અતુલના સંસ્મરણો

(92)
  • 46.4k
  • 11
  • 17.4k

ઈશ્વરે મનુષ્ય તો બધા સરખા બનાવ્યા. દરેકને બે હાથ,બે પગ, બે આંખો,બે કાન,વગેરે વગેરે.પછી તેમને જ પ્રશ્ન ઉદ્‍ભવ્યો કે આ બધા તો સરખા જ છે તો તેમને ઓળખવા ક્યી રીતે? તેમણે તેમના આસીસ્ટન્ટ નારદજીને પ્રશ્ન કર્યો.નારદજી તેમની મદદે આવ્યા. અરે! પ્રભુ તેમાં શું મુઝાવો છો? તદ્દન સહેલી વાત છે.દરેકને તેમના મગજમાં બુધ્ધિનું નીરૂપણ કરી દો. નારદજીએ ફરમાન જાહેર કર્યું, પ્રભુએ તમને બધાને બધું જ આપ્યું છે, પણ એક વસ્તુ તો આપવાની ભુલી ગયા છે, તો આવતિ કાલે સૌ તે લેવા હાજર થજો.અને પ્રભુને વિનંતી કરી કે જોજો દરેકને સરખું પ્રદાન ના કરતાં, નહિ તો આછો તે જ પ્રશ્ન સામે આવીને ઉભો રહેશે. ઈશ્વરનું ફરમાન અને ઈશ્વર જ આપવા વાળો હોય પછી તો પુછવું શું? સૌ પોતાના નાના મોટા પાત્રો લઈગયાભગવાનપાસે.કોઈ તપેલા કોઈ દેગડા,વગેરે તો વળી કોઈને કૈં ન મળ્યું એટલે ચારણી લઈને ગયા. ઈશ્વરે નારદજીની સલાહ માની અને ...

Full Novel

1

અતુલના સંસ્મરણો ભાગ ૧`

ઈશ્વરે મનુષ્ય તો બધા સરખા બનાવ્યા. દરેકને બે હાથ,બે પગ, બે આંખો,બે કાન,વગેરે વગેરે.પછી તેમને જ પ્રશ્ન ઉદ્‍ભવ્યો કે બધા તો સરખા જ છે તો તેમને ઓળખવા ક્યી રીતે? તેમણે તેમના આસીસ્ટન્ટ નારદજીને પ્રશ્ન કર્યો.નારદજી તેમની મદદે આવ્યા. અરે! પ્રભુ તેમાં શું મુઝાવો છો? તદ્દન સહેલી વાત છે.દરેકને તેમના મગજમાં બુધ્ધિનું નીરૂપણ કરી દો. નારદજીએ ફરમાન જાહેર કર્યું, પ્રભુએ તમને બધાને બધું જ આપ્યું છે, પણ એક વસ્તુ તો આપવાની ભુલી ગયા છે, તો આવતિ કાલે સૌ તે લેવા હાજર થજો.અને પ્રભુને વિનંતી કરી કે જોજો દરેકને સરખું પ્રદાન ના કરતાં, નહિ તો આછો તે જ પ્રશ્ન સામે આવીને ઉભો રહેશે. ઈશ્વરનું ફરમાન અને ઈશ્વર જ આપવા વાળો હોય પછી તો પુછવું શું? સૌ પોતાના નાના મોટા પાત્રો લઈગયાભગવાનપાસે.કોઈ તપેલા કોઈ દેગડા,વગેરે તો વળી કોઈને કૈં ન મળ્યું એટલે ચારણી લઈને ગયા. ઈશ્વરે નારદજીની સલાહ માની અને ... ...Read More

2

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૧

પ્રકરણ ૧ મારી કર્મભૂમિ અતુલ. અતુલ મારી કર્મભૂમિ. ગ્રેજ્યુએટ થયા પછી પહેલી અને છેલ્લી એક જ નોકરી. એની યાદ હજુ સ્મૃતિપટ પરથી ભુંસાતી નથી. આજે પણ સ્મૃતિપટ પર તરોતાજા છે. એ કર્મભૂમિ જેણે મારું જીવન ઘડતર કર્યું તેને કેમ ભુલાય? તે મીઠાં મધુરાં સ્મરણો-અણમોલ મોતીડાં અહિં તહિં વીખરાએલાં પડ્યાં છે. આ અણમોલ મોતીને વીણી વીણીને એક સુત્ર માં પરોવી સુંદર માળા બનાવી આપને ચરણે ધરવાનો આ નમ્ર પ્રયાસ છે. સ્મૃતિદોષ લીધે કાળગણના સમય બધ્ધ નથી. પરમ કૃપાળુ પ્રભુએ સૃજેલાં સર્વ મનુષ્યો સરખા છે. નથી કોઈ ઉંચ કે નથી કોઈ નીચ, મનુષ્ય સર્વ સરખા છે. ઈશ્વરે મનુષ્ય તો ...Read More

