જીવન - એક સંઘર્ષ...

(123)
  • 60.6k
  • 8
  • 25.4k

" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-1 આ વાર્તા દુનિયાની દરેક સ્ત્રીને સમર્પિત છે. જ્યારે સ્ત્રી લગ્ન કરી પિતાના ઘરેથી પતિના ઘરે આવે છે...અને તે પારકાને પોતાના બનાવે છે. ચાહે કોઇપણ સ્થિતિ હોય, સુખ હોય કે દુઃખ હોય દરેક ભારતીય સ્ત્રી લગ્નના વચનોને છેલ્લા શ્વાસ સુધી ઇમાનદારીથી નિભાવે છે. એટલું જ નહીં પણ તે મૃત્યુ સુધી પોતાના પતિનો સાથ પણ નિભાવે છે. સ્ત્રીને બાળપણથી જ એક સ્ત્રી હોવાનો અહેસાસ કરાવવામાં આવે છે. બાળપણથી જ તેને ઉઠવા, બેસવામાં, રમવામાં અને એવી ઘણીબધી પ્રવૃત્તિમાં એક છોકરી હોવાને કારણે પ્રતિબંધ મુકવામાં આવે છે. અને દરેક છોકરીઓને બાળપણથી જ ભણવાની સાથે ઘરકામ શીખવવામાં આવે છે.

Full Novel

1

જીવન - એક સંઘર્ષ... - 1

" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-1 આ વાર્તા દુનિયાની દરેક સ્ત્રીને સમર્પિત છે. જ્યારે સ્ત્રી લગ્ન કરી પિતાના ઘરેથી ઘરે આવે છે...અને તે પારકાને પોતાના બનાવે છે. ચાહે કોઇપણ સ્થિતિ હોય, સુખ હોય કે દુઃખ હોય દરેક ભારતીય સ્ત્રી લગ્નના વચનોને છેલ્લા શ્વાસ સુધી ઇમાનદારીથી નિભાવે છે. એટલું જ નહીં પણ તે મૃત્યુ સુધી પોતાના પતિનો સાથ પણ નિભાવે છે. સ્ત્રીને બાળપણથી જ એક સ્ત્રી હોવાનો અહેસાસ કરાવવામાં આવે છે. બાળપણથી જ તેને ઉઠવા, બેસવામાં, રમવામાં અને એવી ઘણીબધી પ્રવૃત્તિમાં એક છોકરી હોવાને કારણે પ્રતિબંધ મુકવામાં આવે છે. અને દરેક છોકરીઓને બાળપણથી જ ભણવાની સાથે ઘરકામ શીખવવામાં આવે છે. ...Read More

2

જીવન - એક સંઘર્ષ... - 2

" જીવન- એક સંઘર્ષ..." પ્રકરણ-2 આપણે ગયા પ્રકરણમાં જોયું કે મનોહરભાઇના મિત્ર વિપુલભાઈએ નિરાલી માટે એક ખૂબજ પૈસાવાળા ઘરનો બતાવ્યો હતો...હવે આગળ.... છોકરાવાળા મનોહરભાઇના ઘરે નિરાલીને જોવા માટે આવ્યા તેમને નિરાલી થોડી શ્યામ હોવાને લીધે ન ગમી અને તેને બદલે આશ્કા ખૂબજ રૂપાળી હતી તેથી ગમી ગઈ. તેમણે મનોહરભાઇના મિત્ર વિપુલભાઈ જોડે ચોખ્ખું કહેવડાવ્યું કે, " અમારા સમીર સાથે નાની દીકરી આશ્કાનું સગપણ કરવું હોય તો અમે તૈયાર છીએ. " રમાબેને મનોહરભાઇને સમજાવ્યા કે, " આટલા બધા રૂપિયાવાળા ઘરનું માંગું જતું કરવા જેવું નથી. અને છોકરો એકનોએક છે, તેની એક બેન લંડનમાં સેટલ છે, છોકરાની પણ ફાઇલ મૂકેલી છે. ...Read More

