પ્રણયભંગ

(2.7k)
  • 162.8k
  • 84
  • 87.3k

પ્રણયભંગ લેખક – મેર મેહુલ પ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, ‘જૉકર – સ્ટૉરી એક લુઝરની’ હાલ જ પુરી થઈ છે, આપ સૌએ વાંચી જ હશે !, ન વાંચી હોય તો જરૂર વાંચશો. જૉકરની સફળતા બાદ ફરી એક નવો વિષય લઈને આપની સમક્ષ હાજર છું. સમાજમાં ખદબદબતાં દુષણો વિશે સૌ માહિતગાર હશે જ. વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરફ આગળ વધતાં ભારતમાં હજી પણ ન ગણી શકાય એવા કુરિવાજો, અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ખાસ કરીને પુરુષ પ્રધાન ભારતમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓને ઓછી આંકવામાં આવે છે. ગુજરાત જેવા વિકસિત રાજ્યનાં મોટા ભાગના ગામોમાં હાલ

Full Novel

1

પ્રણયભંગ ભાગ - 1

પ્રણયભંગ લેખક – મેર મેહુલ પ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, ‘જૉકર – સ્ટૉરી એક લુઝરની’ હાલ જ પુરી થઈ છે, આપ સૌએ વાંચી જ હશે !, ન વાંચી હોય તો જરૂર વાંચશો. જૉકરની સફળતા બાદ ફરી એક નવો વિષય લઈને આપની સમક્ષ હાજર છું. સમાજમાં ખદબદબતાં દુષણો વિશે સૌ માહિતગાર હશે જ. વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરફ આગળ વધતાં ભારતમાં હજી પણ ન ગણી શકાય એવા કુરિવાજો, અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ખાસ કરીને પુરુષ પ્રધાન ભારતમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓને ઓછી આંકવામાં આવે છે. ગુજરાત જેવા વિકસિત રાજ્યનાં મોટા ભાગના ગામોમાં હાલ ...Read More

2

પ્રણયભંગ ભાગ – 2

પ્રણયભંગ ભાગ – 2 લેખક - મેર મેહુલ વાંચવામાં બ્રેક લઈ, ફ્રેશ થવા અખિલ આવ્યો હતો. એ આળસ મરડતો હતો ત્યારે તેની નજર સામેની બાલ્કનીમાં ગઈ. ત્યાં બેસેલી યુવતી અખિલની હરકતોનું નિરક્ષણ કરી રહી હતી. અખિલ અને તેની નજર મળી. અખિલ તેને જોતો જ રહી ગયો. પોતાની લાઈફમાં તેણે કોઈ દિવસ આવી યુવતી નહોતી જોઈ. અપ્સરા પણ જેની સામે પાણી કમ લાગે એવી એ યુવતીમાં ગજબનું આકર્ષણ હતુ. એની આંખો અખિલનાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગઈ હતી. તેની આંખોમાં સાત મહાસાગર સમાયેલાં હતાં. એ આંખો અખિલને સાગરમાં ડૂબવા આમંત્રણ આપી રહી હતી અને અખિલ એ સાગરમાં ધીમે ધીમે ...Read More

3

પ્રણયભંગ ભાગ – 3

પ્રણયભંગ ભાગ – 3 લેખક - મેર મેહુલ બીજા દિવસની સવાર અખિલની જિંદગીમાં નવો લઈને આવી હતી. અખિલ સવારે અગાસી પર કસરત કરવા ગયો તો સામેની અગાસી પર પણ સિયા કસરત કરવા આવી હતી.અખિલ નાહીને બાલ્કનીમાં ટુવાલ સુકવવા આવ્યો ત્યારે સિયા પણ એ જ કામ કરી રહી હતી. અખિલે જ્યારે જોબ પર જવા માટે બાઇક બહાર કાઢી ત્યારે જ સિયાએ પણ ક્લિનિક પર જવા માટે એક્ટિવા બહાર કાઢી હતી. આ બધી ઘટના સંજોગ માત્ર બની હતી પણ અખિલ પૂરો દિવસ સિયા વિશે વિચારતો રહ્યો. તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે એ તે સમજવાની કોશિશ કરતો હતો. ...Read More

