ટૂંકી વાર્તા સંગ્રહ

(81)
  • 55.3k
  • 1
  • 15.9k

✍️ઓટલો✍️સંતોકબેન રોજ ટપાલી ને કુરીયર વાળા નો જીવ ખાઈ જાય છે આજે પણ ...... હવે તો એ લોકો એમની નજરથી બચવા ની કોશિશ કરે છે, કેમકે આ તો રોજ નું થયું. ટપાલી ને કુરીયર વાળા નાં આવવાનાં સમયે સંતોકબેન ઓટલે બેસીને પુછતા જ રહે છે કે , "હે અલ્યા , મારા છોકરાઓએ મારી ટપાલ કે ટિકિટ મોકલી છે મને અંબેરિકા તેડાવા માટે "??... એમનાં બંને દિકરા જતીન અને જયેશ અમેરિકા છેલ્લા આઠ વર્ષથી વસી ગયાં છે... ભણવા માટે ગયાં એ ગયાં.. પછી ત્યાં જ N.R.I.છોકરીઓ સાથે લગ્ન

New Episodes : : Every Tuesday

1

ટૂંકી વાર્તા સંગ્રહ - ૧

✍️ઓટલો✍️સંતોકબેન રોજ ટપાલી ને કુરીયર વાળા નો જીવ ખાઈ જાય છે આજે પણ ...... હવે તો એ લોકો એમની નજરથી બચવા ની કોશિશ કરે છે, કેમકે આ તો રોજ નું થયું. ટપાલી ને કુરીયર વાળા નાં આવવાનાં સમયે સંતોકબેન ઓટલે બેસીને પુછતા જ રહે છે કે , "હે અલ્યા , મારા છોકરાઓએ મારી ટપાલ કે ટિકિટ મોકલી છે મને અંબેરિકા તેડાવા માટે "??... એમનાં બંને દિકરા જતીન અને જયેશ અમેરિકા છેલ્લા આઠ વર્ષથી વસી ગયાં છે... ભણવા માટે ગયાં એ ગયાં.. પછી ત્યાં જ N.R.I.છોકરીઓ સાથે લગ્ન ...Read More

2

ટૂંકી વાર્તા સંગ્રહ - ૨

✍️સરવાળો✍️સુમીરા ને બાજુની કેબીન માં થી જોરજોર થી બોલવાનો અવાજ આવવા લાગ્યો... સુકેન એનાં એકાઉન્ટન્ટ ને કંપનીના ખાતાં નો મળતો નહોતો એટલે એને બોલી રહ્યો હતો... "શામળભાઈ , તમને હજુ પણ આ ખાતાઓ મેળવવા માં કેમ તકલીફ પડે છે?આટલા વર્ષો પછી તો માણસને કોઈ પણ ખાતું ટેલી કરતાં આવડી જ જવું જોઈએ." સુકેન રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ને બોલ્યો. સુમીરા સ્વગત મનમાં બોલી ," સુકેન , ત્રણ આંગળીઓ પોતાની તરફ છે એ તને કોણ સમજાવશે.? કે સંબંધોનાં ખાતાઓ નાં સરવાળા પણ મેળવવા પડે છે"....... -ફાલ્ગુની શાહ © ...Read More

3

ટૂંકી વાર્તા સંગ્રહ - 3

ગર્ભિત અજવાળુંઅંદર પાણીમાં ખૂબ જ અંધારું હતું.ગરમ હુંફાળા પાણીમાં એને બહુ જ મજા આવતી હતી.એક વ્યક્તિ એને અત્યંત પ્રેમ રહી હતી.એની‌ અનહદ કાળજી લ‌ઈને આળપંપાળ કરતી હતી.દિવસ ઉગે ને એને સાચવનારનો હરખ બમણો થઈ જાય.ને રાત પડે ને હૂંફાળા પાણીમાં એનો ઉમંગ અસીમિત થાતો.એને અંદર સરસ મજાની વાતો સંભળાતી હતી. એનાં આવવાની રાહ જોવાતી હતી.એને ઉની આંચ ના આવે ક્યાંય , એવા સુરક્ષા કવચ માં એપોતાની જાતને સુરક્ષિત અનુભવતી ને પાણીમાં દુનિયાની તરણ સ્પર્ધા જીતી લીધી હોય એટલી ખુશખુશાલ થતી હતી.અંધારૂં હતું છતાંય કોઈ ડર નહીં , કોઈ સંદેહ નહીં , સહેજપણ પોતાના અસ્તિત્વ ની ફિકર નહીં. કોઈ રોકટોક ...Read More

4

ટૂંકી વાર્તા સંગ્રહ - 4

✍️ મેસેજ ✍️જતીને પત્ની રીનાને આપેલી જન્મદિવસની પાર્ટીથી ખુદ રીના અને બંનેનાં સગાંવહાલાં , દોસ્તારો , ને વેપારી વર્તુળ જ આશ્ચર્યચકિત થઈ ગયા.બધા જ રીનાને ખૂબ જ નસીબદાર કહેતાં. એ આખી રાત રીના મનનાં આકાશમાં ખુશ થઈને ગર્વથી વિહરતી રહી...પોતાને ખૂબ જ સારો પતિ મળવા માટે અભિમાન આવી ગયું. શાંત મને અવિરત વિચારતા વિચારતા ક્યારે રીનાને નીંદર આવી ગ‌ઈ એ ખબર જ ના રહી..!! થોડાંક દિવસ પછી જતીન બિઝનેસનાં કામથી સીંગાપોર રવાના થઈ ગયો. એ આખુંય અઠવાડિયું રીના જતીનને મીસ કરતી ...Read More

5

ટૂંકી વાર્તા સંગ્રહ - 5

? વરણાગી વૈભવ ?ગામડે જમીનો વેચીને નટવરલાલે શહેરના "પોશ" એરિયામાં ચાર કરોડ નો બંગલો હરખાઈને ગ‌ઈ ધૂળેટીના દિવસે ખરીધ્યો. બીજે જ દિવસથી આખોય બંગલો પાડીને જમીન દોસ્ત કરવાનું શરૂ કર્યું. બંગલાની સાથે સાથે એની ફરતે અને ફળિયામાં લહેરાતા લીમડા , તુલસી , આસોપાલવ, ગુલમહોર અને કણજીનાં ઘટાદાર વૃક્ષો અને અન્ય નાનાં નાનાં કુદરતી સુંદર ઝાડ-વેલાનો પણ જડમૂળથી નાશ કરી દીધો. એક જ વર્ષમાં નવો બંગલો પણ તૈયાર થઈ ગયો. આ ધૂળેટી એ જાજરમાન વાસ્તુ પણ કર્યું. ને એનાં બીજા જ દિવસે નટવરલાલે બંગલાનાં આંગણાં ને શોભાવવા માટે "લીલી હરિયાળી" નર્સરીમાં પાંચ બોન્સાઈ , દસ કેક્ટસ, છ ફ્લાવર પોટ ...Read More