3

જીવન - એક સંઘર્ષ... - 3

" જીવન - એક સંઘર્ષ.. " પ્રકરણ-3 આપણે ગયા પ્રકરણમાં જોયું કે ભગવતીબેને તેમના દિકરા સમીરને તેના પપ્પાને ત્યાં આવવા કહ્યું એટલે સમીર આશ્કાને કોઈપણ ચાલ્યો ગયો. સમીર ગયો તે ગયો પછી તેના કોઈ સમાચાર જ ન હતા, ન તો તેનો કોઈ ફોન આવ્યો કે ન તે આશ્કાને મળવા રૂબરૂ આવ્યો. સમીરની ઇચ્છા આશ્કાને મળવા આવવાની ખૂબ હતી પણ તે પોતાની મમ્મી ભગવતીબેનને કંઈજ કહી શકતો ન હતો. તે જાણતો હતો કે આશ્કા તેના જ બાળકની માતા બનવાની છે. દિવસો ઉપર દિવસો પસાર થતા ગયા. આશ્કાને સાતમો મહિનો બેઠો એટલે તેના પપ્પા મનોહરભાઇના આશ્કાના સાસરે ફોન કરી આશ્કાને તેડી ...Read More

4

જીવન - એક સંઘર્ષ... - 4

" જીવન - એક સંઘર્ષ..." પ્રકરણ-4 આપણે પ્રકરણ ત્રણમાં જોયું કે ભગવતીબેન અને સમીર એકાદ બે દાગીના અને જોડી કપડા લઇ દશ બાર સગાવ્હાલાને લઇને ઐશ્વર્યાને રમાડવા આવ્યા હતા. આજે તે આશ્કાને અને ઐશ્વર્યાને પોતાની સાથે પોતાના ઘરે લઇને જ જવાના હતા. ઐશ્વર્યાને રમાડવાનો પ્રોગ્રામ પૂરો થયો એટલે રમાબેન અને નિરાલીએ બધાને માટે જમવાનું બનાવી રાખ્યું હતું તે બધા સાથે જમવા બેઠા. જમીને તરત જ ભગવતીબેને આશ્કાને નીકળવા માટે તૈયાર થવા કહ્યું. આશ્કા છેલ્લા બાર મહિનાથી અહીં પપ્પાને ત્યાં મમ્મી-પપ્પા અને બેન નિરાલીની સાથે હતી એટલે આટલા બધા સમય પછી સાસરે જવાનું તેને થોડું આકરું લાગે છે અને તેમાં ...Read More

5

જીવન - એક સંઘર્ષ... - 5

" જીવન -એક સંઘર્ષ..." પ્રકરણ-5 આશ્કા અને ઐશ્વર્યા બંને ખૂબ થાકી ગયા હતા એટલે બંને શાંતિથી સૂઈ ગયા. ઐશ્વર્યાએ રાત્રે વિતાડ્યું નહિ એટલે આશ્કાને થોડી રાહત લાગી કે અહીં આવીને વિતાડે નહિ તો બહુ સારું... મને તકલીફ ઓછી પડે. અને ખરેખર જાણે ઐશ્વર્યા પોતાની મમ્મી ની પરિસ્થિતિ સમજતી હોય તેમ એકદમ ડાહી ડમરી થઇ ગઇ હતી. બીજે દિવસે આશ્કા સવારે વહેલી જ ઉઠી ગઇ હતી. અને ઐશ્વર્યા ઉઠે તે પહેલા તેણે ઘણુંબધું કામ પતાવી દીધું હતું. ભગવતીબેનને આશ્કાને દીકરી આવી તે બિલકુલ ગમ્યું ન હતું. કદાચ દિકરો આવ્યો હોત તો ભગવતીબેન આશ્કાને અપનાવી લેત અને બધું બરાબર પણ થઇ ...Read More