3

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૨

૨ अ આર્ષદૄષ્ટા અતુલના ભાગઃ ૧ ‘અતુલ ‘નો કામદાર વર્ગ તો આજુબાજુના ગામડાઓમાંથી કામ પર આવતો હતો પરન્તુ ટેકનીકલ સ્ટાફ, 'અતુલ’ નું નામ સાંભળી ભારત ભરમાંથી આવવો શરૂ થયો હતો. કેરાલા, તામીલનાડુ, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, અને બીહાર વગેરેથી તેમને રહેવા તકલીફ પડતી. વલસાડ માં તેમને પરદેશી ગણીને કોઈ મકાન ભાડે આપતું નહોતું અને તેમને ગુજરાતી ભાષાનું જ્ઞાન નહોતું. આથી તેમના વસવાટ માટે આધુનિક સગવડ વાળા મકાનો તદ્દન નજીવા ભાડે અને લાઇટ, પાણી, સેનીટરી જેવી આધુનિક સુવિધાયુક્ત પુરા પાડ્યા. તેઓ ના ...Read More

4

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૩

પ્રકરણ ૩ શેઠ શ્રી સિધ્ધાર્થભાઈ ૩ . अ આનાથી વધુ મુશ્કેલી નહિ પડે. વલસાડ -ધરમપુર- દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી. જુન-જુલાઈમાં વરસાદ ૮૦ થી ૧૦૦ ઈંચ જેટલો વરસાદ પડે. ૧૫ મી જુલાઈ ૧૯૫૬ ને દિવસે વલસાડ સ્ટેશને ઉતર્યો. તે વખતે ટ્રાન્સપોર્ટની આજના જેવી સુવિધા નહોતી. એસ.ટી. ની એક બસ સવારે વલસાડથી ૦૭-૦૦ વાગે અતુલ જાય તેમાં સવારે કામ કરતા કર્મચારીઓ અતુલ જાય અને રાત પાળીમાં કામ કરતા કર્મચારીઓ તેમાં વલસાડ પાછા આવે અને તે જ પ્રમાણે સાંજે ૦૫-૦૦ વાગે વલસાડથી અતુલ જાય તેમાં સાંજે ઑફીસના કર્મચારીઓ પાછા વલસાડ આવે. આ સિવાય ટાન્સપોર્ટનું બીજું કોઈ સાધન ન મળે. ઑટો રીક્ષાનો જન્મ ...Read More

5

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૪

પ્રકરણ ૪ ડૉ. વિમળાબહેન. ડૉ. વિમળાબહેનની કૌટુંબિક ભાવના. ગુજરાત રાજ્યના વલસાડ જીલ્લામાં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનું રંગ અને રસાયણનું વિશાળ સંકુલ(કારખાનું )આવેલું છે. વલસાડ સ્ટેશનથી આશરે દસેક માઈલ દુર તેના કર્મચારીઓ માટે રહેવા ખુબ સુંદર ટાઉનશીપ બાંધેલી છે.ટાઉનશીપમાં રહેતા લોકો કુટુંબ ભાવનાથી રહે છે.કર્મચારીઓના મનોરંજન માટે વિવિધ પ્રવૃત્તિઓ માટે સાંકૃતિક મંડળ ઉત્કર્ષ , બાળ પ્રવૃત્તિ માટે 'ઉદય' અને સ્ત્રી પ્રવૃત્તિઓ માટે 'ઊર્મિ જેવા મંડળો કાર્યરત છે. આશરે ૧૯૭૪-૭૫ની આ વાત છે. ઉત્કર્ષ નો હું મંત્રી હતો અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી સીધ્ધાર્થભાઈ લાલભાઈનાં પત્ની ડૉ.વિમળાબહેન પ્રમુખ હતા. દર વર્ષે ...Read More

