સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ

(172)
  • 20.5k
  • 3
  • 8.3k

એક ચર્ચા ચાલું થઈ. પપ્પા ને આ ઉંમરે કેમના આવા અભરખા થયા? કઈ સમજ પડતી નથી. મોટા ભાભી ચીડ માં બોલ્યાં. ડાકણે જાદુ ટોણો કર્યા લાગે છે. બાકી પપ્પાજી તો સાવ ભોળા હતાં. ખબર નથી પણ આ બાઈ ભેગી ક્યાં થઈ અને નજીક કયારે આવી ગઈ? મનસુખલાલ નો મોટો દિકરો નિશાંત પોતાના પિતાનાં આ કૃત્ય પર ગુસ્સામાં હતો.મોટાભાઈ એમા તમારો દોષ છે. આ બલા તમારાં પડોશના ફલેટ ની છે!! મનોજે સૂર પુરાવ્યો.શું? શું વાત કરે છે? મારા ફલેટ ની બાજુ સુમન ફ્લેટમાં રહે છે?હવે એમા આટલા પ્રશ્નાર્થ શેના કરો છો!! કાજલ વહું ભડકી ગયાં. બંને સવારનાં વોક માં ભેગા થયાં ને

Full Novel

1

સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 1

એક ચર્ચા ચાલું થઈ. પપ્પા ને આ ઉંમરે કેમના આવા અભરખા થયા? કઈ સમજ પડતી નથી. મોટા ભાભી ચીડ બોલ્યાં. ડાકણે જાદુ ટોણો કર્યા લાગે છે. બાકી પપ્પાજી તો સાવ ભોળા હતાં. ખબર નથી પણ આ બાઈ ભેગી ક્યાં થઈ અને નજીક કયારે આવી ગઈ? મનસુખલાલ નો મોટો દિકરો નિશાંત પોતાના પિતાનાં આ કૃત્ય પર ગુસ્સામાં હતો.મોટાભાઈ એમા તમારો દોષ છે. આ બલા તમારાં પડોશના ફલેટ ની છે!! મનોજે સૂર પુરાવ્યો.શું? શું વાત કરે છે? મારા ફલેટ ની બાજુ સુમન ફ્લેટમાં રહે છે?હવે એમા આટલા પ્રશ્નાર્થ શેના કરો છો!! કાજલ વહું ભડકી ગયાં. બંને સવારનાં વોક માં ભેગા થયાં ને ...Read More

2

સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 2

મનસુખલાલે મોટી ઉંમરે લગ્ન કર્યા કારણ તેમની એકલતા અને પુત્રો ની વહેંચાયેલ જવાબદારી થી થાક્યા હતાં. હવે આગળ ભાગ 2 મનસુખભાઇ કદ્દી બોલ્યા નથી, પણ સૌમ્ય સાથે એકજ રૂમ શેર કરતાં ત્યાર ની વેદના સૌમ્ય એ જોઈ હતી. ખંજવાળ આવે બિચારા કોણે કહે જાતે સહન કરતા જોયા છે. પાવડર લગાવતા દાદા નો કયારેક પીઠ પાછળ હાથ ના પહોંચે તો બાથરૂમ ના બારણા ની ધારે દાદા ને ખંજવાળતા જોયા છે. રાત્રે ભુખ લાગી હોય અને બધાં સુઈ ગયાં હોય પછી તે રૂમ ની બહાર ના નીકળી શકતા, એક ગ્લાસ પાણી પી ને સુઈ જતાં. કયારેક મનગમતી ફિલ્મ જોવી હોય પણ બધાં સુઈ ...Read More

3

સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 3

દિકરા ને સમજદારી દાખવી હોત તો કદાચ મનસુખલાલ વધારે ખુશ થાત ખેર ભાગ-3 માં આગળ નિશાંત અને મનોજે પપ્પા એકલતા જોઈ છે નાના હતાં ત્યારે એકજ પલંગ માં સાથે સુતા મોટા થયા છે. મા નો પ્રેમ ઓછો જોયો પણ પિતાનું વાત્સલ્ય હુફ પ્રેમ નિષ્ઠા તો પિતા ની વરદાન રૂપ મળી હતી.નિશાંત અને મનોજ જેમ જેમ મોટાં થયાં તેમ તેમની પિતા ની વેદના ની નોંધ થતી. જે વાત છોકરાઓ જોડે નહોતાં કરી શકતાં તે વાત માટે તેમને ગામમાં કોઈ ને શોધવા જવું પડે. ફુવા ને ફૈબા ગામમાં જ હતાં એટલે તેમની સલાહ ઘરમાં ચાલતી. બંને દિકરા ને ભણાવ્યા. મનોજ નું ભણવાનું પુરૂ ...Read More

4

સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 4

દિકરા પોતાના જીવનમાં સમર્પિત થયા ને મનસુખલાલ એકલા પડી ગયા. ગાર્ડન ફ્રેન્ડ ના સથવારે સમય પસાર થતો પણ હવે હતાં. ભાગ -4 મનસુખલાલ ની નોકરી ચાલું હતી ત્યાં સુધી પપ્પા અહીં આવો અહીં રહેજો. તમે અમારા માટે ધણુએ કર્યું છે, હવે અમારો વારો બંને દિકરા કહેતાં. મનસુખલાલ હસતાં અને કહેતાં સાણંદ ભલુ ને મારી નોકરી ભલી. સાણંદ નાં ઘરમાં એકલતા ખાવા દોડતી. કદ્દી ટ્યૂશન કર્યા નહોતાં, ટાઈમપાસ માટે ચાલું કર્યા. છોકરાઓ ઘરે હોય ત્યાં સુધી હોશે હોશે રહેતો, પછી નર્યો સન્નાટો ફેલાઈ જતો. નોકરી થી નિવૃત્ત થયા ને એક વખત મનસુખલાલ ની તબિયત બગડી અમદાવાદ ડોકટર ને બતાવા અઠવાડિયું નિશાંત ને ...Read More

5

સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 5 - છેલ્લો ભાગ

મિટીંગ નો દોર ચાલું છે. પક્ષકાર અને પ્રતિ પક્ષકાર ની વચ્ચે લાગણી થી બંધાયેલ વાક્યુદ્ધ ચાલી રહ્યું છે. દોર નથી પણ અંત સુખદ હોય તો સંસારમાં વિતાવેલા વર્ષો કર્મફળ આપે છે. જીવન જીવ્યા નો મનમાં આનંદ આપે છે. ભાગ – 5. અંતિમ ભાગ.-------------------સૌમ્ય નાનો નહોતો. તેને તેનાં પપ્પા નિશાંતભાઈ અને કાકા મનોજભાઈ ને ઢંઢોળ્યા. જુની વાતો યાદ કરાવી. દાદા એ તમને કેવી રીતે મોટાં કર્યા તેની વાતો કરી. પહેલાં પહેલાં તો નિશાંતભાઈ સૌમ્ય પર ચીડાઈ જતાં, પણ ધીમે ધીમે જુના દિવસો સહેમી સહેમી સી તે પળો જ્યાં કોઈ પોતાનું નહોતું. બધા દયા નાં સંબંધી ત્યારે એક બાપ જ હુંફ ...Read More