સત્યના પ્રયોગો

(1.9k)
  • 803.3k
  • 416
  • 243.8k

સત્યના પ્રયોગો કે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. કેમકે ગાંધીજીએ પોતે પોતાના જીવનના પ્રસંગો વર્ણવ્યા છે. આ એક સામાન્ય પુસ્તક ન રહેતા તેમની આત્મકથા બની છે. જેરામદાસ,સ્વામી આનંદ જેવા નિકટના સાથીઓની માંગણીઓને આખરે માન આપીને, ગાંધીજી એ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યા પછી આ કથા લખવાનો અવસર આરંભ્યો. આ કથા વિશે તેમણે ઘણી સ્પષ્ટતાઓ પણ કરી હતી. તેમણે એમ જણાવ્યું કે તેમના દરેક પ્રકરણના મૂળમાં એક જ અવાજ છે, સત્યનો જય થાઓ . આ કથા તેમણે કુલ ૫ ભાગ અને તે ૫ ભાગમાં થઈને કુલ ૧૭૭ પ્રકરણમાં લખી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આત્મકથા અથવા સત્યના પ્રયોગો.

Full Novel

1

સત્યના પ્રયોગો ભાગ-1 - પ્રકરણ - 1

ગાંધીજીના સત્યના પ્રયોગોમાં સત્યની જ વાત છે સત્યના પ્રયોગો નામના અનેક પ્રકરણો છે. પ્રકરાણ-1માં તેઓ પોતાના જન્મની, પિતાની, માતાની કરે છે. ગાંધીજીની વાત કરીએ તો તેમના પિતા કબા ગાંધીએ એક પછી એક ચાર ઘર કરેલા, પહેલા બેથી બે દીકરીઓ હતી, છેલ્લા પૂતળીબાઇથી એક દીકરી અને ત્રણ દીકરાઓ થયા હતા જેમાં સૌથી છેલ્લા ગાંધીજી હતા. તેમના પિતા રાજમાં હતા અને માતા ઘણા ધાર્મિક હતા. એકટાણા કરવા તેમન માટ સામાન્ય હતું પરંતુ ચાતુર્માસ કાયમ કરતા, ચાહે તે માંદા પણ કેમ ન હોય... આમ પોતાના પરિવારની વાત વિગતે આ પ્રકારણમાં કરવામાં આવી છે ...Read More

2

સત્યના પ્રયોગો - ભાગ-1 - 2

આ પુસ્તકમાં ગાંધીજી ચોરી ક્યારેય કરતા નથી તે બાબતને પૂરવાર કરે છે. એક પ્રસંગને વર્ણવતા તેઓ કહે છે કે વખત ઇન્સ્પેક્ટર નિશાળ તપાસવશ આવ્યા હતા. તેમણે લખાવેલા શબ્દોમાંથી એક શબ્દ કેટલ (Kettle) હતો, મે જોડણી ખોટી લખી. માસ્તરે બાજુના છોકરાની પાટીમાંથી જોઇને લખવાની કહ્યું પરંતુ મે ન માન્યુ. માસ્તરે મને ઠોઠ, મૂર્ખો કહ્યો પરંતુ હું ટસથી મસ ન થયો અને ચોરી નક કરી. આ ઉપરાંત આ પુસ્તકમાં રાજા હરિશ્ચંદ્ર અને શ્રવણના પાત્રોથી પણ તેઓ કેવી રીતે પ્રભાવિત થયા છે તે જણાવે છે. હરિશ્ચંદ્ર પર આવી પડેલી અનેક વિપત્તિઓ છતાં તેમણે સત્યનો માર્ગ છોડ્યો ન હતો તેની ગાંધીજીના મન પર ભારે ઊંડી અસર થઇ હતી તેનું નિરુપણ અહીં કરવામાં આવ્યું છે. ...Read More

3

સત્યના પ્રયોગો - ભાગ-1 - 3

આ પુસ્તકમાં રાષ્ટ્રપિતા ઘણા કડવા ઘૂંટ પીવે છે. ભારતમાં વર્ષોથી જળાની જેમ વળગેલા બાળલગ્નનો ભોગ કેવી રીતે બન્યા તે છે. એક વાર તો તેઓ કહે છે જ્યારે મારા લગ્ન 13 વર્ષની ઉઁમર કરી દેવામાં આવ્યા ત્યારે એ પ્રથમ રાત્રિએ, બે નિર્દોષ બાળકોએ વગર જાણ્યે સંસારમાં ઝંપલાવ્યું હતું. આ પુસ્તક લખ્યું ત્યારે તેમણે પિતાના તેમના લગ્નના નિર્ણયની ટીકા કરી હતી. ગાંધીજી તેમના લગ્નને જીવનનો અવળો પ્રસંગ કહે છે, જેનો ડંખ તેમને લાંબા સમય સુધી રહ્યો હતો. ગાંધીજીએ ઘટસ્ફોટ કરતા લખ્યું છે કે મારી એક પછી એક ત્રણ સગાઇ થયેલી, જો કે તે ક્યારે થઇ તેમની મને કશીયે ખબર નથી. મને કહેવામાં આવ્યું હતું કે બે કન્યાઓ એક પછી એક મરી ગઇ. ...Read More

4

સત્યના પ્રયોગો - ભાગ-1 - 4

લગ્ન બાદ મહાત્મા ગાંધી ધણી બન્યા હતા. આ પ્રકરણમાં ધણીપણા અંગે કહે છે કસ્તૂરબા કેદ સહન કરે તેવા ન હું દાબ મુકુ તો તે વધારે છૂટ લેતા હતા. હું દાબ મુકુ તો મારે ઘણું બધું સાબિત કરવું પડે તેમ હતું. તેમ છતાં તેમના ઘર સંસારમાં મીઠાશ હતી. કસ્તૂરબાના સ્વભાવનું નિરુપણ કરતા ગાંધીજી કહે છે કે તે નિરક્ષર હતી. સ્વભાવે સીધી, સ્વતંત્ર અને મહેનતુ હતી. સ્ત્રીની નિરક્ષરતા પર પ્રકાશ પાડતા તેઓ કહે છે કે વડીલોને દેખતા તો સ્ત્રીને ભણાય જ નહી. ગાંધીજી અને કસ્તુરબા વચ્ચેનો સહવાસ 13થી 19 વર્ષની વચ્ચે છુટક છૂટક કરીને માંડ ત્રણ વર્ષનો હતો. ગાંધીજી 18 વર્ષની વયે વિલાયત ગયા અને બન્ને વચ્ચે વિયોગ આવ્યો, વ્લાયતથી પરત આવીને પણ તેઓ સાથે છએક માસ રહ્યા હતા. ...Read More

5

સત્યના પ્રયોગો - ભાગ-1 - 5

આ કૃતિમાં ગાંધીજી કહે છે કે સાચુ બોલનારે અને સાચુ કરનારે ક્યારે પણ ગાફેલ ન રહેવું જોઇએ. પોતાની પાસે પૂરાવા રાખવા જોઇએ. આ બાબતને પ્રસંગમાં ટાંકતા ગાંધીજી કહે છે કે એક વખત હાઇસ્કુલમાં સાંજે વ્યાયામ રાખ્યો હતો. હું પિતાજીની સેવા કરવા રોકાયો અને મોડો પડ્યો, શિક્ષકે બીજા દિવસે ઠપકો આપ્યો, મને ખૂબ દુઃખ થયુ સાથે મનમાં ભાવના હતી કે હું ખોટો નથી. વધુમાં ગાંધીજી આ પ્રકરણમાં પોતાના ખરાબ અક્ષર માટે પણ સંતાપ કરે છે, આ બાબતનો ખ્યાલ તેમને દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે વકીલોના મોતી જેવા દાણા જોઇને આવ્યો. ભાષા જ્ઞાન વિશે તેઓ કહે છે કે હિન્દી, ગુજરાતી અને સંસ્કૃતને એક ભાષામાં ગણી શકાય. ફારસી સંસ્કૃતને લગતી ભાષા છે, છતા બન્ને ભાષાઓ ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે તેથી બન્ને વચ્ચે નિકટનો સંબંધ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારે અરબી અને ફારસી ભાષાના જાણકારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. ...Read More

6

સત્યના પ્રયોગો - ભાગ-1 - 6

આ કૃતિમાં ગાંધીજી શીખવે છે કે સંગ કેવો જોઇએ. તે સમયે તેમના એક મિત્રએ કહ્યું કે આપણે માંસહાર કરતા શરાબ પીતા નથી એટલે માયકાંગલા રહ્યા છીએ અને તેથી અંગ્રેજો આપણી પર રાજ કરે છે. પોતે વૈષ્ણવ સંપ્રદાયના હોવા છતા અને માતાપિતા આ બાબત જાણે તો અકાળે મૃત્યુ આવે. તેમણે કબૂલ્યુ હતું કે મારી મિત્રતો બરોબર ન હતી તેનુ મને પછળથી ભાન થયુ હતું. સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઉતરવું જોઇએ નહી. મિત્રતામાં અદ્વૈત ભાવના કવચિત જ જોવા મળે છે. મિત્રતા સરખા ગુણવાળા હોય તો જ શોભે ને નભે. મિત્રો એકબીજાની પર અસર પાડ્યા વિના ન રહે. એટલે મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે કે અંગત મિત્રતા અનિષ્ટ છે, કેમ કે મનુષ્ય દોષને જલ્દી ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને બદલે સારા પ્રયાસની આવશ્યકતા છે. ઉપરોક્ત વિચારો યોગ્ય હોય કે અયોગ્ય, મારો અંગત મિત્રતા કેળવવાનો પ્રસંગ નિષ્ફળ નીવડ્યો! ...Read More

7

સત્યના પ્રયોગો - ભાગ-1 - 7

આ કૃતિમાં ગાંધીજીએ કેટલા પાપ કર્યા હતા તેનું વર્ણન કરે છે, જેમાં માંસાહાર, વેશ્યાવાડની મુલાકાત દરેકનો સમાવેશ થાય છે. એક વાર ગાંધીજી ભારપૂર્વક જણાવે છે તે મિત્ર એવો શોધો કે જે તમારી ભૂલ સુધારે, નહી કે તમને ગેરમાર્ગે દોરે. ઉપરાંત તેમણે પતિપત્ની વચ્ચે વહેમની પણ વાત કરી છે. જો પત્ની પતિ પર વહેમ કરે તો સમસમીને બેસી રહે પરંતુ જો પતિ પત્ની પર વહેમ કરે તો તેનું આવી જ બન્યું સમજો એમ ગાંધીજી કહે છે. અંતે ગાંધીજીએ પોતાના મિત્રને કહ્યું કે માતા પિતાના મૃત્યુ પછી અને ભારતને સ્વરાજ મળે પછી જ માંસાહર કરવો અને એમ કહીને તેમણે માંસાહારને તિલાંજલિ આપી દીધી. ...Read More

8

સત્યના પ્રયોગો - ભાગ-1 - 8

આ કૃતિમાં ગાંધીજી ભૂલ સ્વીકારવાની પોતાની ક્ષમતા રજૂ કરે છે. પોતાને બીડી પીવાના શોખ લાગ્યો, પરંતુ પાસે પૈસા ન બીડી સંઘરવી ક્યાં તેનો પ્રશ્ન સામે આવીને ઊભો હતો. જોકે તેઓ એમ પણ કબૂલને છે કે બીડી પીવાની ઇચ્છા મને ક્યારેય થઇ નથી અને આ ટેવ જંગલી, ગંદી અને હાનિકાર છે તેમ સદાયે માટે માન્યુ છે. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે તે સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી. પરંતુ છેવટે પોતાને કંઇક ખોટુ થઇ રહી હોવાની ભૂલ સમજાતા લત છોડી. સાથે મનમાં પસ્તાવો અપાર હતો પરંતુ વડીલોને તેમેં ખાસ કરીને પિતાજીને કહેવુ કેવી રીતે તેની અસંમજસમાં ચિઠ્ઠી લખીને દોષ કબૂલવો તેવુ નક્કી કર્યું. ચિઠ્ઠી લખીને પિતાજીને હાથોહાથ આપી, ચિઠ્ઠીમાં બદો દોષ કબૂલ્યો અને સજા માગી અને ભવિષ્યમાં આવું ક્યારેય નહી કરવાની પ્રતિજ્ઞા લીધી. ચિઠ્ઠી આપીને તેઓ પિતાજીની સામે પાટ પર બેઠા, પિતાજીએ ચિઠ્ઠી વાંચી, આંખમાથી મોતીના બિંદુ ટપક્યાં, ચિઠ્ઠી ભીંજાઇ, તેમણે ક્ષણવાર આંખ મીંચીને ફાડી નાખી. ...Read More

9

સત્યના પ્રયોગો - ભાગ-1 - 9

આ કૃતિમાં મહાત્મા ગાંધીજીના પિતાની બીમારી ભગંદરની વાત કરવામાં આવી છે. તે સમયે ગાંધીજીની વય 16 વર્ષની હતી. વખત પિતાજીની બધી જ ક્રિયાઓ પથારીમાં જ કરવાનો વારો આવ્યો હતો. ગાંધીજી ખરું કહીએ તે સમયે એક નર્સની ફરજ બજાવતા હતા. આ જ સમયગાળામાં કસ્તુરબા ગર્ભવતી થયા હતા. આ સમયે પિતાજીની સારવાર કરવામાં તેમણે કંઇ જ બાકી રાખ્યું ન હતું. પિતાજીની શસ્ત્રક્રિયા કરવાનું સુચન હતું પરંતુ પિતાજીની મરજી ન હતી.પિતાની તબિયત વધારે બગડતાં ગાંધીજીના કાકા પણ રાજકોટથી આવી ગયા હતા. એક રાતે પિતાની સેવા કરીને ગાંધીજી પોતાના રૂમમાં સૂવા ગયા અને પાંચ-સાત મિનિટમાં જ નોકરે આવીને ગાંધીજીને કહ્યું કે બાપુ ગુજરી ગયા છે. આ અંતિમ સમયે કાકા તેમના પિતા સાથે હતા. ગાંધીજીને છેલ્લી ઘડીએ પિતાની પાસે ન રહેવાનો અફસોસ જીવ્યા ત્યાં સુધી રહ્યો. તેમને થયું કે કાકા છેલ્લી ઘડીની સેવાનો યશ લઇ ગયા. ગાંધીજી હજુ પિતાના મૃત્યુના શોકમાંથી બહાર પણ આવ્યા નહોતા કે કસ્તુરબાને જે બાળક જન્મ્યું તે પણ બે-ચાર દિવસમાં મત્યું પામ્યું. ...Read More

10

સત્યના પ્રયોગો - ભાગ-1 - 10

આ કૃતિમાં ગાંધીજીના ધર્મ અંગેના વિચારોની વાત કરવામાં આવી છે. ગાંધીજી 16 વર્ષના થયા ત્યાં સુધી તેમને સ્કૂલમાંથી ધર્મ કોઇ જ્ઞાન ન મળ્યું તે વાતનો તેમને અફસોસ હતો. વૈષ્ણવ સંપ્રદાયના હોવાથી ગાંધીજી હવેલીએ જતાં. જો કે હવેલીના વૈભવ અને અનીતિની વાતો સાંભળી તેઓ ઉદાસ થઇ જતાં. તેઓ ભૂતપ્રેતથી ડરતા હોવાથી કુટુંબની જુની નોકર રંભાબાઇએ ગાંધીજીને રામનામનો જાપ કરવા કહ્યું. ગાંધીજીના એક કાકાના દિકરા રામના પરમ ભક્ત હતા તેમણે આ બે ભાઇઓ માટે રામરક્ષાનો પાઠ કરાવવાનો પ્રબંધ કર્યો. પોરબંદર રહ્યાં ત્યાં સુધી ગાંધીજી રોજ પ્રાતઃકાળે આ પાઠ કરતાં. તે સમયે ગાંધીજીના પિતાને અનેક ધર્મના લોકો મળવા આવતાં જેથી ગાંધીજીમાં સર્વધર્મ પ્રત્યે સમાનભાવ પેદા થયો. જો કે સ્કૂલકાળ દરમ્યાન એક ખ્રિસ્તી ધર્મગુરૂ હિન્દુ ધર્મની નિંદા કરતાં અને એક ભાઇ ખ્રિસ્તી બની દારૂ અને ગૌમાંસનું સેવન કરતાં તેવી વાતો સાંભળીને ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે ધૃણાનો ભાવ પેદા થયો. જો કે પિતાની લાયબ્રેરીમાંથી મનુસ્મૃતિ વાંચ્યાં બાદ અપકારનો બદલો ઉપકાર કરવો તે ગાંધીજીનું જિંદગીનું સૂત્ર બની ગયું. ...Read More

11

સત્યના પ્રયોગો - ભાગ-1 - 11

આ કૃતિમાં ગાંધીજીની વિલાયતની તૈયારીઓની વાત કરવામાં આવી છે. 1887ની સાલમાં ગાંધીજીએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મેટ્રિક પછી વડીલોની ભાવનગરની શામળદાસ કોલેજમાં એડમિશન લીધું. ગાંધીજી કોલેજનું પ્રથમ સત્ર પૂર્ણ કરીને વેકેશનમા ઘરે આવ્યાં ત્યારે તેમના પિતાનાજીના જુના મિત્ર માવજી દવે (જોશીજી) મળવા આવ્યાં. માવજીભાઇએ ગાંધીજા માતા અને વડીલભાઇને સમજાવ્યું કે બી.એ.થવામાં ચાર-પાંચ વર્ષનો સમય બગાડીને પસાસસાઠ રૂપિયાની નોકરી કરવા કરતાં ગાંધીજીને વિદેશ અભ્યાસ કરવા મોકલવા જોઇએ. વિલાયતમાં 3 વર્ષમાંનો ખર્ચ પાંચ હજારથી વધુ નહીં થાય. ગાંધીજીને આમેય શામળદાસ કોલેજમાં અભ્યાસમાં મન લાગતું નહોતું તેથી તેઓ વિદેશ જવા માટે ઝટ તૈયાર થઇ ગયા. ગાંધીજીની ઇચ્છા દાક્તરી શીખવાની હતી પરંતુ જોશીજીના મતે દિવાનપદ માટે બેરિસ્ટર થવું જ યોગ્ય હતું. પૈસાની જરૂર હોવાથી ગાંધીજીએ પત્નીનાં ઘરેણાં વેચીને રૂપિયા ભેગા કરવાનું બીડું ઝડપ્યું. વિદેશમાં છોકરા દારૂ અને માંસના રવાડે ચડી જતા હોવાની શંકાએ માતાએ બેચરજી સ્વામીને પૂછીને ગાંધીજી પાસે માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી. ...Read More

12

સત્યના પ્રયોગો - ભાગ-1 - 12

ગાંધીજી વિલાયત જવા માટે મોટાભાઇની સાથે મુંબઇ ગયા. મુંબઇમા કોઇકે જૂન-જુલાઇમાં દરિયામાં તોફાન આવતું હોવાથી દરિયો ન ખેડવાની સલાહ મોટાભાઇ ગાંધીજીને મુંબઇમાં એક મિત્રને ત્યાં મૂકીને પાછા રાજકોટ આવ્યા. એક બનેવીની પાસે પૈસા મૂકીને કેટલાક મિત્રોને ગાંધીજીની મદદ કરવાની ભલામણ કરતા ગયા. વિદેશમાં ધર્મ અભડાતો હોવાનું કારણ આગળ ધરીને મુંબઇમાં નાતની વાડીમાં ગાંધીજીને હાજર કરવામાં આવ્યા. નાતના શેઠે કહ્યું કે આપણા ધર્મમાં દરિયો ન ઓળંગવાની મનાઇ છે અને વિદેશમાં ધર્મ પણ અભડાય છે. જો કે ગાંધીજીએ માતા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાની વાત કરી અને પોતાનો નિર્ણય નહીં બદલાય તેમ કહેતાં નાતના શેઠ ગુસ્સે થયાં અને ગાંધીજીને નાત બહાર મૂક્યા. ગાંધીજીને જે મદદ કરશે કે વળાવવા જશે તેને સવા રૂપિયો દંડ થશે તેવો હુકમ પણ કર્યો. ગાંધીજી પર આની કોઇ અસર ન થઇ. 4 સપ્ટેમ્બરે સ્ટીમરમાં જુનાગઢના એક વકીલ ત્રંબકરાય મજમુદાર બેરિસ્ટર થવા વિલાયત જઇ રહ્યા હતા જેમની સાથે ગાંધીજી મિત્રો અને મોટાભાઇની મંજૂરીથી 18 વર્ષની વયે વિલાયત જવા તૈયાર થયા. ...Read More

