી હતી ! ‘બચાવ ...Read More

7

શાતિર - 7

( પ્રકરણ : સાત ) બપોરના બે વાગ્યા હતા. મુંબઈની એ સડક પર વાહનો પોત-પોતાની રીતના આગળ વધી રહ્યા એ વાહનો વચ્ચે બદમાશ હરમનની ટેકસી પણ આગળ વધી રહી હતી. હરમનના ચહેરા પર તાણ હતી. તે કબીર પાસેથી બેન્ક ચોરીના પચાસ કરોડ રૂપિયા મેળવવા માટે પાગલ બન્યો હતો. તે કબીરની દીકરી કાંચીને ટેકસીની ડીકીમાં નાંખીને મુંબઈના રસ્તા પર રખડી રહ્યો હતો. તેને એમ હતું કે, ડીકીમાં હજુ પણ કાંચી બેહોશ પડી છે. જ્યારે કે, અસલમાં કાંચી હોશમાં આવી ચૂકી હતી, અને અત્યારે તે હરમનની ચુંગાલમાંથી છુટવા માટેના પ્રયત્નમાં લાગેલી હતી. અત્યારે કાંચીએ તેણે ટેકસીની પાછલી સીટની પીઠમાં તેણે પાડેલા ...Read More

8

શાતિર - 8

( પ્રકરણ : આઠ ) જયસિંહના ઘરમાંથી બહાર નીકળીને ગલીના નુકકડ તરફ દોડી જઈ રહેલા કબીરને રોકવા માટે ઈન્સ્પેકટર ધમકી આપી : ‘‘કબીર ! ઊભો રહે, નહિતર ગોળી છોડી દઈશ !’’ પણ કબીર રોકાયો નહોતો. ‘ચાલો જલદી, પકડો એને..!’ સાઈરસ હુકમ આપતાં બારીમાંથી બહાર નીકળીને ગલીમાં આવ્યો હતો ને એણે કબીર તરફ રિવૉલ્વરની અણી તાકી હતી. અત્યારે હવે સાઈરસ ગલીના નુક્કડ પર પહોંચી ચૂકેલા કબીર તરફ રિવૉલ્વરની ગોળી છોડે એ પહેલાં જ કબીર નુક્કડની ડાબી બાજુના રસ્તે વળી ગયો ને દેખાતો બંધ થઈ ગયો. સાઈરસ ગલીના નુક્કડ તરફ દોડયો, તો એની પાછળ-પાછળ જ જયસિંહના ઘરની બારીમાંથી બહાર નીકળી આવેલા ...Read More

9

શાતિર - 9

( પ્રકરણ : નવ ) ટ્રાફિક પોલીસવાળાએ ટેકસીની ડીકી ખોલવાનું કહ્યું એટલે પોતાનું મગજ ગુમાવી બેઠેલા હરમને ટ્રાફિક પોલીસવાળાના રિવૉલ્વરની ગોળીઓ ધરબી દીધી હતી. તો આ દરમિયાન કાંચી ટેકસીની ડીકીમાંથી નીકળીને ગલીના નુક્કડ તરફ ભાગી હતી. કાંચીને ભાગતી જોઈને હરમનના ચહેરા પર ગુસ્સાનો લાવા ધસી આવ્યો હતો, અને એણે ટેકસીમાં બેસીને ટેકસી કાંચી પાછળ દોડાવી હતી, અને ત્યારે કાંચી એ લાંબી અને સન્નાટાભરી ગલીના નુક્કડ નજીક પહોંચી હતી. અત્યારે હવે ગલીના નુક્કડ નજીક પહોંચેલી કાંચીએ ડાબી બાજુ જોયું, તો ત્યાં થોડેક દૂર કોઈ ઈમારતનો પાછળનો ભાગ હતો. ત્યાં રસ્તો પૂરો થતો હતો. કાંચીએ જમણી બાજુ જોયું. એ તરફ થોડાંક ...Read More

10

શાતિર - 10

( પ્રકરણ : દસ ) ‘કાંચી બેટા ! બસ હવે હું થોડીવારમાં જ તને હરમનના શિકંજામાંથી છોડાવી લઈશ.’ મનોમન જતાં કબીરે ચોપાટી તરફ આગળ વધી રહેલી ટેકસીની ઝડપ ઓર વધારી હતી. અત્યારે કબીરના ચહેરા પર અધીરાઈ અને બેચેની હતી. તે ટેકસીનું હોર્ન વગાડતો, ઝડપભેર વાહનોને ઓવરટેક કરતો આગળ વધી રહ્યો હતો. કબીરને હવે ખબર પડી ચૂકી હતી કે, હરમન તેની દીકરી કાંચીને એની ટેકસીની ડીકીમાં પૂરીને ચોપાટી પર ઊભો હતો. હરમન ત્યાંથી વળી ટેકસી લઈને આગળ કયાંક નીકળી જાય એ પહેલાં જ તે હરમન પાસે પહોંચી જવા માંગતો હતો, અને કાંચીને હરમનના શિકંજામાંથી છોડાવી લેવા માંગતો હતો. કબીરે ટેકસીને ...Read More