4

પ્રણયભંગ ભાગ – 4

પ્રણયભંગ ભાગ – 4 લેખક - મેર મેહુલ દિવસ અને રાતનાં સમયે વ્યક્તિના જમીન આસમાનનું અંતર હોય છે. જે માણસ દિવસ દરમિયાન સપાટ ભાવે વર્તન કરતો હોય એ પણ રાતે લાગણીઓનાં ભવરમાં ફસાઈ જાય છે. રાતનો સમય જ કંઈક જુદો હોય છે. માણસ આ સમયે પોતાની સાથે જ વાતો કરે છે. ભૂતકાળને વાગોળે છે અને ભવિષ્યનાં સપનાં જુએ છે. આ એ સમય છે જ્યારે લાગણીઓ મુક્ત પણે વિહાર કરે છે. જે વાત મનમાં હોય છે એ આપોઆપ બહાર આવી જાય છે. અખિલ પણ રાતના સમયે આવી જ પરિસ્થિતિમાં હતો. એ સિયાથી દૂર રહેવાનાં પ્રયાસ કરતો હતો પણ ...Read More

5

પ્રણયભંગ ભાગ – 5

પ્રણયભંગ ભાગ – 5 લેખક - મેર મેહુલ “આજે તો ટોટલી બોર થઈ છું” સિયાએ અણગમો વ્યક્ત “તું બિલિવ નહિ કરે, પુરા દિવસમાં એક પણ પેશન્ટ નથી આવ્યો” પૂનમનો ચાંદ આસમાનમાં સોળે કળાએ ખીલ્યો હતો. આકાશ એકદમ સ્વચ્છ હતું એટલે ટમટમતા તારલા જોઈ શકાતા હતાં. દિવસ દરમિયાન ગરમ પવન ફૂંકાયા બાદ અત્યારે ઠંડો પવન શરીરમાં તાજગી આપી રહ્યો હતો. જમવાનું પતાવી સિયા તેનાં ઘરની અગાસી પર પાળીએ ટેકો આપી નીચે બેઠી હતી. અખિલ તેની સામે પલાંઠી વાળીને ટટ્ટાર બેઠો હતો. તેનાં હાથમાં સળગતી સિગરેટ હતી. તેણે સિગરેટનો ઊંડો કશ ખેંચીને સિગરેટ સિયાનાં હાથમાં આપી. “મારે પણ એવું ...Read More

6

પ્રણયભંગ ભાગ – 6

પ્રણયભંગ ભાગ – 6 લેખક - મેર મેહુલ “તું મને પસંદ કરવા લાગ્યો છે ?” સિયાએ પૂછ્યું. અખિલ પાસે આ સાવલનો જવાબ નહોતો. ક્યાંથી હોય તેની પાસે જવાબ?, એ ખુદ જ આ પ્રશ્નનો જવાબ નહોતો જાણતો. “શું પૂછે છે તું ?” અખિલે સિયા તરફ ફરીને કહ્યું. “એ જ જે તું સાંભળે છે, તું મને પસંદ કરવા લાગ્યો છે ?” સિયાએ ફરી એ સવાલ દોહરાવ્યો. “બે દિવસમાં કેમ ખબર પડે ?” અખિલે કહ્યું, “તારે આ સવાલ એક મહિના પછી પુછવાનો હતો, અત્યારે આપણે નવા નવા દોસ્ત બન્યાં છીએ તો તારાં વિશે જાણવાની મને ઈચ્છા રહેવાની જ” “હું તારી વાતો કે ...Read More

7

પ્રણયભંગ ભાગ – 7

પ્રણયભંગ ભાગ – 7 લેખક - મેર મેહુલ સિયા અખિલની રાહ જોઈ રહી હતી. વાગી ચુક્યા હતાં પણ અખિલ હજી સુધી નહોતો આવ્યો. સિયાની બેચીની વધી રહી હતી, એ દરવાજા પર મીટ માંડીને બેઠી હતી. અઢીનાં ત્રણ થયાં પણ અખિલ હજી ના આવ્યો. તેને એકવાર કૉલ કરવાનો વિચાર આવ્યો પણ અખિલનાં મગજમાં ગલત વિચાર આવશે એમ વિચારીને તેણે કૉલ કરવાનું માંડી વાળ્યું. થોડીવાર પછી દરવાજો નૉક થયો. સિયાએ ઉતાવળથી દરવાજો ખોલ્યો.સામે અખિલ ઉભો હતો. એ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેનાં જમણી હાથની હથેળીમાં રૂમાલ બાંધ્યો હતો અને એ રૂમાલ લોહીને કારણે લાલ થઈ ગયો હતો. “શું ...Read More

