ફૂટપાથ

(353)
  • 49.2k
  • 11
  • 20.3k

મધરાત નો સમય હતો અને પૂર્વી ની આંખ મા ઉંઘનુ નામોનિશાન નહોતુ, મોબાઈલ હાથ મા લીધો અને તે ગેલેરી મા આવી ગઈ, સંદિપ તેનો પતિ રાત્રે મોબાઈલ ની લાઇટ થી ખૂબ અકળઇ જતો એટલે રૂમમાં થી બહાર નીકળવુ એ મજબૂરી પણ હતી. ડિસેમ્બર ની શરૂઆત હતી એટલે વાતાવરણમાં ઠંડી પણ સારી એવી હતી. શાલ વ્યવસ્થિત કરતી એ હીંચકા પર બેસી મોબાઈલમાં વાર્તા વાંચવા લાગી , અચાનક એની નજર ઘરથી થોડેક હાઇવે અને ત્યાંની ફૂટપાથ પર પડી. આજ સુધીના વ્યસ્ત જીવન મા ક્યારેય આ બાજુ જોવાયુજ નહોતુ એવું વિચારતા વિચારતા તે બધુ ધ્યાન કેન્દ્રિત કરી સ્વચ્છતા અભિયાનના કારણે દિવસે ચકચકિત દેખાતી એ ફૂટપાથ

Full Novel

1

ફૂટપાથ

મધરાત નો સમય હતો અને પૂર્વી ની આંખ મા ઉંઘનુ નામોનિશાન નહોતુ, મોબાઈલ હાથ મા લીધો અને તે ગેલેરી આવી ગઈ, સંદિપ તેનો પતિ રાત્રે મોબાઈલ ની લાઇટ થી ખૂબ અકળઇ જતો એટલે રૂમમાં થી બહાર નીકળવુ એ મજબૂરી પણ હતી. ડિસેમ્બર ની શરૂઆત હતી એટલે વાતાવરણમાં ઠંડી પણ સારી એવી હતી. શાલ વ્યવસ્થિત કરતી એ હીંચકા પર બેસી મોબાઈલમાં વાર્તા વાંચવા લાગી , અચાનક એની નજર ઘરથી થોડેક હાઇવે અને ત્યાંની ફૂટપાથ પર પડી. આજ સુધીના વ્યસ્ત જીવન મા ક્યારેય આ બાજુ જોવાયુજ નહોતુ એવું વિચારતા વિચારતા તે બધુ ધ્યાન કેન્દ્રિત કરી સ્વચ્છતા અભિયાનના કારણે દિવસે ચકચકિત દેખાતી એ ફૂટપાથ ...Read More

2

ફૂટપાથ - 2

આગળની વાર્તા ::પૂર્વી અને સંદિપ પતિ પત્ની છે, પૂર્વીને ગરીબ પરિવારોને મદદ કરવી ખૂબ ગમે છે જ્યારે સંદિપ તેને કરતા રોકતો નથી તો સાથ પણ નથી આપતોએક દિવસ અચાનક સંંદિપ ની વરવી સચ્ચાઈ પૂર્વી ની સામે આવી જાય છે હવે આગળ ::---------------------_---------------------------------------------------પૂર્વી ને ફસડાઇ પડેલી જોઇ સંદિપે તેને કાર માં બેસાડી ઘર તરફ ગાડી લઇ લીધી . પૂર્વી સંદિપ નો ચહેરો જોઇ રહી પણ જાણે કોઈજ પરિવર્તન નહોતુ ત્યાં. સંદિપ કાર પાર્ક કરી જાણે કંઈ બન્યુંજ ના હોય તેમ લિફ્ટ પાસે પંહોચી ગયો, પૂર્વી પણ પાછળ પાછળ ઢસડાઇ. ઘરમાં પંહોચતાજ સંદિપે ચીસાચીસ કરી મૂકી, ઓશીકા તકિયા ફેંકતાં બોલ્યો, "જો પૂર્વી એક વાત ...Read More