13

સત્યના પ્રયોગો - ભાગ-1 - 13

આ કૃતિમાં ગાંધીજીના વિલાયત પહોંચવાનું વર્ણન છે. સ્ટીમરમાં મજમુદાર સિવાયના બધા અંગ્રેજો હોવાથી વળી ગાંધીજીને અંગ્રેજી ન આવડતું ઘણી મુશ્કેલી પડી. મજમુદારે ગાંધીજીને સલાહ આપી કે વકીલોએ સંકોચ છોડીને બધાની સાથે ભળી જવું પરંતુ ગાંધીજી શરમના માર્યા કોટડીમાંથી બહાર જ નહોતા આવતા અને પોતાની સાથે લાવેલી મીઠાઇ પણ ત્યાં જ ખાતા. ડેક પર એક અંગ્રેજે ગાંધીજીને માંસાહાર ખાવાની સલાહ આપી પરંતુ ગાંધીજી માતાની વાતનું સ્મરણ કરી તેનાથી દૂર જ રહ્યાં. સપ્ટમ્બરના અંતમાં ગાંધીજી સાઉધમ્પ્ટન બંદરે ઉતર્યા. ગાંધીજી પાસે ભલામણના ચાર કાગળો હતા. ડોક્ટર પ્રાણજીવન મહેતા પર સાઉધમ્પ્ટનથી તાર કરેલો અને કોઇએ વિક્ટોરિયા હોટલમાં રહેવાનું સૂચવતાં ગાંધીજી અને મજમૂદાર તે હોટલમાં ગયાં. ડો.મહેતાએ ગાંધીજીને વિદેશમાં રહેવાની રીતભાત શીખવી. હોટલનું ભાડું વધારે હોવાથી એક સિંધી ભાઇની સલાહથી ગાંધીજી અને મજમુદાર એક ભાડે રાખેલી કોટડીમાં રહેવા ગયા. ગાંધીજીને અહીં પોતાનું ઘર ઘણું જ યાદ આવતું પરંતુ અભ્યાસના ત્રણ વર્ષ પૂરા કર્યા વગર છૂટકો નહોતો. ગાંધીજી હજુ સુધી ઘરના ભાત પર જ નિર્ભર હતા. ...Read More

14

સત્યના પ્રયોગો - ભાગ-1 - 14

આ કૃતિમાં ગાંધીજીના લંડન રહેવાના અનુભવોનું વર્ણન છે. ગાંધીજીને સ્ટીમરમાં રહેવા દરમ્યાન ખારા પાણીથી નાહવાનું રહેતું જેથી તેમને દાદર હતી. ડોક્ટર મહેતાએ દવાથી આ રોગ મટાડ્યો. તેમણે ગાંધીજીને કોઇ સારૂં ઘર શોધવા સલાહ આપી. ગાંધીજી જે મિત્રને ત્યાં રહેવા ગયા તેમણે મહેમાનગતિમાં કોઇ કચાશ ન રાખી પરંતુ મરીમસાલા વગરના શાક તેમના ગળે ઉતર્યા નહીં. મિત્રએ ગાંધીજીને માંસાહાર વગર ઇંગ્લેન્ડમાં નહીં રહી શકાય તેવી સલાહ આપી. ગાંધીજીએ માતાનું વચન માની માંસાહારથી દૂર રહ્યા. ગાંધીજી કહે છે કે મિત્રનું મકાન રિચમંડમાં હતું તેથી લંડન જવાનું અઠવાડિયામાં એક-બે વાર થતું. હવે મને કોઇ કુટુંબમાં મૂકવો જોઇએ તેવો વિચાર ડોક્ટર મહેતા અને ભાઇ દલપતરામ શુક્લએ કર્યો. તેમણે વેસ્ટ કેન્સિગ્ટનમાં એક એગ્લોઇન્ડિયનનું ઘર શોધીને ગાંધીજીને ત્યાં મૂક્યા. લંડનમાં ગાંધીજી ડેઇલી ટેલિગ્રાફ જેવા વર્તમાનપત્રો વાંચતા થયા. તેમણે એક વેજિટેરિયન રેસ્ટોરન્ટ પણ શોધી નાંખ્યું. ગાંધીજીએ આ સ્થળેથી સોલ્ટનું ‘અન્નાહારની હિમાયત’ પુસ્તક એક શિલિંગમાં ખરીદ્યું.આ પુસ્તકની તેમના પર સારી અસર થઇ. ...Read More

15

સત્યના પ્રયોગો - ભાગ-1 - 15

આ પ્રકરણમાં ગાંધીજીની અન્ન અને પોશાક પ્રત્યેની ઘેલછાની વાત કરવામાં આવી છે. ગાંધીજીએ આહારનીતિ અંગેના હાવર્ડ વિલિયમ્સ, મિસિસ એના એલિન્સનના લેખો વાંચ્યા. આહાર અંગેના પુસ્તકોના વાંચનનું પરિણામ એ આવ્યું કે ગાંધીજીએ જિંદગીમાં ખોરાકના અખતરાઓ વધારી દીધા. દરમ્યાન તેમના માંસાહારી મિત્રને લાગ્યું કે આહાર અંગેના પુસ્તકોના વાંચનથી ગાંધીજી વેદિયા બની જશે તેથી તેઓએ ગાંધીજીને નાટક જોવાનું આમંત્રણ આપ્યું. નાટક પહેલાં તેઓ હોબર્ન ભોજનગૃહમાં જમવા ગયા. જ્યાં ગાંધીજીએ સૂપ પીરસાતાં તે માંસાહારી છે કે નહીં તેવો સવાલ કરતાં મિત્રએ નારાજ થઇને તેમને કોઇ બીજી વીશીમાં ભોજન કરવા જણાવ્યું. ગાંધીજીએ હવે સમાજમાં સભ્ય બનીને રહેવાનો નિર્ણય કર્યો. જેના માટે ગજા બહારના ખર્ચ કરીને કપડાં, માથે હેટ, સોનાનો અછોડો, ટાઇ વગેરે ખરીદી. ગાંધીજીએ ફ્રેન્ચ શિખવાનો નિર્ણય કર્યો તેમજ 3 પાઉન્ડનો ખર્ચ કરી ડાન્સ શિખવાનું નક્કી કર્યુ.તેમણે વાયોલિન પણ ખરીદ્યું. ગાંધીજીની સભ્ય થવાની ઘેલછા ત્રણેક મહિના જ ચાલી. પછી અક્કલ આવતાં વાયોલિન પણ વેચી દીધું અને ડાન્સ ક્લાસ પણ બંધ કર્યા. ...Read More

16

સત્યના પ્રયોગો - ભાગ-1 - 16

આ કૃતિમાં ગાંધીજીની કરકસરવૃતિની વાત કરવામાં આવી છે. ગાંધીજીએ દર મહિને 12 પાઉન્ડથી વધુ ખર્ચ ન કરવાનો નિર્ણય કર્યો. અને ટપાલના ખર્ચનો પણ હિસાબ તેઓ રાખતાં. કુટુંબમાં રહેવાથી ક્યારેક બહાર જમવા જવું પડે તેવા ખોટા ખર્ચને કાબૂમાં રાખવા ગાંધીજીએ પોતાની કોટડી (રૂમ) લેવાનું નક્કી કર્યું. કામના સ્થળે અડધા કલાકમાં ચાલીને પહોંચી શકાય તેવી જગ્યા શોધી કાઢી. ચાલવાનું વધવાથી ગાંધીજીનું શરીર પણ કસાયું. ગાંધીજીને અંગ્રેજી સુધારવું હતું તેથી મિત્રોની સલાહથી બેરિસ્ટરના અભ્યાસની સાથે લંડનમાં મેટ્રિક્યૂલેશન કરવાનું નક્કી કર્યું. જો કે અહીં લેટિન શીખવું પડે તેમ હતું પરંતુ મિત્રોએ કહ્યું કે લેટિન જાણનારને કાયદાના પુસ્તકો સમજવા સહેલા પડશે, તેથી ગાંધીજીએ લેટિન અને ફ્રેન્ચ શીખવા એક વર્ગમાં જોડાયા. ગાંધીજી લેટિનની પરિક્ષામાં નાપાસ થયાં. ગાંધીજી બે કોટડીની જગ્યાએ એક કોટડી (રૂમ)ની જગ્યા લઇને એક સગડી લઇને સવારનું જમવાનું હાથે બનાવવા લાગ્યા. આમ ભણતરમાં વધારે ધ્યાન આપી ખર્ચ ઘટાડ્યો અને બીજી વખત પરિક્ષામાં બેસી પાસ થયા ...Read More

17

સત્યના પ્રયોગો - ભાગ-1 - 17

આ કૃતિમાં ગાંધીજીના ખોરાકના પ્રયોગોનું વર્ણન થયેલું છે. આહાર અંગેના પુસ્તકો વાંચીને ગાંધીજીએ ઘેરથી મંગાવેલી મીઠાઇઓ, મસાલા બંધ કર્યા. મસાલા વગરની ફિકી લાગતી બાફેલી ભાજી હવે તેમને સ્વાદિષ્ટ લાગવા માંડી.તે વખતે એક એવો પંથ હતો જે ચા-કોફીને નુકસાનકારક ગણતો હતો અને કોકોનું સમર્થન કરતો હતો. ગાંધીજીએ પણ ચા-કોફીનો ત્યાગ કરી કોકોનું સેવન કર્યું. ખર્ચ બચાવવા ગાંધીજી વિશીમાં ઓછા ખર્ચના વિભાગમાં જમવા જતાં. વિશીમાં બે વિભાગ હતા જેમાં એકમાં શિલિંગ અને બીજામાં પેનીમાં ખર્ચ થતો. ગાધીજી છ પેનીમાં જમતા હતાં. તેમણે રોટી, ફળ, પનીર, દૂધ અને ઇંડા ખાવાના વિવિધ અખતરાઓ કર્યા. ઇંડા માંસ નથી તેમ ધારીને તેઓએ ઇંડાનું પણ સેવન કર્યું. જો કે પાછળથી જ્ઞાન પ્રાપ્ત થતાં ઇંડા અને સાથે દૂધ અને કેકનો પણ ત્યાગ કર્યો. ગાંધીજી જે લત્તામા રહેતા તે બેઝવોટરમાં અન્નાહારી મંડળની સ્થાપના કરી સર એડવિન આર્નોલ્ડને ઉપપ્રમુખ થવા આમંત્રણ આપ્યું. ડોક્ટર ઓલ્ડફિલ્ડ પ્રમુખ બન્યા અને ગાંધીજી મંત્રી. જો કે થોડાક સમય પછી ગાંધીજીએ આ વિસ્તાર છોડી દીધો. ...Read More

18

સત્યના પ્રયોગો - ભાગ-1 - 18

ગાંધીજીની શરમાળ પ્રકૃતિ વિશે આ પ્રકરણમાં જાણવા મળે છે. અન્નાહારી (શાકાહારી) મંડળની કાર્યવાહક સમિતિમાં ચૂંટવા છતાં સમિતિની બેઠકમાં ગાંધીજીની બોલવા માટે ઉપડતી જ નહોતી. ઘણીવાર ગાંધીજી અન્નાહારી મંડળની બેઠકમાં લખીને પોતાના વિચારો રજૂ કરતાં હતાં. જો કે, પોતાનું લખેલું વાંચવામાં પણ તેમને સંકોચ થતો હતો, પરિણામે તેમનું લખાણ બીજા વાંચતા હતા. પોતાનું લખેલું વાંચવા ઉભા થાય તો પણ ગાંધીજીના પગ ધ્રુજતા હતાં. વિલાયત છોડતાં પહેલાં ગાંધીજીએ મિત્રોને હાર્બન ભોજનગૃહમાં જમવા માટે બોલાવ્યા હતા ત્યારે માંસાહારી ભોજનગૃહમાં શાકાહારીનો પ્રવેશ થાય તેવી વ્યવસ્થા તેમણે ગોઠવી હતી. ગાંધીજીનો આ અખતરો વ્યર્થ ગયો અને તેમની ફજેતી થઇ. ગાધીજીનો ભાષણ આપવાનો સમય આવ્યો ત્યારે બોલવા ટૂંકું વિનોદી ભાષણ કરવાં જતાં પોતે વિનોદનું પાત્ર બન્યા હતા. જો કે, ગાંધીજી માનતા હતા કે શરમાળ પ્રકૃતિથી તેમને નુકસાન ઓછું ને ફાયદો વધુ થયો છે. ફાયદો એ થયો કે, તેઓ શબ્દોની કરકસર કરીને વિચારો પર કાબૂ મેળવતાં શીખ્યા. ગાંધીજીનું માનવું હતું કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું જોઇએ. ...Read More

19

સત્યના પ્રયોગો - ભાગ-1 - 19

ગાંધીજી સત્યના કેટલા આગ્રહી હતા તે આ પ્રકરણમાંથી જાણી શકાય છે. ગાંધીજીએ લખ્યું છે કે તે જમાનામાં વિલાયત જનારા યુવાનો પોતાની વિવાહની વાત છુપાવતાં હતાં કારણ કે જો વિવાહ જાહેર થાય તો જે કુટુંબમાં રહેવા મળે તે કુટુંબની જુવાન છોકરીઓ સાથે હરવા-ફરવા અને મસ્તી કરવા ન મળે. ગાંધીજીએ પણ વેન્ટરના જે ઘરમાં તેઓ રહેતા ત્યાં એક દીકરાના બાપ હોવા છતાં પોતાની વિવાહની વાત છુપાવી હતી. વિદેશમાં ગાંધીજી એકવાર કોઇ હોટલમાં જમવા ગયા ત્યારે એક વૃદ્ધ સ્ત્રીએ ફ્રેન્ચ ભાષામાં લખેલી શાકાહારી વાનગીઓ શોધવામાં તેમને મદદ કરી હતી. ત્યારબાદ ગાંધીજી સાથે તેમનો સંબંધ બંધાયો અને લંડનમાં તેમના ઘરે ગાંધીજીની મુલાકાતો વધી. તે કુટુંબની યુવાન સ્ત્રીઓ સાથે ગાંધીજીનો પરિચય વધ્યો. ગાંધીજીને પોતાની વિવાહની વાત છુપાવવાનો અફસોસ થયો અને કુટુંબની વૃદ્ધ સ્ત્રીને પત્ર લખી સત્ય છુપાવવા બદલ માફી માંગી. તે ઘરમાલિક ગાંધીજીની વાતથી પ્રભાવિત થયા અને અગાઉની જેમ પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું. ...Read More

20

સત્યના પ્રયોગો - ભાગ-1 - 20

આ કૃતિમાં ગાંધીજીને થયેલા ધાર્મિક પરિચયોનો ઉલ્લેખ છે. લંડનમાં તેમની ઓળખાણ બે થિયોસોફિસ્ટ મિત્રો સાથે થઇ. જેમની સાથે ભગવદગીતા ગાંધીજીએ આરંભ કર્યો. ગીતાજ્ઞાનથી ગાંધીજીને સમજાયું કે ક્રોધથી મોહ, મોહથી સ્મૃતિભ્રમ, સ્મૃતિભ્રમથી બુદ્ધિનાશ અને અંતે મનુષ્યનો પોતાનો નાશ થાય છે. ગીતાને ગાંધીજી સર્વોત્તમ ગ્રંથ માનતા હતા અને તેમાંય એડવિન આર્નોલ્ડનો અનુવાદ તેમને શ્રેષ્ઠ લાગતો હતો. ઇંગ્લેન્ડમાં જ તેમનો પરિચય થિયોસોફિકલ સોસાયટીના સભ્ય એનિ બેસન્ટ અને મેડમ બ્લેવેટ્સ્કી સાથે થયો. તેમણે ગાંધીજીને બાઇબલ વાંચવાની સલાહ આપી. ગાંધીજી પર ઇશુના ગિરિપ્રવચન ખુબ અસર થઇ હતી. આની સરખામણી તેમણે ગીતા સાથે કરી છે. અહીંથી જ તેઓ એ શીખ્યા કે તારૂ પહેરણ માંગે તેને અંગરખુ આપજે અને કોઇ જમણા ગાલે તમાચો મારે તો ડાબો ગાલ આગળ ધરજે. વિદેશમાં વસવાટ દરમ્યાન ગાંધીજીએ કાર્લાઇલનું વિભૂતિઓ અને વિભૂતિપૂજા તેમજ બ્રેડલોનું નાસ્તિકતા વિશેનું પુસ્તક વાંચ્યું. જો કે, મિસિસ બેસન્ટ નાસ્તિક મટી આસ્તિક થયાં એ વાતે નાસ્તિકવાદ તરફ ગાંધીજીનો અણગમો વધાર્યો ...Read More

21

સત્યના પ્રયોગો - ભાગ-1 - 21

આ કૃતિમાં ગાંધીજીએ સંયમનો જાત અનુભવ કેવી રીતે કર્યો તેની વાત કરી છે. ગાંધીજી કહે છે કે જે સંયમબળનું અભિમાન રાખતો હોય છે તેનો સંયમ પણ રોળાઇ શકે છે. પોતાના વિલાયતના છેલ્લા વર્ષમાં એટલે કે 1890માં તેમને થયેલા એક અનુભવનું વર્ણન કરતાં ગાંધીજીએ લખ્યું છે કે પોર્ટસ્મથમાં અન્નાહારીઓનું સંમેલન હતું. આ જગ્યા ખલાસીઓના બંદર તરીકે ઓળખાય છે જ્યાં વેશ્યા જેવી ગણાતી સ્ત્રીના ઘરે તેમને ઉતારો આપવામાં આવ્યો હતો. અહીં જમ્યા પછી મહેમાનોની સાથે પાના રમવાં માટે ઘરની ગૃહિણી પણ બેસતી. ગાંધીજી ત્યાં વાણીમાંથી ચેષ્ટામાં ઉતરી પડવાની તૈયારીમાં હતા પરંતુ તેમના એક મિત્રએ તેમને ચેતવ્યા અને તેઓ તેનો ઉપકાર માની પોતાની પ્રતિજ્ઞા યાદ કરી ત્યાંથી ભાગીને પોતાની કોટડીમાં આવી ગયા. ત્યાર બાદ વહેલી તકે તેમણે પોર્ટસ્મથ છોડ્યું. ગાંધીજીને લાગ્યું કે ઇશ્વરે તેમને બચાવ્યા છે. તેઓ માનતા કે પ્રાર્થના, ઉપાસના એ વહેમ નથી. ઇશ્વરની અનુભૂતિ આપણને કોઇકને કોઇક પ્રસંગે થતી જ હોય છે. ...Read More

22

સત્યના પ્રયોગો - ભાગ-1 - 22

આ કૃતિમાં લેખક નારાયણ હેમચંદ્ર વિશે વાત કરવામાં આવી છે. તેઓ એક લેખક હતાં જેને ગાંધીજી ઇન્ડિયન નેશનલ એસોસિએશનવાળા મેનિંગને ત્યાં મળ્યા હતાં. હેમચંદ્રનું કદ ઠિંગણું, પોશાક બેડોળ હતો અને ચહેરા પર શીળીના ડાઘ હતાં. તેમને અંગ્રેજી નહોતું આવડતું તેથી ગાંધીજી પાસે અંગ્રેજી શીખવા આવતાં. નારાયણ હેમચંદ્રને વ્યાકરણનું ખાસ જ્ઞાન નહોતું છતાં મરાઠી, હિંદી જાણતાં હતા અને હવે અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન ભાષા પણ શીખવા માંગતા હતા. તેઓ બિલકુલ નિખાલસ સ્વભાવ અને સાદાગી ધરાવતા માણસ હતા. તે વખતે મેનિંગના પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાળ સમાપ્ત થતાં તેમનો આભાર માનવા ગાધીજીને દુભાષિયા તરીકે લઇને મળવા ગયા હતા. એક વાર તેઓ ગાધીજીના ઘરે ધોતિયું અને પહેરણ પહેરીને ગયા ત્યારે ઘરમાલિકે તેમને ગાંડા ધારી લીધા હતા. હેમચંદ્ર ડેકમાં કે ત્રીજા વર્ગની ટિકિટ લઇને અમેરિકા ગયા અને ત્યાં એકવાર અસભ્ય પોશાક પહેરવાના આરોપમાં તેમને પકડવામાં આવ્યા હતા. જો કે, પાછળથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ...Read More

23

સત્યના પ્રયોગો - ભાગ-1 - 23

ગાંધીજીની પેરિસ મુલાકાત અને એફિલ ટાવર વિશે આ કૃતિમાંથી માહિતી મળે છે. ઇસ.1890માં પેરિસમાં મહાપ્રદર્શન ભરાયું હતું. પેરિસનો એફિલ જોવાની ગાંધીજીને ઘણી ઇચ્છા હતી જેથી એક સાથે બે કામ થશે તેવું વિચારીને ગાંધીજી પેરિસ ગયા. તેઓએ એક અન્નાહારીની કોટડી લઇ સાત દિવસ ત્યાં રહ્યાં હતા. ગાંધીજી પેરિસમાં મોટાભાગે પગપાળા જ ફરતા હતા. પેરિસના એફિલ ટાવર અને ત્યાંના દેવળોની ભવ્યતાથી ગાંધીજી પ્રભાવિત થયા હતા. પેરિસની ફેશન, સ્વેચ્છાચારના દર્શન પણ ગાંધીજીને થયા. બીજી તરફ ગાંધીજીને પેરિસની શિસ્ત અને શાંતિ આકર્ષી ગઇ. એફિલ ટાવર વિશે ટોલ્સટોયે કહેલું એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઇનું ચિન્હ છે. દુનિયામાં ચાલતા ઘણાં નશાઓમાં તમાકુનું વ્યસન સૌથી ખરાબ છે, દારૂ પીનાર ગાંડો બને છે જ્યારે બીડી પીનારની અક્કલને ધૂમ્મસ ચડે છે તે હવાઇ કિલ્લા બાંધવા લાગે છે અને એફિલ ટાવર આવા વ્યસનનું જ પરિણામ છે તેમ ટોલ્સ્ટોયને ટાંકીને ગાંધીજીએ લખ્યું છે. ...Read More