8

પ્રણયભંગ ભાગ – 8

પ્રણયભંગ ભાગ – 8 લેખક - મેર મેહુલ સિયા અને અખિલની આંખો એક થઈ હતી. સિયા આંખોથી શરારત કરતી હતી. “શું દેખાય છે મારી આંખોમાં” સિયાએ નેણ નચાવીને પૂછ્યું. “તું સ્વભાવે ચંચળ છે, તારી આંખોમાં શરારત છે, કોઇને પણ ડૂબવાનું મન મન થઇ જાય એટલી મૃદુ અને નિખાલસ છે તારી આંખો” અખિલે કહ્યું, “તું પણ દ્વિધામાં જણાય છે. હું વિધવા છું તો કેવી રીતે એક કુંવારા છોકરાને પસંદ કરું એમ વિચારી તું પોતાની જાતને અટકાવે છે પણ તારી આંખો બધું બોલે છે”, “બંધ થા તું અને ચુપચાપ જમી લે” સિયાએ ફરી અખિલનાં માથે ટપલી મારી. “તું વારંવાર માથાં ...Read More

9

પ્રણયભંગ ભાગ – 9

પ્રણયભંગ ભાગ – 9 લેખક - મેર મેહુલ સિયા અને અખિલ રાત્રે ઘરની અગાસી પર બેસીને વાતો કરી રહ્યાં હતાં. અખિલે નવો ટોપિક લાવવાની વાત કરી એટલે સિયાએ પુછ્યું, “ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ વિશે શું ખ્યાલ છે તારો ?” “મતલબ, મને કંઈ સમજાયું નહિ” અખિલે પુછ્યું. “મતલબ બે લોકો જ્યારે લાગણીથી નહિ માત્ર શરીરથી જ સંબંધમાં રહે એને ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ કહેવાય. ફ્રેન્ડ બનીને રહેવાનું પણ મજા બધી પતિ-પત્નિ વાળી લેવાની” સિયાએ કહ્યું. “હું એવા સંબંધને નથી સ્વીકારતો, સેક્સ એ પ્રેમનો એક હિસ્સો છે માટે પ્રેમ હોય ત્યાં જ એ શક્ય છે એટલે મારો ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ વિશે ...Read More

10

પ્રણયભંગ ભાગ – 10

પ્રણયભંગ ભાગ –10 લેખક - મેર મેહુલ ઘણાં દિવસથી ક્લિનિક બંધ હતું. વિજયે આ વાત નોટિસ કરી હતી. આગળના દિવસે સવારે વિજય કોલેજ જતાં પહેલાં સિયાના ઘરે પહોંચી ગયો. “ઓહહ વિજય, આવને અંદર” સિયાએ બેતોરમાં કહ્યું. “ઘણાં દિવસથી ક્લિનિક બંધ છે તો મેં વિચાર્યું મેડમને મળતો આવું” ઘરમાં પ્રવેશતાં વિજયે કહ્યું, “કંઈ થયું છે ?” “તબિયત સારી નહોતી એટલે” સિયાએ જવાબ આપ્યો. “ડૉક્ટર પણ બીમાર થાય ?” વિજયે હસીને પુછ્યું. “કેમ ?, ડૉક્ટર માણસ નથી હોતાં ?” સિયા પરાણે હસી. “અરે તમારી પાસે તો લોકો દવા લેવા આવે છે એટલે તમને ઈલાજ ખબર હોયને” “બીજા લોકો જે ...Read More

11

પ્રણયભંગ ભાગ – 11

પ્રણયભંગ ભાગ – 11 લેખક - મેર મેહુલ આજે સિયાનો જન્મદિવસ હતો. ક્યારનો સિયાનાં ઘરનો દરવાજો ઠોકતો હતો. શરૂઆતમાં અખિલે ડૉરબેલ વગાડી પણ સિયાએ દરવાજો ના ખોલ્યો એટલે અખિલે દરવાજો ઠોકવાનું શરૂ કરી દીધું. પાછલી રાતે બંને રાતે બે વાગ્યાં સુધી જાગતા હતા એટલે સિયા હજી સૂતી હતી. “આવી, બે મિનિટ જપ તો લે” સિયાએ દરવાજો ખોલીને કહ્યું. “ક્યારનો ફોન કરું છું, ઉપાડતી કેમ નથી ?” અખિલ ખિજાયો. “ફોન સાયલન્ટ મૉડ પર હતો” સિયાએ કહ્યું, “કાલે રાત્રે તે જ ફોન સાયલન્ટ કરી દીધો હતોને” રાતે બાર વાગ્યે સિયા ફોનમાં ‘બર્થડે વિશ’ કરતા ઉપરા-ઉપરી મૅસેજ આવતાં હતાં ...Read More