3

ફૂટપાથ - 3

આગળના પ્રકરણમાં જોયુ કે પૂર્વીએ સંદિપ સાથે અમુક ચોખવટ કરવાનો નિર્ણય કર્યો હવે આગળ ---------------_-------------------પૂર્વી અને સંદિપ સામસામે ગોઠવાઈ અને સંદિપ પૂર્વી વાત ની શરૂઆત કરે તેની રાહ જોઇ રહ્યો, થોડીક ક્ષણો ની ચૂપકી બાદ પૂર્વીએ વાત ની શરૂઆત કરી, " તારા શોખ તને મુબારક સંદિપ, ભૂલેચૂકે ના માની લેતો કે હું આ સ્વિકારી લઈશ, હું રડીશ તને વિનંતી કરીશ કે પાછા ફરવાનો આગ્રહ કરીશ. ગઈ કાલે જ્યારે ખબર પડી તો ઇચ્છતી હતી કે આ ખોટું હોય, મારુ એક દૃસ્વપ્ન હોય, પરંતુ ત્યાર બાદ ના તારા વર્તને મને જમીન પર લાવી દીધી છે. હું આ ઘરમાં છું તો એવું ના સમજીશ કે લાચાર છું ...Read More

4

ફૂટપાથ - 4

આગળની વાર્તા પૂર્વી અને સંદિપના સુખીીજીવન મા અચાનક પૂર્વી સામે સંદિપ ની વરવી વાસ્તવિકતા આવે છે અને પૂર્વી ખૂબ અનુભવે છે અને અમુક નિર્ણય લે છે હવે આગળ ------------------------------------------------------------સંદિપ ના વર્તન મા હજી પણ કોઈ ફરક નથી જણાતો અને આજે ફરીથી જમ્યા પછી કંઇ પણ જણાવ્યા વગર બહાર નીકળી ગયો, પૂર્વી તેને જતા જોઇ રહી, થોડું વિચાર્યા પછી પર્સ હાથમા લીધુ અને ટેક્ષી કરી નજીક રહેતી મિત્ર સપનાના ઘરે ચાલી ગઈ. સપના તેની એવી મિત્ર કે જેનાથી કંઇજ છૂપૂ નહોતુ, તેની હિંમત અને સાથ થીજ પૂર્વી આટલી સ્વસ્થ રહી શકી હતી. પૂર્વીને જોઇને સપનાને કોઇજ આશ્ચર્ય ના થયુ, તેણે એક સ્મિત સાથે ...Read More

5

ફૂટપાથ - 5

આગળની વાર્તા:સંદિપ અને પૂર્વી ના સુખી જીવનમાં સંદીપ ની સચ્ચાઈ સામે આવે છે અને પૂર્વી સંદિપ પાસે માફીની અપેક્ષા છે,........ અને સંદિપ માફી માંગવા ના બદલે એજ ભૂલ ફરી કરે છે -----------------------------------------------------હવે આગળ વાત તો બસ એક રાત પૂરી કરવાની હતી પરંતુ ના તો સંદિપ કે નાતો પૂર્વી ની આંખ મા ઉંઘનુ નામોનિશાન હતુ.બંને પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા. પૂર્વી યાદ કરી રહી લગ્ન પહેલાં ના દિવસો. પોતે માબાપ ની નાની દીકરી અને એક મોટો ભાઈ. કેટલી સ્વતંત્રતા આપી હતી મમ્મી પપ્પા એ ભાઈ બહેન બંનેને! દરેક વસ્તુ બંનેને સાથે જ શીખવવામાં આવતી, પછી ભલેને જૂડો કરાટે હોય કે રસોઇ. એક સુંદર સમજણ હતી મમ્મી ...Read More