24

સત્યના પ્રયોગો - ભાગ-1 - 24

આ કૃતિમાં ગાંધીજીના બેરિસ્ટર (વકીલ) બનવાની વાત કરવામાં આવી છે. બેરિસ્ટર થવામાં વર્ષમાં 4 ટર્મ ભરવાની હોય એટલે કે વર્ષમાં 12 સત્ર સાચવવાનાં હોય. દરેક સત્રમાં 24 ખાણાં હોય. ખાણામાં સારી વાનગીઓ અને પીવામાં દારૂ મળે. ગાંધીજી તો માત્ર રોટલી, બાફેલા બટાટાં અને કોબી જ ખાતાં. વિદ્યાર્થીઓ માટે એક જાતનું ખાણું અને બેન્ચરો (કોલેજના વડાઓ) માટે બીજા પ્રકારનું ખાવાનું મળે. ગાંધીજી અને એક અન્નાહારી પારસી વિદ્યાર્થીની અરજી સ્વીકારીને તેમને બેન્ચરોના ટેબલ પરથી ફળો અને બીજા શાક મળવા લાગ્યાં. ચાર જણ વચ્ચે દારૂની બે બોટલો મળે અને ગાંધીજી દારૂ ન પીવે એટલે બોટલ બાકીના ત્રણ વચ્ચે ઊડે, પરિણામે ગાંધીજીનું મહત્વ વધવા લાગ્યું. તે સમયે બે વિષયોની પરિક્ષા રહેતી. એક રોમન લો અને બીજો ઇંગ્લેન્ડનો કાયદો. ગાંધીજી રોમન લો લેટિનમાં વાંચતા. કોમન લો માટે તેમણે વ્હાઇટ, ટ્યૂડર, ગુડિવ જેવા લેખકોના પુસ્તકો વાંચ્યા. 1891ની દસમી જૂને ગાંધીજી બારિસ્ટર થયા અને 11મી જૂને ઇંગ્લેન્ડની હાઇકોર્ટમાં નામ નોંધાવ્યું. 12 જૂને ગાંધીજી ભારત આવવા માટે નીકળ્યા. ...Read More

25

સત્યના પ્રયોગો - ભાગ-1 - 25

આ કૃતિમાં ગાંધીજીને વકીલાતનો વ્યવસાય કેવી રીતે કરવો તે અંગેની મૂંઝવણની વાત કરવામાં આવી છે. ગાંધીજીએ લખ્યું છે કે બારિસ્ટર તો થયા પરંતુ વકીલાત કરવાનું ન શીખ્યા. ‘તમારૂં જે હોય તે એવી રીતે વાપરો કે જેથી બીજાની મિલકતને નુકસાન ન પહોંચે.’ આ ધર્મવચનનો વકીલાતનો ધંધો કરતા અસીલના કેસમાં કેમ ઉપયોગ કરવો તેની ગતાગમ ગાંધીજીને ન પડી. તે વખતે ફિરોજશા મહેતા અદાલતોમાં સિંહની જેમ ગર્જના કરતાં હતાં. મિત્રોએ ગાંધીજીને દાદાભાઇને મળવાની સલાહ આપી. ગાંધીજી દાદાભાઇને મળીને ભલામણ પત્ર આપ્યો પરંતુ પોતાની મુશ્કેલીઓ રજૂ કરવાની હિંમત ન ચાલી. કોઇકની સલાહથી તેઓ મિ.ફ્રેડરિક પિંકટને મળ્યા. પિંકટે તેમને સામાન્ય જ્ઞાન વધારવાની સલાહ આપી અને કહ્યું કે વકીલાત માટે ફિરોજશાની જેમ હોંશિયારી, યાદશક્તિ વગેરની જરૂર નથી પરંતુ પ્રામાણિકતા અને ખંતની જરૂર છે. તેમની સલાહ માની ગાંધીજીએ કાયદાને લગતા વિવિધ પુસ્તકો ખરીદીને વાંચવાનુ શરૂ કર્યું. નિરાશા ખંખેરી અને આશાવાદી વિચારો સાથે ગાંધીજી મુંબઇના બંદરે ઉતર્યા. ...Read More

26

સત્યના પ્રયોગો - ભાગ-2 - 1

આ પ્રકરણમાં ગાંધીજીની રાયચંદભાઇ સાથેની મુલાકાતનું વર્ણન છે. ગાંધીજી કહેતા કે તેમના જીવનમાં રાયચંદભાઇ જીવંત સંસર્ગથી, ટોલ્સટોય તેમના ‘વૈકુંઠ હ્રદયમાં છે’ નામના પુસ્તકથી અને રસ્કિનના ‘અનટુ ધિસ લાસ્ટ’ની ઘણી અસર છે. મુંબઇ ઉતર્યા પછી ગાંધીજી ડોક્ટર મહેતાના ત્યાં ગયા. ગાંધીજી વિલાયતમાં હતા ત્યારે જ તેમના માતાનું મૃત્યું થઇ ચૂક્યું હતું પરંતુ તેમને આઘાત ન લાગે એટલા માટે તેમના મોટાભાઇએ ગાંધીજીને માતાના મૃત્યુના સમાચાર નહોતા આપ્યા. ગાંધીજીને પિતા કરતાં માતાના મૃત્યુનું વધારે દુઃખ થયું. ડોકટર મહેતાના મોટાભાઇના જમાઇ એવા કવિ રાયચંદ સાથે ગાંધીજીની ઓળખાણ થઇ જેઓ તે સમયે 25 વર્ષની ઉંમરના હતા. રાયચંદભાઇ હિરાના મોટા વેપારી હતા અને હજારો રૂપિયાના સોદા કરવાની સાથે સાથે એક ધાર્મિક વૃતિના માણસ પણ હતા. લાખોના સોદા પછી આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જવાની તેમની વાત ગાંધીજીને સ્પર્શી ગઇ. રાયચંદભાઇને પોતે ધર્મગુરૂ તરીકે સ્થાન ન આપી શક્યા તે વાતનો ગાંધીજીને જીવનભર અફસોસ રહી ગયો હતો. ...Read More

27

સત્યના પ્રયોગો - ભાગ-2 - 2

ગાંધીજીએ આ પ્રકરણમાં તેમના સંસારિક જીવનની થોડીક વાતો કરી છે. ગાંધીજી પાસેથી તેમના વડીલભાઇને ઘણી આશાઓ હતી. તેમનું મિત્રવર્તુળ મોટું હતું જેથી ગાંધીજીને તેઓ સારા કેસ અપાવી શકશે તેવી આશાએ તેમણે ખર્ચો પણ વધારી દીધો હતો. એક તરફ એક પક્ષે ગાંધીજીને નાત બહાર મૂક્યા હતા તો બીજીબાજુ નાતમાં લેનારને સંતોષવા ખાતર રાજકોટ લઇ જતાં પહેલા તેમના મોટાભાઇ ગાંધીજીને નાસિક સ્ના કરાવવા માટે લઇ ગયા. ગાંધીજીએ ક્યારેય નાતમાં પ્રવેશ કરવા માટે ખોટી ખટપટો નહોતી કરી. ગાંધીજીને લાગતું કે પત્ની ભણેલી હોવી જોઇએ તેથી તેમણે કસ્તૂરબાને અક્ષરજ્ઞાન આપવાની જીદ પકડી. કસ્તૂરબા સાથ ઝગડો પણ થયો અને પિયર મોકલી દીધાં અને અત્યંત કષ્ટો આપ્યા પછી પાછા રહેવા દેવાનું પણ કબૂલ કર્યું. જો કે ગાંધીજીને પાછળથી આ વાતનો અફસોસ થયો. રાજકોટમાં વકીલાત ચાલશે નહીં તેવું લાગતાં મિત્રોની સલાહથી મુંબઇ જઇ હાઇકોર્ટનો અનુભવ લેવાનું વિચાર્યું. મુંબઇ એક રસોઇયા સાથે રહેવા લાગ્યા પરંતુ મુંબઇના ખર્ચને જોતાં ચાર-પાંચ મહિનાથી વધુ ત્યાં રોકાવાનું ગાંધીજીને મુનાસીબ ન લાગ્યું. ...Read More

28

સત્યના પ્રયોગો - ભાગ-2 - 3

આ ચેપ્ટરમાં ગાંધીજીને મળેલા પહેલા કેસનું વર્ણન છે. ગાંધીજીને એક મમીબાઇનો કેસ મળ્યો. સ્મોલકોઝ કોર્ટમાં કેસ લડવાનો હતો. દલાલને આપવાની વાત થઇ પરંતુ ગાંધીજી એકના બે ન થયા. પ્રથમ કેસમાં ગાંધીજીને બ્રીફના 30 રૂપિયા મળ્યા પરંતુ કોર્ટમાં પ્રતિવાદી તરફથી ઊલટતપાસ કરવા ઊભા થયેલા ગાંધીજીના પગ ધ્રૂજવા લાગ્યા. દલાલને કહ્યું કે ‘મારાથી કેસ નહીં લડાય.’ ગાંધીજીએ પૂરી હિંમત ન આવે ત્યાં સુધી કેસ ન લડવાનો નિર્ણય કર્યો અને દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં સુધી કોર્ટમાં ન ગયા. બીજા એક કેસથી ગાંધીજી અરજી કરવાનું શીખ્યા એટલે થોડિક હિંમત આવી. ગાંધીજીએ મુંબઇમાં પોતાનો ખર્ચ કાઢવા શિક્ષકની નોકરી માટે ઇન્ટરવ્યૂ પણ આપ્યો પરંતુ ગ્રેજ્યુએટ ન હોવાથી ગાંધીજીને રિજેક્ટ કરવામાં આવ્યા. મુંબઇમાં રહેવા દરમ્યાન ગાંધીજી દરરોજ હાઇકોર્ટમાં જતા અને કેટલાક કેસમાં સમજ ન પડે તો ઝોકાં ખાતા. તેમના જેવા બીજા પણ કોર્ટમાં હતા. ગાંધીજી ગીરગાંવના તેમના ઘરેથી 45 મિનિટ ચાલીને કોર્ટમાં જતા જેથી બીમાર પડવાની નોબત ક્યારેય ન આવી. ...Read More

29

સત્યના પ્રયોગો - ભાગ-2 - 4

આ પ્રકરણમાં બ્રિટિશ અમલદાર તરફથી મળેલા આઘાતની ગાંધીજીએ વાત કરી છે. મુંબઇની નિષ્ફળ વકીલાત પછી રાજકોટ આવેલા ગાંધીજીએ ઓફિસ ગાંધીજીને અરજીઓમાંથી દર મહિને 300 જેટલા રૂપિયાની આવક થવા લાગી. ભાઇના ભાગીદારની વકીલાત જામેલી હતી તેમની અરજી કરવાની આવે જેમાં અગત્યની મોટા વકીલો પાસે જાય અને ગરીબ અસીલોની અરજીઓ ગાંધીજી પાસે આવે. વકીલાત કરવી હોય તો કમિશન આપવું પડે તેવી ભાઇની દલીલ ગાંધીજીએ મહામહેનતે ગળે ઉતારી અને મનને મનાવ્યું. રાજકોટમાં બ્રિટિશ અમલદારનો તેમને કડવો અનુભવ થયો. આ બ્રિટિશ અમલદારને તેઓ વિદેશમાં મળેલા. ભાઇ પર થયેલા એક ખોટા કેસમાં પોતાની વગનો ઉપયોગ કરીને ઇચ્છા ન હોવા છતાં ભાઇના આગ્રહથી બ્રિટિશ અમલદારને મળવા ગયેલા ગાંધીજીને બ્રિટિશ અમલદારે પટાવાળાને કહીને દરવાજાની બહાર કાઢી મૂક્યા. ગાંધીજીએ બ્રિટિશ અમલદારને ચિઠ્ઠી લખી માફી માંગવા અથવા તો ફરિયાદનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું પરંતુ ઓફિસરે તેમને જે-થાય તે કરી લેવા કહ્યું. આમ ગાંધીજીનું અપમાન થયું અને અનુભવી વકીલોએ ગાંધીજીને આવું ફરી ન કરવાની સલાહ આપી ...Read More

30

સત્યના પ્રયોગો - ભાગ-2 - 5

આ પ્રકરણમાં મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકા જવાની તૈયારીની વાત કરવામાં આવી છે. અમલદારનું અપમાન સહન કરનારા ગાંધીજીને કાઠિયાવાડની ખટપટનો થયો. દરમ્યાન પોરબંદરની એક મેમણ પેઢીનું કહેણ આવ્યું કે તેમનો વેપાર દક્ષિણ આફ્રિકામાં છે. પેઢી મોટી છે અને એક મોટો કેસ ચાલે છે. દાવો ચાલીસ હજાર પાઉન્ડનો છે. તેમની પાસે ઘણાં સારા વકીલો છે અને ભાઇને મોકલો તો અમને મદદ મળે. તે અમારો કેસ અમારા વકીલને સારી રીતે સમજાવી શકશે. વળી તે નવો દેશ જોશે અને નવા માણસોની ઓળખાણ કરશે. ગાંધીજીના ભાઇએ ગાંધીજીને આ વાત કરી અને દાદા અબ્દુલ્લાના ભાગીદાર શેઠ અબ્દુલ કરીમ ઝવેરીની ઓળખાણ કરાવી. શેઠે કહ્યું કે ગાંધીજીને વધારે મહેનત નહીં કરવી પડે કારણ કે તેમની મોટા ગોરાઓની સાથે ઓળખાણ છે. વળી, ગાંધીજી દુકાનમાં પણ મદદ કરી શકશે. તેમને અંગ્રેજીમાં પત્રવ્યવહાર રહેતો હોવાથી તેમાં પણ ગાંધીજીની મદદ લઇ શકશે. ગાંધીજીને રહેવા-ખાવા ઉપરાંત, 105 પાઉન્ડ મળશે.ગાંધીજીને હિન્દુસ્તાન છોડવું હતું તેથી અબ્દુલ કરીમની દરખાસ્ત સ્વીકારી આફ્રિકા જવા તૈયાર થયા. ...Read More

31

સત્યના પ્રયોગો - ભાગ-2 - 6

આ પ્રકરણમાં ગાંધીજીના આફ્રિકા જવાના સ્ટીમરના અનુભવો છે. આફ્રિકા જવાનું હોવાથી કસ્તૂરબાથી એક વર્ષનો વિયોગ થવાનો હતો પરંતુ ગાંધીજી પણ વિદેશ રહી ચૂક્યા હોવાથી આ વખતે દુઃખની માત્રા થોડીક ઓછી હતી. દરમ્યાન ગાંધીજી બીજા બાળકના પિતા પણ બન્યા હતા. આફ્રિક જવા માટે દાદા અબ્દુલ્લાના એજન્ટ મારફતે ટિકિટ કઢાવવાની હતી પરંતુ સ્ટીમરમાં મોઝામ્બિકના ગર્વનર-જનરલ જતા હોવાથી તમામ જગ્યા ભરાઇ ગઇ હતી. એજન્ટે ગાંધીજીને ડેકમાં બેસીને જવાની સલાહ આપી પરંતુ એક બેરિસ્ટર ડેકમાં કેવી રીતે બેસી શકે. છેવટે જહાજના વડાએ તેની કેબિનમાં એક ખાલી હિંચકા પર ગાંધીજીને જગ્યા આપી. 1893ના એપ્રિલમાં ગાંધીજી આફ્રિકા જવા માટે પહેલા લામુથી મોમ્બાસા અને ત્યાંથી ઝાંઝીબાર પહોંચ્યા. અહીં 8-10 દિવસ રોકાવાનું હતું. મુસાફી દરમ્યાન જહાજના કેપ્ટનની ગાંધીજી સાથે ગાઢ દોસ્તી થઇ ગઇ હતી. તે ગાંધીજીને આનંદ-પ્રમોદ માટે લઇ ગયો પરંતુ ગાંધીજીનો પગ કુંડાળામાં પડતા-પડતાં રહી ગયો. ઇશ્વરનો પાડ માની તેઓ ત્યાંથી નીકળી ગયા. ઝાંઝીબારમાં ગાંધીજી મકાન ભાડે રાખીને રહ્યાં અને મે માસના અંતે નાતાલ પહોંચ્યા. ...Read More

32

સત્યના પ્રયોગો - ભાગ-2 - 7

આ કૃતિમાં ગાંધીજીને આફ્રિકાની કોર્ટમાં થયેલા અપમાનનું વર્ણન છે. આફ્રિક પહોંચેલા ગાંધીજીનો પરિચય અબ્દુલ્લા શેઠ સાથે થયો. અબ્દુલ્લા શેઠ ભણેલા હતા પરંતુ અનુભવથી તમામ લોકો સાથે અંગ્રેજીમાં વાતચીત કરી લેતા હતા. તેમને ઇસ્લામનું સારૂએવું જ્ઞાન હતું. ગાંધીજી અને તેમની સાથે ખૂબ ધાર્મિક ચર્ચાઓ થતી. ગાંધીજીને લઇને તેઓ ડરબનની કોર્ટમાં ગયા જ્યાં જજે ગાંધીજીને પાઘડી ઉતારવા કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની ના પાડીને કોર્ટરૂમ છોડી દીધો. આફ્રિકામાં હિંદી મજૂરો કે જેઓ પાંચ વર્ષના કરાર હેઠળ ભારતથી આફ્રિકા જતા તેમને ગિરમીટિયા તરીકે ઓળખાતા. અંગ્રેજો આ મજૂરોને કુલી કે સામી કહેતા. ગાંધીજીને આફ્રિકામાં હિંદીઓના અપમાનનો ડગલેને પગલે અનુભવ થયો. ગાંધીજી લખે છે કે તેઓ ‘કુલી બેરિસ્ટર’ અને વેપારીઓ ‘કુલી વેપારી’ જ કહેવાય.પાઘડી બાબતે અપમાન થતાં ગાંધીજીએ અંગ્રેજી હેટ પહેરવાનો વિચાર પણ કર્યો પરંતુ અબ્દુલ્લા શેઠે કહ્યું કે આમાં તેઓ વેઇટર જેવા લાગશે. ગાંધીજીના પાઘડીના કિસ્સા તે સમયે છાપામાં ખૂબ ચર્ચાયા. કેટલાક છાપાઓએ તેમને અનવેલકમ વિઝિટર ગણાવ્યાં ...Read More

33

સત્યના પ્રયોગો - ભાગ-2 - 8

આ પ્રકરણમાં ગાંધીજીને થયેલા રંગદ્ધેષ એટલે કે કાળા-ગોરાના ભેદના અનુભવોનું વર્ણન છે. આફ્રિકામાં એક કેસના અનુસંધાને ગાંધીજીને પ્રિટોરિયા થયું. ગાંધીજી પાસે ડરબનથી પ્રિટોરિયા જવા માટે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી. ત્યાં સૂવાની પથારી જોઇએ તો પાંચ શિલિંગ અલગથી આપવા પડે. અબ્દુલ્લા શેઠે આગ્રહ કરવા છતાં ગાંધીજીએ પાંચ શિલિંગ બચાવવા સ્લિપિંગની ટિકિટ ન કઢાવી. નાતાલની રાજધાની મેરિત્સબર્ગમાં ટ્રેન રાતે નવેક વાગે પહોંચી. એક ઉતારુએ ફરિયાદ કરતાં અમલદાર આવ્યા અને ગાંધીજીને છેલ્લા ડબામાં જવાનું કહ્યું. ગાંધીજીએ ફર્સ્ટ ક્લાસની ટિકિટ બતાવીને છેલ્લા ડબામાં જવાની ના પાડી. અમલદારે સિપાઇઓને બોલાવીને ગાંધીજીને સામાન સહિત ધક્કા મારીને મેરિત્સબર્ગ સ્ટેશને ઉતારી મૂક્યા. ગાંધીજી ઠંડીમાં ધ્રૂજતા સ્ટેશનના વેઇટિંગ રૂમમાં બેસી રહ્યા. આફ્રિકામાં હિંદીઓને ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાનો હક નહોતો અને જો કરે તો કેવું અપમાન થાય તેનો ગાંધીજીને સાક્ષાત અનુભવ થયો. મેરિત્સબર્ગના હિંદુ વેપારીઓએ પણ પોતાને પડતા દુઃખોનું વર્ણન ગાંધીજી સમક્ષ કર્યું. હવે ગાંધીજીએ આ રંગભેદનો સામનો કરવાનું મનોમન નક્કી કરી લીધું. ...Read More

