મારી નવલિકાઓ

(264)
  • 68.1k
  • 14
  • 28.5k

પીટર કાગળ વાંચી મૂંઝવણમાં પડ્યો. હજુ બે મહિના ઉપર તો સેમ સાથે એક હજાર ડૉલર મોકલી ગીરવે મુકેલું ખેતર છોડાવેલું, આ બીજા બે અઢી હજાર ડૉલર લાવવા ક્યાંથી? ડોહાને જાણે એમ કે અહીં અમેરિકામાં પૈસાનાં ઝાડ ઊગતાં હશે.! રોબર્ટે તેને શાંત પાડવા પ્રયત્ન કર્યો. પીટર શું વાત છે ? કેમ આટલો બધો ગુસ્સામાં છે? પીટરે કાગળ રૉબર્ટ તરફ ફેંકીને કહ્યું, ‘લે વાંચ!!’ રૉબર્ટે કાગળ હાથમાં લઈ વાંચ્યો. ચિ. પીતાંબર, ઝુલાસણથી લખનાર રણછોડદા ના આશીર્વાદ. જત જણાવવાનું કે ચિ. સવિતાનાં ઓણસાલ વઈશાખમાં લગન લીધાં છે.વળી કમુના સોમલાનું પણ નક્કી કર્યું છે. તારા નાના કાકા જશિયાની છોડીનું પણ લગન લેવા વિચારે

Full Novel

1

મારી નવલિકાઓ - (૧)

પીટર કાગળ વાંચી મૂંઝવણમાં પડ્યો. હજુ બે મહિના ઉપર તો સેમ સાથે એક હજાર ડૉલર મોકલી ગીરવે મુકેલું ખેતર આ બીજા બે અઢી હજાર ડૉલર લાવવા ક્યાંથી? ડોહાને જાણે એમ કે અહીં અમેરિકામાં પૈસાનાં ઝાડ ઊગતાં હશે.! રોબર્ટે તેને શાંત પાડવા પ્રયત્ન કર્યો. પીટર શું વાત છે ? કેમ આટલો બધો ગુસ્સામાં છે? પીટરે કાગળ રૉબર્ટ તરફ ફેંકીને કહ્યું, ‘લે વાંચ!!’ રૉબર્ટે કાગળ હાથમાં લઈ વાંચ્યો. ચિ. પીતાંબર, ઝુલાસણથી લખનાર રણછોડદા ના આશીર્વાદ. જત જણાવવાનું કે ચિ. સવિતાનાં ઓણસાલ વઈશાખમાં લગન લીધાં છે.વળી કમુના સોમલાનું પણ નક્કી કર્યું છે. તારા નાના કાકા જશિયાની છોડીનું પણ લગન લેવા વિચારે ...Read More

2

મારી નવલિકાઓ - (૨)

(૨) ઘીના ઠામમાં ઘી. લગ્ન બાદ હનીમુન થી આવ્યા બાદ હું સાસરે આવી. મનોજ ઉચ્ચ હોદ્દેદાર હોવાથી કંપનીના બંગલામાં રહેતો હતો.તેની કંપની શહેરથી દુર હતી. કંપનીએ તેના સ્ટાફ અને કામદારોના વસવાટ માટે શહેરી સુખ સગવડો વાળી તેની પોતાની કોલોની બાંધી હતી. મનોજનો બંગલો ચાર બેડરૂમનો વિશાળ હતો. બંગલાની ફરતે સુંદર બાગ હતો. તેમાં સુંદર જતજાતના ફુલ છોડ હતા. બાગકામ કરવા માળી આવતો.બંગલાના આઉટ હાઉસમાં કામવાળી બાઈ રહેતી હતી. બાઈ ઘરકામ કરવા આવતી અને તેનો વર કંપનીમાં નોકરી કરતો.મનોજના મા-બાપ કુટુંબ સાથે શહેરમાં રહેતા હતા. અહિં અમે બે ફક્ત એકલા જ રહેતા હતા. સમયની પાંખે દસકો ક્યાં ઉડી ગયો ...Read More

3

મારી નવલિકાઓ ( ૩)