6

ફૂટપાથ - 6

આગળ ની વાર્તા :સંદીપ અને પૂર્વી એક સુુુુખી યુગલ છે, એક દિવસ ફૂટપાથ ઉપર ગરીબોને મદદ કરતી વખતે અચાનક સામે સંદિપ ની વરવી વાસ્તવિકતા આવે છે અને પૂર્વી સંદિપ ને મક્કમ શબ્દો મા બેડરુમ છોડી ગેસ્ટ રૂમમાં મોકલી દે છે બીજા દિવસથી પૂર્વી સંદિપ સાથે વાતચીત બંંધ કરી દે છે, સંદિપ ફરી એકવાર રાત્રે બહાર જાય છે અને પૂર્વી ઘર બંધ કરી તેની મિત્ર ના ઘરે જતી રહે છે, સંંદિપ રાતે પાછો ફરી ઘરેે લોક જોઇ ફ્લેટ ની લોબીમાં રાખેલા બાંકડા પર સુુુુતા સુતા ભૂતકાળમાં ખોવાઈ જાય છે હવે આગળ ----------------------------સંદીપ એક નાનકડા ગામ ના સાધારણ કુટુંબનો ભણવામાં હોશિયાર દિકરો, તેને સરકારી શિક્ષક નુ માર્ગદર્શન ...Read More

7

ફૂટપાથ - 7

અચાનક સંદિપ ની નજર દરવાજા માંથી આવતી પૂર્વી પર પડી અને ત્યાં જ અટકી ગઈ, સહેજ શ્યામવર્ણી અને ખૂબ્ પૂર્વી આછા પીળા રંગના સલવાર કુર્તા મા આકર્ષક લાગતી હતી, આંખો માં દુઃખ સ્પષ્ટ દેખાતુ હતુ અને મ્લાન સ્મિત હોઠોને વધુ આકર્ષક બનાવતુ હતુ. પૂર્વીને જોતાજ બંને ઉભા થઈ ગયા, એમને બેસવાનું કહી, નોકરાણી ને બધા માટે પાણી લાવવાનુ કહી પૂર્વી પણ સામેના સોફામા બેઠી. થોડીક ઔપચારિક વાતો બાદ પૂર્વીએ બધા માટે ચા નાસ્તો લાવવા બૂમ પાડી, બંને આનાકાની કરતા રહ્યા અને ગરમા ગરમ ચા નાસ્તો આવી પણ ગયા. સંદિપે સહી કરાવવા કાગળો આગળ કર્યા, અને પૂર્વી એ હાથમાં લઈને એક પછી ...Read More

8

ફૂટપાથ - 8

લગ્ન માટેની પૂર્વીની પહેલથી સંદિપ હક્કોબક્કો થઈ ગયો એના મનમાં પૂર્વી પોતાનુ ગામડાનુ કાચુ અને માત્ર રુમ રસોડાનુ મકાન શું પ્રતિભાવ આપશે, તો માબાપુ ને પૂર્વી મળશે પછી બંને તરફની પ્રતિક્રિયા રમવા લાગી. પૂર્વી ની પહેલ નો શું જવાબ આપવો આવનારી પરિસ્થિતિ ને કઈ રીતે કાબુમાં કરવી ના વિચારો હાવી થઈ રહ્યા ,તો બીજી તરફ પૂૂૂૂૂૂૂર્વીએ તેના મોટાભાઇ સાથે વાાત કરી લીધી , અને તેનો ભાઈ સંંદિપને મળવા બને એટલો જલ્દી ભારત આવવા તૈયાર પણ થઈ ગયો .સંદિપે પોતાની આર્થિક સ્થિતિ અને ગામડાના ઘર વિશે પૂર્વી ને સંપુર્ણ માહિતી આપી દીધી અને તેના ફેંસલા પર ફરી વિચારવા જણાવ્યુ, જોકે ગણતરીપૂર્વક ...Read More

9

ફૂટપાથ - 9

બે ત્રણ દિવસ પૂર્વી અને અપૂર્વ વચ્ચે બંને ઘર વચ્ચેની અસમાનતા વિશે ચર્ચા ચાલતી રહી, અને અંતે પ્રેમ હોય છે તે સાર્થક કરતાં પૂર્વીએ સંદિપ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી જ દીધી .અને અપૂર્વ ને મમ્મી પપ્પા ની મિલ્કત નો વહીવટ સોંપવા તજવીજ હાથ ધરી, પરંતુ અત્યારે પણ અપૂર્વ એની વાત પર મક્કમ રહ્યો કે મારે કંઈ જ જોઇતું નથી, પરંતુ પૂર્વી રહે છે તે ફ્લેટ માત્ર અપૂર્વ ની સહી વગર વેચી ના શકાય એટલું, અને મમ્મી પપ્પા ની બેંક ની થાપણો પર નુ વ્યાજ પૂર્વી વાપરે પણ મૂડી ઉપાડી ના શકે તેટલી જોગવણ કરવા માંગ કરી અને સાથે ...Read More