34

સત્યના પ્રયોગો - ભાગ-2 - 9

આ પ્રકરણમાં ગાંધીજીએ વેઠેલી કેટલીક વધુ મુશ્કેલીઓ અંગે જણાવાયું છે. ચાર્લ્સટાઉનથી પ્રિટોરિયા જતાં સિગરામમાં (ઘોડાગાડી) ગાંધીજીને કુલી ગણીને ચાલરની બેસાડવામાં આવ્યા. સિગરામની કંપનીનો માલિક ગોરો અંદર જઇને બેઠો તે ગાંધીજી માટે અપમાનજનક હતું. ઘોડાગાડી પારડીકોપ પહોંચી ત્યારે ગોરાને જ્યાં ગાંધીજી બેઠા હતા ત્યાં બહાર બેસવાની ઇચ્છ થઇ તેથી તેણે ગાંધીજીને પોતાના પગ આગળ બેસવાનું કહ્યું. ગાંધીજીએ આનો વિરોધ કર્યો એટલે તેણે તમાચા મારી ગાંધીજીને બાવડેથી ઝાલીને નીચે ઘસડ્યા. આગળ જતાં અબ્દુલગની શેઠે ટ્રાન્સવાલમાં પડતાં દુઃખોનો ઇતિહાસ ગાંધીજીને કહી સંભળાવ્યો. ટ્રાન્સવાલથી ગાંધીજી પ્રથમ વર્ગની ટિકિટ લઇ પ્રિટોરિયા જવા નીકળ્યા અને ગાડી જર્મિસ્ટન પહોંચી ત્યાં ગાર્ટ ટિકિટ તપાસવા આવ્યો. ગાંધીજીને જોઇને ઇશારો કરી થર્ડ ક્લાસમાં જવા કહ્યું. ગાંધીજીએ પ્રથમ વર્ગની ટિકિટ બતાવી પણ તે ન માન્યો. ટ્રેનના ડબામાં એક અંગ્રેજ ઉતારુ હતો તેણે ગાર્ડને ધમકાવ્યો પરિણામે ગાંધીજીને ડબામાં બેસવા માટે જગ્યા મળી. રાતના આંઠ વાગે ટ્રેન પ્રિટોરિયા પહોંચી. ...Read More

35

સત્યના પ્રયોગો - ભાગ-2 - 10

આ પ્રકરણમાં પ્રિટોરિયામાં દાદા અબ્દુલ્લાના કેસમાં મદદ કરવા ગયેલા ગાંધીજીના અનુભવોનું વર્ણન છે. પ્રિટોરિયામાં એક હબસીએ ગાંધીજીને જોન્સનની નાનકડી હોટલમાં લઇ ગયો. મિ.જોન્સનને ગાંધીજીને એક રાત માટે રહેવા માટે રૂમ આપી અને કહ્યું કે તેમના ગ્રાહકો ગોરાઓ છે તેથી ખાવાનું તેઓ રૂમમાં જ ખાય. જો કે પછીથી હોટલ માલિકે બધા ઉતારુઓની સંમત્તિથી ગાંધીજીને રેસ્ટોરન્ટમાં જમવા માટે હા પાડી. અબ્દુલ્લા શેઠના કહેવાથી ગાંધીજી તેમના વકીલ મિ.બેકરને મળ્યા. બેકરે કેસ ગૂંચવાડા ભરેલો હોવાથી ગાંધીજીને ફક્ત પત્રવ્યવહારમાં મદદ કરવા કહ્યું. બેકરે ગાંધીજીને પ્રિટોરિયામાં ભાડેથી ઘર અપાવવામાં મદદ કરી. બેકર એક વકીલ હોવાની સાથે ધર્મચુસ્ત પાદરી પણ હતા. તેઓ ગાંધીજી સમક્ષ વારંવાર ખ્રિસ્તી ધર્મની મહાનતાનું વર્ણન કરતા. બેકરે ગાંધીજીને ખાસ બાઇબલ વાંચવાની સલાહ આપી. ગાંધીજીનું માનવું હતું કે હિન્દુ ધર્મને સંપૂર્ણ રીતે જાણ્યા વગર ખ્રિસ્તી ધર્મનું સ્વરૂપ તેમનાથી કેવી રીતે જાણી શકાય.ગાંધીજીએ નક્કી કર્યું કે જેનો અભ્યાસ કરવો હોય તે નિષ્પક્ષ રીતે કરવો. ...Read More

36

સત્યના પ્રયોગો - ભાગ-2 - 11

અબ્દુલ્લા શેઠના વકીલ મિ.બેકરના પરિચયમાં આવતા ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ વિશે ઘણી નવી વાતો જાણવા મળી. બેકર ગાંધીજીને તેમના પ્રાર્થના લઇ ગયા. જ્યાં ગાંધીજીની ઓળખાણ હેરિસ, મિસ ગેબ, મિ.કોટ્સ વગેરે સાથે થઇ. મિ.કોટ્સ ક્વેકર હતા અને તેમણે ગાંધીજીને દર રવિવારે તેમને ત્યાં ચા પીવા માટે આમંત્રણ આપ્યું ગાંધીજી દર રવિવારે તેમની સાથે ધાર્મિક ચર્ચાઓ કરતાં.કોટ્સ ગાંધીજીને અન્ય ખ્રિસ્તીઓ સાથે ઓળખાણ કરાવતા જાય અને પુસ્તકો વાંચવા આપતા જાય. આ સમયગાળા દરમ્યાન ગાંધીજીએ ‘મેનિ ઇન્ફોલિબલ’, ‘પ્રૂફ્સ’, ‘બટલર’, ‘એનેલોજી’ જેવા પુસ્તકો વાંચ્યા. આમાંના કેટલાક ગાંધીજીને સમજાયાં તો કેટલાક ન ગમ્યાં. એકવાર કોટ્સે ગાંધીજીના ગળામાં વૈષ્ણવની કંઠી જોઇ તેને ઉતારી લેવા કહ્યું પરંતુ ગાંધીજીએ કહ્યું કે કંઠી માતાની પ્રસાદી છે અને પ્રેમપૂર્વક પહેરાવી છે તેથી તે નહીં તૂટે. કોટ્સનો આગ્રહ હતો કે ખ્રિસ્તી ધર્મના સ્વીકાર વિના મોક્ષ નહીં જ મળે, તેઓ ગાંધીજીને અજ્ઞાનમાંથી બહાર નીકાળવાની આશા રાખતા હતા. જો કે, ગાંધીજી ખ્રિસ્તી ધર્મથી ભરમાયા નહીં. ...Read More

37

સત્યના પ્રયોગો - ભાગ-2 - 12

આ પ્રકરણમાં ગાંધીજી પ્રિટોરિયામાં હિન્દીઓ સાથેના પરિચયની વાત કરતાં લખે છે કે નાતાલમાં જે સ્થાન દાદા અબ્દુલ્લાનું હતું તેવું પ્રિટોરિયામાં શેઠ તૈયબ હાજી ખાનમંહમદનું હતું. ગાંધીજીએ હિન્દીઓની સ્થિતિમાં અભ્યાસ કરવા તેમની મદદ માંગી. શેઠ હાજી મંહમદ હાજી જુસબ પર ગાંધીજીને ભલામણનો પત્ર મળ્યો હતો તેમને ત્યાં સભા ભરાઇ. વેપારીઓનું માનવું હતું કે વેપારમાં સત્ય ન ચાલે પરંતુ ગાંધીજી સત્યના આગ્રહી હતા અને પોતાના ભાષણમાં તેમણે વેપારીઓને બેવડી ફરજનું ભાન કરાવ્યું. ગાંધીજીએ હિન્દુ-મુસલમાન-પારસી-ખ્રિસ્તી એવા ભેદભાવ ભૂલી જવા પર ભાર મૂક્યો. તેઓએ એક મંડળ રચી હિન્દીઓને પડતી મુશ્કેલીઓનો ઇલાજ અમલદારોને મળીને અરજીઓ કરીને કરવાનું સૂચન કર્યું. ગાંધીજીનું માનવું હતું કે પારકા દેશમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઇએ. તેમણે આના માટે પોતે અંગ્રેજી શીખવાડવાની જવાબદારી લીધી. ગાંધીજીએ રેલવેમાં ઉપલા વર્ગની ટિકિટ મળે તે માટે પત્રવ્યહાર ચલાવ્યો. ગાંધીજીના પ્રયત્નોથી જે હિન્દીઓએ સારા કપડાં પહેર્યા હોય તેમને ફર્સ્ટ ક્લાસની ટિકિટ મળવાની સુવિધા મળી ...Read More

38

સત્યના પ્રયોગો - ભાગ-2 - 13

ઓરેન્જ ફ્રી સ્ટેટમાં હિન્દીઓને થતા કડવા અનુભવો પર ગાંધીજીએ આ પ્રકરણમાં વિગતવાર લખ્યું છે. ગાંધીજીએ લખ્યું કે આફ્રિકામાં હિન્દીઓના અધિકારીઓ છિનવી લેવામાં આવ્યા હતા. માત્ર હોટલમાં વેટર તરીકે કે એવી કોઇ મજૂરીમાં રહેવા જેટલી છૂટ હિન્દીઓને રહી. હિન્દીઓને જમીનની માલિકી, મતાધિકાર જેવા અધિકારીઓથી વંચિત રાખવામાં આવ્યા. હિન્દીઓ રાતે 9 વાગ્યા પછી પરવાના વગર બહાર પણ નહોતા નીકળી શકતા. ગાંધીજી પ્રેસિડેન્ટ સ્ટ્રીટમાં થઇને એક ખુલ્લા મેદાનમાં ફરવા જતાં. આ વિસ્તારમાં પ્રેસિડેન્ટ ફ્રુગરનું ઘર હતું. અધિકારીનું ઘર હોવાથી તેની સામે એક સિપાઇ ફરતો હોય જે વખતોવખત બદલાતા રહેતા. ગાંધીજી તેની બાજુમાંથી પસાર થતાં પરંતુ સિપાઇ કંઇ ન કરે. એકવાર એક સિપાઇએ કોઇપણ કારણ વગર ગાંધીજીને પગથીયા પરથી લાત અને ધક્કમારી ઉતારી મૂક્યા. તે વખતે મિ.કોટ્સ ત્યાંથી પસાર થતા હતાં જેમણે ગાંધીજીને આ સિપાઇ સામે કેસ કરવા અને પોતે સાક્ષી બનવા તૈયાર હોવાનું જણાવ્યું. જો કે, ગાંધીજીએ કેસ કરવાની ના પાડી પણ આ બનાવથી ગાંધીજીની હિન્દીઓ પ્રત્યેની લાગણી વધુ તીવ્ર થઇ ...Read More

39

સત્યના પ્રયોગો - ભાગ-2 - 14

ગાંધીજી જે કેસ માટે આફ્રિકા ગયા હતા તેની તૈયારીઓની વિગતો આ ચેપ્ટરમાં છે. દાદા અબ્દુલ્લાનો કેસ નાનો ન હતો. 40,000 પાઉન્ડ એટલે કે છ લાખ રૂપિયાનો હતો અને કેસમાં પુષ્કળ છટકબારીઓ હતી. બન્ને પક્ષે સારામાં સારા સોલિસિટર્સ અને બેરિસ્ટર્સ રોકવામાં આવ્યા હતા. કેસ ખૂબ લાંબો ચાલે તેવો હતો અને તેમાં બન્ને પક્ષો આર્થિક રીતે ખુવાર થઇ શકે તેમ હતા. કેટલીક વિગતો પ્રોમિસરી નોટ પર લેવામાં આવી હતી અને તેમાં બચાવ એ હતો કે દગાથી લેવામાં આવી છે. ગાંધીજીએ તૈયબ શેઠને વિનંતી કરીને કેસ ઘેરમેળે પતાવવાની સલાહ આપી. ગાંધીજીના પ્રયત્નોથી અબ્દુલ્લા શેઠ પણ માન્યા. છેવટે પંચ નિમાયું અને કેસમાં દાદા અબ્દુલ્લાની જીત થઇ. પંચના ઠરાવની બજવણી કરવામાં આવે તો તૈયબ શેઠને 37,000 પાઉન્ડ એક સાથે ભરવા પડે. દાદા અબ્દુલ્લાએ પૂરતી ઉદારતા દાખવી પૈસા ચૂકવવા લાંબો સમય આપ્યો. ગાંધીજીને લાગ્યું કે તેઓ ખરી વકીલાત શીખ્યા. તેમની વકીલાતના 20 વર્ષ સેકન્ડો કેસોના સામાધાનમાં જ ગયા. ...Read More

40

સત્યના પ્રયોગો - ભાગ-2 - 15

આ કૃતિમાં ગાંધીજીના ધાર્મિક મંથનની વાત કરવામાં આવી છે. મિ.બેકર ગાંધીજીને લઇને વેલિંગ્ટન કન્વેન્શનમાં ગયા. જો કે ગાંધીજી સાથે તેમને ઘણી મુશ્કેલીઓ પડી. હોટલમાં રહેવાથી લઇને રેસ્ટોરન્ટમાં જમવા સુધી ઝીણી ઝીણી અગવડો તેમને ભોગવવી પડી. ખ્રિસ્તી સંમેલન 3 દિવસ સુધી ચાલ્યું અને તેમાં ગાંધીજીને એવું ન લાગ્યું કે ખ્રિસ્તી ધર્મ અપનાવીને જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. ગાંધીજી લખે છે કે બીજા ધર્મોમાં ન હોય એવું ખ્રિસ્તીઓના પવિત્ર જીવનમાંથી તેમને ન મળ્યું. ગાંધીજી હિન્દુધર્મ વિશે લખે છે કે અસ્પૃશ્યતા જો હિંદુ ધર્મનું અંગ હોય તો તે સડેલું ને વધારાનું અંગ છે. એકબાજુ અબ્દુલ્લા શેઠ તેમને ઇસ્લામ ધર્મનો અભ્યાસ કરવા લલચાવી રહ્યા હતા. ગાંધીજીને લાગ્યું કે હિન્દુ ધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે, તેવું બીજા ધર્મમાં નથી. ગાંધીજીની ઓળખાણ એડવર્ડ મેટલેન્ડની સાથે થઇ જેમણે પરફેક્ટ વે નામનું પુસ્તક લખ્યું હતું જે તેમણે ગાંધીજીને વાંચવા આપ્યું. આ સિવાય પણ ગાંધીજીએ ખ્રિસ્તી ધર્મના અનેક પુસ્તકો વાંચ્યા. ...Read More

41

સત્યના પ્રયોગો - ભાગ-2 - 16

આ કૃતિમાં ગાંધીજીની હિન્દીઓના મતાધિકાર માટેની લડતની તૈયારીઓની વાત કરવામાં આવી છે. અબ્દુલ્લા શેઠનો કેસ પૂરો થતાં ગાંધીજી પ્રિટોરિયાથી આવ્યા. દરમ્યાન છાપામાંથી તેમને જાણવા મળ્યું કે ધારાસભામાં એવો કાયદો ઘડાઇ રહ્યો છે, જેમાં હિન્દીઓને નાતાલની ધારાસભામાં સભ્યોની ચૂંટણી આપવાના હકો છીનવી લેવાની વાત હતી. અબ્દુલ્લા શેઠને આ બધામાં કંઇ ખબર ન પડે અને આફ્રિકામાં જન્મેલા અને અંગ્રેજી જાણનારા હિન્દીઓ મોટાભાગના ખ્રિસ્તી અને પાદરીઓના પંજામાં હતા. પાદરીઓ ગોરા અને સરકારને તાબે થઇને રહેતા હતા. જો ગાંધીજી આફ્રિકામાં રોકાઇને લડત આપે તો બધા તેમને સાથ દેવા તૈયાર હતા. ગાંધીજીએ પણ આ સેવાના કામની ફી ન હોય તેમ કહીને વગર પૈસે એક મહિનો વધુ રોકાવાની તૈયારી દર્શાવી પરંતુ કામ મોટું હોવાથી બધાનો સાથ અને સહકાર માંગ્યો. ગાંધીજીએ લડતની રૂપરેખા તૈયાર કરી. કેટલાને મતાધિકાર મળે છે તે જાણી લીધું.અહીંથી જ ગાંધીજીના આફ્રિકાના સત્યાગ્રહના બીજ રોપાયાં. ...Read More

42

સત્યના પ્રયોગો - ભાગ-2 - 17

હિન્દીઓને મતાધિકાર આપવા લાંબી લડત લડવાના ભાગરૂપે ગાંધીજી નાતાલમાં રોકાયા તેનું વર્ણન આ પ્રકરણમાં છે. શેઠ હાજી મંહમદ અગ્રગણ્ય હતા. તેમની આગેવાની હેઠળ અબ્દુલ્લા શેઠના મકાનમાં એક સભા ભરાઇ. સભામાં નાતાલમાં જન્મેલા ખ્રિસ્તી જુવાનિયા, વેપારીઓ, નોકરો સહિત દરેક જાતિ ધર્મના ભેદભાવ વિના આ જાહેર કામમાં જોડાયા. ધારાસભાના પ્રમુખ, મુખ્ય પ્રધાન, સર જોન રોબિન્સનને તાર મોકલ્યા. વેપારી સ્વયંસેવકો પોતપોતાને ખર્ચે ગાડીઓ ભાડે કરી સહીઓ લેવા નીકળી પડ્યા. અરજીઓ છાપામાં છપાઇ, ધારાસભા ઉપર અસર થઇ પણ બિલ પાસ તો થયું જ. જો કે, લોકોમાં નવચેતનાનું સર્જન થયું. આ લડતને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને લંડન ટાઇમ્સનો પણ ટેકો મળ્યો એટલે બિલને મંજૂરી ન મળવાની આશા બંધાઇ. ગાંધીજીથી હવે નાતાલ છોડાય તેમ નહોતું. લોકોએ પણ ગાંધીજીને નાતાલમાં જ સ્થાયી થવા આગ્રહ કર્યો પરંતુ ગાંધીજીએ લોકોના ખર્ચે નાતાલમાં ન રહેવાય અને અલગ ઘર લેતો વાર્ષિક 300 પાઉન્ડ જેટલો ખર્ચ થાય તેવી મુશ્કેલી રજૂ કરી. છેવટે વીસેક વેપારીઓએ એક વર્ષનું વર્ષાસન બાંધી આપ્યું. ...Read More

43

સત્યના પ્રયોગો - ભાગ-2 - 18

ગાંધીજીની પાસે મુંબઇ હાઇકોર્ટની વકીલાતની સનદ હતી. આફ્રિકામાં અરજી દાખલ થવાની સાથે સારા વર્તનના બે પ્રમાણપત્રોની જરૂર ગણાતી. અરજી વકીલ મારફતે થવી જોઇએ અને એટર્ની જનરલ વગર ફીએ આ અરજી કરે. મિ.એસ્કંબ એટર્ની જનરલ હતા. તેમણે ગાંધીજીની અરજી સ્વીકારી પરંતુ વકીલસભાએ વિરોધ કર્યો. કારણ એ હતું કે ગાંધીજીએ અરજી સાથે અસલ પ્રમાણપત્ર જોડ્યું નહોતું. જો કે વિરોધનો મુખ્ય મુદ્દો એ હતો કે ગોરા વકીલોના ટોળામાં કોઇ કાળો વકીલ ન ઘુસવો જોઇએ. અંતે અબ્દુલ્લા શેઠના સોગંદનામાથી ગાંધીજીને વકીલાત કરવાની મંજૂરી મળી. વકીલસભાનો વિરોધ પણ વડા ન્યાયાધીશે ફગાવી દીધો. ગાંધીજીએ રજિસ્ટ્રાર આગળ સોગંધ લીધા કે તરત જજે તેમને પાઘડી ઉતારીને અદાલતનો નિયમ પાળવા કહ્યું. ગાંધીજીને આ ન ગમ્યું પરંતુ ભવિષ્યમાં મોટી લડત લડવા માટે તેમણે પાઘડી પહેરવાનો આગ્રહ જતો કર્યો. ગાંધીજીનો આ નિર્ણય તેમના મિત્રોને પસંદ ન પડ્યો પરંતુ વકીલસભાના વિરોધને કારણે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું નામ ચર્ચાતું જરૂર થયું ...Read More

44

સત્યના પ્રયોગો - ભાગ-2 - 19

આ પ્રકરણમાં આફ્રિકામાં ‘નાતાલ ઇન્ડિય કોંગ્રેસ’ની સ્થાપનાની વિગતો છે. હિન્દી મતાધિકાર પ્રતિબંધ કાયદા સામે માત્ર અરજી કરીને બેસી રહેવાના ગાંધીજીએ સાથીઓ સાથે ચર્ચા કરી એક જાહેર સંસ્થા બનાવી જેનું નામ આપ્યું ‘નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ.’ લોકોએ આ સંસ્થાને વધાવી લીધી.આ સંસ્થામાં દર મહિને પાંચ શિલિંગ આપે તે જ સભ્ય થઇ શકે તેમ નક્કી થયું. અબ્દુલ્લા શેઠે દર માસે બે પાઉન્ડ અને ગાંધીજીએ દર મહિને 1 પાઉન્ડ લખાવ્યા. ગાંધીજી લખે છે કે આરંભે શૂરાની જેમ શરૂઆતમાં લોકોએ દાન આપ્યું પરંતુ પછી દર મહિને દાન લેવાની હાડમારી વધી ગઇ એટલે વર્ષે 3 પાઉન્ડ લાવાજમ લેવાનું નક્કી કર્યું. કોંગ્રેસની સભા દર અઠવાડિયે કે દર મહિને મળતી તેમાં સભાનો અહેવાલ વંચાય અને અનેક પ્રકારની ચર્ચા થાય. જેઓ કદી જાહેરમાં નહોતા બોલતા તેઓ પણ જાહેર કામો વિશે બોલતા અને વિચાર કરતા થયા. ગાંધીજીએ આ સમયગાળા દરમ્યાન ‘દક્ષિણ આફ્રિકામાં વસતા દરેક અંગ્રેજને વિનંતી’ અને ‘હિંદી મતાધિકાર એક વિનંતી’ જેવા ચોપાનિયાં પણ લખ્યા. ...Read More