12

પ્રણયભંગ ભાગ – 12

પ્રણયભંગ ભાગ – 12 લેખક - મેર મેહુલ સિયાના ઘરે બોક્સ રાખી પોતાનાં કામે લાગી ગયો હતો. એ કામ પૂરું કરવામાં એક કલાકનો સમય નીકળી ગયો.સિયાનો ફોન આવ્યો એટલે અખિલે ફોન કટ કરીને મૅસેજ નાખ્યો અને ન્હાવા ચાલ્યો ગયો. અખિલે આજે મેચિંગ કપડાં પહેરવાનું નક્કી કર્યું હતું. તેણે સ્લિમ બ્લ્યુ ડેનિમ જીન્સ પર ડેનિસ લિગોનો લેમન યેલ્લો કેઝ્યુઅલ શર્ટ પહેર્યો, જેલ લગાવી હેર સ્ટાઇલ થોડી ચેન્જ કરી, હાથમાં ગોલ્ડન બેલ્ટવાળી સ્લિમ વૉચ પહેરી.કપડાં પર હળવો પરફ્યુમ લગાવ્યો અને કોફી કલરનાં કેજ્યુઅલ શૂઝ પહેરી તૈયાર થઈ ગયો. સિયાનો બીજો મૅસેજ આવ્યો. સિયા ઘરે આવવાની વાત કરતી હતી.અખિલે ...Read More

13

પ્રણયભંગ ભાગ – 13

પ્રણયભંગ ભાગ – 13લેખક - મેર મેહુલ સિયાના જન્મદિવસ પર અખિલ સિયાને આજવા ગાર્ડનમાં લઈને હતો. સિયા આજે ઘણાં દિવસો પછી ખુશ હતી. એ અખિલ સાથે કમ્ફર્ટેબલ ફિલ કરવા લાગી હતી. “ગાર્ડનનું ચક્કર લગાવીને નીકળીએ ?” સિયાએ સમય જોઈને કહ્યું. “સારું” કહેતાં અખિલ ઉભો થયો, તેણે સિયાને સહારો આપીને ઉભી કરી.બંને અડધી કલાક સુધી ગાર્ડનમાં ફર્યા પછી આગળની મંજિલ તરફ અગ્રેસર થયાં. આ વખતે કાર અખિલ ડ્રાઇવ કરતો હતો. સિયા તેની બાજુમાં બેસીને બહારનું દ્રશ્ય નિહાળી રહી હતી. દસેક કિલોમીટર આગળ જતાં સિયાને ટેકરી જેવું કંઈક દેખાયું,જ્યાં ઘણીબધી વિન્ડફાર્મ હતી.રસ્તાની ડાબી બાજુએ એ તરફ જવાનું બોર્ડ લાગેલું હતું. ...Read More

14

પ્રણયભંગ ભાગ – 14

પ્રણયભંગ ભાગ – 14લેખક - મેર મેહુલ સાંજે સાત વાગ્યે બંને ઘરે પહોંચી હતાં. અખિલે સિયાને ઘરે જઈ આરામ કરવા કહ્યું. સિયાએ આરામ ન કરવાની જીદ કરી પણ અખિલે લોનની એક ફાઇલ બનાવવાની છે એવું બહાનું બતાવીને સિયાને ઘરે મોકલી દીધી. સિયા ઉદાસ થઈને ઘરે ચાલી ગઈ.અખિલ જાણતો હતો, સિયાને આ વાત નહિ ગમી હોય પણ પોતાનું કામ કરવા સિયાને ઘરે મોકલવી જરૂરી હતી. સિયા ઘરે બેસીને કંટાળી ગઈ હતી, અખિલે પૂરો દિવસ તેને સાથે રહેવાનું કહ્યું હતું પણ છેલ્લી બે કલાકથી અખિલ પોતાનાં કામમાં વ્યસ્ત હતો.સાડા આઠ વાગ્યે અખિલનો ફોન આવ્યો હતો અને હજી કલાક થશે ...Read More

