વાત્સલ્ય - અંતનો અંતે આરંભ

(100)
  • 24.4k
  • 2
  • 7.6k

•સૌ પ્રથમ મારું શીર્ષક દુનિયાના માતા-પિતાને સમપિર્ત છે.•પહેલીવાર માતૃભારતી ઊપર આવીને મારી રચના આપ લોકો સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું.મારા માટે લોકોના સારા પ્રતિસાદ અને પ્રેમની આશા સાથે મારા તમામ વડીલ માતા-પિતાના આશીષ લેવા એક સાવાળી રચના માતૃભારતી ઊપર રજૂ કરીશ.મને ખબર નથી કે મારી રચના કેટલા લોકો સુધી પહોંચશે,પરંતુ આશા કરું છું કે જેટલા લોકો સુધી તેટલા લોકો આ રચનામાંથી કંઈક શીખીને મારી આ રચનાને સારો પ્રતિભાવ આપશે.•મિત્રો,"વાત્સલ્ય"શબ્દ કેટલો મીઠો છે નહિ!મોટેભાગે આ શબ્દ માતા-પિતાના અતુલ્ય પ્રેમ પાછળ વપરાતો હોય છે,પરંતુ આ જ શબ્દ જ્યારે કરુણતાની સીમા પાર કરે ત્યારે બહુ જ ભયાનક લાગે છે.મને પણ આ શબ્દ

New Episodes : : Every Sunday

1

વાત્સલ્ય - અંતનો અંતે આરંભ - ભાગ-૧

•સૌ પ્રથમ મારું શીર્ષક દુનિયાના માતા-પિતાને સમપિર્ત છે.•પહેલીવાર માતૃભારતી ઊપર આવીને મારી રચના આપ લોકો સમક્ષ રજૂ કરવા જઈ છું.મારા માટે લોકોના સારા પ્રતિસાદ અને પ્રેમની આશા સાથે મારા તમામ વડીલ માતા-પિતાના આશીષ લેવા એક સાવાળી રચના માતૃભારતી ઊપર રજૂ કરીશ.મને ખબર નથી કે મારી રચના કેટલા લોકો સુધી પહોંચશે,પરંતુ આશા કરું છું કે જેટલા લોકો સુધી તેટલા લોકો આ રચનામાંથી કંઈક શીખીને મારી આ રચનાને સારો પ્રતિભાવ આપશે.•મિત્રો,"વાત્સલ્ય"શબ્દ કેટલો મીઠો છે નહિ!મોટેભાગે આ શબ્દ માતા-પિતાના અતુલ્ય પ્રેમ પાછળ વપરાતો હોય છે,પરંતુ આ જ શબ્દ જ્યારે કરુણતાની સીમા પાર કરે ત્યારે બહુ જ ભયાનક લાગે છે.મને પણ આ શબ્દ ...Read More

2

વાત્સલ્ય-અંતનો અંતે આરંભ - ભાગ-૨

•સૌ પ્રથમ વિશ્વના તમામ માતા-પિતાને મારા વંદન... વિશ્વના તમામ માતા-પિતાના ચરણોમાં આશીર્વાદ લેવા મારી આ રચના સમપિર્ત કરું છું તેમના સન્માનમાં નીચેની પંક્તિઓ મારા શબ્દોમાં:- "માતા છે જીવનની ધારા, તો પિતા છે તેની અમૃત ધારા; માતા છે વાત્સલ્યની મૂતિઁ, તો પિતા છે તે મૂતિઁની માટી; માતા છે પ્રેમની અખંડ જ્યોત, તો પિતા છે તે જ્યેતનો સ્ત્રોત છે; માતા છે જીવનમાં અનમોલ, તો પિતા છે આપણા જીવનનું મૂળ!" •વાત જાણે સુરતના એક ઉધોગપતિની છે.તેમને ત્યાં ભગવાનની અસીમ મહેરબાની અને લીલા લહેર હતા,પરંતુ એક કહેવત કે"ભગવાન બધાને બધું નથી આપતો!"આવી લીલીવાડી છતાં તેને ત્યાં લગ્નનાં બે વર્ષ થયાં છતાં એકપણ બાળક ...Read More

