વનિતા ની વેદના

(13)
  • 13.3k
  • 2
  • 4.5k

પ્રૌઢ ઉંમર ના પડથારે પહોંચેલી વનિતા.ધર માં આના પહેલાં આટલી ખુશી ક્યારે છવાયેલી એ વાતો નેં વરસો નાં વહાણાં વાયી ગયા . પરિવાર નો નાનો એવો વિખરાતા-વિખરાતા વધેલો માળો પણ આજે દરેક નાં ‌ચહેરા પર પ્રસન્નતા સજ્જ સ્મીત ચમકી રહ્યું છે પણ વનિતા ધર ની ઓસરી નાં કોરે એકલી બેઠેલી ગાઢ વિચારો નાં વમળમાં વલોવાઈ રહી હતી. કવિ અમૃત ધાયલ ની પંક્તિ ની જેમ "દુઃખ વગર,દદૅ વગર, દુઃખ ના કારણ વગર ક્યારેક મન વલોવાઈ છે, વલોપાત વગર. મહેમાનો નો મેળાવડો જામેલ ઘર સાથે જાણે એકસાથે કાબરો ની ‌ વરસો પછી થયેલ મુલાકાત અને એમાંથી ઉદ્ભવતો કલબલાટ ,અતર ની મંદ મંદ

New Episodes : : Every Friday

1

વનિતા ની વેદના - 1

પ્રૌઢ ઉંમર ના પડથારે પહોંચેલી વનિતા.ધર માં આના પહેલાં આટલી ખુશી ક્યારે છવાયેલી એ વાતો નેં વરસો વહાણાં વાયી ગયા . પરિવાર નો નાનો એવો વિખરાતા-વિખરાતા વધેલો માળો પણ આજે દરેક નાં ‌ચહેરા પર પ્રસન્નતા સજ્જ સ્મીત ચમકી રહ્યું છે પણ વનિતા ધર ની ઓસરી નાં કોરે એકલી બેઠેલી ગાઢ વિચારો નાં વમળમાં વલોવાઈ રહી હતી. કવિ અમૃત ધાયલ ની પંક્તિ ની જેમ "દુઃખ વગર,દદૅ વગર, દુઃખ ના કારણ વગર ક્યારેક મન વલોવાઈ છે, વલોપાત વગર. મહેમાનો નો મેળાવડો જામેલ ઘર સાથે જાણે એકસાથે કાબરો ની ‌ વરસો પછી થયેલ મુલાકાત અને એમાંથી ઉદ્ભવતો કલબલાટ ,અતર ની મંદ મંદ ...Read More

2

વનિતા ની વેદના - 2

મધ્યમવર્ગીય ખેડૂત પરિવારમાં પાંચ બહેનો અને કેટલીય માનતા અને ટેક રાખ્યાં બાદ જન્મેલ ખોટ નો ભાઈ એમાં સૌથી વનિતા. ખેડૂત પુત્રી હોવાથી ભરપૂર માત્રામાં મહેનત, પ્રામાણિકતા અને ધૈર્ય તેને લોહી નાં વારસામાં જ મળેલાં. ઢીંગલા-પોતિયા થીં રમવાની ઉંમરે જ પોતાના નાનાં ભાઈ-બહેન નેં રમાડવાની જવાબદારી શિરે હતી, ખુબ જ હોંશે ‌પોતાના બા વાડીએ થી ના આવે ત્યાં સુધી ભાઈ બહેનો ને સાચવતી એની ભણવાની ઉંમર માં ભાત બનાવી તે બનાવેલ ભાત આપવા ખેતરે દેવાં જવામાં જ જતી રહી.સમય સાથે બાર વરસ પુરા કરી દેવદિવાળી ના દિવસે તેરમાં વરસમાં બેઠી."સાંભળે છો વનિતા ની મા ,આજે મે'માન આવવાનાં છે ...Read More

3

વનિતા ની વેદના - 3

વ્હાલી વનિતા બધું કુશળ હશે, તારું અને મારું મળવાનું બન્યું નથી પણ હું જલ્દી જ આવીશ, તારાં મુખ નેં નિહાળવા,તને બોલતી સાંભળવાં. - તારો થનારો પતિ પ્રવિણ. ટપાલી એ આપેલ કવર માંની ટપાલ માં લખેલ દરેક શબ્દ વ્હાલ વરસાવતા હતા અને એ વ્હાલ નાં વરસાદ ની દરેક બુંદ થીં વનિતા મન માં મલકાતી અને આતો પહેલાં પ્રેમ નો પહેલો પત્ર , હૈયાં નો હરખ મુખ પર સ્મિત બની વહેતો હતો અને સુંદર ચહેરો લાવણ્યમય થઈ વધુ સુંદર ...Read More

4

વનિતા ની વેદના - 4

કાર્યેષુ મંત્રી,કરણેષુ દાસીભોજયેષુ માતા, શયનેષુ રંભાધર્મેનુકુલા ક્ષમયા ધરિત્રીભાર્યા ચ ષાડગુણયવતી દૂલભૉ."એક પતિ ને જે ગુણો‌ તેની પત્ની માં જોઈએ તમામ ગુણો નો એકસામટી કંડારેલી મૂર્તિ સુંદર , સોહામણી અને સુશિલ. સપ્તપદીના સાત પગલાં ભરી, સ્વપ્ન સજ્જ આંખો નાં આકાશ માં દરેક નવોઢા ને હોય એવાં અરમાન લઇ,હવે થી શરૂ થનારા નવજીવનનો અદ્ભૂત ઉમળકા સાથે આંખો માં પ્રિત નું કાજલ આંજી, સંસ્કાર ની સોડમ સાથે, પ્રામાણિકતા નું પાનેતર ઓઢી આ મોટા ધર માં વહું બની આવેલ વનિતા.સાસરીયા માં સસરા અને સાથે સસરા નાં બે ભાઈઓ નો સંયુક્ત પરિવાર, ઓળખતી તો કોઈ ને નહોંતી પણ દરેક નેં વ્હાલાં બનવાનાં ઓરતા જરૂર ...Read More