45

સત્યના પ્રયોગો - ભાગ-2 - 20

આ પ્રકરણમાં બાલાસુંદરમ નામના એક મજૂરના કેસનું વર્ણન છે. ગાંધીજીને વકીલાત શરૂ કર્યે હજુ બે-એક મહિના જ થયા હશે એક દિવસ એક મજૂર જેવો દેખાતો માણસ આવ્યો, જેના મોંઢામાંથી લોહી નીકળતું હતું અને આગળના બે દાંત પડી ગયા હતા. બાલાસુંદરમ નામના આ તામિલ મજૂરને તેના ગોર અંગ્રેજ માલિકે ઢોર માર માર્યો હતો. ગાંધીજી તેને લઇને મેજિટ્રેટ સમક્ષ ગયા અને માલિકને સમન્સ પાઠવ્યું. આફ્રિકામાં ગિરમીટિયાને લગતો કાયદો એવો હતો કે ગીરમીટિયો શેઠને છોડે તો તે ફોજદારી ગુનો બને આ સ્થિતિ મજૂરો માટે ગુલામી જેવી હતી, કારણ કે તે શેઠની મિલકત ગણાતો. ગાંધીજીએ બાલાસુંદરમને અત્યાચારી માલિક પાસેથી છોડાવી બીજા ઓળખીતા અંગ્રેજને ત્યાં નોકરીએ રખાવ્યો. મેજિસ્ટ્રેટે માલિકને ગુનેગાર ઠેરવી બાલાસુંદરમની ગિરમીટ બીજાના નામે ચડાવી આપવાની કબૂલાત કરી. આ કેસની વાત ગિરમીટિયાઓમાં ફેલાઇ અને ગાંધીજીને મળવા આવનારા લોકોમાં ગિરમીટિયાઓનો વધારો થયો. તેમને લાગ્યું કે મજૂરો માટે પણ કોઇ વ્યક્તિ લાગણી ધરાવે છે. ...Read More

46

સત્યના પ્રયોગો - ભાગ-2 - 21

આ પ્રકરણમાં ગિરમીટિયાઓ પર લાદવામાં આવેલા 3 પાઉન્ડના કરની વિગતોનું વર્ણન ગાંધીજીએ કર્યું છે. 1894માં ગિરમીટિયાઓ પર દર વર્ષે પાઉન્ડનો કર લેવાનો ખરડો નાતાલની સરકારી પસાર કર્યો. કારણ એ હતું કે 1860માં અંગ્રેજો શેરડીના પાક માટે હિન્દમાંથી મજૂરો લાવ્યા. તેમને પાંચ વર્ષ મજૂરી કરવાની પછી જમીનના માલિક બનાવવાની લાલચો આપવામાં આવી. આ મજૂરો સમયજતાં જમીનના માલિકો અને વેપારી બની ગયા. વેપારી બનતાં તેમની હરિફાઇ ગોરાઓને નડવા લાગી. નક્કી એવું થયું કે મજૂરીનો કરાર પૂરો થાય તો મજૂરોને પાછા ભારત મોકલી દેવા અથવા દર બે વર્ષે કરાર રિન્યૂ કરવો, જો મજૂરો પાછા ન જાય અને કરારનામું પણ ન કરે તો દર વર્ષે 25 પાઉન્ડ કરના આપવા. આ સૂચન હિન્દુસ્તાનના વાઇસરોયે નામંજૂર કર્યું પરંતુ 25 પાઉન્ડનો કર ઘટીડીને 3 પાઉન્ડ કર્યો. ગાંધીજીને આ કર અન્યાયી લાગ્યો. નાતાલ કોંગ્રેસે તેની સામે લડત ચલાવી. અનેક લોકોએ જેલ ભોગવી, કેટલાકને મરવું પડ્યું, છેવટે 20 વર્ષે આ કાયદો રદ્દ થયો. ...Read More

47

સત્યના પ્રયોગો - ભાગ-2 - 22

આ પ્રકરણમાં ધર્મને સમજવાની ગાંધીજીની મથામણનો ઉલ્લેખ છે. ગાંધીજી આજીવિકા શોધવા આફ્રિકા ગયા હતા પરંતુ પડી ગયા ઇશ્વરની શોધમાં. અંગે રાયચંદભાઇ સાથે ગાંધીજીનો પત્રવ્યવહાર ચાલુ હતો. ગાંધીજીએ ‘ધર્મવિચાર,’ ‘હિન્દુસ્તાન શું શીખવે છે’, ‘મહમંદ સ્તુતિ’, ‘જરથુસ્તના વચનો’ જેવા વિવિધ ધર્મના પુસ્તકો વાંચ્યા. ટોલ્સટોયનાં પુસ્તકોની ગાંધીજીના મન પર ઊંડી છાપ પડી. એક ખ્રિસ્તી કુટંબ સાથે પરિચયથી ગાંધીજી ચર્ચમાં પણ દર રવિવારે જતા. જો કે, ત્યાંના પ્રવચનોમાં ગાંધીજીને ભક્તિભાવ પેદા ન થયો. ગાંધીજી રવિવારે એક ખ્રિસ્તી કુટુંબમાં જતાં જેમના પાંચેક વર્ષના બાળક સાથે તેમને દોસ્તી થઇ. ગાંધીજીએ તેની થાળીમાં માંસના ટુકડાને બદલે પોતાની ડિશમાં રહેલા સફરજનની સ્તુતિ કરી. નિર્દોષ બાળક ગાંધીજીના વાદે માંસ છોડીને સફરજન ખાતો થઇ ગયો જે તેની માતાને પસંદ ન પડ્યું. ગાંધીજીને તેની માતાએ કહ્યું કે મારો છોકરો માંસાહાર નહીં કરે તો માંદો પડશે. તમારી ચર્ચાઓ મોટા વચ્ચે શોભે. બાળકો પર ખરાબ અસર કરે. ગાંધીજીએ આ બહેનનું માન રાખીને મિત્રતા જાળવી રાખી પરંતુ તેમના ઘરે જવાનું બંધ કર્યું. ...Read More

48

સત્યના પ્રયોગો - ભાગ-2 - 23

નાતાલમાં ઘર ભાડે રાખીને રહેતા ગાંધીજીને થયેલા કેટલાક કડવા અનુભવોનું વર્ણન આ પ્રકરણમાં છે. હિંદીઓના પ્રતિનિધી તરીકે ગાંધીજીને કામ હોવાથી એક સરસ લત્તામાં ઘર ભાડે રાખ્યું હતું જેમાં એક રસોઇયો અને એક સાથીને રાખ્યા હતા. ઓફિસમાંથી એક મહેતાને પણ ઘરમાં રાખ્યા હતા. ગાંધીજી સાથે રહેતા સાથીને તેની અદેખાઇ થઇ અને માયાજાળ રચી પેલા મહેતાને ઘરની બહાર કઢાવ્યા. ગાંધીજીને દુઃખ થયું પરંતુ તેમને લાગ્યું કે આ સાથી વફાદાર છે. દરમ્યાન જે રસોઇયો રાખ્યો હતો તેને કોઇ કારણોસર બીજે જવું પડ્યું તેથી ગાંધીજીએ નવો રસોઇઓ રાખ્યો. આ રસોઇયાએ ગાંધીજીની જાણ બહાર તેમના સાથી ધ્વારા ઘરમાં ચાલતી અનૈતિક પ્રવૃતિથી ગાંધીજીને માહિતગાર કર્યા. એક બપોરે રસોઇઓ ગાંધીજીને લઇને તેમના રૂમ પર ગયો અને તેમના સાથીને એક સ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધો. ગાંધીજીએ આ વ્યક્તિને ઘરમાંથી તરત કાઢી મૂક્યો. થોડાક દિવસો પછી રસોઇયાએ પણ ત્યાંથી વિદાય લીધી પરંતુ ગાંધીજીને આ સાથીને કારણે મહેતાને કાઢી મૂકવાનું દુઃખ થયું. ...Read More

49

સત્યના પ્રયોગો - ભાગ-2 - 24

આ પ્રકરણમાં ગાંધીજીની ભારત તરફ પાછા વળવાની વાત કરવામાં આવી છે. 1896નાં વર્ષમાં છ માસ માટે ગાંધીજીએ ભારત પાછા મંજૂરી માંગી. ગાંધીજી ફેમિલીને લઇને આફ્રિકા પાછા ફરવા માંગતા હતા. દેશ પાછા ફરતા ગાંધીજીએ કોંગ્રેસનું કામ આદમજી મિયાંખાન અને પારસી રુસ્તમજીને સોંપ્યું. ગાંધીજી દેશ આવવા માટે ‘પોંગોલા’ સ્ટીમરમાં ઉપડ્યા આ સ્ટીમર કલકત્તા ઉતરવાની હતી. સ્ટીમરમાં ગાંધીજીને બે અંગ્રેજ ઓફિસરો સાથે મિત્રતા થઇ જેમાંથી એકની સાથે ગાંધીજી હંમેશા એક કલાક શતરંજ રમતા. ગાંધીજીએ મુસલમાનોની સાથે વધુ નિકટ સંબંધ બાંધવા તામિલ શીખવાનું નક્કી કર્યું. ગાંધીજીએ ડેકના પ્રવાસીઓમાંથી એક સુંદર મુનશી શોધીને તેની પાસેથી ઉર્દૂ શીખવાનું શરૂ કર્યું. ગાંધીજીનું 1893ની સાલ પછીનું મોટાભાગનું વાંચન જેલમાં થયું. તામિલ દક્ષિણ આફ્રિકાની જેલમાં તો ઉર્દૂનું યેરવડાની જેલમાં. ગાંધીજીને લાખ પ્રયત્નો છતાં તામિલ બોલતા ન આવડ્યું. સ્ટીમરમાં ગાંધીજીની ઓળખાણ પોગોલાના નાખુદા સાથે થઇ જે પ્લીમથ બ્રધરના સંપ્રદાયનો હતો. ગાંધીજી અને તેની વચ્ચે આધ્યાત્મિકતાની વાતો વધારે થઇ. 24 દિવસની મુસાફરી કરીને ગાંધીજી હુગલી બંદરે ઉતર્યા. ...Read More

50

સત્યના પ્રયોગો - ભાગ-2 - 25

ગાંધીજીના હિન્દુસ્તાનમાં આગમન વિશે આ પ્રકરણમાં વર્ણન કરવામાં આવ્યું છે. કલકતા ઉતરીને ગાંધીજી ટ્રેનથી મુંબઇ જવા નીકળ્યાં. ટ્રેન વચ્ચે 45 મિનિટ રોકાઇ. પ્રયાગમાં રોકાઇને ગાંધીજીએ ત્રિવેણીસંગમના દર્શન કર્યા. મુંબઇથી રાજકોટ પહોંચીને ગાંધીજીએ એક ચોપાનિયું લખવાની તૈયારી કરી. તેમાં લીલું પૂંઠુ કરાવ્યું તેથી તે લીલા ચોપાનિયા તરીકે જાણીતું થયું. ગાંધીજીએ આ ચોપાનિયાની દસ હજાર નકલ છપાવી અને આખા ભારતના છાપાંઓને અને બધા પક્ષના લોકોને મોકલી. જેમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિનો હળવો ચિતાર રજૂ થયો હતો. આ સમયગાળામાં મુંબઇમાં મરકી ફાટી નીકળી. રાજકોટમાં પણ મરકી ફાટી નીકળવાનો ડર હતો. ચોમેર ગભરાટ ફેલાઇ ગયો. ગાંધીજીએ આવા સમયે તેમની સેવાઓ રાજ્યને આપી. સ્ટેટે કમિટી બનાવી જેમાં ગાંધીજી હતા. ગાંધીજીએ જોયું કે ભદ્ર સમાજના લોકોના ઘરો કરતાં હરીજનોના (દલિતો) ઘરો વધારે સ્વચ્છ હતાં. કમિટીએ હવેલીની મુલાકાત લીધી ત્યારે જોયું કે હવેલીનો એંઠવાડ પાછળના ભાગેથી ફેંકી દેવામાં આવતો ત્યાં કાગડાઓનો જમાવડો રહેતો. પાયખાના (ટોઇલેટ) પણ ગંદા હતાં. હવેલીની આવી ગંદકી જોઇને ગાંધીજીને દુઃખ થયું ...Read More

51

સત્યના પ્રયોગો - ભાગ-2 - 26

આ પ્રકરણમાં ગાંધીજીની રાજનિષ્ઠાની વાત કરવામાં આવી છે. ગાંધીજી ભારત આવ્યા ત્યારે રાણીની ડાયમંડ જ્યુબિલીની તૈયારીઓ શરૂ થઇ હતી. એક સમિતિ નિમાઇ તેમાં ગાંધીજીને આમંત્રણ મળ્યું. કર્તવ્ય પાલન માટે થઇને ગાંધીજી તેમાં જોડાયા. તેમાં વૃક્ષારોપણ કરવાની સૂચના હતી તેમાં ગાંધીજીને દંભ દેખાયો. પોતાના ભાગે આવેલું ઝાડ ગાંધીજીએ બરોબર વાવ્યું અને ઉછેર્યું પણ ખરૂં. રાજકોટમાં દક્ષિણ આફ્રિકાનું કામ ચાલતું હતું તે દરમ્યાન ગાંધીજી મુંબઇ આવ્યા અને ત્યાં ન્યાયમૂર્તિ રાનડે, જસ્ટીસ બદરૂદીન તૈયબજીને મળ્યા. તેમની સલાહથી સર ફિરોજશાહને મળ્યા. ફિરોજશાહે ગાંધીજીની મદદ માટે સભા ભરવાનું નક્કી કર્યું. મુંબઇની મુલાકાત દરમ્યાન ગાંધીજી તેમના બનેવીને મળ્યા જે સખત બિમાર હતાં. બહેન-બનેવીને લઇને ગાંધીજી રાજકોટ ગયા. પોતાના રૂમમાં બનેવીને રાખીને રાતના ઉજાગરા કરી તેમની સેવા કરી. ગાંધીજી લખે છે કે સેવા કરવાના આ શોખે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે આના માટે તેઓ પોતાનો ધંધો છોડી દેતા. પત્ની તેમજ આખા ઘરને રોકી દેતા. ...Read More

52

સત્યના પ્રયોગો - ભાગ-2 - 27

આ કૃતિમાં ગાંધીજીની મુંબઇની સભાનું વર્ણન છે. બનેવીના દેહાંતના બીજા જ દિવસે ગાંધીજીને મુંબઇની સભા માટે ગયા. સર ફિરોજશાની અનુસાર ગાંધીજીએ ભાષણ લખીને તૈયાર કર્યું હતું. ગાંધીજીએ ધ્રૂજતા-ધ્રૂજતા ભાષણ તૈયાર કર્યું. સર ફિરોજશાએ ભાષણ આપવા ગાંધીજીને ઉત્તેજન આપ્યું. પેસ્તનજી પાદશાહ વિશે ગાંધીજી લખે છે કે તેમની સાથેને સંબંધ લંડનથી જ હતો. તેમના ભાઇ બરજોરજીની દિવાન તરીકે ખ્યાતિ હતી. પારસી હોવા છતાં તે શાકાહારી હતાં. મુંબઇમાં પેસ્તનજીને ગાંધીજી મળ્યા ત્યારે તે ગુજરાતી શબ્દકોશમાં રોકાયેલા હતા. તેઓએ ગાંધીજીને દક્ષિણ આફ્રિકા પાછા ન જવાની સલાહ આપી. તેમણે ગાંધીજી કહ્યું કે દેશની ગરીબાઇનો વિચાર કરીને અહીં રોકાઇ જાઓ. ગાંધીજી અને પેસ્તનજી વચ્ચે પ્રેમ વધ્યો. પણ દક્ષિણ આફ્રિકાનું કામ છોડવાને બદલે તેને વધારે વળગી રહેવાનું ગાંધીજીને યોગ્ય લાગ્યું. ગાંધીજી માનતા કે ચડિયાતા પરધર્મ કરતાં ઉતરતો સ્વધર્મ વધારે સારો છે. સ્વધર્મમાં મોત પણ સારૂ, પરધર્મ એ ભયકર્તા છે. ...Read More

53

સત્યના પ્રયોગો - ભાગ-2 - 28

આ પ્રકરણમાં ગાંધીજીના પૂના અને મદ્રાસના પ્રવાસનું વર્ણન છે. પૂનામાં ગાંધીજી લોકમાન્યને મળ્યા. તેમણે પ્રોફેસર ભંડારકર અને ગોખલેને મળવાની આપી અને કહ્યું કે મારી જરૂર હોય ત્યારે વિનાસંકોચે મને મળજે. ગાંધીજી ફરગ્યુસન કોલેજમાં પ્રોફેસર ગોખલેને મળ્યા. ગોખલેને ગાંધીજીએ તેમના ગુરૂ માન્યા છે. પ્રથમ જ મુલાકાતમાં ગોખલે ગાંધીજીને ગંગા જેવા લાગ્યા જેમાં નાહી શકાય. જેમ દિકરાને બાપ વધારે તેમ ગાંધીજીને રામૃષ્ણ ભંડારકરે વધાવ્યા. ગાંધીજીનો તટસ્થ પ્રમુખ માટેનો આગ્રહ તેમને ગમ્યો. તેઓએ જણાવ્યું કે જો બન્ને પક્ષો બોલાવશે તો તેઓ જરૂર પ્રમુખ બનવા તૈયાર થશે. ત્યાંથી ગાંધીજી મદ્રાસ ગયા. બાલાસુંદરમના કિસ્સાની સભા પર અસર પડી. ગાંધીજીનું લીલું ચોપાનિયાની 10 હજાર નકલોમાંથી મોટાભાગની ચપોચપ ઉપડી ગઇ. મદ્રાસમાં ગાંધીજીને જી.પરમેશ્વરનની પિલ્લેની મદદ મળી. તેઓ ‘મદ્રાસ સ્ટાન્ડર્ડ’ ચલાવતા. ગાંધીજી ‘હિન્દુ’ના જી.સુબ્રમણ્યમને પણ મળ્યા. મદ્રાસમાં ગાંધીજી મુખ્યત્વે અંગ્રેજીમાં જ ચર્ચા કરતાં તેમ છતાં ઘણાં લોકોનો પ્રેમ ગાંધીજીને મળ્યો. ...Read More

54

સત્યના પ્રયોગો - ભાગ-2 - 29

આ પ્રકરણમાં આફ્રિકા પાછા ફરવાની ગાંધીજીની તૈયારીઓનું વર્ણન છે. ગાંધીજી કલકતાથી મદ્રાસ ગયા. જ્યાં ડેલી ટેલિગ્રાફના એલર થોર્પની ઓળખ તે વખતે હોટલના દિવાનખાનામાં હિન્દીને લઇ જવા પર પ્રતિબંધ હતો. તેમણે ગાંધીજીને હોટલના દિવાનખાનામાં ન લઇ જવા માટે માફી માંગી. બંગાળમાં ગાંધીજી સુરેન્દ્રનાથ બેનરજીને મળ્યા. તેમણે મહારાજાઓની મદદ લેવાનું કહ્યું. ગાંધીજી કલકત્તામાં ઘણાં લોકોને મળ્યા પરંતુ બધાએ કહ્યું કે કલકત્તામાં જાહેર સભા કરવી સહેલું કામ નથી. ગાંધીજી આનંદબજાર પત્રિકાની ઓફિસે ગયા પરંતુ ત્યાંથી પણ નિરાશ થવું પડ્યું. હિંમત હાર્યા વગર ગાંધીજી ‘સ્ટેટ્સમેન’ અને ‘ઇંગ્લિશમેન’ના પ્રતિનિધિઓને મળ્યા. આ લોકોને મળવાથી ગાંધીજીને કલકત્તામાં જાહેર સભા ભરવાની આશા બંધાઇ. તેવામાં ડરબનથી તાર મળ્યો. ‘પાર્લામેન્ટ જાન્યુઆરીમાં મળશે જલદી પાછા ફરો.’ ગાંધીજીએ તરત કલકત્તા છોડ્યું અને સ્ટીમરની ગોઠવણ કરવા દાદા અબ્દુલ્લાના મુંબઇ એજન્ટને તાર કર્યો. દાદા અબ્દુલ્લાએ ‘કુરલેન્ડ’ સ્ટીમર વેચાતી લીધી હતી. તેમાં ગાંધીજી, કસ્તુરબા અને બે દીકરા તેમજ સ્વર્ગસ્થ બનેવીના એકના એક દીકરાને લઇને દક્ષિણ આફ્રિકા તરફ બીજી વાર જવા રવાના થયા ...Read More