6

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૫

પ્રકરણ ૫ શેઠ શ્રી અશ્વિનભાઈ. અશ્વિન શેઠની અલવિદાઃ- અશ્વિન વદ બીજ સંવત ૨૦૭૧ ગુરૂવાર. . ટ્રાન્સ્પોર્ટ્રડ એ અતુલનાં 'કાર્ટીંગ' એજન્ટ. અતુલનો કાચો અને તૈયાર માલ (રો મટીરિયલ અને ફીનીશ્ડ પ્રોડક્ટ્સ) મશીનરી, તથા અન્ય આનુષંગિક વસ્તુઓ લાવવા લઈ જવાનું કામ ટ્રાન્સપોર્ટેડ સંભાળે. તે કંપનીના માલિક અમદાવાદના સ્વ. શ્રી ચિનુભાઈ કાલીદાસ શેઠ. અતુલની ઓફીસ શ્રી અશ્વિનભાઈ શેઠ સંભાળે. પુરા પરોપકારી અને નિરાભિમાની સજ્જન. કોઈને માટે ઘસાઈ છૂટવામાં પાછી પાની ના કરે.૪૦- ૫૦ ટ્રકોનો મોટો કાફલો. રોજની અતુલ -અમદાવાદ-મુંબાઈ અવર જવર. તેઓની ઓફીસ તથા ગોડાઉન મુંબાઈ, અમદાવાદ, વડોદરા ...Read More

7

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૬

પ્રકરણ ૬ અતુલ માં આગમન ૧૯૫૬માં ગ્રેજ્યુએટ થયો. નોકરીની શોધ શરૂ કરી.અમારૂં કુટુંબ અમદાવાદમાં સર બેરૉનેટનું કુટુંબી હતું મારા કાકાશ્રી બેરોનેટ કુટુંબના જમાઈ હતા. અમારા કુટુંબને અને કસ્તુરભાઈના કુટુંબને ઘણો જ સારો સંબંધ હતો. B.Sc. થયા બાદ તેમને મળીને તેમના આશીર્વાદ લેવા ગયો. “હવે શું વિચાર છે? આગળ ભણવું છે કે નોકરી કરવી છે ? ભણવાનો તો વિચાર છે, પણ ઘરની આર્થિક પરિસ્થિતિથી તમે વાકેફ છો. તેથી નોકરી કરવા વિચાર છે. સારૂં હું કસ્તુરભાઇ શેઠને વાત કરીશ. કસ્તુરભાઈ શેઠની ઘણી બધી મીલો અમદાવાદમાં છે. તારે ક્યી મીલમાં અને ક્યા ખાતામાં જવું છે ? તે નક્કી કરી મને ...Read More

8

અતુલના સંસ્મરણૉ ભાગ ૧ - પ્રકરણ ૭ - ૮

પ્રકરણ ૭ - ૮ મારા રૂમ પાર્ટનરો એમ. સેબાસ્ટિયન, ચંપક ચોક્સી પ્રકરણ ૭ એમ. સેબાસ્ટિયન. મારા રૂમ પાર્ટનર, શ્રી એમ. સેબાસ્ટિયન. એનામલાઈ યુનિવર્સિટી કેરાલાથી લેક્ચરરશીપ છોડી ગુજરાત ૧૯૫૬માં આવ્યા. કોઈ પણ જાતના ડોળ કે આડંબર વગરના તદ્દન સીધા અને સાદા.સ્વભાવમાં બધાની સાથે હળીમળીને વાત કરે અને બધાની સાથે મિક્સ્ડ થઈ જાય. સિધ્ધાંત પ્રિય અને કઈંક અંશે જક્કી કઈ શકાય. તેમની મલયાલમ ભાષા આપ્ણી ગુજરાતી જેવી મૃદુ નહિ પણ આપણને સાધારણ તોછડી લાગે. દલીલ બાજીમાં તેમને પહોંચી વળાય નહિં. લિધી વાત હાથમાંથી છોડે નહિ. સામાનમાં ફક્ત એક શેતરંજી એક નાનું સરખુ ઓશીકું. પોર્ટફોલીઓ જેવા ચામડાના પાકીટમાં ફક્ત બે પેન્ટ, શર્ટ અને લુંગી. આપણા ગુજ્જુભાઈ જેવા બેગ બિસ્તરા નહિ. ...Read More

9

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૯.