11

શાતિર - 11

( પ્રકરણ : અગિયાર ) મુંબઈના એ રસ્તા પર ઊંધી પડેલી પોલીસની જીપની આસપાસ લોકોની બૂમાબૂમ અને ભાગદોડ મચી હતી. જ્યારે ઊંધી પડેલી જીપમાં રહેલા કબીર, પોલીસવાળા રવિન્દર અને સખાજી તરફથી કોઈ અવાજ નહોતો. પણ હા, રવિન્દરના ખિસ્સામાં રહેલા કબીરના મોબાઈલ ફોનની રીંગ હજુ પણ ગૂંજી રહી હતી. બે-ત્રણ પળો આ રીતના જ વિતી અને પછી જાણે બે-ત્રણ પળો માટે બેહોશીમાં સરીને હોશમાં આવ્યો હોય એમ કબીરના કાનમાં ફરી મોબાઈલની એ રીંગ સંભળાવવાની શરૂ થઈ. કબીરે જોયું તો તે ઊંધા માથે પડેલી જીપમાં ઊંધો પડયો હતો. તેની બાજુમાં જ પોલીસવાળો રવિન્દર બંધ આંખે પડયો હતો. જ્યારે આગળની સીટ વચ્ચે ...Read More

12

શાતિર - 12

( પ્રકરણ : બાર ) ‘કબીર બેન્કમાંથી પચાસ કરોડ રૂપિયાની ચોરી કરવાના ગુનાસર આઠ વરસની સજા કાપીને હજુ આજે જેલમાંથી બહાર આવ્યો હતો, અને અત્યારે હવે તે ફરી પાછો એજ બેન્કમાંથી પચાસ કરોડ રૂપિયાની ચોરી કરવાની વાત કરી રહ્યો હતો ! આ કબીરનું મગજ ફરી ગયું હતું કે, શું ? !’ તાન્યા આવા વિચારમાં પડી ગઈ હતી, ત્યાં જ અત્યારે તાન્યાના ખભા પર કબીરનો હાથ મુકાવાની સાથે જ એના કાને કબીરનો અવાજ સંભળાયો : ‘શું થયું, તાન્યા ? ! તું આમ ચૂપ કેમ થઈ ગઈ ? !’ ‘કબીર !’ તાન્યા બોલી : ‘બેન્કમાં ચોરી કરવાની તારી વાત મારા મગજમાં...’ ...Read More

13

શાતિર - 13

( પ્રકરણ : તેર ) ‘ચાલો, અંદર !’ ઈન્સ્પેકટર સાઈરસે પોતાના સાથી પોલીસવાળાઓને હુકમ આપ્યો, અને બૅન્કની અંદરની તરફ ગયો, તો સબ ઈન્સ્પેકટર ગોખલે પણ એની સાથે દોડયો. તો એમના દસે-દસ સાથી પોલીસવાળા પણ પોત-પોતાની બંદૂકો સંભાળતા એમની પાછળ બેન્કમાં દાખલ થઈ ગયા હતા. બેન્કનું ફાયર એલાર્મ વાગ્યું હતું, એટલે ગ્રાહકો તેમજ બેન્કના મોટાભાગના કર્મચારી બહાર નીકળી ગયા હતા, પણ બેન્કનો મેનેજર પોતાના બે સાથી કર્મચારી સાથે અંદર જ ઊભો હતો. તે એલાર્મ વાગ્યા પછી આખી બેન્કમાં ફરી વળ્યો હતો, પણ તેને કયાંય આગ લાગ્યાના કે, ચોરી થયાના અણસાર દેખાયા નહોતા. સાઈરસ અને ગોખલેને આમ પોતાના સાથી પોલીસવાળા સાથે ...Read More

