છલકાતા આંસુ.

(35)
  • 13.6k
  • 7
  • 5k

દુબઈ શહેરનો વર્કીગ દિવસ ધીરે ધીરે આથમી રહયો હતો. આખો દિવસ અગન જ્વાળા વરસાવતો સુર્ય હવે શહેરની ગગનચુંબી ઇમારતોની પેલે પાર પશ્ચિમી ક્ષિતિજે અસ્ત થવા જઇ રહયો હતો જેના કારણે શહેરની પશ્ચિમી ક્ષિતિજે એક નયનરમ્ય સનસેટ નો નજારો સર્જાયો હતો અને કુદરતે જાણે દુબઈ શહેરની સોનેરી સંધ્યાને કોઇ દુલ્હનની જેમ સણગારી હોય તેમ પ્રતિત થઈ રહ્યુ હતુ. આમતો દુબઈ જેવા શહેરમા દિવસ કરતા રાત્રીનુ મહત્વ કઇક વિશેષ હોય છે .કારણ કે મોટા ભાગના વિદેશી સહેલાણીઓ અને અને બિઝનેસ ટુર પર આવતા બિઝનેસમેનો અને અહીના લોકલ નવયુવાનો માટે દુબઈની રંગીન રાત્રીઓ સવિશેષ અને આગવુ મહત્વ ધરાવતી હોય છે . અત્યારે શહેરની

Full Novel

1

છલકાતા આંસુ - 1

દુબઈ શહેરનો વર્કીગ દિવસ ધીરે ધીરે આથમી રહયો હતો. આખો દિવસ અગન જ્વાળા વરસાવતો સુર્ય હવે શહેરની ગગનચુંબી પેલે પાર પશ્ચિમી ક્ષિતિજે અસ્ત થવા જઇ રહયો હતો જેના કારણે શહેરની પશ્ચિમી ક્ષિતિજે એક નયનરમ્ય સનસેટ નો નજારો સર્જાયો હતો અને કુદરતે જાણે દુબઈ શહેરની સોનેરી સંધ્યાને કોઇ દુલ્હનની જેમ સણગારી હોય તેમ પ્રતિત થઈ રહ્યુ હતુ. આમતો દુબઈ જેવા શહેરમા દિવસ કરતા રાત્રીનુ મહત્વ કઇક વિશેષ હોય છે .કારણ કે મોટા ભાગના વિદેશી સહેલાણીઓ અને અને બિઝનેસ ટુર પર આવતા બિઝનેસમેનો અને અહીના લોકલ નવયુવાનો માટે દુબઈની રંગીન રાત્રીઓ સવિશેષ અને આગવુ મહત્વ ધરાવતી હોય છે . અત્યારે શહેરની ...Read More

2

છલકાતા આંસુ - 2

વૈશાખી વાયરો આજે મન મુકીને વાઇ રહ્યો હતો આખા દિવસની સખત ગરમી પછી ગરમ અલસાતી સાંજ ધીરે આથમી રહી હતી અને તમારા ધુળીયા ગામના પાદરથી બે કી.મી ના અંતરે આવેલ જુના અંગ્રેજ સમયના વગડાઉ રેલવે સ્ટેશન પર તમે તમારા બંન્ને બાળકો નવ વર્ષ ના આરવ અને સાત વર્ષની દિકરી આરતી સાથે ઉતર્યા વંદના.., એટલે તમે જે નેરોગેજ રગસીયા ગાડા જેવી મંદ ગતિએ ચાલતી ટ્રેનમા આવ્યા હતાં તે ટ્રેન એક તીણી સીસોટી વગાડતી એજ રીતે મંદ ગતિએ આગળ વધી ગઈ. કેસવ હજી પણ નથી પહોચ્યો લાગતો ..એમ વિચારતા તમે દુર દુર ...Read More

3

છલકાતા આંસુ - 3

જે ઘટના બની તેનાથી તમારુ સમગ્ર અસ્તિત્વ હચમચી ઉઠ્યુ હતુ સનાયા. ઘડીક ભરતો તમને લાગ્યુ કે તમારી બધુ ગોળ ગોળ ફરી રહયુ છે. તમારો ગોરો ખૂબસુરત ચેહરો આશ્ચર્ય અને આઘાતથી સન્ન થઈ ગયો હતોજીંદગીનુ ગણિતજ કંઇક અળવિતરુ છે સનાયા. આપણે જે ગણતરી કરતા હોઇએ છીએ તેનાથી વિપરીત ગણતરી ઉપરવાળા ના ચોપડામા થતી હોય છે. .આપણે જીંદગીના ગણિતના દાખલા મા જે સરવાળો કરતા હોઇએ છીએ તેજ દાખલાની ઉપરવાળાના ચોપડામા બાદબાકી થતી હોય છે સનાયા. અને આવુ કઇક બનશે તેની તો તમે કલ્પના સુદ્ધા ન હતી કરી. અને જે કંઈ પણ બન્યુ છે તેજ સત્ય છે. .અને ...Read More

4

છલકાતા આંસુ - 4

મુંબઈના જુહુના દરિયા કિનારે આવેલ ગગનચુંબી ઇમારતના ચાળીસમા માળે આવેલા તમારા વૈભવી ફ્લેટના બેડરુમમા બપોરની એક હળવી ઉઘ તમે હમણાંજ ઉઠયા છો અનામિકા! દરવાજો ખોલી તમે ફ્લેટની લોબીમા આવી એક આળસ મરડીને ઘુઘવાટા મારતા સમુદ્રના ઉછળતા મોજાઓ પર નજર જમાવી અનામિકા ..! અત્યારે સાંજના સમયે જુહુના તટ પર મુંબઈગરાઓનો જન શેલાબ ઉમટ્યો હતો.તમારા અતિ વ્યસ્ત બિઝનેસમેન પતી આલોક તો મોડી રાત્રિ પેહલા ભાગ્યેજ ઘર ભણી નજર કરતા અને તમારો પાંચ વર્ષીય દિકરો યશ હજુ સુધી સ્કુલેથી આવ્યો ન હતો તો કામ વાળી બાઇ બપોરનુ કામકાજ પતાવી ક્યારનીયનીકળી ગઇ હતીસુસવાટાભેર વાતી ઠંડી હવાની લહેરખી તમારા કાળા રેશમી વાળને તમારા ...Read More