પ્રકરણ ૯. શ્રી એસ. કે. ભલ્લા.સાહેબનું આગમન. બેચલર્સ ક્વાટરમાં નિરુત્સાહિ વાતાવરણ હતું .સવારે ૦૮ વાગે સર્વિસ પર જવું અને સાંજે ૦૫ વાગે પાછા આવવું. આવ્યા પછી 'ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ' ના વાંચન સિવાયની કોઈ પ્રવૃતિ ના મળે. વડા પ્રધાન સ્વ.શ્રી જવાહરલાલ નહેરૂએ એક સુત્ર आराम हराम है ' આપેલું હતું જ્યારે,બેચ-લર્સ ક્વાટરનું સુત્ર હતું. ભારતભરમાંથી યુવાધન અતુલમાં આવવા લાગ્યું પરન્તુ નિષ્ક્રિય વાતાવરણને લીધે થોડો સમય સર્વિસ કરે અને છોડીને જતા રહે. શ્રી ભલ્લા સાહેબનું આગમન ૧૯૫૬માં થયું. તેમણે નવું સુત્ર આપ્યું आराम बडी चीज है, मुंह ढंक कर सोईए વ્યંગમાં કહીને પડી રહેતા આળસુ લોકોમાં નવી ચેતના જગાડી.મૂળે ...Read More

10

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૧0

પ્રકરણ ૧0 શ્રી બી. એન. જોષી. अ બોસી ઝમ પદોન્નતિ ધીમે ધીમે થાય અને નાના પદ ઉપરથી મોટા પદ પર જવું સારૂં અને હિતાવહ છે. આ સત્ય મને નોકરીના આખરી વર્ષોમાં સમજાયું. શેઠ શ્રી કસ્તુરભાઈની ઓળખાણ અને લાગવગથી આવ્યો હતો તેથી મને સીધો જ એક નાના થાયો સલ્ફેટ પ્લાન્ટના ઇન-ચાર્જ કેમીસ્ટ તરીકે મુક્યો હતો. ટોપ મેનેજમેન્ટથી સીધીજ નીમણુંક થઈ થવાથી મારે નશીબે શીફ્ટની નોકરી આવી જ નહિં અને જે અનુભવ મળવો જોઈએ તે મળ્યો નહિં. કૉલેજમાંથી સીધો જ ઈન્ડસ્ટ્રીમાં તેથી ઈન્ડસ્ટ્રીઅલ લાઈફ કેવી હોય તેનું સહેજે પણ જ્ઞાન નહિં. કૉલેજમાં કાચના વાસણો.(બીકર, પીપેટ,બ્યુરેટ, જેવા) નાના કદના ...Read More

11

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૧૧

પ્રકરણ ૧૧ શ્રી એસ. પી. પરાંજપે. मलाई जामत नाहि” અમદાવાદના મારા એક મહારાષ્ટ્રીયન મિત્ર શ્રી સુરેશ પરાંજપે. આપણા ગુજરાતી જેવો આરામપ્રિય નહિ. હંમેશાં કાંઇને કાંઈ ઍક્ટિવિટિ જોઈએ. સાંજ પડે ડ્યુટી ઉપરથી આવે એટલે અર્ધો કલાલ ન્હાવા જોઈએ, ન્હાઈને પછી ફરવા નીકળી પડે. તે છેક સાંજે ૦૭-૩૦ વાગે જમવાના ટાઈમે આવે.બીજા લોકો વૉલીબૉલ રમવા નીકળી જાય. મારી નાજુક શારીરીક પ્રકૃતિને લીધે હું જરા આરામપ્રિય અને આળસુ. તેથી સાંજે ડ્યુટી ઉપરથી આવ્યા બાદ પેપર લઈને આરામખુરશીમાં પડ્યો પડ્યો વાંચ્યા કરૂં.બધા લોકો 'વૉલીબૉલ' 'રમવા જાય અને પરાંજપે 'ઈવનીંગ વૉક માં ફરવા નીકળી જાય. અમે બધા એક જ દૂધવાળા પાસેથી ...Read More