14

શાતિર - 14

( પ્રકરણ : ૧૪ ) તાન્યા ચારેબાજુુથી પોલીસ પલટનથી ઘેરાઈ ગઈ હતી. તેની ટેકસીની આગળ પોલીસની જીપ આવીને ઊભી ગઈ હતી એટલે તેણે ટેકસી ઊભી રાખી દેવી પડી હતી, અને તેણે પાછળ અને આજુ-બાજુ જોયું હતું તો એ ત્રણેય બાજુએ પણ પોલીસની જીપો આવીને ઊભી રહી ગઈ હતી. અને આ બધી જીપોમાંથી ટપોટપ પોલીસ ઊતરી રહી હતી. તે જરાય આગળ-પાછળ કે, ડાબે-જમણે જઈ શકે એમ નહોતી, એટલે તે સામેની તરફ જોઈ રહેતાં ટેકસીમાં બેસી રહી. તો સામેની જીપમાંથી ઊતરી આવેલા ઈન્સ્પેકટર સાઈરસ અને સબ ઈન્સ્પેકટર ગોખલે તાન્યા તરફ ધસી આવ્યા હતા. અત્યારે બન્ને તાન્યાની ટેકસીની આજુબાજુની બારી પાસે ઊભા ...Read More

15

શાતિર - 15

( પ્રકરણ : ૧૫ ) કબીર મહામુશીબતમાં મુકાયો હતો. કબીરને હરમને પચાસ કરોડ રૂપિયા સાથે મુંબઈ-પૂના હાઈવે પર બોલાવ્યો અને મુંબઈથી બહાર નીકળીને પૂના હાઈવે પર ચઢવાના નાકા પર અત્યારે પોલીસે નાકાબંધી કરી હતી. પોલીસ એકે-એક વાહનને ચેક કરીને એને આગળ વધવા દઈ રહી હતી. પોલીસ કબીરને શોધી રહી હતી. કબીરની કારની ડીકીમાં તેણે બેન્કમાંથી ચોરેલા પચાસ કરોડ રૂપિયા પડયા હતા. કબીર નાકા પરની પોલીસના હાથમાં પકડાઈ જાય એમ હતો, પણ તેણે કાંચીને બચાવવા માટે શયતાન હરમન પાસે વહેલામાં વહેલી તકે પહોંચવાનું હતું, અને એટલે તેણે નાકાબંધી પરની પોલીસથી ડર્યા વિના-એમની પરવા કર્યા વિના આગળ વધ્યા વિના છુટકો નહોતો. ...Read More

16

શાતિર - 16

( પ્રકરણ : ૧૬ ) હરમન પાગલ થયો હતો. કબીરે તેને બે હેન્ડબેગમાં ભરાયેલા પચાસ કરોડ રૂપિયા બતાવ્યા હતા, એણે ટેકસીની ડીકી પર પેટ્રોલ છાંટી દીધું હતું. હરમન ટેકસીની ડીકીમાં પુરાયેલી કાંચીને સળગાવી મારવા માંગતો હતો, એ સમજી ગયેલો કબીર હરમનને રોકવા માટે હરમન તરફ દોડયો હતો. પણ હરમને કબીરના પગમાં ગોળી મારી દીધી હતી, ને છતાંય કબીર એની તરફ ધસી ગયો હતો, તો હરમને કબીરને પગમાં જ્યાં ગોળી વાગી હતી, ત્યાં પોતાનો નકલી પગ જોરથી માર્યો હતો. કબીર પીડાથી ચીસ પાડતો પાછળની તરફ ફેંકાયો હતો, ત્યાં જ કબીરના કાને હરમનની ટેકસીની ડીકીમાં પુરાયેલી કાંચીની ધીમી ચીસ સંભળાઈ હતી. ...Read More

17

શાતિર - 17 - છેલ્લો ભાગ

( પ્રકરણ : ૧૭ - છેલ્લો ) કબીર ખરેખર ખૂબ જ ઝડપી સાબિત થયો. ‘જો ! આ તારી દીકરીને વાગી અને એ મરી !’ એવું બોલી જવાની સાથે જ હરમને એના હાથમાં પકડાયેલી ને કાંચી તરફ તકાયેલી રિવૉલ્વરનો ઘોડો દબાવી દીધો હતો, અને... ...અને એ સાથે જ કબીરે પાસે બેઠેલી કાંચીને જોરથી ધક્કો માર્યો. કાંચી એક ચીસ સાથે પાછળની તરફ ફેંકાઈ. કાંચી હરમનની રિવૉલ્વરમાંથી છુટેલી ગોળીના નિશાન બહાર ચાલી ગઈ અને કબીર એ ગોળીના નિશાનમાં આવી ગયો. એ ગોળી કબીરના બાવડામાં ધરબાઈ ગઈ. ‘ડેડી !’ બોલી ઊઠતાં કાંચી બેઠી થવા ગઈ, ત્યાં જ ફરીવાર એને ધકેલીને લેટાવી દેતાં કબીર ...Read More