15

પ્રણયભંગ ભાગ – 15

પ્રણયભંગ ભાગ – 15 લેખક - મેર મેહુલ “બે વાગ્યાં અખિલ, મને ઊંઘ આવે છે” સિયાએ કંટાળીને કહ્યું. અગાસી પર બેસીને છેલ્લી બે કલાકથી વાતો કરી રહ્યાં હતાં. “પણ મારે વાતો કરવી છે” અખિલ છેલ્લી અડધી કલાકથી આ વાક્ય બોલતો હતો. “હું ક્યાંય ચાલી નથી જવાની બકા, આપણે કાલે પણ વાતો કરી શકીએ” અખિલ સમજવા તૈયાર નહોતો. તેણે સિયાનો હાથ પોતાની બગલમાં દબાવીને રાખ્યો હતો. “બાવળો થઈ ગયો છે તું” સિયાએ હસીને કહ્યું. “હા થઈ ગયો છું” અખિલે કહ્યું, “તને પહેલીવાર જોઈ એ દિવસથી બાવળો થઈ ગયો છું” “શરૂઆતમાં બધા સાથે એવું જ થાય, એકબીજા વિના ગમે નહિ, ...Read More

16

પ્રણયભંગ ભાગ – 16

પ્રણયભંગ ભાગ – 16 લેખક - મેર મેહુલ નિયતી પોતાનાં રૂમમાં આમતેમ ચક્કર લગાવી હતી. અખિલને કૉલ કરીને ક્યાંથી વાત શરૂ કરવી એ તેને નહોતું સમજાતું. છેલ્લે તેણે હિંમત એકઠી કરીને અખિલને કૉલ લગાવ્યો પણ અખિલે કૉલ રિસીવ ના કર્યો. થોડીવાર પછી અખિલનો સામેથી કૉલ આવ્યો. “પહોંચી ગયો ઘરે ?” નિયતીએ પુછ્યું. “સોસાયટીનાં ગેટ બહાર છું, ચા પીને જઈશ” અખિલે કહ્યું, “બોલ શું હેલ્પ જોઈતી હતી ?” “એમાં એવું છે ને….” નિયતી ફરી ગુંચવાય. “બોલ કેવું છે ?” “આપણી બેન્ક સામે સ્ટેશનરીની દુકાનમાં જે છોકરો બેસે છે ને એ મને હેરાન કરે છે” નિયતીએ ખચકાટ સાથે કહ્યું. “કોણ ...Read More

17

પ્રણયભંગ ભાગ – 17

પ્રણયભંગ ભાગ – 17 લેખક - મેર મેહુલ ચોમાસાનો પહેલો વરસાદ આ વર્ષે વરસ્યો હતો.સવારે ભીંની માટીની સુગંધ વાતાવરણને ખુશનુમા બનાવી ગઈ હતી. સૌ કોઈ આ વાતવરણનો આનંદ માણી રહ્યું હતું પણ અખિલ જ એક એવો વ્યક્તિ હતો જે ખુશ નહોતો. એક તરફ એ સિયાની સાથે રહેવા જવાનો એ વાતથી ખુશ હતો તો બીજી તરફ ચિરાગનાં અણધાર્યા આગમનને કારણે એ દુઃખી હતો. સવારે સિયાને મળ્યાં વિના એ ઑફિસે ચાલ્યો ગયો હતો. તેણે સિયાને મૅસેજ કરી સાંજ સુધીમાં ઘર ખાલી કરી આપશે એવો મૅસેજ કરી દીધો હતો. અખિલ માટે હવે જોબનું આ છેલ્લું અઠવાડિયું હતું, એ પછી ...Read More

18

પ્રણયભંગ ભાગ – 18

પ્રણયભંગ ભાગ – 18 લેખક - મેર મેહુલ ઇર્ષ્યા સંબંધોમાં લૂણો લગાવવાનું કામ કરે છે. જેવી મીઠું લાગવાથી વસ્તુમાં સડો લાગી જાય છે એવી જ રીતે ઈર્ષ્યા, શંકા, ગેરસમજને કારણે સંબંધ સડવા લાગે છે. જો આ સડો દૂર કરવામાં ન આવે તો સંબંધ ટકી શકતો નથી. અખિલ અને સિયાનાં સંબંધમાં અજાણતાં આ સડો પેસવા લાગ્યો હતો. અખિલને ચિરાગથી ઈર્ષ્યા થવા લાગી હતી જેને કારણે સિયા અને અખિલ વચ્ચે નાના-મોટા ઝઘડા થવા લાગ્યાં હતાં. ઝઘડા વિનાનો સંબંધ, સંબંધ ના કહેવાય પણ જે ઝઘડાનું સમાધાન નથી થતું એ ઝઘડા વંઠી ગયેલા ઘાવ સમાન થઈ જાય છે. વારંવાર એ ઝખ્મો ...Read More