તુમ ના જાને કિસ જહાં મેં ખો ગયે ....! (નોંધઃ- સત્ય ઘટના આધારિત નવલીકા. પ્રસંગ (દુર્ઘટના સ્વર્ગવાસ ૨૪-૧૦-૧૯૯૭ શુક્રવાર વદ ૦૯ સંવત ૨૦૫૩) સત્યહકીકત છે, પણ પ્રસંગને વાર્તારૂપ આપવા માટે શબ્દોના સાથિયા પૂરવામાં આવ્યા છે તો ક્ષમા ચાહુ છું.) તરૂણ જાણીતી ફાર્માસ્યુટિકલ કમ્પનીમાં કામ કરતો હતો અને તમન્ના ગૃહિણી હતી. તેઓ કમ્પનીના ક્યાર્ટરમાં રહેતા.ફાર્માસ્યુટિકલ કમ્પની એટલે દવાઓના પ્રોસેસ સતત ૨૪ કલ્લાકચાલુ રહે. તેથી દિવસના ત્રણ ભાગને શીફ્ટમાં વિભાજીત કરવામાં આવે; આમ પહેલી, બીજી અને ત્રીજી પાળીમાં કામ ચાલે. શીફ્ટનું શીડ્યુલ અઠવાડિક રહે. સોમ થી શની અને રવીવારે (ઓફ ) રજા. તરૂણને શીફ્ટની નોકરી ...Read More

4

મારી નવલિકાઓ - 4

પ્રેમ તરસ્યા પારેવા સુકુમાર અને સુલોચના ગુજરાત કૉલેજમાં સાથે અભ્યાસ કરતા હતા તેઓ એકમેકના બહુ જ સારા બની ચુક્યાં હતાં તેઓ કૉલેજની હર પ્રવૃતિમાં ભાગ લેતા હોવાથી કૉલેજીયનોમાં તે સુકુ સુલુની જોડી તરીકે જાણીતા હતા અને કૉલેજના એન્યુઅલ ડે ના નાટક "સુંદર વન"થી તો આ જોડી ગુજરાત કૉલેજમાં જ નહિં પરન્તુ સારાયે અમદાવાદ શહેરના બધા જ કૉલેજીયનોમાં પ્રસિધ્ધી પામી ચુકી હતી. અને સુલુના કોકીલ કંઠે મીઠાશ અને લહેકાથી ઉચ્ચારયેલ " તમે કેવા મ...જ્જાના માણસ છો" વિદ્યાર્થી જગતમાં બોલીવુડના ડાયલોગ જેવું અમર થઈ ગયું હતું. ત્રણ વર્ષ પસાર થઈ ગયાં.અભ્યાસનો સમાપ્તિ કાળ.પરીક્ષાનું છેલ્લું પેપર આપી બંન્ને બહાર નીકળ્યા.મારા ...Read More

5

મારી નવલિકાઓ ૫

ડાયાસ્પોરાના વઘુ ચમકારા ઉમાકાંત મહેતા. દાનવીર નગીનદાસ શેઠ અને સફળતા એકબીજાના પર્યાયરૂપ બની ગયા હતા.જ્યાં નગીનદાસ શેઠ હોય ત્યાં સફળતા હોય અને જ્યાં સફળતા હોય ત્યાં નગીનદાસ શેઠ હોય.સફળતાનગીનદાસ શેઠની પાછળ પડી હતી કે નગીનદાસ શેઠ સફળતાની પાછળ પડ્યા હતા તેની કોઈને ખબર નહોતી.જે જે ઉદ્યોગ-ધંધામાં તેમણે પદાર્પણ કર્યું હોય ત્યાં તેમને પગલે સફળતા આવી જ હોય.જેમ નાનું બાળક વડીલની આંગળી પકડી ચાલતાં શીખે તેમ કોઈ પણ માંદો ઉદ્યોગ નગીનદાસ શેઠ હાથમાં લે એટલે સફળતા તેમની આંગળી પકડે, અને માંદો ઉદ્યોગ નગીનદાસ શેઠની આંગળી પકડી ઊભો થઈ દોડવા લાગે. નગીનદાસ શેઠ ...Read More