12

અતુલના સંસ્મરણો ભાગ ૧ - પ્રકરણ ૧૨

પ્રકરણ ૧૨ વીર માંગડાવાળો (સાહસિક શ્રી બચુભાઈ સુરા) પ્રકરણ ૧૨ સાહસિક શ્રી બચુભાઈ સુરા. શ્રી બચુભાઈ એક સાહસીક જીવડો.(Where Devils dare to go.) નામ પ્રમાણે જ ગુણ. સુરા એટલે પુરેપુરા સુરા. તેમનું મગજ હંમેશાં ગરમ રહે. આપની કહેવત" બોસની આગળ અને ગધાની પાછળ ન ચાલવું" તેમના સામેથી જો કોઈ પસાર થાય તો તેને વગર વાંકે ધમકાવી નાંખે. તે વખતે વલસાડની લક્ષ્મી ટૉકીઝમાં ગુજરાતી ફીલ્મ "વીર માંગડા વાળો" ચાલે.સુરા સાહેબનો ગરમ સ્વભાવ હોવાથી તેમના ખાતાના માણસો તે ફીલ્મ જોઈનેસુરા સાહેબનું નામ તેમણે "વીર માંગડાવાળો" પાડ્યું હતું જોકે મોંઢે તો તેઓ ના બોલે પણ તેમને આવતા જુએ એટલે એક બીજાને ...Read More

13

અતુલના સંસ્મરણો ભાગ ૨

શ્રી ભગુભાઈ મિસ્ત્રી. એ અતુલનું એક વિચક્ષણ પાત્ર.તેમની હાસ્યપ્રધાન રમુજો અને હાજર જવાબી બેનમૂન. કોઈ પણ સમસ્યાનો ઉકેલ તેમને દરબારમાં જે સ્થાન બીરબલ શોભાવતો તે સ્થાન અતુલમાં શ્રી ભગુભાઈ શોભાવતા. લાયન્સ ક્લબ વલસાડના તે સભ્ય હતા અને તેમાં તેઓ ટેઈલ ટ્વિસ્ટર તરીકે સેવાવૃત હતા. બી.પી.તેમની કેટલીક રમુજો ફ્ક્ત ગપ્પાજ હોય. આથી તેઓ ભગુભાઈ ગપોડી તરીકે વધુ જાણીતા હતા. તેઓ એવી સીફતથી વાત કરી સામા માણસને શીશાંમાં ઉતારી દે કે તેની સમજમાં ના આવે. અંગ્રેજી કહેવત"An empty mind is Devil's work shop" એટલે લોકોને પ્રવૃતશીલ રાખવા માટે જુદા જુદા મંડળો ચાલે. સાંકૃતિક પ્રવૃત્તિઓ માટે' ઉત્કર્ષ,'બાળ પ્રવૃત્તિઓ માટે 'ઉદય,' રમત ગમત માટે 'ઉલ્હાસ જીમખાના,' સ્ત્રી પ્રવૃત્તિઓ માટે 'ઊર્મિ મંડળ,' વિજ્ઞાનિક વિષયો માટે 'વિજ્ઞાન મંડળ' વગેરે વગેરે. 'વિજ્ઞાન મંડળ'ના સેક્રેટરી શ્રી આર.એસ. શાહ. ...Read More

14

અતુલના સંસ્મરણો - ભાગ -૨ -૬

પ્રકરણ ૬ બુઢે દરોગાને ચશ્મેસે દેખા... મારા એક નજીકના સંબંધી સીટી મેજિસ્ટ્રેટ ટ્રાન્સફર વલસાડ આવ્યા. તેઓ એકલા હોવાથી એમના માતૃ શ્રી સાથે આવેલા. વલસાડ માં તેમને બંગલો અને ઑર્ડરલી વગેરે જરૂરી સરકારી સવલત મળેલી. તેઓ શ્રી તો તેમ ના કોર્ટના કામકાજમાં રચ્યાપચ્યા રહે. કોર્ટ બાદ વકીલ તેમને મળવા આવે તેથી તેઓ હમેશાં કામમાં વ્યસ્ત રહે. વલસાડ માં કોઈ ઓળખીતું કે સગુંવહાલું નહી તેથી તેમના માતૃ શ્રી એકલા એકલા કંટાળે મારા પત્ની તરલા અને તેમને નજીકનો સબંધ એટલે તે અવાર નવાર મારે ત્યાં આવે. ચાર સ્ત્રીઓ ભેગી થાય એટલે આડોશ પાડોશમાં વાતચીતનો દોર ચાલે. ધીરે ધીરે બધાને જાણ થઈ તરલા ...Read More