19

પ્રણયભંગ ભાગ – 19

પ્રણયભંગ ભાગ – 19 લેખક - મેર મેહુલ વડોદરાથી મુંબઈની ફ્લાઇટ હતી, મુંબઈથી ગોવા અને ‘ફોર્ચ્યુન મીરામાર’ હોટેલ સુધી ટેક્સી કરવાની હતી. સિયાએ એક દિવસ પહેલાં જ બુકીંગ કરાવી લીધું હતું. સવારે દસ વાગ્યે મુંબઈ જવા ફ્લાઇટ રવાના થઈ. સવા એક કલાકમાં ચારસો કિલોમીટર દૂર મુંબઈ એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયું. ગોવા જવા માટે એક વાગ્યાની ફ્લાઇટ હતી એટલે બંને વેઇટિંગ રૂમમાં જઈને બેઠાં. “તું કોઈ દિવસ ગોવા ગયેલી ?” અખિલે પુછ્યું. “હા એકવાર” સિયાએ કહ્યું. અખિલે આગળ સવાલ ના કર્યો. “તું ગયેલો ?” સિયાએ પુછ્યું. “કાલે રાતે સપનામાં આવ્યો હતો” અખિલે હસીને કહ્યું. “ચાલ આપણી ફ્લાઈટનું ...Read More

20

પ્રણયભંગ ભાગ – 20

પ્રણયભંગ ભાગ – 20 લેખક - મેર મેહુલ માણસ જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે એ બોલે છે એનું તેને ભાન નથી રહેતું, ઘણીવાર ગુસ્સામાં બોલાયેલાં શબ્દો થોડી ક્ષણો બાદ યાદ પણ નથી રહેતાં.જે સિયા બે કલાક પહેલાં રડતી રડતી આગ ઉગળતી હતી એ જ સિયા અત્યારે એકદમ સ્થિર અને શાંત હતી, જાણે બે કલાક પહેલાં કંઈ બન્યું જ ના હોય. બંને રાત્રી ભોજન કર્યા પછી ગોવાના રસ્તા પર ટહેલવા નીકળ્યાં હતાં. અખિલે બોક્સર અને ટી-શર્ટ પહેર્યું હતું અને સિયાએ શોટ્સ પર ટોપ પહેર્યું હતું. બંને બિન્દાસ, કોઈની પરવાહ કર્યા વિના એકબીજાના હાથમાં હાથ પરોવી ચાલતાં હતાં. “તે ...Read More

21

પ્રણયભંગ ભાગ – 21

પ્રણયભંગ ભાગ – 21 લેખક - મેર મેહુલ “આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?” અખિલે સેન્ડવીચનું બાઈટ કહ્યું. “રીસ મેગોસ ફોર્ટ” સિયાએ માત્ર કૉફી મંગાવી હતી, “નોર્થ ગોવામાં દરિયાની પેલે પાર છે” “મજા આવશે” અખિલે કહ્યું. રીસ મેગોસ ફોર્ટનો ઉદ્દભવ ઇ.સ.1493 માં બીજપુરની આદિલ શાહની સશસ્ત્ર ચોકી તરીકે થયો હતો. ઇ.સ.1541 માં બર્દેઝવાએ પોર્ટુગીઝો દ્વારા વિજય મેળવ્યો ત્યારે આ કિલ્લો ચર્ચ સાથે બનાવવામાં આવ્યો હતો.ઇ.સ.1900 થી, તેણે તેની રક્ષણાત્મક ભૂમિકા ગુમાવી દીધી હતી અને જેલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, છેવટે 1993 માં તેનો ત્યાગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ ફોર્ટ ખંડેર બની ગયો હતો.આ કિલ્લા પર પુન:સ્થાપનનું ...Read More

22

પ્રણયભંગ ભાગ – 22

પ્રણયભંગ ભાગ – 22 લેખક - મેર મેહુલ ગોવામાં આજે બંનેનો ચોથો દિવસ હતો, છેલ્લાં બે દિવસમાં બંનેએ ઘણાં સ્થળોની મુલાકાત લીધી હતી, નવી નવી વાનગીઓ આરોગી હતી, વિદેશી ભુરિયાઓ સાથે ફોટા પડાવ્યાં હતા, હા બંને એ લોકોને વિદેશી ભુરિયા જ કહેતાં. બંનેએ ફરવાની સાથે ભરપૂર શરીરસુખ પણ માણ્યું હતું. છેલ્લા બે દિવસથી સિયા કંઈક અલગ જ મૂડમાં હતી, એ અખિલને વારે વારે ઉત્તેજિત કરતી હતી. અખિલે પણ સિયાને સુખ આપવામાં કોઈ કસર નહોતી છોડી. સિયા કોઈ વાતથી ડિસ્ટર્બ હતી એ અખિલ જાણતો હતો પણ જ્યાં સુધી સિયા સામેથી એ વાત ના છેડે ત્યાં સુધી અખિલે ...Read More