6

મારી નવલિકાઓ ૬

રક્ષા બંધન--पवित्र रिश्ता "કોણ હલાવે લીંમડી અને કોણ ઝૂલાવે પીપળી, ભાઈની બે'ની લાડકી ભઈલો હલાવે ડાળખી;" અરે ! આ ગીત કેમ મને આજે સ્ફુરી આવ્યું? શું મારા ભાઈલાના કૈં માઠા સમાચાર હશે ? લાવ ફોન કરી પૂછી જોઉ. આમ કહી ભદ્રાબહેન સોફામાંથી એકદમ ઉભા થઈ ટેલીફોન પાસે આવ્યા.ટેલીફોન ટેબલ પાસે ગુજરાતી કેલેન્ડર લટકતું હતું. તેના ઉપર બાલકૃષ્ણનો સુંદર ફોટો હતો.બાલકૃષ્ણ નટખટ મુખમુદ્રામાં આછા મધુર સ્મીતભર્યા મલકતા મુખે ઉભા છે. માતા યશોદા તેને ધમકાવતી ક્રોધીત મુદ્રામાં ઉભા છે. કેલેન્ડરમાં ઑગસ્ટ માસ દર્શાવતાં પાના ઉપર લાલ અક્ષ્રરની તારીખ અને તેની નીચે 'રક્ષા બંધન'' લખેલા શબ્દો ઉપર તેમની નજર સ્થિર ...Read More

7

મારી નવલિકાઑ ૭

बदलते रिश्ते (બદલતે રિશ્તે) https://youtu.be/HbzSEaEjbB0 " સુખના સુખડ જલે રે મનવા, દુખના બાવળ બળે રે મનવા ,દુખના બાવળ બળે " વેણીભાઈ પુરોહિત. "પાદરડું ખેતર 'ને પગમાં વાળા, અંધારી રાત ’ને બળદિયા કાળા, વઢકણી વહુ ’ને પડોશમાં સાળા, એટલા ના દે જો દ્વારકાવાળા." જીવનમાં સુખી થવું કોને ન ગમે? આપણા બધાની દોટ જ સુખ તરફની હોય છે. પણ સુખી થાય છે કેટલા? " સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ: સુખં વાન્યકથાર" સુખના અર્થે જ લોકો કર્મ કરે છે, છતાં પામે છે સુખના નાશને. શિવાભાઈ ચતુરભાઈ ગામના આગેવાન પટેલ. રઈબાનો એકનો એક પુત્ર લાડકોડમાં ઉછરેલો. બાપા નાની ઉંમરમાં મુકી ...Read More

8

મારી નવલિકાઓ ૮

‘ફ્રોઝન સ્માઈલ’ હૃદયને ક્યારેક તમ્મર આવે છે.બુધ્ધિને ક્યારેક ચક્કર આવે છે. ઘટના કદીક એવી સર્જાય છે,જે લાગણીને પથ્થર બનાવે છે. દેવિકાબહેન ધ્રુવ મધ્યમ વર્ગના માનવીનું ધ્યેય, ભણ્યા પછી નોકરીની તલાશ.! કૉલેજને પગથિયેથી ઉતરીને સીધા જ નોકરી માટે દોડવાનું હતું. ગ્રેજ્યુએશન કર્યા પછી ઘરનુ આંગણું મુકી સીધા નોકરીએ પગરણ માંડ્યાં.કંપનીએ રહેવા માટે ક્વાર્ટરની સગવડ આપી હતી. ફાવી ગયું અને રહી પડ્યા ત્યાં લાગલાગટ ૩૨ વર્ષ. રીટાયર્ડ થયા. કંપની કહે ચાલો ક્વાર્ટર ખાલી કરો.આ તો પ્રાયવેટ કંપની.! ભારત સરકારની મીનીસ્ટરી થોડી છે કે ખુરશી છોડ્યા પછી બંગલો નહિ છોડવાનો ? બિસ્તરા પોટલા બાંધ્યા અને ઘર પ્રતિ ...Read More