3

વાત્સલ્ય-અંતનો અંતે આરંભ - ભાગ-૩

•મિત્રો,ભાગ-૨ માં આપણે જોયું કે સકુંતલાનો રિપોર્ટ આવે છે,પણ નિરજને તે રિપોર્ટની ખબર જ નથી હોતી કેમકે,તેને એમ જ કે આજનો રિપોર્ટ પણ આગલાં રિપોર્ટ જેવો જ હશે તેથી તે ગુસ્સામાં સંકુતલાને દવાખાનેથી ઘરે જવાનું કહે છે... નિરજ:-રિપોર્ટથી તું સંતુષ્ટ થઈ હોય તો ચાલ હવે ઘરે.(ગુસ્સામાં) ડોક્ટર:-ઘરે ક્યાંથી જશો મને પેંડા ખવડાવીને પછી જવાનું છે ઘરે.(સ્મિત આપીને) નિરજ:-પેંડા?મને સમજાયું નહિ કંઈ આપ શું કહેવા માંગો છો?(આશ્ચર્યથી) ડોક્ટર:-Congratulations Mr.Niraj Shah તમે પપ્પા બનવાના છો,કેમકે આજે આવો અદ્ભૂત ચમત્કાર મેં પહેલીવાર જોયો કે બધા રિપોર્ટ નેગેટિવ છતાં પણ અચાનક પોઝિટિવ રિપોર્ટ કેમ આવ્યો!(સ્માઈલ સાથે) નિરજ:-(ખૂશીથી)શું વાત છે તો આજે એક માઁની ...Read More

4

વાત્સલ્ય-અંતનો અંતે આરંભ(ભાગ-૪)

•મિત્રો,ભાગ-૩માં આપણે જોયું કે નિરજ અને સકુંતલા એકીસાથે ત્રણ-ત્રણ બાળકોની ખુશીમાં આનંદમાં આવીને તેની કંપનીમાં એક શાનદાર પાર્ટીનું આયોજન છે અને આ પાર્ટીમાં નિરજના ખાસ મિત્ર તરુણ સહિત તેની કંપનીના તમામ કર્મચારીઓ તેના પરિવાર સાથે ઊપસ્થિત રહે છે.આમ નિરજ અને સકુંતલાના આનંદ ભરેલા દિવસો પછી તેમનાં વાત્સલ્યની વરસાદના કારણે જે પૂરની પરિસ્થિતિથી નુકસાન થવાનું હતું તે દિવસો આવવાના હતા તેનો આરંભ હવે ટૂંક જ સમયમાં થશે. •હું કોઈપણ માતા-પિતાને તેના બાળકો ઊપર વાત્સલ્યનો દરિયો લૂંટાવવાની મનાઈ નથી કરતો,પરંતુ હાલનો સમય અને દુનિયાના ખરાબ માણસોની સંગત તેની રંગત ઊપર લાવીને ઊભી કરી જ મૂકે છે. •હું તમને ખાતરી આપું છું,તમારે ...Read More

5

વાત્સલ્ય-અંતનો અંતે આરંભ-ભાગ-૫

•મિત્રો,ભાગ-૪ માં આપણે જોયું કે તરુણનું ગંભીર અકસ્માત થાય છે અને આ અકસ્માતથી નિરજ અજાણ જ હોય છે.તો બીજી સંકુતલાનું ઓપરેશન ચાલતું હોય છે.તેવામાં નિરજ હોલમાં એક વ્યક્તિ સાથે વાતચીત કરતો હોય છે..... નિરજ:-ભાઈ શું થયું?કેવી રીતે થયું? વ્યક્તિ:-ભાઈ,તેનું પર્સ જ મારી પાસે છે,હું તેમાંથી તેની વિગત કાઢીને તેના પરિવારને જાણ કરું જ છું. નિરજ:-ઓકે,ચાલો હું પણ કંઈ મદદ હોય તો કરાવીશ.તેના પરિવારને થોડું આશ્વાસન આપીશું અને તેને થોડી ઘણી મદદની જરૂર હશે તો હું કરી આપીશ. •આમ,નિરજ દયાળુ હોવાથી એક ભયાનક અકસ્માત કે જે તરુણનું જ હતું તેનાથી અજાણ નિરજ તેની મદદ કરવાની મોટી વાત કહી દે છે.બંને ...Read More

6

વાત્સલ્ય - અંતનો અંતે આરંભ -ભાગ-૬

•મિત્રો,ભાગ-૫માં આપણે જોયું કે સકુંતલાની ગંભીર પરિસ્થિતિમાં પણ નિરજ તેના ત્રીજા બાળકની ડીલીવરી માટે ડોક્ટરને કહી દે છે અને બાજુ નિરજના મિત્ર તરુણની અકસ્માતના કારણે ગંભીર પરિસ્થિતિમાં ઓપરેશન ચાલે છે.આમ નિરજ એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે કે જ્યાં તેને કશું જ ખ્યાલ રહેતો નથી.એક તરફ બાળકોની આવવાની ખુશી તો બીજી તરફ સકુંતલાની અને તરુણની જીવન મૃત્યુ વચ્ચેની એક અનોખી જંગની ચિંતા.(નિરજ સકુંતલાના રૂમની બહાર સારા સમાચારની રાહ જોઈને ઊભો હોય છે તેવામાં તેને તરુણનું યાદ આવતાં તે તરુણના રૂમ તરફ જાય છે,ત્યાં પહોંચીને તે રૂમની બહાર બેસે છે.થોડીવાર પછી ડોક્ટર ઓપરેશન રૂમની બહાર આવે છે....) ડોક્ટર:-સોરી,અમે તમારા મિત્રને ...Read More