55

સત્યના પ્રયોગો - ભાગ-3 - 1

આ કૃતિમાં આફ્રિકા જતા રસ્તામાં થયેલા દરિયાઇ તોફાનનું વર્ણન છે. અબ્દુલ્લા શેઠનો તાર મળતાં જ ગાંધીજી આફ્રિકા જવા માટે થયા. કુટુંબ સહિત ગાંધીજીની આ પહેલી દરિયાઇ મુસાફરી હતી. ગાંધીજી લખે છે કે હિન્દુઓમાં બાળવિવાહ થતા હોવાથી પત્ની મોટાભાગે નિરક્ષર અને પતિ ભણેલો હોય છે, તેથી પત્નીને અક્ષરજ્ઞાન આપવું જરૂરી છે. ગાંધીજીએ યુરોપિયનોની વચ્ચે સુધરેલા દેખાવા માટે કસ્તૂરબાને પારસી સાડી અને બાળકોને પારસી કોટપાટલૂન પહેરાવ્યાં હતાં. ડેક પર ખાવામાં છરીકાંટાનો ઉપયોગ જ કરવાનું શીખવાડ્યું. જ્યારે ગાંધીજીનો મોહ ઉતર્યો ત્યારે આ બધુ બંધ થયું. સ્ટીમર સીધી જ નાતાલ બંદરે પહોંચવાની હોવાથી માત્ર 18 દિવસ જ લાગવાના હતા. નાતાલ પહોંચવાને 3 કે 4 દિવસ બાકી હતા એવામાં દરિયામાં ભારે તોફાન આવ્યું. તોફાને એટલું લંબાયું કે મુસાફરો ગભરાયા. હિંદુ-મુસલમાન બધા સાથે મળીને ઇશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા. ચોવીસ કલાક પછી વાદળો વિખરાયાં અને તોફાન શમી ગયું ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો. ગાંધીજીને તો અગાઉ તોફાનનો અનુભવ થયો હતો તેથી તેમને વધારે ભય ન લાગ્યો. ...Read More

56

સત્યના પ્રયોગો - ભાગ-3 - 2

અંગ્રેજોની દાદાગીરી અને ચાલાકીઓ વિશે આ પ્રકરણમાં વર્ણન કરવામાં આવ્યું છે. ગાંધીજી લખે છે કે તેઓ જ્યારે હિન્દુસ્તાનમાંથી સ્ટીમરમાં આવવા નીકળ્યા ત્યારે મરકીનો રોગ ફાટી નીકળ્યો હતો એટલે આફ્રિકામાં સ્ટીમર લાંગરી ત્યારે મુસાફરોને ડોક્ટરી તપાસ વગર શહેરમાં ન જવા દેવા તેવો નિર્ણય ગોરાઓએ કર્યો હતો. ગાંધીજીને આમાં હિન્દુઓને ડરબનમાંથી હાંકી કાઢવાની ગોરાઓની ચાલાકી દેખાઇ. ગોરાઓ ઉપરાછાપરી જંગી સભાઓ કરી દાદા અબ્દુલ્લાને ધમકીઓ મોકલતા હતા. એજન્ટ અને ઉતારુઓને પણ ધમકીઓ મળતી હતી. બીજી તરફ શેઠ હાજી આદમે નુકસાન વેઠીને પણ સ્ટીમરને બંદર પર લાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. સ્ટીમરને ડુબાડી દેવાશે તેવી ધમકીઓ વચ્ચે ગાંધીજી બન્ને સ્ટીમરમાં ફર્યા અને મુસાફરોને સાંત્વના આપી. ગાંધીજી પર આરોપ હતો કે તેઓ ‘કુરલેન્ડ’ અને ‘નાદરી’ એમ બે સ્ટીમરમાં નાતાલમાં રહેવા માટે હિન્દુઓને ભરીને લાવ્યા હતા. ગાંધીજી અને ઉતારૂઓ પર અલ્ટીમેટમ આવ્યાં. બન્નેએ બંદરમાં ઉતરવાના પોતાના હકો વિશે લખ્યું. છેવટે, 1897ની 13 જાન્યુઆરીએ સ્ટીમરને મુક્તિ મળી ...Read More

57

સત્યના પ્રયોગો - ભાગ-3 - 3

આ પ્રકરણમાં ગાંધીજીએ ગોરાઓથી બચવા કેવું કર્યું તેનું વર્ણન છે. સ્ટીમરમાંથી બધા ઉતારોઓ ઉતર્યા પરંતુ ગાંધીજી અને તેમના કુટુંબના જોખમ હતું તેથી તેઓ અડધો કલાક પછી મિ.લોટન જેઓ સ્ટીમરના એજન્ટના વકીલ હતા તેમણે સલાહ આપી કે કસ્તૂરબા અને બાળકો ગાડીમાં રૂસ્તજી શેઠના ત્યાં જાય અને લોટન તથા ગાંધીજી ચાલતા રૂસ્તમજીના ઘેર જાય. રસ્તામાં છોકરાઓએ ગાંધીજીને ઓળખી કાઢ્યા. ટોળાએ ગાંધીજીને રિક્ષામાં પણ ન બેસવા દીધા અને તેમને લોટનથી અલગ કરી તમાચા અને લાતોનો વરસાદ વરસાવી દીધો. પોલીસનં જાણ થતાં એક ટુકડી આવીને ગાંધીજીને બચાવીને રુસ્તમજી શેઠના ઘરે મોકલી દીધા. રૂસ્તમજીના ઘરની બહાર ટોળું જમા થઇ ગયું અને ‘ગાંધી અમને સોંપી દો’ તેવી બૂમો પાડતું હતું. સુપ્રિટેન્ડેન્ટ એલેક્ઝાન્ડરની સલાહથી ગાંધીજી હિંદી સિપાઇનો વેશ બદલી ઉપર મદ્રાસીનો ફેંટો લપેટી ત્યાંથી બે ડિકેક્ટિવ સાથે ગલીમાં થઇને પાડોશીની દુકાનમાં પહોંચ્યા. દુકાનના પાછલા દરવાજેથી ટોળામાં થઇને શેરીના નાકે ઉભેલી ગાડીમાં બેસીને થાણાંમાં પહોંચ્યા. પોલીસના કહેવા છતાં ગાંધીજીએ ટોળા સામે ફરિયાદ ન કરી. ...Read More

58

સત્યના પ્રયોગો - ભાગ-3 - 4

શરૂઆતના તોફાન બાદ આફ્રિકામાં ગાંધીજીનું જીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું હોવાની માહિતી આ પ્રકરણમાંથી મળે છે. ગોરાઓના એક બે દિવસ પછી ગાંધીજી મિ.એસ્કંબને મળ્યા. નાતાલ એડવર્ટાઇઝરના પ્રતિનિધિએ પૂછેલા સવાલના ગાંધીજીએ વિગતવાર જવાબ આપ્યા. ગાંધીજીએ કહ્યું કે કુરલેન્ડ અને નાદરીના પ્રવાસીઓને લાવવામાં તેમનો બિલકુલ હાથ નહોતો. છાપામાં ગાંધીજીએ ખુલાસાની હુમલો કરનારા પર કોઇ પોલીસ ફરિયાદ દાખલ કરવાની ના પાડતા તેની સારી અસર થઇ જેનો લાભ થયો. આ બનાવથી ગાંધીજીનો વકીલાતનો ધંધો પણ જામ્યો. નાતાલની ધારાસભામાં બે કાયદા દાખલ થયા, જેથી હિંદીઓની હાડમારી વધી. ગાંધીજીનો મોટાભાગનો સમય જાહેર કામમાં જ થવા લાગ્યો. ગાંધીજીની ગેરહાજરીમાં શેઠ આદમજીએ લગભગ એક હજાર પાઉન્ડ કોંગ્રેસના ખજાનામાં વધાર્યા હતા. નાતાલ કોંગ્રેસના ખજાનામાં લગભગ 5000 પાઉન્ડ જમા થયા હતા. ગાંધીજીનું માનવું હતું કે કોઇપણ જાહેર સંસ્થાએ સ્થાયી ફન્ડ પર ન નભવું જોઇએ કારણ કે તેનાથી નૈતિક અધોગતિ થાય છે. જાહેર સંસ્થાઓનાં ચાલુ ખરચાઓનો આધાર લોકો પાસેથી મળતા ફાળા પર રહેવો જોઇએ. ...Read More

59

સત્યના પ્રયોગો - ભાગ-3 - 5

આ પ્રકરણમાં બાળકોને માતૃભાષાનું શિક્ષણ આપવા માટે ગાંધીજીના મનોમંથનની વાત કરવામાં આવી છે. ઇસ.1897માં ગાંધીજી ડરબન ઊતર્યા ત્યારે તેમની પોતાના બે અને એક ભાણેજ એમ 3 બાળકો હતાં. ગાંધીજી આ ત્રણેય બાળકોને ખ્રિસ્તી મિશનની શાળાઓમાં મોકલવા માટે તૈયાર નહોતા. ગુજરાતીમાં કોઇ શિક્ષક નહોતો મળતો અને પોતે બાળકોને ભણાવવાનો પ્રયત્ન કરતાં પણ તેમાં જાહેર કામમાં વ્યસ્તતાને લઇને અનિયમિતતાઓ રહેતી. ગાંધીજી બાળકો સાથે કેવળ ગુજરાતીમાં જ વ્યવહાર કરતાં. બાળકોને વિખૂટાં ન પડે તે માટે તેમને દેશ મોકલવા પણ તૈયાર નહોતા. ગાંધીજીએ મોટા દીકરા અને ભાણેજને થોડાક મહિના દેશમાં જુદા જુદા છાત્રાલયમાં મોકલેલા પણ તરત પાછા બોલાવી લીધા. ગાંધીજીના ત્રણ દિકરા આફ્રિકામાં સત્યાગ્રહની ગાંધીજીએ સ્થાપેલી શાળામાં થોડોક નિયમિત અભ્યાસ કરતાં આ સિવાય કોઇ શાળાએ ગયા નથી. ગાંધીજી માનતા હતા કે તેમના દીકરાઓને ઓછા-વત્તા પ્રમાણમાં શિક્ષણ અંગે તેમની સામે ફરિયાદ રહી છે પરંતુ માતા-પિતાનો સહવાસ અને સ્વતંત્રતાનો જે પદાર્થપાઠ તેમને શીખવા મળ્યો તે કોઇપણ શાળામાં ન મળ્યો હોત. ...Read More

60

સત્યના પ્રયોગો - ભાગ-3 - 6

આ પ્રકરણમાં ગાંધીજીની સેવાવૃતિની વાત કરવામાં આવી છે. ગાંધીજીની વકીલાતનો ધંધો ઠીક ચાલતો હતો તે દરમ્યાન એક અપંગ, રક્તપિતથી માણસ ઘેર આવી પહોંચ્યો. ગાંધીજીએ તેના ઘા સાફ કરી સેવા કરી અને તેને ગિરમીટિયાઓની સરકારી હોસ્પિટલમાં મોકલ્યો પરંતુ ગાંધીજીનું મન આવા લોકોની સેવા કરવાનું થયું. એક ટ્રસ્ટની હોસ્પિટલમાં દવા બનાવી આપનાર સ્વયંસેવકની જરૂર હતી. ગાંધીજીને કોર્ટમાં મોટાભાગે બિનતકરારી કેસ રહેતા જે તેમણે મિ.ખાન કે જેઓ તે સમયે ગાંધીજીની સાથે રહેતા તેમને સોંપી પોતે હોસ્પિટલમાં સેવા આપવા લાગ્યા. ગાંધીજી હોસ્પિટલમાં બે કલાક કામ કરતા જેમાં તે દુઃખી હિંન્દુઓના ગાઢ સંપર્કમાં આવ્યા. ગાંધીજીનો આ અનુભવ તેમને બોઅરની લડાઇ વખતે ઘાયલ સૈનિકોની સારવાર કરવામાં ખૂબ કામ લાગ્યો. ગાંધીજીએ બાળઉછેર માટે ત્રિભુવનદાસનું ‘માને શિખામણ’ નામનું પુસ્તક વાંચ્યું. તેમાં સુધારાવધારા સાથે છેલ્લા બે બાળકોને ગાંધીજીએ જાતે ઉછેર્યા. છેલ્લા બાળકની પ્રસૂતિની વેદના વખતે પણ ગાંધીજીએ પ્રસવનું બધુ જ કાર્ય કર્યું. ગાંધીજી માનતા હતા કે બાળકના જન્મ પછી પ્રથમ પાંચ વર્ષ તેને યોગ્ય કેળવણી આપવી જોઇએ ...Read More

61

સત્યના પ્રયોગો - ભાગ-3 - 7

આ પ્રકરણમાં ગાંધીજીના બ્રહ્મચર્ય વિશેના વિચારો અંગેનું વર્ણન છે. ગાંધીજીને આવા વિચારો પાછળ રાયચંદભાઇની અસરનું પ્રાધાન્ય હતું. ગાંધીજી વિષયવાસનાને રાખી બ્રહ્મચર્યનુ પાલન કરવા માંગતા હતા. ગાંધીજી લખે છે કે તેમના અને પત્ની વચ્ચેના સંબંધોમાં ક્યારેય પત્ની તરફથી આક્રમણ થયું નથી. બ્રહ્મચર્યનું પાલન કરવામાં ગાંધીજીનો મુખ્ય હેતુ પ્રજોત્પતિ અટકાવવાનો હતો. ગાંધીજીએ સંયમપાલનની શરૂઆત કરી ત્યારે મુશ્કેલીઓનો પાર નહોતો. જો કે આ અંગેનો નિશ્ચય તો 1906ની સાલમાં જ કરી શક્યા. બોઅરના યુદ્ધ પછી નાતાલમાં ઝૂલુ બળવો થયો. એ વેળા ગાંધીજી જોહાનિસબર્ગમાં વકીલાત કરતા હતા. ગાંધીજીને લાગ્યું કે પ્રજોત્પતિ અને પ્રજાઉછેર જાહેરસેવાના વિરોધી છે. ટાપટીપથી વસાવેલા ઘર અને રાચરચીલાનો માંડ મહિનો થયો હશે તેટલામાં તેનો ત્યાગ કરવો પડ્યો. પત્ની અને બાળકોને ફીનિક્સમાં રાખ્યાં. બળવામાં ગાંધીજીને દોઢ મહિનાથી વધારે રોકાવું પડ્યું.ગાંધીજીનું માનવું હતું કે ત્યાગ વૈરાગ વિના ટકી શકતો નથી, પણ તેઓ કોઇ વ્રત કરવામાં માનતા નહોતા. ...Read More

62

સત્યના પ્રયોગો - ભાગ-3 - 8

આ કૃતિમાં બ્રહ્મચર્યના વ્રતનું પાલન ગાંધીજીએ કેવી રીતે કર્યું અને તે વિશે તેમના વિચારોનું વર્ણન છે. મિત્રો સાથે સારી ચર્ચા કર્યા પછી અને પુખ્ત વિચારો કર્યા પછી વર્ષ 1906માં ગાંધીજીએ બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું. આ વ્રત ગાંધીજીએ ફીનિક્સમાં લીધું. ત્યાંથી ગાંધીજી જોહાનિસબર્ગ ગયા જ્યાં એક મહિનાની અંદર સત્યાગ્રહની લડતનો પાયો નંખાયો. ગાંધીજીને લાગ્યું કે બ્રહ્મચર્યનું વ્રત જાણે કે આ લડત માટે તેમને તૈયાર કરવા માટે જ કરવામાં આવ્યું હતું. સત્યાગ્રહની કલ્પના કંઇ ગાંધીજીએ રચી નહોતી રાખી પરંતુ તેની ઉત્પતિ, અનાયાસે થઇ. ગાંધીજી લખે છે કે બ્રહ્મચર્યના વ્રતને 56 વર્ષ પૂર્ણ થઇ ગયાં છે અને મારૂ માનવું છે કે ‘આ વ્રત પાળનારે સ્વાદ ઉપર કાબૂ મેળવવો જોઇએ. જો સ્વાદને જિતાય તો બ્રહ્મચર્ય ઘણું જ સહેલું બની જાય છે.’ બ્રહ્મચર્યનું પાલન શરૂ કર્યા પછી ગાંધીજીના ખોરાકના પ્રયોગો કેવળ ખોરાકની દ્ષ્ટિએ જ નહીં,પરંતુ બ્રહ્મચર્યની દ્રષ્ટિએ થવા લાગ્યા. ગાંધીજી લખે છે કે ઇન્દ્રીયોના દમનના હેતુથી ઇચ્છાપૂર્વક કરેલા ઉપવાસની ઇન્દ્રીયદમનમાં ઘણી મદદ મળે છે. ...Read More

63

સત્યના પ્રયોગો - ભાગ-3 - 9

આ કૃતિમાં ગાંધીજીની સાદાઇના પ્રયોગોનું વર્ણન છે. આફ્રિકામાં ઘર વસાવ્યા પછી ગાંધીજીને ધોબીનું ખરચ વધારે લાગ્યું. ધોબી નિયમિત રીતે ન આપે તેથી ગાંધીજી ધોવાની કળાની ચોપડી વાંચીને ધોવાનું શીખ્યા. પત્નીને પણ શીખવ્યું. ગાંધીજીએ શર્ટનો કોલર ધોઇને ઇસ્ત્રી કરી પરંતુ બરાબર ન થઇ અને કોર્ટમાં બેરિસ્ટરોનું મજાકનું સાધન બન્યા. ધોબીની જેમ ગાંધીજી હજામની ગુલામીમાંથી પણ છૂટવા માંગતા હતા કારણ કે એકવાર ગાંધીજી એક અંગ્રેજ હજામને ત્યાં વાળ કપાવવા માટે ગયા. આ હજામે ગાંધીજીના વાળ કાપવાની જે રીતે તિરસ્કારપૂર્વક ના પાડી તેનાથી ગાંધીજીને લાગી આવ્યું. ગાંધીજીએ બજારમાંથી વાળ કાપવાનો સંચો ખરીદી અરિસાની સામે ઊભા રહી જાતે વાળ કાપ્યા. વાળ જેમતેમ કપાયા તો ખરા પણ પાછળના વાળ કાપતાં ઘણી મુશ્કેલી પડી અને તે સીધા ન કપાયા. ગાંધીજીને કોર્ટમાં હાંસીનું પાત્ર બન્યા. કોર્ટમાં કોઇ કહ્યું તે તમારા માથે ઉંદર ફરી ગયા છે. ગાંધીજીએ આગળ જતાં સાદાઇના અનેક પ્રયોગો કર્યા. ...Read More

64

સત્યના પ્રયોગો - ભાગ-3 - 10

આ પ્રકરણમાં બોઅર યુદ્ધની વાત કરવામાં આવી છે. ગાંધીજી માનતા કે ‘જો હું બ્રિટિશ પ્રજા તરીકે હકો માગી રહ્યો તો બ્રિટિશ પ્રજા તરીકે તે રાજ્યના રક્ષણમાં ભાગ આપવાનો મારો ધર્મ હતો.’ હિન્દુસ્તાનની સંપૂર્ણ ઉન્નતિ બ્રિટિશ સામ્રાજ્યમાં થઇ શકે તેવો મત ગાંધીજીનો તે વખતે હતો. તેથી ગાંધીજીએ તે સમયે જેટલા મિત્રો મળ્યા તેને સાથે રાખીને અનેક મુસીબતો વેઠીને ઘાયલ થયેલાઓની મદદ કરવા માટે એક ટુકડી ઊભી કરી. અંગ્રેજોએ નિરાશાના જવાબો આપ્યા. માત્ર દા.બૂથે ઉત્તેજન આપ્યું. ગાંધીજીની ટુકડીમાં લગભગ 1100 જણ હતા. તેમાં 40 મુખી અને 300 જેટલા હિન્દીઓ હતા. આ ટુકડીને રેડક્રોસનું રક્ષણ હતું. સ્પિયાંકોપના યુદ્ધ પછી ગાંધીજીની અન્યો દારૂગોળાની હદની અંદર કામ કરતા થઇ ગયા. આ દિવસોમાં ઘણીવાર બચાવ ટુકડીએ 20-25 માઇલની મજલ કાપવી પડતી હતી. અનેકવાર ઘાયલોને ડોલીમાં ઊંચકીને ચાલવું પડતું હતું. છ સપ્તાહ પછી ગાંધીજીની ટુકડીને વિદાય આપવામાં આવી. ગાંધીજીના આ કામની પ્રશંસા થઇ અને હિન્દીઓની પ્રતિષ્ઠા વધી. ગારોઓના વર્તનમાં પણ તે વખતે ફેરફાર દેખાયો. ...Read More

