ડાયરી

(74)
  • 26.9k
  • 5
  • 8.1k

“ડાયરી”નિયતિને હું નાની હતી ત્યારથી ઓળખું છું, એમ કહોને કે એ મારા ખોળામાં જ મોટી થઇ છે. આમ તો ઘણા સમયથી નિયતિની ડાયરીનાં પાના આંખ સામે દેખાતા હતા, પણ એને શબ્દોમાં ઉતારવા રોજ વિચારતો અને અટકી જતો, “નિયતિ” એ હંમેશા આંખ સામે આવી જતી અને જ્યારે જ્યારે નિયતિ સામે આવે ત્યારે આંખો ભરાઈ જાય. છતાંય નિયતિ સાથે નિયતિએ કરેલા વ્યવહારને આપ સૌ સાથે શેયર કરવાની ઈચ્છા રોકી ન શક્યો અને આજે કલમ ઉપાડી. દિકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર , એ સુએ તો રાત પડેને જાગે તો સવાર...પપ્પા રાજેશ ભાઈની લાડકી નિયતિ, પપ્પાના મોઢે હાલરડું સાભળ્યા વગર સુતી જ નહિ. અમદાવાદનાં વરાછા

Full Novel

1

ડાયરી - ભાગ - 1

“ડાયરી”નિયતિને હું નાની હતી ત્યારથી ઓળખું છું, એમ કહોને કે એ મારા ખોળામાં જ મોટી થઇ છે. આમ તો સમયથી નિયતિની ડાયરીનાં પાના આંખ સામે દેખાતા હતા, પણ એને શબ્દોમાં ઉતારવા રોજ વિચારતો અને અટકી જતો, “નિયતિ” એ હંમેશા આંખ સામે આવી જતી અને જ્યારે જ્યારે નિયતિ સામે આવે ત્યારે આંખો ભરાઈ જાય. છતાંય નિયતિ સાથે નિયતિએ કરેલા વ્યવહારને આપ સૌ સાથે શેયર કરવાની ઈચ્છા રોકી ન શક્યો અને આજે કલમ ઉપાડી. દિકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર , એ સુએ તો રાત પડેને જાગે તો સવાર...પપ્પા રાજેશ ભાઈની લાડકી નિયતિ, પપ્પાના મોઢે હાલરડું સાભળ્યા વગર સુતી જ નહિ. અમદાવાદનાં વરાછા ...Read More

2

ડાયરી - ભાગ - 2

ડાયરી – ભાગ ૨ નાં. નિયતીએ પપ્પા ને જોઈ એની આંખોમાં જોયા જ કર્યું અને ગોઠણ પર હાથ ઘસતા ઇશારે બોલી. નાં નાં. નથી વાગ્યું.રાજેશ ભાઈ હજુ પણ ઝળઝળિયાં સાથે દિકરીને જોઈ રહ્યા વ્હાલી ઢીંગલીએ એના નાનકડા હાથથી પપ્પાની આંખો લૂછતાં ફરી કહ્યું.સોરી. હું પડી ગઈને ? હવે આવું નહિ કરું. મંદબુદ્ધિની દિકરીની ભાષા એના પપ્પાને જ સમજાતી હતી, પપ્પા એને ભેટી પડ્યા. આસપાસથી અમુક હજુય બાપ દિકરીને જોતા હતા. આખરે બન્ને ગાડીમાં બેસી ઘરતરફ રવાના થયા. ગાડીમાં પપ્પાની બાજુમાં આગલી સીટ પર બેઠેલી નિયતિ ઘર તરફ જતા રસ્તામાં આવતી અમદાવાદની નાની મોટી દુકાનો, રીક્ષા, અને ક્યારેય ન અટકતા લોકોને જોતા જોતા ...Read More

3

ડાયરી - ભાગ - 3

ડાયરી ભાગ – ૩ આખરે રાજેશે નિયતિને લખતા શીખવ્યું અને જોતજોતામાં તો કોઈ સ્કોલર સ્ટુડન્ટની જેમ નિયતિએ લેસન પૂરું નાખ્યું, કહેવાય છે કે સ્પેશ્યલ ચાઈલ્ડ ને ઉપરવાળો કોઈ આંતરિક શક્તિ આપે છે. જે સામાન્ય લોકોથી અલગ હોય છે. નિયતિમાં પણ કોઈક એવી શક્તિ ઉપરવાળાએ આપી જ હશે. લેશન પૂરું થયું પપ્પાએ નિયતિનાં ચોપડા બેગમાં મુક્યા. અને નિયતિ ને સ્કુલ બેગ પહેરાવતા વોટર બોટલ આપી.ચાલો બેટા બ્હાર નીકળો હું ઘરને તાળું મારીને આવું છું. નિયતિ પોતાને વ્યવસ્થિત કરતા ઘરની બ્હાર નીકળી અને રાજેશ ભાઈએ બુટ મોજા પહેરીને હાથમાં લેપટોપની બેગ લીધી અને ઘરને તાળું માર્યું. નિયતિની સ્કુલ બસ ઘરની બ્હાર થોડા અંતરે ...Read More

