ઓલ ઈઝ વેલ

(141)
  • 44.6k
  • 10
  • 16.2k

THIS STORY DESCRIBE PARENTS SITUATION DURING CHILDRENS LOVE TO LOVE MARRIGE.

Full Novel

1

ઓલ ઈઝ વેલ - 1

THIS STORY DESCRIBE PARENTS SITUATION DURING CHILDRENS LOVE TO LOVE MARRIGE. ...Read More

2

ઓલ ઈઝ વેલ - 2

This story based on reality of our lives. This kind of situation we are always see in society. People t choose from love marriage and arrange marriage and their results. ...Read More

3

ઓલ ઈઝ વેલ - 3

વાર્તા:- મા તે માલેખક :- કમલેશ જોષીહા પણ હવે એ આટલો મોટો માણસ બન્યો કેવી રીતે? સંજરીનું આંતરમન તેનો નહોતું છોડતું. એ મોટો માણસ બન્યો એ ગમ્યું તો હતું સંજરીને. પણ છતાં અંતરના ઊંડાણમાં આ પ્રશ્ન ખટકતો હતો. હજુ હમણાં જ બની હોય એવી લાગતી હતી ત્રણ વર્ષ પહેલાની એ ઘટના. સંજીવ સામે જ ઊભો હતો અને પોતે અહીં ચોથા પગથિયે ઊભી હતી. બંને વચ્ચે ત્રણ પગથિયાનું જ અંતર હતું. વિવશ હતી સંજરી સંજીવના પ્રસ્તાવને ઠુકરાવવા. સીધોસાદો સંજીવ આશાભરી આંખે સંજરી સામે મીટ માંડી ઊભો હતો. બે-ત્રણ વાર સંજરીએ કોશિશ કરી એની આંખમાં આંખ નાખીને ત્રાટક રચવાની. ત્રાટક રચાયું ...Read More

4

શૌર્યાગ્નિ

શૌર્યાગ્નિસોસાયટીનો માથાભારે, વંઠેલો, બગડેલો, દારૂડિયો, જુગારી છોકરો એટલે રૂપરાજ. સૌ કોઈ તેનાથી ત્રાસેલા હતા. એક દિવસ મંદિરની પાછળ એણે સીધી-સાદી છોકરીનો હાથ પકડી લીધો. કિશોરાવસ્થામાં હજુ હમણાં જ પ્રવેશેલી એ છોકરી ડરી ગઈ. મંદિરના પૂજારીએ તેનો હાથ છોડવા આજીજી કરી તેથી તો જાણે તેની હિંમત વધી ગઈ. એ ગાળો બોલવા લાગ્યો એ સાથે જ પબ્લિક વિખેરાઈ ગઈ. રૂપે પેલી કિશોરીના ગાલે ચુંબન ચોંટાડ્યું. પેલી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. સૌ ઈચ્છતા હતા કે આ અટકવું જોઈએ, આ અટકાવવું જોઈએ. પણ સૌ જાણતા હતા કે રૂપ કોઈનાથી ડરતો ન હતો કે તે કોઈના તાબે થવાનો ન હતો. કિશોરીની આંખમાં આંસુ ધસી ...Read More

5

ઓલ ઈઝ વેલ - ૪

ઓલ ઈઝ વેલઅંજલિને ઉંઘ નહોતી આવતી. ન્યુ યર પાર્ટીમાં કરેલ મોજ-મસ્તી, હંગામો ક્યારના ભૂલાઈ ચૂક્યા હતા. જો કે પાર્ટી હજુ ત્રણ જ કલાક થયા હતા. અત્યારે ચારેક વાગી રહ્યા હતા. બહુ વહેલી સવારનો, અંધકારભર્યો સમય હતો. એથીયે વધુ ઘેરું અંધારું અંજલિના દિમાગને ઘેરી વળ્યું હતું. થોડી કલાકો પહેલાં પોતે કેટલી ખુશ હતી, અને અત્યારે કેટલી દુ:ખી હતી!મા ઉઠીને આવું કરે?આ ઉંમરે? પિતાની ગેરહાજરીમાં મા જે કરી રહી હતી એ બહુ ખોટું અને ખરાબ હતું. અંજલિ પથારીમાં પડી પડી મમ્મીની બદલાયેલી ચાલઢાલને જોઈ ખરેખર ભાંગી પડી હતી. છેલ્લા પંદરેક દિવસથી મમ્મીના રંગ-ઢંગ બદલાયેલા હતા. પહેલાં તો અંજલિને આશ્ચર્ય થયું પછી ગમ્યુંયે ...Read More