23

પ્રણયભંગ ભાગ – 23

પ્રણયભંગ ભાગ – 23 લેખક - મેર મેહુલ ગોવાથી બંને વડોદરા આવ્યા અઠવાડિયું થઈ ગયું હતું. આ અઠવાડિયામાં ઘણુંબધું બદલાય ગયું હતું. માત્ર એક ઘટનાએ બંનેને એકબીજાથી દુર કરી નાંખ્યા હતાં. એ ઘટના ગોવામાં બની હતી. એ દિવસે રાત્રે અખિલ ગુસ્સામાં આવીને સુઈ ગયો હતો, હકીકતમાં એ સુવાનું નાટક કરતો હતો. મોડી રાત્રે જ્યારે સિયા સુઈ ગઇ પછી અખિલે સિયાનો મોબાઈલ ચૅક કર્યો હતો. મોબાઈલમાં જે માહિતી હતી એ જોઈ અખિલને આંચકો લાગ્યો હતો. સિયા કોઈ પેશન્ટ સાથે વાત નહોતી કરતી. વોટ્સએપમાં વારંવાર સંપર્ક કરાયો હોય એવાં વ્યક્તિમાં ચિરાગનું નામ હતું. બીજો કોન્ટેકટ કોઈ ડોક્ટરનો હતો.બંનેના ...Read More

24

પ્રણયભંગ ભાગ – 24

પ્રણયભંગ ભાગ – 24 લેખક - મેર મેહુલ અખિલ હતો, તેને શાંત કરવા વાળું હાલ કોઈ નહોતું.તેનું નાક વહી રહ્યું હતું, આંખો સોજી ગઈ હતી, પૂરું શરીર કાંપતું હતું. વ્યક્તિ સતત એક કલાક રડે ત્યારે કદાચ આવું થતું જ હશે. અખિલે કેટલાં સપનાં જોયાં હતાં, એ બધાં સપનાં વિશે હાલ એ વિચારી રહ્યો હતો, ‘ હું મામલતદાર બનીશ પછી સિયાને લગ્ન માટે પ્રપોઝ કરીશ અને સિયા કુદીને મને ગળે વળગી જશે.સિયા એક વિધવા છે એનું કલંક ભૂંસાઈ જશે અને તેની ગોદમાં એક મારું બાળક હશે. અમે સિત્તેર વર્ષના થશું ત્યારે પણ એકબીજાને એટલો જ પ્રેમ કરીશું. ...Read More

25

પ્રણયભંગ ભાગ – 25

પ્રણયભંગ ભાગ – 25 લેખક - મેર મેહુલ અખિલ ઉપરાઉપરી ચાર સિગરેટ ફૂંકી હતો.ડૉ. પારેખે જે વાત કહી હતી એ અખિલને માન્યામાં નહોતી આવતી. સિયાએ શા માટે ગર્ભવતી થવાની સલાહ લીધી હશે અને જો એ ગર્ભવતી જ થવા ઇચ્છતી હતી તો ગર્ભપાત કેમ કરાવવા ઇચ્છતી હશે. અખિલે કડીથી કડી મેળવી, ‘સમાગમ સમયે હું જ પ્રોટેક્શનનો ઉપયોગ કરતો પણ જ્યારે ગોવા ગયાં ત્યારે સિયાએ પ્રોટેક્શન લેવાનું શરૂ કર્યું હતું.એ સમયે સિયાથી કોઈ ભૂલ થઈ હશે અને પોતે ગર્ભવતી થઈ જશે એ ડરથી તેણે ડોક્ટર પાસે ઉલટ તપાસ કરી હશે.એ જ કારણથી તેનો સ્વભાવ પણ ચીડચીડિયો થઈ ગયો ...Read More

