સરળ સંહિતા મોતીની....

(35)
  • 34.6k
  • 2
  • 12.5k

૧.કળિયુગનો અર્જુન કુરુક્ષેત્રના મેદાન પર અર્જુન અને કૃષ્ણ ઉભા છે.આપણે સૌ કથા જાણીએ છીએ એ મુજબ અર્જુને પોતાની સામે સ્વજનો જોઈને હથિયાર હેઠા મૂકી દીધા છે.ભગવાન તેની સામે ગીતાનું ગાયન કરી રહ્યા છે.ત્યારે જરાક કલ્પના વિશ્વમાં વિહાર કરીને મારી વાતની શરૂઆત કરું છું..... આજના જમાનાનો દસમા ધોરણમાં ત્રણેક વખત ફેલ થયેલો,જેને પક્ષીની આંખની સાથે બાજુમાંથી નીકળતી છોકરી,સામે પડેલું વિદેશી ભોજન,ઈર્ષ્યા કરી રહેલો દુર્યોધન આ બધું જ દેખાય છે એવો કોઈ અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ સામે આવીને ઉભો છે.આવો અર્જુન કૃષ્ણને પૂછે છે કે,"કૃષ્ણ એક વાત હજુ સાલી પચતી નથી." કૃષ્ણ તરત જ પૂછે છે,"કઈ વાત?"અર્જુન કહે છે,"આ તમે

New Episodes : : Every Friday

1

સરળ સંહિતા મોતીની.. - 1

૧.કળિયુગનો અર્જુન કુરુક્ષેત્રના મેદાન પર અર્જુન અને કૃષ્ણ ઉભા છે.આપણે સૌ કથા જાણીએ છીએ એ અર્જુને પોતાની સામે સ્વજનો જોઈને હથિયાર હેઠા મૂકી દીધા છે.ભગવાન તેની સામે ગીતાનું ગાયન કરી રહ્યા છે.ત્યારે જરાક કલ્પના વિશ્વમાં વિહાર કરીને મારી વાતની શરૂઆત કરું છું..... આજના જમાનાનો દસમા ધોરણમાં ત્રણેક વખત ફેલ થયેલો,જેને પક્ષીની આંખની સાથે બાજુમાંથી નીકળતી છોકરી,સામે પડેલું વિદેશી ભોજન,ઈર્ષ્યા કરી રહેલો દુર્યોધન આ બધું જ દેખાય છે એવો કોઈ અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ સામે આવીને ઉભો છે.આવો અર્જુન કૃષ્ણને પૂછે છે કે,"કૃષ્ણ એક વાત હજુ સાલી પચતી નથી." કૃષ્ણ તરત જ પૂછે છે,"કઈ વાત?"અર્જુન કહે છે,"આ તમે ...Read More

2

સરળ સંહિતા મોતીની.... - 2

૩. સર્જન સર્જકને માત્ર પુસ્તકો વાંચવાથી કવિતાઓ અને વાર્તાઓ મળતી નથી સિવાય કે કોઈ ઓરડામાં બેસીને આખી સફર કરનારો જૂલે વર્ન હોય!માણસના ચહેરા પર છુપાયેલી આકૃતિઓને જોઈને,પુસ્તકોમાંથી મેળવેલા શબ્દોનું રૂપ આપીને સાહિત્ય રચાય છે.એવા જ એક ઊંચા ગજાના સર્જકની જાણીતી પંક્તિની નાનકડી વાત માંડીએ...."જગતની સર્વ કડીઓમાં,સ્નેહની સર્વથી વડી." કવિ શ્રી ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એટલે કે હું અને તમે જેને 'સુંદરમ'ના નામે ઓળખીએ છીએ તેની આ પંક્તિ છે. વાત એ વખતની છે જ્યારે કવિ સુંદરમ કોઈ એક મેદ ...Read More

3

સરળ સંહિતા મોતીની.... - ૩

૫.સમ્રાટની ઈચ્છા આપણી રાજાઓની પરંપરા ખૂબ જ પ્રાચીન છે.આપણને ઘણી વખત એવું લાગે છે કે એ કેટલા સુખી હતા.બેશક એ લોકો સુખી હતા પણ આજના લોકશાહીના સમ્રાટો જેમ ગાદીને પોતાનો વૈભવ અને વિલાસ સંતોષવાનું માધ્યમ ગણી બેઠા છે જ્યારે આપણી રાજપરંપરામાં ખરેખર તો એ ત્યાગનું આસન છે.એનો ઉત્તમ નમૂનો આપણને રામયણમાંથી મળે છે. આ ઉપરાંત આપણને એક હજુ એવું જ ઉત્તમ ઉદાહરણ મૌર્ય કાળમાંથી પણ પ્રાપ્ત થાય છે.સમય તો છે મગધ પર મૌર્ય વંશની સ્થાપનાનો.ધનાનંદને હરાવીને ચંદ્રગુપ્તને મગધના સમ્રાટ તરીકે ગાદી સોંપવાની હોય છે પરંતુ તેના અનેક આંતરિક દુશ્મનો અને નંદ કુળના સમર્થકો તેના માર્ગમાં આડે આવે ...Read More