4

ડાયરી - ભાગ - 4

ડાયરી ભાગ – ૪ હા, ક્યારે ચા પીધી, શું નાસ્તો કર્યો. સ્કુલમાં શું કર્યું. સાંજે શું રમી. રાત્રે શું બધું જ લખવાનું. તું જો આમ લખીશ ને તો તારા અક્ષર એકદમ સરસ થઇ જશે.લખીશ ને ??હા હા હું આમાં બધું જ લખીશ. આમાં હું રોજ રોજ લખીશ.બહુ બધું લખીશ. સરસ મજાની ડાયરી ને જોતા પપ્પા રાજેશભાઈને જુએ અને અચાનક નિયતિ એના વ્હાલા પપ્પાને વળગી પડે અને વ્હાલી બકી કરે.રોજની જેમ સવારે વહેલી ઉઠી આજે નિયતિ જાતે ફટાફટ તૈયાર થઇ ગઈ હતી, પપ્પાને ખબર ન પડે એમ ચુપચાપ રસોડામાં ગઈ અને ચા બનાવવાની તૈયારી કરવા લાગી, સૌથી પહેલા એણે ગેસ ચાલુ કર્યો, ...Read More

5

ડાયરી - ભાગ - 5

ડાયરી ભાગ – ૫ હા સાહેબ, મોટા સાહેબે કહ્યું કે તમારું કામ પૂરું થાય પછી જ હું જાઉં એટલે રોકાયો.ચાલ ચાલ ભાઈ મારે જલ્દી ઘરે પહોચાવાનું છે નિયતિ મારી રાહ જોતી હશે. ગાડી કામિની બેન નાં ઘર પાસે આવીને ઉભી રહી કે કામિનીબેન અને એમની દીકરી જયશ્રી ઘરની બ્હાર ટેન્શનમાં ઉભા હતા. શું થયું અવની બેન ? કામિનીબેન મને જોવા લાગ્યા એમની આંખોમાં ઝળઝળિયાં હતા..એ રડમસ સવારે બોલ્યા : નિયતિ સ્કુલેથી આવી અને મેં એને બોર્નવીટા પણ બનાવી આપ્યું , તમારા ઘરની ચાવી હતી એટલે મેં એને ઘર ખોલી આપ્યું. એને ફ્રેશ થાવું હશે. હમણાં એ ક્યાં છે ? ગાર્ડનમાં રમવા નીકળી હતી પણ..રાજેશ ભાઈનાં ...Read More

6

ડાયરી - ભાગ - 6

ડાયરી ભાગ – ૬ પપ્પા મમ્મીએ રડવાની નાં પડી છે ને ? આ સાંભળી રડતી આંખો હસી પડી અને નિયતિનાં માથે ચુંબન લીધું.બીજે દિવસે ગાર્ડનમાં નિયતિ એની બેનપણીઓ સાથે રમતી હતી..જ્યાં નિયતિ દોડતી આવી..હું તમારા માટે કઈક લાવી છું..શું લાવી છે અમને બતાડ..?આ જુઓ..કહેતા નિયતીએ એમની બેનપણીઓને એક એક ડાયરી , પેન્સિલ ગીફ્ટ આપવા માંડી..આ તમારા માટે જ છે..સરસ છે ને..?આ પેન્સિલ હું રાખીશ.આ ડાયરી મને જોઈએ..કહેતા બે ત્રણ બેનપણીઓ તો લડી પડી..આ શું કામ આવે ? એક સખીએ પૂછ્યું..પપ્પાએ કહ્યું છે કે આમાં લખવાથી અક્ષર સારા થાય..નિયતિ તરત બોલી. તો તો હું રોજ આમાં લખીશ..અને હું પણ..આમાં લખીને મમ્મીને દેખાડીશ..રાજેશ ...Read More

7

ડાયરી - ભાગ - ૭ - છેલ્લો ભાગ

હા, ચાલો સવારે સ્કુલ જવાનું છે ને ? વએહ્લા ઉઠવાનું છે..નિયતિનાં માથે હાથ ફેરવતા ક્યારે એને ઊંઘ આવી ગઈ જ નહિ પડી..પપ્પાનાં ખોળામાં જલ્દી સુવાની આદત હતી નિયતિને. રાજેશે નિયતિને બેડ પર બરાબર સુવડાવી અને અને તકિયા નીચેથી એની ડાયરી અડધી બ્હાર દેખાતી ડાયરી પર ધ્યાન ગયું..રાજેશે ડાયરી કાઢી અને વાંચવાની શરૂઆત કરી..ડાયરી ભાગ - 7 આજે પપ્પા સાથે મંદિરે દર્શન કર્યા , ચોકલેટવાળું દૂધ પીધું...સ્કુલ બસ માં મુકવા આવી...રાજેશ ભાઈએ વાંચતા વાંચતા પાના ઉથલાવવા માંડ્યા..આગળ લખ્યું હતું...આજે મને ક્લાસમાં સરે વેરી ગુડ આપ્યું...વિનીતા નો આજે બર્થડે હતો એને ચોકલેટ આપી , સ્કૂલબસ માં બધી બેનપણીઓ સાથે અંતાક્ષરી રમ્યા હું ...Read More