6

જીવન એક સંઘર્ષ - 6

" જીવન -એક સંઘર્ષ..." પ્રકરણ-6 આપણે આગળના પ્રકરણમાં જોયું કે ભગવતી બેન અને રામકિશનભાઇ યાત્રાએ જાય છે એટલે આશ્કા બેન નિરાલીને પોતાના ઘરે રોકાવા માટે બોલાવી હતી. ભગવતીબેનના દરરોજ ફોન આવતા, તેમની વાત ચિત ઉપરથી નિરાલીને લાગ્યું કે આશ્કાને તેના સાસુ વિતાડે છે.તેણે આશ્કાને પૂછી પણ લીધું કે, " તને કંઈ અહીં તારી સાસરીમાં કોઈ તકલીફ તો નથી ને..?? " પણ આશ્કા હસીને બોલી કે, " ના ના એવું કંઇ નથી. " એવો જવાબ આપી દીધો. હવે આગળ.... આશ્કાના આ જવાબથી નિરાલીને સંતોષ થયો નહિ. એટલે બંને બહેનો ઘરમાં એકલી હતી ત્યારે નિરાલીએ તેને ફરીથી પૂછ્યું કે, " આશ્કા, ...Read More

7

જીવન એક સંઘર્ષ - 7

" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-7 આપણે પ્રકરણ-6 માં જોયું કે, આશ્કા પોતાનું ઘર બચાવવા માટે ખૂબ પ્રયત્ન કરે તેમજ પોતાની સાસરીમાં જે દુઃખ પડે છે તેની પોતાના મમ્મી-પપ્પા કે બેન નિરાલીને, કોઈને પણ કશીજ વાતની જાણ થવા દેતી નથી. છેવટે આશ્કાના પપ્પા મનોહરભાઇને બધીજ વાતની જાણ થઇ જાય છે અને પછી તો એક પિતાથી દીકરીનું દુઃખ કઇરીતે વેઠાય અને તે આશ્કાને તેમજ ઐશ્વર્યાને તેમના તમામ સામાન સાથે પોતાના ઘરે પરત લઇ આવે છે. પછી ઘણાં સમય સુધી રાહ જૂએ છે કે આશ્કાના સાસરેથી કોઈ સમાચાર આવે છે પણ ન તો કદી આશ્કાના સાસુ ભગવતીબેનનો ફોન આવે છે કે ...Read More

8

જીવન એક સંઘર્ષ - 8

" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-8 આપણે પ્રકરણ-7 માં જોયું કે રમાબેન મનોહરભાઇને કહેતા હતા કે, " આશ્કાના હવે ડાયવોર્સ થઇ જાય તો સારું. કારણ કે ઐશ્વર્યા મોટી થતી જાય છે અને આપણે તેને બીજે ઘેર વળાવી શકીએ. જુવાનજોધ દીકરીને ઘરમાં કઇરીતે રાખવી...?? અને મનોહરભાઇ એક ઉંડો નિ:સાસો નાંખતાં અને કહેતા કે, " રોજ કોર્ટમાં તેમજ વકીલની ઓફિસના ધક્કા ખઉ છું તેનાથી વધારે એક બાપ તરીકે હું બીજું શું કરી શકું...?? " અને તેમની તેમજ રમાબેનની આંખમાં પાણી આવી જતું. આટલી બધી હોંશિયાર તેમજ ડાહી દીકરી આશ્કાની જિંદગીમાં આવું દુઃખ આવશે તેવું તો તેમણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહતું... અને ...Read More