4

સરળ સંહિતા મોતીની - ૪

૧.બંગાળના પ્રખર સંસ્કૃતજ્ઞ,માનવતાવાદી પુરુષ અને એક દયાળુ અધ્યાપક એટલે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર!વાત અહીં એના બે પ્રસંગોની કરવાની છે.આજે બધાને જ્યારે કોલર જોબ'જોઈએ છે ત્યારે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરના જીવનના આ બે પ્રેરક પ્રસંગો આપણને 'પરિશ્રમનું ગૌરવ' સમજાવે છે.પહેલો પ્રસંગ:આચરણ એ જ ઉપદેશ એક વખત ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરને એક જગ્યાએ વ્યાખ્યાન કરવાનું આમંત્રણ મળ્યું.વિદ્યાસાગરજી તો પહોંચી ગયા.પણ ત્યાં જઈને જુએ છે તો હજુ કોઈ સભાખંડમાં બેઠું નથી.અરે આયોજક સુદ્ધા આમથી તેમ ચિંતામાં આંટા મારી રહ્યા હતા.વિદ્યાસાગરજીએ પૂછ્યું,"કેમ શું થયું મહોદય?" આયોજક ચિંતાતુર સ્વરે બોલ્યા,"આજે આ કચરો સાફ કરવાવાળો આવ્યો નથી ને એમાં બધું કામ અટવાયું છે." ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરજીએ પોતે ...Read More

5

સરળ સંહિતા મોતીની. - ૫

૯.સાચો પ્રેમ ગુજરાતનું એક અનન્ય શિક્ષણ ઘરેણું એટલે ઋષિવર્ય નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત લોકભારતી વિદ્યાપીઠ.આજના અંગ્રેજી ધખારાની વચ્ચે ભારતીય કેળવણી આપનારા જે કેટલાક જૂજ કેળવણીધામ બાકી રહ્યા છે તેમાનું એક એટલે લોકભારતી.એ લોકભારતીમાંથી આપણને એક આદર્શ અંગ્રેજીના અધ્યાપક અને ગુજરાતી સાહિત્યને એક હાસ્યલેખક મળ્યા જેનું નામ છે નટવરલાલ પ્રભુલાલ બુચ.વિદ્યાર્થીઓમાં તે 'બુચદાદા'ના નામે જાણીતા છે.આજે એના જીવનનો એક પ્રસંગ આપણને સાચા પ્રેમની પરિભાષા શીખવશે જ એવી મને આશા છે. લોકભારતી પહેલેથી જ સહશિક્ષણની હિમાયત કરનારું કેળવણી તીર્થ બની રહ્યું છે.એમાં એક વખત બુચદાદાને ત્યાં ટી.વાય.માં ભણતા બે ભાઈ અને બહેન આવ્યા.આવીને તેમણે બુચદાદાને કહ્યું,''દાદા, અમે બંને ત્રણ ...Read More

6

સરળ સંહિતા મોતીની.... - ૬

૧૧.ભારતીય ચિંતન દક્ષિણ ભારતના એક મહાન વેદાંતી બ્રાહ્મણ વિશ્વનાથ પંડિત!ધર્મશાસ્ત્ર અને સંસ્કૃતની કેળવણી માટેનું ગુરુકુળ શિષ્યોને વિશ્વની સર્વે ભાષાની જનની એવી ભાષાનું વિદ્યાદાન કરનાર આ મહાપંડિત સંપૂર્ણ રીતે વૈદિક જીવન જીવતા અને વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા રાખતા.પણ આ આશ્રમ હતો,માતૃભાષા બોલવા પર મોટો ગુનો કર્યો હોય એમ સજા આપનાર સખ્ત શાળા ન હતી.અહીં તો બધું સ્વૈચ્છિક હોય કોઈ પર દબાણ લાવવામાં ન આવતું.ઋષિ પરંપરાથી ચાલતી આ આશ્રમશાળામાં અત્યાર સુધી બધા જ વિદ્યાર્થીઓએ પરંપરાનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું હતું. પણ એક વખતે એક અલ્લડ અને યુરોપમાં ભણેલો છોકરો આ ઋષિશાળામાં ભણવા આવ્યો-પ્રભાવિત થઈને નહિ પણ આ વ્યવસ્થાની નિરર્થકતા સાબિત કરવા!એને ...Read More