10

ફૂટપાથ - 10

એક અજંપા અને યાદોથી ભરેલી રાત પૂરી થઈ અને પૂર્વી તથા સંદિપ એક નવી સવારની આશામાં આંખો ખોલી સપના નાા ઘરેથી પૂર્વી પોતાના ઘરે પરત આવવા નીકળી ત્યારે રાહુલ અને સપનાએ સાથે આવવા આગ્રહ રાખ્યો પરંતુ પૂર્વીએ ઇનકાર કર્યો કે "બને ત્યાં સુધી પતિ પત્ની વચ્ચે ની વાતમાં બહારની વ્યક્તિ ના આવે તો સારું અને જરુરત હશે તો હું સામેથી તમનેજ ફોન કરીશ" પૂર્વી ફ્લેટ ના પરિસર મા દાખલ થઈ ત્યારે સંદિપ બાંકડા પર આંખો ખોલી આડો પડ્યો પડ્યો વિચારો માં ખોવાયેલો હતો, પૂર્વીની નજર તેના ઉપર પડી, તે સંદિપની નજીક આવી તેની બાજુમાં આવી ઉભી રહી, સંદિપ ની નજર તેના ...Read More

11

ફૂટપાથ - 11

"પૂર્વી આ દવા લઈ લેજે દુખાવામાં રાહત રહેશે અને તારી જાણ ખાતર હું એ દરેક સ્ત્રી સાથે આજ વહેવાર જાવ છું અને તેનુ કારણ માત્ર અને માત્ર તારા પ્રત્યે ની મારી લાગણીઓનો ગુંચવાડો છે, ખૂબ પ્રેમ કરું છું તને પણ કદાચ ગુસ્સો પણ એટલોજ છે તારા પ્રત્યે, તું જ્યારે જ્યારે તારા પૈસા મારા કે મારા માબાપુ માટે વાપરે છે ત્યારે ત્યારે મારી અંદરનો પુરુષ છટપટે છે. તને ના પણ નથી પાડી શકતો કારણકે તે પૈસા તુ માબાપુ ની ખુશી અને સુખ સગવડો માટે વાપરે છે અને સ્વીકારી પણ નથી શકતો કેમકે એ મને મારી નિષ્ફળતા લાગે છે, ગામ અને ...Read More

12

ફૂટપાથ - 12 - અંતિમ પ્રકરણ

આ સાથે વાર્તા ફૂટપાથ આજે પૂરી થાય છે. આપ સૌના સાથ સહકાર વગર મારા માટે આ શક્ય ના બન્યું આપ સર્વે નો ખૂબ ખૂબ આભાર. સ્પેશિયલ આભાર @મીરાસોનજી_મેડમ નો જેમણે એક ટૂંકીવાર્તા ને આગળ વધારવા પ્રેરણા પૂરી પાડી અને @ssndeep_sir નો જેમણે વાર્તાને એક નવી દિશા આપી-----------------_--------------_---------------_----------સંદિપ ગામમાં પહોચ્યો ત્યારે માબાપુએ અનેક સવાલો કર્યા હતા પરંતુ સંદિપે તમામ સવાલોના જવાબો આપવાનુ ટાળ્યું હતું અને પોતાની જાતને ખેતરોમાં વ્યસ્ત કરી લીધી હતી. મા અંદરોઅંદર સમજી ગઇ હતી કે સંદિપ અને પૂર્વી વચ્ચે કોઈ મતભેદ થયો હશે, અને આશા રાખતી હતી કે સમય જતાં ગુસ્સો ઠંડો પડી જશે અને ઘીના ઠામમાં ઘી ...Read More