26

પ્રણયભંગ ભાગ – 26

પ્રણયભંગ ભાગ – 26 લેખક - મેર મેહુલ એક મહિનો પસાર થઈ અખિલે બધું જ ભૂલીને વાંચવામાં ધ્યાન આપ્યું હતું. અખિલનું લક્ષ્ય માત્રને માત્ર મેઇન્સ ક્લિયર કરવાનું હતું. જુનૂન માણસને કંઈ પણ કરાવી શકે છે. એક દિવસ નિયતીનો કૉલ આવ્યો, અખિલે નિયતીને હજી જવાબ નહોતો આપ્યો. નિયતીએ રાહ જોઈ હતી પણ જ્યારે તેની બેચેની જવાબ આપી ગઈ ત્યારે તેણે અખિલને મળવાનું નક્કી કર્યું. અખિલે તેને લંચ માટે બોલાવી.બંનેએ જમવાની ફોર્મલિટી પતાવી. બંને ક્યાં મકસદથી મળ્યા હતાં એની જાણ હોવા છતાં કોઈ પહેલ નહોતું કરતું.આખરે નિયતીએ કહ્યું, “અખિલ, તે વિચાર્યું પછી?” અખિલનું ધ્યાન સિગરેટમાં હતું, એ ...Read More

27

પ્રણયભંગ ભાગ – 27

પ્રણયભંગ ભાગ – 27 લેખક - મેર મેહુલ અખિલ નિયતીની રાહ જોઈ રહ્યો હતો. બંને સિયાને શોધવાના પ્રયાસ કરવાના હતા એટલે અખિલ ખુશ હતો. થોડીવાર પછી ઘરનો દરવાજો નૉક થયો એટલે અખિલે ઉતાવળા પગે દરવાજો ખોલ્યો. તેની સામે નિયતી, ચહેરા પર મુસ્કાન સાથે ઉભી હતી. “ખુશ દેખાય છે આજે, આવી રીતે રોજ રહેતો હોય તો” નિયતી અખિલનાં હાથે ટપલી મારીને ઘરમાં પ્રવેશી. “તું મારાં માટે આશાનું કિરણ બનીને આવી છે, પૂરો સૂરજ ઊગી જશે એટલે રોજ ખુશ રહીશ” અખિલે હસીને કહ્યું. “તો ચાલ એ સૂરજ ઉગાવવાનાં કામમાં લાગી જઈએ” નિયતીએ કહ્યું. “ક્યાંથી શરૂઆત કરીશું ?” અખિલે પુછ્યું. ...Read More

28

પ્રણયભંગ ભાગ – 28

પ્રણયભંગ ભાગ – 28 લેખક - મેર મેહુલ “અખિલ, તું રડ નહિ પ્લીઝ” નિયતી છેલ્લા કલાકથી અખિલને શાંત કરવાનાં નિરર્થક પ્રયત્નો કરી રહી હતી. થોડીવાર પહેલાં જ બંને સિયાને મળીને આવ્યાં હતા. સિયાએ અખિલને જે શબ્દો કહ્યાં હતા એ અખિલના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. “એ મારાં માટે બધું હતી યાર, તેણે મારી સાથે આવું શા માટે કર્યું ?” અખિલ રડતાં રડતાં એક જ વાક્ય બબડતો હતો. “જે થઈ ગયું એને તો તું બદલી શકવાનો નથીને ?” નિયતીએ કહ્યું. “પણ તેણે મારી સાથે આવું શા માટે કર્યું?, શું ભૂલ હતી મારી ?” “તું ચૂપ રહે હવે” નિયતીએ ...Read More

29

પ્રણયભંગ ભાગ – 29 ( અંતિમ ભાગ)

પ્રણયભંગ ભાગ – 29 લેખક - મેર મેહુલ (બે વર્ષ પછી) ચોમાસાની રાત હતી, વરુણ દેવ કોપાયમાન થઈને અનરાધાર વરસી રહ્યા હતા.ચો-તરફ ઘૂંટણસમા પાણી ભરાય ગયાં હતાં. છેલ્લાં એક અઠવાડિયાથી વડોદરા શહેરનું જનજીવન ખોરવાય ગયું હતું, વિશ્વામિત્રી પણ ગાંડી-તુર થઈ હતી, જેને કારણે શહેરમાં પાણી સાથે મગરો પણ ઘુસી આવી હતી. તંત્રએ પણ લોકોને ઘરની બહાર ન નિકળવા સલાહ આપી હતી. છેલ્લાં ત્રણ દિવસથી વીજળી તો ગુલ જ હતી પણ અલ્કાપુરી સોસાયટીનું એક ઘર લાઈટોથી ઝળહળી રહ્યું હતું. સોલાર સિસ્ટમ સાથે જનરેટરની સુવિધાથી ઉપલબ્ધ આ ઘર વડોદરાનાં ડભોઇ તાલુકાના મામલતદાર એવા અખિલ સંઘવીનું હતું. બે વર્ષ ...Read More