9

જીવન એક સંઘર્ષ - 9

" જીવન -એક સંઘર્ષ.." પ્રકરણ-9 આપણે પ્રકરણ-8 માં જોયું કે આશ્કાના મીતુલ સાથે લગ્ન થઇ જાય છે. મીતુલ પાછો ચાલ્યો જાય છે. અને આશ્કાના તેમજ ઐશ્વર્યાના ડોક્યુમેન્ટ્સ પોતાની સાથે યુ.એસ.એ. લઇ જાય છે જેથી તે ત્યાં જઇને ફાઇલ મૂકી શકે. હવે આગળ.... મીતુલ હેમખેમ યુ.એસ.એ. ન્યૂયોર્કમાં પોતાના ઘરે પહોંચી જાય છે. ત્યાં ગયા બાદ તે ત્યાંથી જ આશ્કા ની અને ઐશ્વર્યાની વિઝા ફાઇલ મૂકી દે છે. લગભગ બારેક મહિના પછી આશ્કાને તેમજ ઐશ્વર્યાને વિઝા મળી જાય છે. આશ્કાના ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે અને આશ્કાના પપ્પા મનોહરભાઇ આશ્કાને યુ.એસ. એ. જવાની તૈયારી કરવાનું કહે છે. આશ્કાને પોતાના પ્રાણથી ...Read More

10

જીવન એક સંઘર્ષ - 10

" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-10 આપણે પ્રકરણ-9 માં જોયું કે મીતુલની દીકરી રીચાએ આશ્કાને મોમ તરીકે એક્ષેપ્ટ " ના " પાડી અને જો આશ્કા આ ઘરમાં રહેશે તો હું આ ઘરમાં નહિ રહું તેવી ધમકી પણ આપી તેથી મીતુલે આશ્કાને ઘરમાંથી કાઢી મૂકી હતી. પારકા દેશમાં આશ્કા એકલી શું કરે છે...?? અને ક્યાં જાય છે...?? જોઈએ આગળના પ્રકરણમાં.... આશ્કાને તેના મમ્મી રમાબેને કહી રાખ્યું હતું કે ન્યૂયોર્કમાં જ તેના એક માસી રહે છે. કદાચ કોઇ વાર કોઇ તકલીફ થાય તો તેમનો કોન્ટેક્ટ કરજે તે તને ચોક્કસ હેલ્પ કરશે. આ વાત તેને યાદ આવી એટલે તેણે તરત જ પોતાના ...Read More

11

જીવન એક સંઘર્ષ - 11

" જીવન એક સંઘર્ષ..." પ્રકરણ-11 આપણે પ્રકરણ 10 માં જોયું કે આશ્કા હવે પોતાના માસીના ત્યાં પીનામાસીને ત્યાં રહેતી માસીના ઘરે બધા પોત પોતાની જોબ પર ચાલ્યા જતા એટલે આશ્કા એકલી પડી જતી. તેણે પોતાના માસીના દીકરાને પોતાને માટે જોબ શોધી આપવા કહ્યું અને તેને એક રૂબીના આન્ટીને ત્યાં જોબ મળી પણ ગઇ હવે તેને થોડી રાહત લાગી. માસીના ઘરથી આ જોબ માટે દૂર જવું પડતું તેથી તેણે આન્ટીને પોતાના માટે રહેવાની જગ્યા શોધી આપવા કહ્યું. આન્ટીને ઇન્ડિયન ઇમાનદાર અને સ્વીટ આશ્કા ખૂબ ગમી ગઈ હતી. તેણે આશ્કાને પોતાના ઘરમાં પી.જી.તરીકે રહેવા માટે કહ્યું. આશ્કાને જોબની સાથે સાથે રહેવા ...Read More

12

જીવન એક સંઘર્ષ - 12

" જીવન - એક સંઘર્ષ..." પ્રકરણ-12 આશ્કાને હવે છ મહિના પૂરા થવામાં એકજ મહિનો બાકી હતો, જો આ મહિનામાં મેરેજ ન થાય તો તેને ઇન્ડિયા પરત આવી જવું પડે. એટલે તેણે આન્ટીને પોતાના માટે કોઈ સારો ઇન્ડિયન છોકરો શોધવાનું કહ્યું એટલે આન્ટીએ આશ્કા માટે પોતાના ઓળખીતા બધા ઇન્ડિયન ફેમીલીમાં વાત કરી રાખી હતી એટલે એક છોકરો નિસર્ગ નામનો આશ્કાને આજે જોવા અને મળવા માટે આવ્યો હતો. આશ્કા ઘરકામ કરી રહી હતી. તૈયાર પણ થઇ ન હતી કારણ કે તેને તો ખબર પણ ન હતી કે આ રીતે અચાનક તેને કોઇ જોવા કે મળવા આવી જશે. પણ આશ્કા તો તૈયાર ...Read More