65

સત્યના પ્રયોગો - ભાગ-3 - 11

ગાંધીજી સ્વચ્છતાના કેવા આગ્રહી હતા અને હિન્દીઓ ગંદા હોય છે તેવું મહેણું ભાગવા હંમેશા તત્પર રહેતા તેવું આ પ્રકરણ સમજાય છે. ગાંધીજીને પ્રજાના દોષોને ઢાંકીને તેનો બચાવ કરવો અથવા દોષો દૂર કર્યા વિના હકો મેળવવા એ ખોટું છે. આફ્રિકામાં વસતા હિન્દીઓ ગંદા હોય છે તેવી માન્યતા દૂર કરવા ગાંધીજીએ વસવાટના પ્રારંભમાં જ સમાજના મુખ્ય ગણાતા માણસોનાં ઘરોમાં સુધારા થઇ ગયા હતા. પરંતુ જ્યારે ડરબનમાં મરકીના પ્રવેશનો ભય લાગ્યો ત્યારે ઘેરઘેર ફરવાનું શરૂ થયું. આ કાર્યમાં મ્યુનિસિપાલટીના અમલદારોનો ભાગ હતો અને તેમની સંમતિ પણ હતી. ગાંધીજીની મદદ મળવાથી હિન્દીઓની હાડમારી ઓછી થઇ. કેટલીક જગ્યાએ અપમાન થતાં, કેટલીક જગ્યાએ બેદરકારી બતાવવામાં આવતી. લોકો પાસેથી કંઇપણ કામ કરાવવું હોય તો ધીરજ રાખવી જોઇએ એમ ગાંધીજી આ અનુભવોથી શીખ્યા. આંદોલનનું પરિણામ એ આવ્યું કે હિન્દીઓમાં ઘરબાર સ્વચ્છ રાખવાની અગત્યતાનો ઓછા-વતા અંશે સ્વીકાર થયો. સંસ્થાનવાસીઓ ભારત પ્રત્યે ફરજ નિભાવતા થયા. વર્ષ 1897 અને 1899ના દુકાળમાં ભારતવર્ષને આફ્રિકા તરફથી સારી મદદ મળેલી. ...Read More

66

સત્યના પ્રયોગો - ભાગ-3 - 12

આ કૃતિમાં આફ્રિકાથી ભારત પાછા ફરતી વખતે થયેલા વિવાદનું વર્ણન છે. ગાંધીજીને હવે એવું લાગ્યું કે ભારત દેશને તેમની જરૂર છે તેથી દેશ પાછા ફરવું. તેમણે સાથીઓ આગળ પોતાની ઇચ્છ વ્યક્ત કરી અને ઘણી મુસીબતે આ માંગણી મંજૂર થઇ. નાતાલ છોડતી વખતે ગાંધીજીને અનેક ભેટ-સોગાદો મળી. આ ભેટોમાં સોના-ચાંદીની વસ્તો તેમજ હીરાની વસ્તુઓ પણ હતી. આ ભેટોમાં થોડીક અસીલોને બાદ કરતાં બધી જાહેર સેવાને લગતી હતી.ગાંધીજી માનતા હતા કે આ ભેટો તેમની સેવાના બદલામાં મળી છે જેથી તેને રાખવાનો અધિકાર તેમને નથી. ગાંધીજીએ દાગીનાઓના ટ્રસ્ટી નીમવાનો વિચાર કર્યો. પોતાના છોકરાઓને તો મનાવી લીધા પરંતુ કસ્તૂરબા ન માન્યા. કસ્તૂરબાએ કહ્યું કે ‘તમે મારા ઘરેણાં તો વેચી નાંખ્યા છે આ દાગીના છોકરાઓની વહુઓ માટે તો રાખો. વળી આ ભેટો જો સેવાઓ માટે હોય તો તમે પણ મારી પાસે રાત-દિવસ સેવા કરાવી છે તેનું શું’? જો કે ગાંધીજીએ જેમ-તેમ કરીને કસ્તૂરબાને મનાવ્યા અને મળેલી ભેટોનું ટ્રસ્ટ બન્યું અને તેને બેન્કમાં મુકાઇ. ...Read More

67

સત્યના પ્રયોગો - ભાગ-3 - 13

આ પ્રકરણમાં ગાંધીજીના સ્વદેશાગમનની વાત કરવામાં આવી છે. હિન્દુસ્તાન આવતા રસ્તામાં ગાંધીજી મોરીશ્યસમાં ગર્વનર સર ચાર્લ્સ બ્રુસને ત્યાં રોકાયા. ગાંધીજી ભારત પહોંચ્યા અને કલકત્તામાં મહાસભામાં જવાનું થયું. મુંબઇથી જે ગાડીમાં સર ફિરોજશા નીકળ્યા તે ગાડીમાં ગાંધીજી ગયા. સર ફિરોજશાએ ગાંધીજી સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યાં સુધી આપણા દેશમાં આપણને સત્તા નથી ત્યાં સુધી સંસ્થાનોની સ્થિતિ સુધરી નહીં શકે. તેમની સાથે ચીમનલાલ સેતલવાડ પણ હતા તેમણે પણ હામાં હા ભણી. મહાસભામાં ગાંધીજી ઘણાં લોકોને મળ્યા અને દક્ષિણ આફ્રિકાની વાતો થઇ. રિપન કોલેજમાં મહાસભા હતી. કોલેજના કમ્પાઉન્ડમાં સાદડીઓનું રસોડું બનાવાયું હતું. ખાવા-પીવાનું બધું જ તેમાં. ગાંધીજી લખે છે કે અહીં ગંદકીનો પાર નહોતો. પાયખાના (ટોઇલેટ) થોડાક જ હતાં અને તે અતિશય ગંદા હતાં. ગાંધીજીએ અહીં પાયખાના પણ સાફ કર્યા. ગાંધીજીએ જોયું કે લોકો આવી ગંદકીથી ટેવાઇ ગયા હતા. ગાંધીજીને લાગ્યું કે જો આવી ગંદકીમાં મહાસભાની બેઠક મળે તો અવશ્ય રોગચાળો ફાટી નીકળે. ...Read More

68

સત્યના પ્રયોગો - ભાગ-3 - 14

આ પ્રકરણમાં ગાંધીજીના કારકૂની અને નોકરના કામનું વર્ણન છે. મહાસભામાં એક-બે દિવસની વાર હતી. ગાંધીજી જે દિવસે આવ્યા હતા દિવસે મહાસભાની ઓફિસમાં ગયા. ત્યાં ભૂપેન્દ્રનાથ બસુ અને ઘોષળબાબુ મંત્રી હતા. ગાંધીજીએ તેમની પાસે કામ માંગ્યું. ધોષળબાબુએ ગાંધીજીને કારકુનની કામ સોંપ્યું. કાગળો લખવા અને પહોંચો આપવા જેવા કામ ગાંધીજીએ કર્યા. ગાંધીજીના કામથી ધોષળબાબુ ખુશ થયા જોકે ગાંધીજી વિશે વધુ જાણ્યા પછી તેમને શરમ લાગી. બપોરે જમવાનું પણ ગાંધીજી તેમની સાથે જ લેતા. ઘોષળબાબુના બટન પણ ‘બેરા’ (નોકર) જ ભીડતો. ગાંધીજીએ આ નોકરનું કામ પણ ઉપાડી લીધું. ગાંધીજીનો વડીલો પ્રત્યેનો આદર જોઇને તેઓ આવું કામ ગાંધીજીને કરવા દેતા. મહાસભામાં ગાંધીજીની મુલાકાત સુરેન્દ્રનાથ, ગોખલે જેવા લોકો સાથે થઇ. ગાંધીજીએ જોયું કે મહાસભામાં સમયની બરબાદી બહુ થતી. એક વ્યક્તિથી જે કામ થઇ શકે તેમાં એકથી વધુ માણસો રોકાતા જ્યારે કોઇ અગત્યના કામ માટે કોઇ માણસ ઉપલબ્ધ નહોતા. ...Read More

69

સત્યના પ્રયોગો - ભાગ-3 - 15

મહાસભા ભરાઇ મંડપનો ભવ્યા દેખાવ, સ્વયંસેવકોની હા, માંચડા પર વડીલવર્ગ જોઇને ગાંધીજી ગભરાયા. પ્રમુખનું ભાષણ તો એક પુસ્તક જ જે પુર્ણવંચાય તેવી સ્થિતિ જ નહોતી. મહાસભામાં ગાંધીજીના ઠરાવને સર ફિરોજશાએ લેવાની હા તો પાડી હતી પણ મહાસભાની સમિતિમાં આ ઠરાવ કોણ રજૂ કરશે, ક્યારે કરશે એ વિશે ગાંધીજી વિચારતા હતા. ગોખલેએ ગાંધીજીનો ઠરાવ જોઇ લીધો હતો. બધા ઉતાવળે જવાની તૈયારીમાં હતા, રાતના અગ્યાર વાગ્યા હતા. એક એક ઠરાવ પાછળ જાણીતી વ્યક્તિઓ, લાંબા લાંબા ભાષણો અને તે બધા અંગ્રેજીમાં.આવામાં ગાંધીજીનો અવાજ કોણ સાંભળે. છેવટે ગાધીજીનો વારો આવ્યો. સર દિનશાએ નામ દીધું અને ગાંધીજીએ સભામાં ધ્રૂજતા ધ્રૂજતા ઠરાવ પસાર કર્યો અને તે એકમતે પસાર થઇ ગયો. ગાંધીજીએ મહાસભામાં આફ્રિકાના અનુભવોનું વર્ણન કર્યું. પાંચ મિનિટમાં જ ઘંટડી વાગી એટલે ગાંધીજી દુઃખી થઇને બેસી ગયા. મહાસભામાં બધા ઠરાવ એકમતે પસાર થાય તેથી ઠરાવનું મહત્વ ન જણાયું ...Read More

70

સત્યના પ્રયોગો - ભાગ-3 - 16

આ કૃતિમાં લોર્ડ કર્ઝનના દરબાર અને કલકત્તામાં રહેણાંકના અનુભવો ગાંધીજીએ વર્ણવ્યા છે. મહાસભા પૂર્ણ થતાં ગાંધીજી કલક્તામાં રોકાયા. ચેમ્બર કોમર્સ વગેરે મંડળોને મળવાનું થયું. હોટલમાં ઉતરવાના બદલે ગાધીજી ઇન્ડિયા ક્લબમાં રોકાયા. આ ક્લબમાં ગોખલે વારંવાર બિલિયર્ડ રમવા આવતા. તેમણે ગાંધીજીને પોતાની સાથે રહેવાનું આમંત્રણ આપ્યું. આ સમયગાળામાં લોર્ડ કર્ઝનનો દરબાર હતો. આ દરબારમાં જવા માટે એક મહારાજા ઇન્ડિયા ક્લબમાં રોકાયા હતા. દરરોજ બંગાળી ધોતી પહેરતા આ મહારાજાને એક દિવસ પાટલૂન, ચમકદાર બૂટ પહેરેલા જોઇને ગાંધીજીએ કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘અમારા પૈસા અને અમારા ઇલકાબો રાખવા માટે અમારે અપમાનો સહન કરવા પડે છે. લોર્ડ કર્ઝન સામે અમારા પોશાકમાં જઇએ તો એ ગુનો ગણાય.’ ગાંધી આને લગતો બીજો એક પ્રસંગ વર્ણવતા લખે છે કે ‘કાશી હિન્દુ વિદ્યાપીઠમાં લોર્ડ હાર્ડિંગનો દરબાર ભરાયો ત્યારે પણ રાજા મહારાજાઓના માત્ર સ્ત્રીઓને શોભે તેવા આભૂષણો પહેરેલા જોઇને હું દુઃખી થયો હતો. પંરતુ આવા મેળાવડાઓમા તેમણે આવું ફરજના ભાગરૂપે કરવું પડતું તેવું મેં સાંભળ્યું હતું.’ ...Read More

71

સત્યના પ્રયોગો - ભાગ-3 - 17

આ પ્રકરણમાં ગોખલેની સાથે એક મહિનો રહેવાના ગાંધીજીના અનુભવોનું વર્ણન છે. ગોખલેની સાથે રહેતા ગાંધીજીની નિયમિતતાની તેમની પર ઊંડી પડી. ગોખલેની પડોશમાં રહેતા પ્રુફલ્લચંદ્ર રોય અવારનવાર તેમને મળવા આવતા. પ્રફુલ્લચંદ્ર રોયને દર મહિને 800 રૂપિયા મળતા તેમાંથી પોતાના ખર્ચ માટે રૂ.40 રાખતા બાકીના જાહેર કામમાં આપી દેતા. ગોખલે પાસેથી ગાંધીજીને ઘણું શીખવા મળ્યું. ગોખલે રાનડેની જયંતી ઉજવતાં અને ગાંધીજીને તેમણે આ જયંતી ઉજવવા માટે નોતર્યા. ગોખલેએ રાનડે વિશે ગાંધીજીને કહ્યું કે રાનડે માત્ર ન્યાયમૂર્તિ નહોતા. તેઓ ઇતિહાસકાર પણ હતા. અર્થશાસ્ત્રી અને સુધારક પણ હતા. તેઓ સરકારી જજ હોવા છતાં મહાસભામાં પ્રેક્ષક તરીકે હાજરી નીડરપણએ હાજરી આપતાં. ગોખલે બધે ટ્રામના બદલે ઘોડાગાડીમાં ફરતા તે ગાંધીજીને ખૂંચ્યું પરંતુ ગોખલેએ ગાંધીજીને કહ્યું કે તમને પણ મારા જેટલા લોકો ઓળખતા થશે ત્યારે તમારે પણ ટ્રામમાં ફરવાનું મુશ્કેલ થઇ જશે. ગાંધીજીનું માનવું હતું કે કોઇપણ કામ કરીએ વ્યાયામ માટે તો સમય કાઢવો જ જોઇએ. તેમણે ગોખલેને પણ આ જ સલાહ આપી. ...Read More

72

સત્યના પ્રયોગો - ભાગ-3 - 18

આ કૃતિમાં ગાંધીજીના ગોખલે સાથેના વધુ કેટલાક અનુભવોનું વર્ણન છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમના ખ્રિસ્તી મિત્રોને કહેલું કે તેઓ ખ્રિસ્તી મિત્રોને મળશે. કાલિચરણ બેનરજી મહાસભામાં ભાગ લેતા, તેથી તેમના વિશે ગાંધીજીને માન હતું. ગાંધીજી તેમને તેમના ઘેર મળવા ગયા. તેઓ બંગાળી ધોતી-કૂર્તામાં હતા. તેમણે ગાંધીજીને કહ્યું કે ‘પાપનું નિવારણ હિન્દુ ધર્મમાં નથી પરંતુ ખ્રિસ્તી ધર્મમાં છે. પાપનો બદલો મોત છે અને તેમાંથી બચવાનો માર્ગ ઇશુનું શરણ છે તેમ બાઇબલ કરે છે.’ ગાંધીજીને જો કે આ વાતથી સંતોષ ન થયો. કાલિ મંદિર જોવાની ઇચ્છાથી ગાંધીજી એક દિવસ ત્યાં ગયા. આ મંદિરની બહાર ભિખારીઓ અને બાવાઓની લાઇન લાગેલી હતી. કાલી મંદિરમાં ઘેટાની બલી થતી અને ચારેતરફ લોહીની નદીઓ વહેતી હતી. ગાંધીજી માનતા કે આ ઘાતકી પૂજા બંધ થવી જોઇએ. ગાંધીજીને મન ઘેટાંના જીવની કિંમત મનુષ્યના જીવ કરતાં ઓછી નથી. ‘મનુષ્યનાદેહને નિભાવવા હું ઘેટાંનો દેહ લેવા તૈયાર ન થાઉં.’ ...Read More

73

સત્યના પ્રયોગો - ભાગ-3 - 19

કાલિમાતાના યજ્ઞમાં ઘેટાંની આહુતિ વિશે જાણી ગાંધીજીને બંગાળી જાણવાની તીવ્ર ઇચ્છા થઇ તેનું આ પ્રકરણમાં વર્ણન છે. ગાંધીજીએ કેશવચંદ્ર પ્રતાપચંદ્ર મજમુદારનું જીવન વૃતાંત જાણ્યું. સાધારણ ભ્રહ્મસમાજ અને આદિ ભ્રહ્મસમાજનો ભેદ જાણ્યો. પંડિત શિવનાથ શાસ્ત્રી, મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરના દર્શન કર્યા. ગાંધીજી વિવેકાનંદને મળવા બેલૂર મઠ ચાલીને ગયા પરંતુ તેઓને મળી ન શકાયું. ભગિની નિવેદિતાને ચોરંઘીના એક મહેલમાં તેમનાં દર્શન કર્યા. ભગિનીને હિન્દુ ધર્મ પ્રત્યે પ્રેમ હતો. ગાંધીજીએ દિવસના બે ભાગ પાડ્યા હતા એક સમય આફ્રિકાના કામ અંગે કલકત્તામાં રહેતા આગેવાનોને મળવામાં ગાળતા, બીજો ભાગ કલકત્તાની ધાર્મિક સંસ્થાઓ અને બીજી જાહેર સંસ્થાઓને જોવામાં ગાળતા. ગોખલેની છાયા હેઠળ બંગાળના અગ્રગણ્ય કુટુંબોની માહિતી મળીને તેમનો નિકટનો સંબંધ બંધાયો. બંગાળથી ગાંધીજી બ્રહ્મદેશ ગયાં જ્યાં ફૂંગીઓની મુલાકાત કરી, સુવર્ણ પેગોડાના દર્શન કર્યા. બ્રહ્મદેશની મહિલાઓનો ઉત્સાહ તેમને સ્પર્શી ગયો. રંગૂનથી પાછા ફરી ગાંધીજીએ ગોખલે પાસેથી વિદાય લીધી. ગાંધીજીએ હિન્દુસ્તાનને જાણવા રેલવેમાં ત્રીજા વર્ગની મુસાફરી કરવાનો નિર્ણય કર્યો. ...Read More

74

સત્યના પ્રયોગો - ભાગ-3 - 20

ગાંધીજીની કલકત્તાથી રાજકોટ સુધીની ત્રીજા વર્ગની મુસાફરી અને કાશીના અનુભવોનું વર્ણન આ પ્રકરણમાં છે. પાલનપુર સિવાય ગાંધીજી બધે ધર્મશાળા પંડાઓના ઘેર, યાત્રાળુઓની જેમ ઉતર્યા હતા. ત્રીજા વર્ગની મુસાફરી અંગે ગાંધીજી લખે છે કે ડબ્બામાં ગંદગી અને પાયખાના (ટોઇલેટ)ની હાલત ઘણી જ ખરાબ હતી. ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ડબ્બામાં ભરાતાં. યુરોપ અને આફ્રિકામાં ત્રીજા વર્ગની હાલત ભારત કરતાં ઘણી સારી હતી. જ્યારે ભારતમાં રેલવેની અગવડો ઉપરાંત, મુસાફરોની કુટેવો, ગમેત્યાં થૂંકવું, કચરો નાંખવા, બીડી ફૂંકવી, પાનની પિચકારીઓ મારવી, એંઠવાડ ભોંય પર નાખવો, બરાડા પાડી વાતો કરવા જેવા અનુભવ થયા. ગાંધીજી કાશીમાં ઉતર્યા ત્યાં એક બ્રાહ્મણને ત્યાં ઉતારો હતો. પંડાએ બધી તૈયારી કરી રાખી હતી પરંતુ ગાંધીજીએ કહ્યું કે મારાથી સવા રૂપિયા ઉપરાંત દક્ષિણા નહીં અપાય. કાશી વિશ્વનાથના દર્શને ગયેલા ગાંધીજીને લુચ્ચાઓની છેલ્લી ઢબની મીઠાઇ, રમકડાં બજાર જોયાં. મંદિરમાં સડેલા ફૂલ જોયાં. દુકાની લેવામાં આનાકાની કરનારા પંડાઓની લુચ્ચાઇનો પણ ગાધીજીને અનુભવ થયો ...Read More

75

સત્યના પ્રયોગો - ભાગ-3 - 21

આ પ્રકરણમાં ગાંધીજીના મુંબઇમાં રહેવાના અનુભવોનું વર્ણન છે. ગોખલેની ઇચ્છા હતી કે ગાંધીજી મુંબઇમાં સ્થિર થાય. પહેલા ગાંધીજી રાજકોટમાં અહીં તેમને વિદેશ મોકલનારા કેવળરામ દવે હતા જેણે તેમની સમક્ષ 3 કેસ મૂક્યા. એક કેસ જામનગરનો હતો અને તેમાં ગાંધીજીને જીત મળી. ગાંધીજીને લાગ્યું કે મુંબઇ જવામાં વાંધો નહીં આવે. એગ્રેજોની અજ્ઞાનતા વિશે ગાંધીજી લખે છે કે જ્યુડિશિયલ આસિસ્ટન્ટ એક જગ્યાએ ન બેસે અને તેઓ જ્યાં જાય ત્યાં વકીલો જાય. અસીલોને પણ બમણો ખર્ચ થાય. રાજકોટમાં રહેવાનું ગાંધીજી વિચારી રહ્યા હતા તેવામાં એક દિવસ કેવળરામ ગાંધીજીની પાસે આવ્યા અને કહ્યું કે તમારે મુંબઇ જવું પડશે. તમને મોટા બેરિસ્ટર તરીકે અહીં લઇ આવશું અને લાખ હશે તો ત્યાં મોકલીશું. તમે જાહેરકામ કરવા ટેવાયેલા છો અને અમે તમને કાઠિયાવાડમાં દફન નહીં થવા દઇએ. નાતાલથી ગાંધીજીના પૈસા આવ્યા અને મુંબઇ ગયા. મુંબઇમાં પેઇન ગિલબર્ટ અને સયાનીની ઓફિસમાં ચેમ્બર્સ ભાડે રાખીને ગાંધીજી સ્થિર થવા લાગ્યા. ...Read More

