અસમંજસ

(586)
  • 48.5k
  • 25
  • 17k

સાંજનો સમય હતો, પક્ષીઓ પોતાનાં માળામાં પાછાં ફરી રહ્યા હતાં,સૂર્ય પોતાના નિયત સ્થાનેથી વિદાય લઈ રહ્યો હતો ,અને ચંદ્રનાં આગમનને હજી થોડો સમય બાકી હતો. આકાશમાં કેસરી અને વાદળી રંગનો સમન્વય થઈ રહ્યો હતો. તે સમયે મહેશ્વરી હાઉસની નજીક નીરવ શાંતિ છવાયેલી હતી. પરંતુ

Full Novel

1

અસમંજસ - 1

સાંજનો સમય હતો, પક્ષીઓ પોતાનાં માળામાં પાછાં ફરી રહ્યા હતાં,સૂર્ય પોતાના નિયત સ્થાનેથી વિદાય લઈ રહ્યો હતો ,અને ચંદ્રનાં હજી થોડો સમય બાકી હતો. આકાશમાં કેસરી અને વાદળી રંગનો સમન્વય થઈ રહ્યો હતો. તે સમયે મહેશ્વરી હાઉસની નજીક નીરવ શાંતિ છવાયેલી હતી. પરંતુ ...Read More

2

અસમંજસ - 2

આપણે આગળનાં ભાગમાં જોયું કે , મેઘા અમદાવાદ તેનાં મમ્મી - પપ્પાનાં ઘરે જવા નીકળે છે. ટ્રેનમાં બેસતાં જ વિચારો પાછાં તેનાં મનમાં ચાલુ થઈ જાય છે. તેથી તે આ વિચારોમાંથી બહાર નીકળવા પોતાનાં કોલેજનાં વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરે છે , પરંતુ ત્યાં જ તેના ધ્યાનમાં આવે છે કે એક અજાણ્યો નંબર ગ્રુપમાં એડ થયેલો છે. ત્યાં જ એ નંબર પરથી " Hiii! I Am Rohan...!" આવો મેસેજ આવે છે. આ મેસેજ જોતાં જ મેઘાનાં ચહેરાની રેખાઓ તંગ થઇ જાય છે...મેઘાના ચહેરાની રેખાઓ કેમ તંગ થઇ ગઇ આ મેસેજ જોઈને??... ...Read More

3

અસમંજસ - 3

આપણે આગળનાં ભાગમાં જોયું કે, બધાં જ કૉલેજનાં મિત્રો મળવાનાં હોય છે. આ મુલાકાતમાં રોહન પણ આવશે જ...! તો રોહનનો કેવી રીતે સામનો કરશે...??!! મેઘા અને રોહન મળશે પછી બંને વચ્ચે શું વાત થશે...?? શું મેઘા તેના લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યા રોહનને જણાવશે કે નહિ....???!!!ચાલો જાણીએ આગળ.......#__________________*__________________# મેઘાને તૈયાર થવામાં એક કલાક ઉપર થઈ ગયો. તેણે બ્લેક કલરની જેગિંસ,બ્લેક ટોપ અને એની ઉપર કલરફૂલ ક્રોપ ટોપ પહેર્યું.ત્યાં સુધી તો અંકિતા પણ આવી ગઈ હતી. ...Read More

4

અસમંજસ - 4

આપણે આગળનાં ભાગમાં જોયું કે, કુનાલ અંકિતાને પ્રપોઝ કરે છે...! તો હવે અંકિતા હા પાડશે કે નહિ...??!! બીજી તરફ રોહનને આટલાં સમય પછી એકલી મળશે તો તેમની વચ્ચે શું વાત થશે...???!!!ચાલો જાણીએ આગળ.......#___________________*__________________# ત્યારબાદ રોહને પરિસ્થિતિને હળવી કરતાં કહ્યું, અંદર ચાલ , આપણે અલગ જ ફરવું પડશે. મેઘાએ હકારમાં માથું હલાવ્યું, બંને અંદર આવ્યાં. બંને થોડું અંતર રાખીને ચાલવા લાગ્યાં. મેઘાએ મૌન તોડતાં પૂછયું, "બેંગ્લોરમાં એકલાં ફાવે છે.? રોહને જવાબ આપતાં કહ્યું, "એકલો ક્યાં છું.!, મારી એકલતા ...Read More

5

અસમંજસ - 5

આપણે આગળનાં ભાગમાં જોયું કે, કુનાલ-અંકિતાનાં લગ્નમાં રોહન અને વિશાલનો આમનો - સામનો થશે...! શું વિશાલને રોહન વિશે ખબર જશે...??!! રોહનને વિશાલ-સૌમ્યાની કોઈ માહિતી મળશે...???!!!ચાલો જાણીએ આગળ.......#___________________*__________________# મેઘા ફૉન મૂકીને મેગેઝીન વાંચવામાં વ્યસ્ત થઈ ગઈ. બીજા દિવસે સવારે મેઘા ઊઠીને સૌથી પહેલાં ફૉન હાથમાં લે છે. દરરોજની જેમ રોહનના બે મેસેજ હોય છે. એક તો " Good Morning"નો અને બીજો મેસેજ એ હોય છે કે, "Call Me". મેઘા "Ok" નો મેસેજ કરીને તૈયાર થઈને નીચે જાય છે. ...Read More