9

મારી નવલિકાઓ ૯

ખૂન કા બદલા ......? તન્મય અને તારિકા આદર્શ દંપતિ.ખાધેપીધે સુખી ને સંતોષી. પારિતા અને પ્રવિણ બે સંતાનો. પારિતા મોટી, અને શાણી અને બહેન હોવાથી નાના ભાઈલાનું વિશેષ ધ્યાન રાખે.મમ્મી બંન્નેને સરખો નાસ્તો આપે તો પણ પોતાના નાસ્તામાંથી અર્ધો ભાગ ભાઈને આપી તેને રાજી રાખે. રમકડાંમાં પણ એવું ભાઈને ગમતું તેને વિના સંકોચે પ્રેમથી આપી દે.આવું સુખી અને સંતોષી કુટુંબ. પારિતાને સારા સંસ્કારી ખાનદાન પરિવારમાં વળાવી ને પ્રવિણ કોલેજના છેલ્લા વર્ષમાં. તારિકા બહેને તન્મયભાઇ સમક્ષ પ્રસ્તાવ મુક્યો. હવે બધું ઠેકાણે પડ્યું છે, તો શ્રીજીના દર્શન કરી આવીએ. આવતો વર્ષે તો પ્રવિણ ભણી પરવાર્યો હશે અને પારિતાને ત્યાં પણ લાલજી ...Read More

10

મારી નવલિકાઓ ૧૦

નિવૃત્ત થયા પછી ! અધુરા અરમાન ! આ કવિએ સાચું જ કહ્યું છે કે *જીવન નીકળતું જાય છે* આંખ ખોલીને આળસ મરડવામાં.. પુજા-પાઠ ને નાહવા-ધોવામાં.. દિવસભરની ચિંતા કરવામાં.. ચા ઠંઙી થઈ જાય છે.. *.... જીવન નીકળતું જાય છે.* ઓફિસની ઉલ્ઝનોમાં... પેન્ડીંગ પડેલ કામોમાં.... તારાં મારાંની હોડમાં... રૂપીયા કમાવવાની દોડમાં... સાચું-ખોટું કરવામાં... ટીફીન ભરેલ રહી જાય છે... *.... જીવન નીકળતું જાય છે.* મેળવ્યું એ ભૂલી જઈ.. ન મળ્યું એની બળતરા થાય છે... હાય-હોયની બળતરામાં સંધ્યા થઈ જાય છે... ઉગેલો સૂરજપણ અસ્ત થઈ જાય છે. *..... જીવન નીકળતું જાય છે.* તારા-ચંદ્ર ખુલ્લા આકાશમાં... ઠંડો પવન લહેરાય છે તો ...Read More

11

મારી નવલિકાઓ ૧૧

શ્રી કાન્ત, “રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ, પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ, દુઃખદર્દ એવાં કે તમે પણ ન રહ્યાં યાદ." .......મરીઝ આજે આ છેલ્લો પત્ર તને લખી રહી છું, आखरी खत` ( છેલ્લોપત્ર ) તે તને પહોંચશે કે નહિં તેની મને ખબર નથી. અરે ! આ પત્ર તારા હાથમાં આવે કે ના આવે, તું વાંચે કે ના વાંચે કશો ફરક પડે તેમ નથી.અહિં ચિંતા જ કોને છે ? આ તો મારો મિથ્યા પ્રલાપ છે, મારી ઊર્મિની લાગણીનો ફુવારો ફુટ્યો છે. આ બહાને હું મારૂં હ્રદય હળવું કરી રહી છું. હાં ! ...Read More

12

મારી નવલિકાઓ - ૧૨

પરમ પૂજ્ય શ્રી ગણપતી દાદાને હાથીનું માથું કેમ ? (બાળ વાર્તા.) મિત્રો હમણાં જ આપણો શ્રાવણ માસ પુરો થયો આપણે ભગવાબ શ્રી કૃષ્ણનો જન્મ દિવસ જન્માષ્ટમી ઘણી ધામધુમથી ઉજવ્યો અને હવે આવશે ગણપતી બાપ્પા મોર્યા ' નો જન્મદિવસ ' ગણેશ ચતુર્થી ' તારીખ ૧૯મી સપ્ટેમ્બર બુધવારે, જો જો દોસ્તો ભુલી ના જતા હોં !! પણ દોસ્તો ,પૂજ્ય ગણપતીદાદાને હાથીનું માથું જોઈ મને નવાઈ લાગી. મેં મારા દાદાજીને પુછ્યું કે "દાદાજી આમ કેમ ? આપણા બધા જ ભગવાનને આપણા જેવા જ માણસના માથા હોય છે,જ્યારે આ ગણપતી દાદાને હાથીનું માથું કેમ ? જ્યારે હું તોફાન કરૂં છું ત્યારે ...Read More