6

ઓલ ઈઝ વેલ - ૫

છોડો કલ કી બાતેં‘‘અને હવે મેષ રાશિના જાતકો માટેનું રાશિફળ...’’ ગુજરાતી ચેનલ પર નિષ્ણાંત જયોતિષશાસ્ત્રી અરૂંધતી ઉપાધ્યાયનો અવાજ કમરાની ઓળંગીને, પલંગ પર સૂતેલા, પાંસઠ વર્ષની ઉંમરના બિમાર વૃધ્ધા અમરતકાકીના કાનમાં પ્રવેશ્યો, અને ન ઇચ્છવા છતાં, એક પ્રકારની ઉત્કંઠા સાથે, મન, બુધ્ધિ સહેજ સતેજ થયા. આગળના શબ્દો કાને પડયા ‘‘જે જાતકના નામ અ, લ કે ઈ અક્ષરથી શરૂ થતાં હોય તેવા જાતકો માટે તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૦થી તારીખ ૩૧મી જાન્યુઆરી ૨૦૧૦ સુધીના પંદર દિવસો ખૂબ જ આકરા, તન, મન અને ધનની બાબતમાં પાયમાલી સર્જે તેવા જાય એવી ગોઠવણ ગ્રહોની દેખાઈ રહી છે. ભાગ્યનો સાથ મળે એવી કોઈ સંભાવના દેખાતી નથી. ન્યાયના ...Read More

7

ઓલ ઈઝ વેલ - ૬

ધ ઇન્ડિપેન્ડેન્ટ્સ ડેએક સત્ય ઘટના જે હજુ ઘટી નથીહું ભારત છું. જયોતિષીઓ કહે છે કે જેમ માનવની કુંડળી હોય રાષ્ટ્રની પણ કુંડળી હોય. જેમ માનવની કુંડળી પર ગ્રહોનો પ્રભાવ હોય એમ રાષ્ટ્રની કુંડળીને પણ ગ્રહો અસર કરતા હોય. મને લાગે છે કે જેમ માનવની કુંડળીમાં સાડાસાતી બેસે ત્યારે એની હાલત બદથી બદતર થઈ જાય એમ જ મારી કુંડળીમાં પણ અત્યારે સાડા સાતી બેઠી લાગે છે, લગભગ છેલ્લા સેંકડો વર્ષોથી. મારો દશકો (સતયુગનો એ દીર્ઘકાળ) મને યાદ છે. જયારે અહીં રામ, કૃષ્ણ, ભગીરથ, સત્યવાન, મીરાં, નરસિંહ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા અપાર હિમ્મત, સાહસ, નીડરતા, શૂરવીરતા, પવિત્રતા અને સંસ્કારી આત્માઓ-પરમાત્માઓ જન્મ્યા હતા, ...Read More

8

ઓલ ઈઝ વેલ - ૭ - જાયે તો જાયે કહાં

જાયે તો જાયે કહાંબસ પૂરપાટ દોડી રહી હતી. પલ્લવીનું મગજ એથીયે વધુ ઝડપે દોડી રહ્યું હતું. અનેક ઘટનાઓ, બારી દોડી જતાં દૃશ્યોની જેમ મગજના પડદા પર દોડી જતી હતી. સવારે જ પોતે પૂજા પાઠ કરી, ભગવાનની છબી આગળ હાથ જોડી કહ્યું હતું ‘‘હે પ્રભુ, મારી માની રક્ષા કરજે, કંઈક એવો ચમત્કાર કરી દેખાડ કે ભાન ભૂલેલો મારો ભઈલો ફરી ભાનમાં આવે, ભાભી પાછડ ગાંડો થઈ માના જીવતરને ઝેર જેવું બનાવનાર ભઈલો ફરી ડાહ્યો થાય, ભાભી પણ સુધરી જાય તો હું પગે ચાલીને તારા દર્શને આવીશ.’’ છબી ઉપરનું પીળું ફૂલ સરકીને પડયું ત્યારે ક્ષણાર્ધ તો પોતાની આંખ ચમકી હતી, તો પણ પોતે ...Read More

9

ઓલ ઈઝ વેલ - ૮ - ઓહ માય ગોડ

ઓહ માય ગોડ‘‘પપ્પા, આ અન્ના હજારે કોણ છે?" સોફા પર, લૂંગી પહેરીને બેઠા-બેઠા સાંધ્ય દૈનિક વાંચી રહેલા પ્રફુલભાઈ પટેલના પાસે જાજમ પર ઊંધા સૂતા-સૂતા ક્રોસવર્ડ પૂરી રહેલા અગિયાર વર્ષના અભિએ મોં ઊંચકી પપ્પા તરફ તાકતા પ્રશ્ન કર્યો. ત્યારે જ પત્ની માલતી ટ્રેમાં ચાનો કપ તથા કાચનો પાણી ભરેલો ગ્લાસ લઈ પ્રવેશી. છાપું વાંચવામાં ડૂબેલા પિતાએ જવાબ ન આપ્યો એટલે અભિમન્યુ ઊભો થઈ, છાપું લઈ પપ્પાની બાજુમાં સોફા પર ગોઠવાતાં બોલ્યો, "પપ્પા! જવાબ આપો ને. આ અન્ના હજારે કોણ છે?"માલતીએ ધરેલી ટ્રેમાંથી કાચનો ગ્લાસ ઊંચકી બે ઘૂંટ પાણી પી, ગ્લાસ પાછો ટ્રેમાં મૂકી, ગોઠણ પર પાથરેલું અખબાર વાળી, બાજુની ટીપોય પર ...Read More