7

સરળ સંહિતા મોતીની.... - ૭

૧૩.યુદ્ધ આમ પણ જીતી શકાય!વિશ્વના ઇતિહાસના તખ્ત પર તારીખ હતી ૧૯ મે,૧૭૯૮.નેપોલિયનની નકારાત્મક ગતિ ધરાવતી અને સત્તાલાલસાથી ભરપૂર છતાં યુદ્ધકુશળતા અને પ્રતિભા સામે યુરોપના અન્ય દેશોનો પ્રથમ સંઘ તો સંધિ સ્વીકારી ચુકેલો.પણ નહોતી શાંત થઈ નેપોલિયનની મહત્વકાંક્ષા કે નહોતા હિંમત હાર્યા યુરોપના અન્ય દેશો! પહેલા સંઘમાં એ સમયે પોતાની ઉત્કૃષ્ટ નૌકાસેનાને લીધે 'સમુદ્રની મહારાણી' ગણાતું ઈંગ્લેન્ડ જ નેપોલિયન સામે યુદ્ધ શરૂ રાખી શકેલું.તેમને શક્તિથી હરાવવું નેપોલિયન માટે અશક્ય હતું આથી નેપોલિયને પહેલા આફ્રિકામાં ઇજિપ્ત કબજે કરી સિરિયા,મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન થઈ હિન્દુસ્તાન પહોંચી ઈંગ્લેન્ડની સત્તાનો અંત આણવો એમ નક્કી કર્યું.વાસ્તવમાં તો આ નેપોલિયનને પણ સિકંદરની માફક 'પૂર્વ'નું આકર્ષણ ...Read More

8

સરળ સંહિતા મોતીની.... - ૮

૧૫.કલાપીની પ્રેમકથા"હતું તેનું હૈયું કુસુમ સરખું કોમળ અને હતો તેમાં ટપકતો દૈવી રસ મીઠો." આ પંક્તિ આપણા લાઠીના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કલાપીએ જેના માટે લખી છે તે 'મોંઘી' અને આ ઓલિયા કવિના પ્રેમની વાત માંડવી છે. જેની કવિતા પર અંગ્રેજી પ્રેમના મુસાફિર જેવા કવિઓનો પ્રભાવ છે એવા કલાપીની પ્રણયલીલા આપણા મનમાં જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. વાત તો જાણે એમ હતી કે ૨૬ જાન્યુઆરી,૧૮૭૪ના રોજ જન્મેલા તો કલાપીની ઉંમર હજુ તો બહુ કાચી હતી ને ત્યાં તેમના પિતા અવસાન પામ્યા.આથી લાઠીના આ તરુણ કુંવરને ગાદી સાંભળવી પડી.પણ આ કુંવર તો હતા કવિજીવ ...Read More

9

સરળ સંહિતા મોતીની.... - ૯

૧૭.પ્રિ. એસ.આર. ભટ્ટ-એક વિસરાયેલ વિભૂતિ આજે જ્યારે શિક્ષણનું સ્તર અને એ શિક્ષણને જન સામાન્ય અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જવાબદારી છે તેવા શિક્ષણકારોની ગુણવત્તાનું સ્તર સતત નીચું ઉતરતું જાય છે ત્યારે આજે એક એવા અધ્યાપકની વાત કરવી છે જેનું નામ શિક્ષણમાં આજે દંતકથા સમાન લેવાય છે. એ એક ઉત્તમ અને એથીયે વધુ તો એક આદર્શ શિક્ષક સંતપ્રસાદ ભટ્ટ.પણ ગુજરાત તો એમને ઓળખે પ્રો.એસ.આર. ભટ્ટ નામથી! અંગ્રેજી સાહિત્યમાં 'શેક્સપિયરનો અવતાર' ગણાતા આ ભટ્ટ સાહેબનું આખું નામ તો સંતપ્રસાદ રણછોડદાસ ભટ્ટ.જન્મ સુરતમાં.સુરતની સાર્વજનિક હાઈસ્કૂલમાં ભણી,જાણીતા વિદ્વાન વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પાસે ભણી મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સંસ્કૃત સાથે એમ.એ.થયા.ને પછી શરૂ થઈ એક ઉત્તમ ...Read More

10

સરળ સંહિતા મોતીની.... - ૧૦

૧૯.વડીલપણું વાત આજે કરવી છે એક વડીલના વડીલપણાની!આજના વડીલોને સતત આ નવી પેઢી અને પોતાની વચ્ચે એક અનુભવાય છે.પણ આજે આપણા એક સમર્થ સાક્ષરવર્ય શ્રી નાનાભાઈ ભટ્ટના જીવનના એક પ્રસંગ વડે વડીલોને કંઈક મળે એવું લઈને આવ્યો છું. કોઈપણ વાત શીખવવાની એક રીત હોય છે જે સખેદ કહેવું પડે છે કે આજના બહુ ઓછા વડીલ આ સમજે છે.તેમને મન શીખવવાનું કંઈ જ હોતું નથી,બસ આદેશ હોય છે. આંબલા ગામમાં નાનાભાઈ, દર્શક ,દર્શકના પત્ની વિજયાબેન,એક નવા જોડાયેલા યુવાન કાર્યકર મનુભાઈ દવે રહેતા હતા અને વિદ્યાયજ્ઞ ચલાવતા હતા.ત્યારે બધાને સુવા માટે ગાદલું, ઓછાડ હોય અને અન્ય જરૂરી વસ્તુ હોય. ...Read More