13

અમે બરફના પંખી

અમે બરફના પંખી કથા વસ્તુ. ઘરની બહાર,દેશની બહાર નીકળીએ ત્યારે અવનવા અનુભવો થાય.નવું જાણવાનું, જોવાનું મળે. મિત્રો,સગા-સંબંધીઓને કહેવાનો ઊમળકો થાય,તેમને પણ નવું જાણવાની જીજ્ઞાસા જાગે.અમેરિકા વિષે અત્યાર સુધી ઘણા મુલાકાતીઓએ ઘણું બધું લખ્યું છે. પ્રશ્ન એ થાય છે કે અમેરિકા વિષે નવું શું લખવું ? આપણા વરિષ્ટજનો- સીનીયર સીટીજનો- ભારત દેશમાં મુક્ત અને સ્વૈરવિહારથી ટેવાયેલા હોય છે.નયન નેનપુર અને કાન કાનપુર મુકીને શારીરિક પંગુતા લઈને અમેરિકા જેવા ઠંડા પ્રદેશમાં આવે છે ત્યારે પેંગ્વીન જેવા પાંખો હોવા છતાં ઊડી ના શકતાં બરફના પંખી જેવું પરાવલંબી જીવન જીવવું પડે છે. તેઓની વ્યથા અને કથા અને અમેરિકાનું વાતાવરણ, રહેણી કરણી તથા ...Read More

14

ઘેરી ચોટ

ચોટ. " દિલ કી લગી કો કયા કોઈ જાને......? " વલસાડ જીલ્લાની સૂરત પલટાવનાર અને અતુલની જીવાદોરી, પાર નદી પાયખડ (મહારાષ્‍ટ) પાસેથી નીકળે છે. અને અરબી સમુદ્રમાં મળે છે. તેની કૂલ લંબાઇ ૫૧ કિ.મી. છે, અને સ્‍ત્રાવક્ષેત્ર ૯૦૭ ચો.કિ.મી. છે. આમ તો તે શાંત સલિલ સરિતા છે, પરન્તુ ઉનાળાની ઋતુમાં આંબા ઉપર મંજરીઓ મોહોરે, અને યુવા હૈયા ઉન્માદે ચઢે અને ઝાલ્યા ના રહે તેમ વર્ષાના નીર પાર નદીને ઉન્મત્ત બનાવે છે. તે સ્વૈર વિહારે નીકળી પડે છે. તેનું રૌદ્રરૂપ જોવા જેવું હોય છે. આ રૌદ્ર સ્વરૂપા પારનો પરચો ઘણાને થયો છે. ૧૯૫૬ નો જુલાઈ મહિનો. બાલિકાઓના અલૂણા વ્રતના દિવસો. ...Read More

15

ચરોતરની નારી....

ચરોતરની નારી ભરાવે અમેરિકનને પાણી. સ્વપ્ન એ આખરે સ્વપ્ન જ હોય છે, જ્યાં સુધી તેને ઉઠીને સાકાર ન કરો. નથી થતું ધારેલું જીવનમાં, છે જ જીવન અણધારેલું મધ્ય ગુજરાતનો ચરોતર સમૃધ્ધ પ્રદેશ.પૈસે ટકે સુખી. ખેતીવાડીની આવક.સુખી પરિવારના નબીરાઓ ઝાઝું ભણતર નહિ. બાપ દાદાની મિલ્કત પર સ્વપ્નોમાં રાચે.પરદેશની જાહોજલાલીની વાતો સાંભળી ત્યાં જવાના રસ્તા શોધે. કાકા મામાના સગપણ શોધે, કોઈ લેભાગુ ટ્રાવેલ એજન્ટની ચુંગાલમાં ફસાય. પરદેશથી આવતા મુરતિયાની શોધમાં દોડાદોડ કરે.પરદેશથી કોણ આવ્યું તેની તપાસમાં રહે, અને આવનારની આગતા સ્વાગતા કરે. તેની પાછળ પડાપડી કરે. કોઈ જાતની તપાસ કે ખાત્રી સિવાય ફક્ત તે પરદેશથી આવ્યો છે એટલું ધ્યાનમાં લઈ આછી પાતળી તપાસ કરે. ન ...Read More