13

જીવન એક સંઘર્ષ - 13

" જીવન એક સંઘર્ષ..." પ્રકરણ-13 યુ એસ એ માં ઘણાં બધાં સંઘર્ષનો સામનો કર્યા બાદ આશ્કા નિસર્ગ સાથે મેરેજ ખુશીની લહેર સાથે લઇને, ઐશ્વર્યાને લેવા માટે ઇન્ડિયા આવી હતી. ઘણાં લાંબા સમય પછી ઘરમાં બધાએ તેને જોઈ એટલે જાણે આખા ઘરમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. આશ્કા યુ એસ એ થી બધાને માટે કંઇ નું કંઇ લઇને આવી હતી. હવે તેણે ઘરની બહારની દુનિયા શું છે...?? તે જોઇ લીધું હતું. જુદા જુદા પ્રકારની વ્યક્તિઓનો તેને અનુભવ થઇ ગયો હતો. હવે તેને જિંદગી કઇરીતે જીવવી તે સમજાઇ ગયું હતું. તેણે મમ્મી-પપ્પાને પણ કહી દીધું હતું કે આ વખતે હું છેતરાવાની ...Read More

14

જીવન એક સંઘર્ષ - 14

" જીવન એક સંઘર્ષ..." પ્રકરણ-14 આપણે પ્રકરણ-13 માં જોયું કે ઐશ્વર્યાને વિઝા મળી ગયા છે એટલે આશ્કા, તેનું તેમજ પેકિંગ કરી રહી હતી. કપડાના પેકિંગની સાથે સાથે આશ્કા મમ્મી-પપ્પાની મીઠી વાતો, છૂપો પ્રેમ અને અઢળક સલાહ પણ પેક કરી રહી હતી. અને મમ્મી-પપ્પાને તેની ચિંતા ન કરવા કહી રહી હતી કે, " આ હવે પહેલાની ડરપોક અને બીકણ આશ્કા નથી રહી. સમીરે ડાયવોર્સ આપ્યા અને મીતુલે ઘરમાંથી કાઢી મૂકી હતી ત્યારે તે આશ્કાનું મૃત્યુ થયું હતું હવે તમારી સામે જે આશ્કા ઉભી છે તે બહાદુર આશ્કા છે હવે તેને ઘરમાંથી કોઇ કાઢી મૂકશે નહિ. પપ્પા તમે મારી હવે બિલકુલ ...Read More

15

જીવન એક સંઘર્ષ - 15

" જીવન એક સંઘર્ષ..." પ્રકરણ-15 આપણે પ્રકરણ-14 માં જોયું કે નિસર્ગ આશ્કાને તેમજ ઐશ્વર્યાને ખૂબજ પ્રેમ કરતો હતો. પરિવાર એક સંપૂર્ણ પરિવાર લાગી રહ્યો હતો અને નિસર્ગ બીજું બાળક લાવવાની પણ " ના " પાડી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે, " આપણે ઐશ્વર્યાને ખૂબજ લાડથી ઉછેરીને મોટી કરવી છે અને મારે તેને ખૂબજ ભણાવવી છે. " આશ્કા હવે ખૂબજ ખુશ હતી આશ્કાએ મમ્મી-પપ્પાને ફોન કરી પોતાના ઘરે પોતાનું ઘર જોવા માટે આવવા કહ્યું, જેથી તે ખુશ છે જોઈને, મમ્મી-પપ્પાને આનંદ થાય. મમ્મી-પપ્પા " ના " જ પાડી રહ્યા હતા પણ નિસર્ગે અને આશ્કાએ મમ્મી-પપ્પાને યુ એસ એ ...Read More