6

અસમંજસ - 6

આપણે આગળનાં ભાગમાં જોયું કે, રોહનને સૌમ્યા વિશે કંઈક માહિતી મળે છે...! રોહનને આ માહિતી કેવી રીતે મળી હશે...??!! મેઘાને આ માહિતી કઈ રીતે જણાવશે...???!!! ચાલો જાણીએ આગળ.......#__________________*__________________# મેઘા બીજા દિવસે સવારે વિશાલનાં ઑફિસ ગયાં બાદ રોહનને કૉલ કરે છે. રોહનનાં કૉલ રિસિવ કરતાં જ મેઘા કહે છે, "અરે...ક્યાં મળવાનું છે?...તું મને લોકેશન મોકલી દે ." રોહને "હા" કહીને ફૉન મૂકી દીધો. થોડી વારમાં મેઘાને "Cafe Coffee Day"નું લોકેશન રોહને મોકલી દીધું. ...Read More

7

અસમંજસ - 7

આપણે આગળનાં ભાગમાં જોયું કે, મેઘાને જાણવાં મળે છે કે વિશાલનાં બેંક એકાઉન્ટમાંથી દર મહીને સૌમ્યા શર્મા નામનાં બેંક 25,000₹ ટ્રાન્સફર થાય છે...! મેઘા અમને જણાવેલી આ વાત સાચી માનશે...??!! અમને કેમ આ માહિતી મેઘા અને રોહનને આપી હશે...???!!! ચાલો જાણીએ આગળ.......#__________________*__________________# મેધા ઘરે પહોંચી ત્યારે તેનું માથું દુખવા લાગ્યું. તેે થોડી વાર સૂઈ ગઈ. બે કલાક બાદ મેધા ઊઠી, ત્યારે તેનું માથું વધારે દુખવાં લાગ્યું તેથી પેઈનકીલર લઈને સૂઈ ગઈ. રાત થઈ ગઈ અને સાડા આઠ વાગવાં આવ્યાં ...Read More

8

અસમંજસ - 8

આપણે આગળનાં ભાગમાં જોયું કે, વિશાલનો એક્સિડન્ટ થઈ જાય છે અને તે હોસ્પિટલમાં એડમિટ હોય છે...! મેઘા આ પરિસ્થિતિનો કેવી રીતે કરશે...??!! હવે, વિશાલની હાલત કેવી હશે...???!!! ચાલો જાણીએ આગળ.......#__________________*__________________# મેઘા હોસ્પિટલ પહોંચે છે અને કારમાંથી ઊતરે છે ત્યારે તે બરાબર ચાલી પણ શકતી નથી. મેઘા કાઉન્ટર પર પૂછે છે તો ત્યાંથી તેને લેવા ઇન્સ્પેક્ટર A.K.singh આવે છે. તે મેઘાને એમની પાછળ આવવાનું જણાવે છે. મેઘા તેમની પાછળ પાછળ ચાલે છે. બંને એક વોર્ડમાં દાખલ થાય છે. ડૉક્ટર એક બેડની નજીક ઊભા હોય ...Read More

9

અસમંજસ - 9

આપણે આગળનાં ભાગમાં જોયું કે, મેઘા સૌમ્યાનાં મમ્મી - પપ્પા સાથે વાત કરતી હોય છે...! તેઓ સૌમ્યા અને વિશાલ શું કહેશે...??!! આ સાંભળીને મેઘાની શું હાલત થશે...???!!!ચાલો જાણીએ આગળ........#________________*________________# આટલું બોલ્યાં બાદ એમને ખાંસી આવવા લાગે છે તેથી એ ટેબલ પર પડેલાં ગ્લાસમાંથી પાણી પીને આગળ બોલવાનું ચાલું કરે છે..." હા...તો બંનેએ કોમર્સ સ્ટ્રીમ પસંદ કરી અને બંને સાથે ટ્યુશન અને શાળાએ જતાં હતાં. વિશાલ અનાથ હતો તેથી એક સંસ્થા વિશાલનાં ભણવાનો ખર્ચ ઊઠાવતી હતી. એક વર્ષ પસાર થઈ ...Read More

10

અસમંજસ - 10

આપણે આગળનાં ભાગમાં જોયું કે સૌમ્યાનાં મમ્મી-પપ્પા મેઘાને મળવાં આવે છે.! મેઘાને સૌમ્યાની આખી હકીકત જાણવા મળે છે. હવે, કેવી રીતે આનો પ્રતિભાવ આપશે...??!! વિડિઓ કોણે વિશાલને મોકલ્યો હતો એ મેઘા જાણી શકશે કે નહી???!!!ચાલો જાણીએ આગળ....... મેઘા અચંબિત થઈ ગઈ હતી. આ બધું જાણ્યાં પછી થોડીવાર તો એ કંઈ જ બોલી ના શકી. થોડીવાર રહીને સૌમ્યાનાં મમ્મી બોલ્યાં, "હવે અમે જઈએ." આ સાંભળતાં જ મેઘાની આંખોમાં ચમકારો થયો અને બોલી, "આ બધું ...Read More

11

અસમંજસ - 11 (અંતિમ ભાગ)

આપણે આગળનાં ભાગમાં જોયું કે મેઘા સામે અમનની સાચી હકીકત આવી જાય છે અને એ મેઘા સાથે ખરાબ વર્તન કરે છે...! મેઘા હવે આનો કેવી રીતે પ્રતિભાવ આપશે...??!! અમન હવે શું કરશે..???!!!ચાલો જાણીએ આગળ...... મેઘા ભાગીને નીચે ગઈ અને પાર્કિંગમાં પડેલી કાર લઈને ફટાફટ ઘરે જવા નીકળી ગઈ. ઘરે પહોંચીને મેઘાએ જોયું તો સૌમ્યાનાં મમ્મી-પપ્પા હોલમાં જ બેઠાં હતાં. મેઘાને આવી રીતે જોઈ એટલે એ સમજી ગયાં કે કંઈક થયું છે. મેઘાએ એ વાત બંનેને જણાવી. બંનેએ એને સાંત્વના આપી અને કહ્યું કે ...Read More