76

સત્યના પ્રયોગો - ભાગ-3 - 22

આ પ્રકરણમાં મણીલાલના તાવને કારણે ગાંધીજી કેવી રીતે ધર્મસંકટમાં મૂકાયા તેનું વર્ણન છે. મુંબઇમાં ગાંધીજીએ ગિરગામમાં ઓફિસ લીધી. ઘર બહુ દિવસો હજુ તો બહુ દિવસો નહોતા થયા અને ગાંધીજીનો બીજો દીકરો મણીલાલ સખત તાવમાં પટકાયો. પારસી ડોક્ટરે કહ્યુઃ ‘આની પર દવા ઓછી અસર કરશે. તેને ઇંડા અને મરઘીનો સેરવો આપવાની જરૂર છે.’ પરંતુ ગાંધીજી શાકાહારી હોવાથી તેમણે આના બદલે બીજો ઉપાય વિચાર્યો. ગાંધીજીએ મણિલાલ પર પાણીનો ઉપચાર કરવાનું વિચાર્યું.મણીલાલે આ ઉપચારમાં પોતાની સંમત્તિ આપી. ગાંધીજી કોઇ પણ સારવારમાં ઉપવાસને મોટું સ્થાન આપતા હતા. તેમણે મણિલાલને ક્યુનીની રીત પ્રમાણે કટીસ્નાન આપવાનું શરૂ કર્યું. 3 મિનિટથી વધારે તેને બાથટબમાં રાખતા નહીં. 3 દિવસ માત્ર નારંગીના રસની સાથે પાણી મેળવીને રાખ્યો. મણીલાલનો 104 ડિગ્રી તાવ ઉતારવા ગાધીજીએ ચોફાળને ઠંડાપાણીમાં નીચોવીને તેમાં મણીલાલને પગથી ડોક સુધી લપેટ્યો. ઉપર બે ધાબળા ઓઢાડી, માથા પર ભીનો ટુવાલ મૂક્યો. આ ઉપાયની અસર થઇ અને મણીલાલનો તાવ ગાયબ થઇ ગયો. ...Read More

77

સત્યના પ્રયોગો - ભાગ-3 - 23

આ પ્રકરણમાં ગાંધીજીના દક્ષિણ આફ્રિકા પરત ફરવાની વાત કરવામાં આવી છે. મણિલાલ સાજો થતાં જ ગાંધીજીએ ગિરગામનું મકાન કાઢીને હવા-ઉજાસ વાળો એક બંગલો ભાડેથી લીધો. ગાંધીજીએ ચર્ચગેટ જવા પ્રથમ વર્ગનો પાસ કઢાવ્યો. તે વખતે બાન્દ્રાથી ચર્ચગેટ જતી ખાસ ગાડી પકડવા સાંતાક્રૂઝની બાન્દ્રા ગાંધીજી ચાલીને જતા. મુંબઇમાં ગાંધીજીનો વકીલાતનો ધંધો ઠીકઠીક ચાલતો હતો. આફ્રિકામાંથી કામ મળતું તેમાંથી ખર્ચો નીકળી જતો. હાઇકોર્ટના પુસ્તકાલયોનો ઉપયોગ કરવા માંડ્યોને ત્યાં ઓળખાણ થવા લાગી. ગોખલે સપ્તાહમાં બે-ત્રણવાર આવીને ગાંધીજીની ખબર કાઢી જતા. ગાંધીજી સ્વસ્થતા અનુભવી ત્યાં દક્ષિણ આફ્રિકાથી તાર આવ્યોઃ ‘ચેમ્બરલેન અહીં આવે છે,તમારે આવવું જોઇએ.’ ગાધીજી મુંબઇની ઓફિસ સંકેલીને ફરી આફ્રિકા જવા તૈયાર થયા. આફ્રિકા જતા પહેલાં મુંબઇનો બંગલો ચાલુ રાખ્યો અને બાળકોને ત્યાં જ રાખ્યા. આફ્રિકા જતી વખતે ગાંધીજી ચાર-પાંચને સાથે લઇ ગયા. જેમાં મગનલાલ ગાંધી પણ હતા. ગાંધીજીની ઇચ્છા હતી કે આ બધા લોકો નોકરી કરવાના બદલે સ્વાશ્રયી બને. ...Read More

78

સત્યના પ્રયોગો - ભાગ-4 - 1

આફ્રિકા પાછા ફર્યા પછી ગાંધીજીને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો તેની વિગતો આ પ્રકરણમાં છે. મિ.ચેમ્બરલેન સાડા ત્રણ કરોડ લેવા દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. તેમણે ગોરાઓને રીઝવીને રહેવાનું કહ્યું એટલે હિન્દી પ્રતિનિધિઓને નિરાશા થઇ. ચેમ્બરલેન ટ્રાન્સવાલ પહોંચ્યા. ગાંધીજીને ત્યાંનો કેસ તૈયાર કરવો હતો. ટ્રાન્સવાલ યુદ્ધ પછી ઉજ્જડ થઇ ગયું હતું. ઘરબાર છોડી ભાગી ગયેલા ટ્રાન્સવાલવાસીઓ ધીમે ધીમે પરત ફરતા. આવા દરેક ટ્રાન્સવાલવાસીઓને પાસ લેવો પડતો. ગોરાઓને પરવો મોં માગ્યો મળતો. લડાઇ દરમ્યાન ભારત અન લંકાથી ઘણાં અમલદારોને સૈનિકો દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા. તેમાંના જે લોકો ત્યાં વસવા માંગતા હોય તેમના માટે અમલદારોએ હબસીઓની જેમ એક અલગ વિભાગ એશિયવાસીઓ માટે બનાવી દીધો હતો. પરવાના માટે આ વિભાગમાં અરજી કરનારા હિન્દીઓ, અમલદાર અને દલાલો વચ્ચે અટવાતા. તેમને હજારો રૂપિયા ખર્ચ કરવા પડતા. ગાંધીજી ડરબનના પોલીસ સુપ્રિટેન્ડન્ટ પાસે પહોંચ્યા અને કહ્યું કે તેઓ ટ્રાન્સવાલમાં અગાઉ રહી ચૂક્યા છે તો તેમની ઓળખાણ પરવાના અમલદારને આપો. ગાંધીજીને પરવાનો મળી ગયો અને તેઓ પ્રિટોરિયા પહોંચ્યા ...Read More

79

સત્યના પ્રયોગો - ભાગ-4 - 2

ગાંધીજીને ટ્રાન્સવાલમાંથી ભગાડી મૂકવાના અમલદારોના પ્રયત્નો અંગેનું વર્ણન આ કૃતિમાં કરવામાં આવ્યું છે. અમલદારોને લાગ્યું કે ગાંધીજી વગ વાપરીને દાખલ થયા હોવા જોઇએ. જો આમ હોય તો ગાંધીજીને કેદ કરી શકાય. કારણ કે ત્યાં એવો કાયદો દાખલ થયો હતો કે જો કોઇ વગર પરનાવે દાખલ થાય તો શાંતિ જાળવવા તેને જેલમાં મોકલી શકાય. જો કે ગાંધીજી પાસે લાયસન્સ હોવાથી તેઓ નિરાશ થયા. ગાંધીજી લખે છે કે એશિયામાં નવાબશાહી જ્યારે આફ્રિકામાં પ્રજાસત્તા હતી. આફ્રિકામાં એશિયાઇ વાતાવરણ દાખલ થતાં જોહુકમી, ગંદકી, ઘાલમેલ જેવી ખટપટો દાખલ થઇ. એશિયામાંથી આવેલા નિરંકુશ અમલદારોનો ગાંધીજીને કડવો અનુભવ થયો. તેઓએ શેઠ તૈયબજીને પૂછયું કે ગાંધીજી કોણ છે તેઓ તેને શું કામ અહીં લાવ્યા છે. તૈયબજીએ જણાવ્યું કે ‘ગાંધીજી અમારા સલાહકાર છે અને અમારી ભાષા સારીરીતે જાણે છે.’ અમલદારે ગાંધીજીને બોલાવીને કહ્યું ‘ભલે તમને પરવાનો મળ્યો હોય પરંતુ તમારે અહીં રહેવાનો હક નથી. હિન્દીઓના રક્ષણ માટે અમે છીએ.’ તેમણે ગાંધીજીની સાથે રહેતા અન્ય લોકોને પણ ધમકાવ્યા ...Read More

80

સત્યના પ્રયોગો - ભાગ-4 - 3

આ પ્રકરણમાં ગાંધીજીએ અપમાનનો કડવો ઘૂંટ કેવી રીતે પીધો તેનું વર્ણન છે. અમલદારનો કાગળ આવ્યો કે ગાંધીજી ડરબનમાં મિ.ચેમ્બરલેનને છે તેથી તેમનું નામ પ્રતિનિધિઓમાંથી કાઢી નાંખવાની જરૂર છે. સાથીઓને આમાં ગાંધીજીનું અપમાન લાગ્યું પરંતુ ગાંધીજીને લાગ્યું કે આ કડવો ઘૂંટ પી જવો પડશે. ગાંધીજીને સાથીઓના મહેણાં પણ સાંભળવા પડ્યા કે ‘તમારા કહેવાથી કોમે લડાઇમાં ભાગ લીધો પણ પરિણામ આ જ આવ્યું ને?’ જો કે ગાંધીજીને આની અસર ન થઇ તેમને લાગ્યું કે તેમણે તેમના કર્તવ્યનું જ પાલન કર્યું છે. ગાંધીજીએ એક વર્ષમાં પાછા જવાનો વિચાર માંડી વાળીને ટ્રાન્સવાલમાંથી વકીલાતની સનદ મેળવવાનું વિચાર્યું. તેમણે પ્રિટોરિયા અને જોહાનિસબર્ગમાં વસતા હિન્દી આગેવાનો સાથે ચર્ચા કરી છેવટે જોહાનિસબર્ગમાં ઓફિસ રાખવાનો નિર્ણય કર્યો. ટ્રાન્સવાલમાં વકીલમંડળ તરફથી ગાંધીજીની અરજીનો કોઇ વિરોધ ન થયો અને તેમની અરજી મંજૂર કરવામાં આવી. મિ.રીચના એજન્ટ મારફતે ગાંધીજીએ ઓફિસનું મકાન શોધીને કામ શરૂ કર્યું. ...Read More

81

સત્યના પ્રયોગો - ભાગ-4 - 4

આ પ્રકરણમાં ગાંધીજીની વધતીજતી ત્યાગવૃતિનું વર્ણન છે. ગાંધીજીએ જ્યારે મુંબઇમાં ઓફિસ ખોલી હતી ત્યારે એક વીમા દલાલે ગાંધીજીને પોતાની ફોસલાવીને 10,000ની પોલિસી કઢાવી હતી. આફ્રિકામાં આવીને કેટલો સમય જશે તેની ગાંધીજીને ખબર નહોતી.પરંતુ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના વિચારો બદલાયા. ગાંધીજીને લાગ્યું કે બાળકોને સાથે રાખવા જોઇએ. તેમનો વિયોગ હવે ન હોવો જોઇએ. તેમને લાગ્યું કે તેમણે પોલીસી ઉતરાવીને ભૂલ કરી હતી. પાલનહાર તો ઇશ્વર છે. ગાંધીજીના મનમાં મનોમંથન ચાલ્યું. ખ્રિસ્તી વાતાવરણમાં આવીને ગાંધીજી ધર્મ અંગે જાગ્રત રહ્યાં. આફ્રિકામાં થિયોસોફીના વાતાવરણમાં ગાંધીજીની ધર્મઅંગેની ચર્ચાઓ ખુબ ચાલી. મિ.રિચ થિયોસોફિસ્ટ હતા. તેમણે ગાંધીજીને જોહાનિસબર્ગની સોસાયટીના સંબંધમાં મૂક્યો તેમાં તેઓ સભ્ય તો ન થયા પરંતુ થિયોસોફિસ્ટના ગાઢ પ્રસંગમાં આવ્યા અને ધાર્મિક ચર્ચાઓ કરતા થયા. થિયોસોફીના સભ્યોના આચરકણમાં બેદ જોતા ત્યાં ગાંધીજી ટીકા પણ કરતા. આ ટીકાની ગાંધીજીના જીવન પર અસર થઇ અને તેઓ આત્મનિરિક્ષણ કરતા થઇ ગયા. ...Read More

82

સત્યના પ્રયોગો - ભાગ-4 - 5

સત્યના પ્રયોગોના આ ભાગમાં મહાત્મા ગાંધી 1893ની સાલમાં ખ્રિસ્તી મિત્રો સાથેનો તેમનો અનુભવ વર્ણવે છે. આ દરમિયાન તેમની સહનશીલતાના થાય છે. ગાંધીજી સ્નાન કરતી ગીતા શ્લોકો દિવાલ પર ચોંટાડતા અને જરૂર પ્રમાણે ગોખી નાંખતા. આમ કરીને તેમણે ગીતાના 13 અધ્યાય મોઢે કરી લીધા હતા. તેમના ખ્રિસ્તી મિત્રો તેમને બાઇબલનો સંદેશ સંભળાવવા, સમજાવવા અને સ્વીકારવા માટે આગ્રહ કરતા હતા. છતા પણ તેઓ આપણા પ્રાચીન ગ્રંથ અને દરેક પ્રશ્નોનો જવાબ આપતી ગીતાને વળગી રહ્યા હતા. આ બાબત દર્શાવે છે નિરીક્ષણ કરવું જોઇએ પરંતુ આપણા ઉદ્દેશો, મંતવ્ય, ધારણાઓ તેમજ આપણી સમજની બહાર ન જવું જોઇએ. તેઓ કહે છે કે ‘ટ્રસ્ટીની પાસે કરોડો હોય છતા તેમાંથી એક પાઇ પોતાની નથી તેમ મુમુક્ષુએ વર્તવું જોઇએ તેમ હું ગીતામાંથી શીખ્યો છું. અપરિગ્રહી થવામાં, સમભાવી થવામાં હેતુનુ, હૃદયનું પરિવર્તન થવું આવશ્યક છે એમ મને દીવા જેવું દેખાયું.’ ગાંધીજીએ પિતા સમાન ભાઇને લખ્યું કે મારી પાસે જે બચ્યું તે હવે સમાજના ભલા માટે ખર્ચાશે. ...Read More

83

સત્યના પ્રયોગો - ભાગ-4 - 6

નિરામિષાહારી એટલે કે શાકાહારી થવાના પ્રચારમાં ગાંધીજીને કેવો આર્થિક ભોગ આપવો પડ્યો તેનું વર્ણન આ પ્રકરણમાં છે. આફ્રિકામાં ગાંધીજીનો પ્રચાર વધતો ગયો. જોહાનિસબર્ગમાં એક શાકાહારી ગૃહ હતું જે એક જર્મન ચલાવતો. ગાંધીજી શક્ય તેટલા અંગ્રેજ મિત્રોને ત્યાં લઇ જતા. જો કે, આ ગૃહ લાંબો સમય ન ચાલ્યું. આ મંડળના એક બહેન ઘણાં સાહસિક હતા. તેણે મોટા પાયા પર શાકાહારી ગૃહ કાઢ્યું. પણ તેને હિસાબનું જ્ઞાન નહોતું. ખર્ચાળ બહુ હતી. આ ગૃહ માટે મોટી જગ્યા લેવા તેણે ગાંધીજીની મદદ માંગી. ગાંધીજીની પાસે ઘણાં અસીલોના રૂપિયા પડી રહેતા હતા તેમાંથી એકની મંજૂરી લઇને ગાંધીજીએ આ બાઇને 1000 પાઉન્ડની મદદ કરી. બે-ત્રણ મહિનામાં જ ખબર પડી કે આ પૈસા પાછા નહીં આવે. છેવટે ગાંધીજીને આ પૈસા ભરવા પડ્યા. એક મિત્રએ આ અંગે ગાધીજીને ઠપકો પણ આપ્યો. ગાંધીજીને લાગ્યું કે આ ધીરધાર કરવામાં તેમણે ગીતાના તટસ્થ અને નિષ્કામ કર્મના મુખ્ય પાઠનો અનાદર કર્યો હતો. તેમના માટે શાકાહારીનો પ્રચારનું કામ પરાણે પુણ્ય થઇ પડ્યું ...Read More

84

સત્યના પ્રયોગો - ભાગ-4 - 7

આફ્રિકામાં ગાંધીજીના ખાવા-પીવાના પ્રયોગોનું વર્ણન આ પ્રકરણમાં છે. ગાંધીજીને દેશી ઉપચારો પ્રત્યે વળગણ વધતું ગયું તેમ તેમ દવા લેવાનો પણ વધતો ગયો. આફ્રિકામાં પ્રાણજીવનદાસ મહેતા તેમને તેડવા આવેલા તે વખતે ગાંધીજીને નબળાઇ અને સોજા રહેતા તેનો દવાથી ઉપચાર તેમણે કરેલો. જોહાનિસબર્ગમાં ગાંધીજીને કબજિયાત રહેતી અને માથાનો દુઃખાવો પણ અવારનવાર થતો. પાચનની દવા લેવી પડતી. માંન્ચેસ્ટરમાં નો-બ્રેકફાસ્ટ એસોસિયેશનની સ્થાપના વિશે ગાંધીજીએ વાંચ્યું હતું. ગાંધીજી ત્રણ વખત પેટ ભરીને જમતા અને બપોરની ચા પણ પીતા. ગાંધીજીએ સવારનું ખાણું છોડ્યું તો માથાનો દુઃખાવો દૂર થયો પરંતુ કબજિયાત દૂર ન થઇ. દરમ્યાન ગાંધીજીએ ‘રિટર્ન ટુ નેચર’ નામનું પુસ્તક વાંચ્યું અને તેમાં દર્શાવેલા માટીનો ઉપચાર શરૂ કર્યો. ગાંધીજીએ ખેતરની કાળી માટી લઇ તેમાં માપસર ઠંડુ પાણી ઉમેરી,ઝીણા પલાળેલા કપડામાં લપેટી પેટ પર મૂકીને તેને પાટાથી બાંધી રાતે લગાવીને સવારે કાઢી નાંખતા. આ પ્રયોગથી ગાંધીજીની કબજિયાત દૂર થઇ. આ પ્રયોગ ગાંધીજીએ તેમના અનેક સાથીઓ પર પણ કર્યા. ...Read More

85

સત્યના પ્રયોગો - ભાગ-4 - 8

ગાંધીજીએ આ પ્રકરણમાં આરોગ્યના પોતાના અનુભવો વિશે વાત કરી છે. ગાંધીજીનું માનવું છે કે મનુષ્ય બાળક તરીકે માતાનું દૂધ છે તે ઉપરાંત બીજા દૂધની આવશ્યકતા નથી. મનુષ્યનો ખોરાક ફળ, લીલા શાકભાજી, દ્રાક્ષાદી ફળોમાંથી તેને શરીર અને બુદ્ધિનું પોષણ મળી રહે છે. આહાર તેવો ઓડકાર, માણસ જેવું ખાય છે તેવો થાય છે,એ કહેવતમાં ઘણું તથ્ય છે, તેવું ગાંધીજીએ અનુભવ્યું છે. ગાંધીજી લખે છે કે ખેડા જિલ્લામાં સિપાહીની ભરતીનું કામ કરતો હું મરણપથારીએ પડ્યો. દૂધ વગર ઘણાં વલખાં માર્યા. મગનું પાણી, મહુડાનું તેલ, બદામનું દૂધિયું વગેરે અનેક પ્રયોગો કર્યા પણ હું પથારીમાંથી ઊઠી ન શક્યો. ગાંધીજીએ વ્રત લીધું હોવાથી છેવટે બકરીનું દૂધ લેવાનો નિશ્ચય કર્યો. ગાંધીજી આરોગ્યના પુસ્તકને આધારે પ્રયોગ કરનારા લોકોને સાવધાન કરતાં કહે છેકે કેવળ મારા પુસ્તકના આધારે દૂધનો ત્યાગ કરવો નહીં. મારો અનુભવ કહે છે કે જેની હોજરી મંદ થઇ છે અને જે પથારીવશ થયો છે તેના માટે દૂધ જેવો હલકો અને પોષક ખોરાક જ બીજો કોઇ નથી. ...Read More

86

સત્યના પ્રયોગો - ભાગ-4 - 9

આ કૃતિમાં ગાંધીજીએ અંગ્રેજ અમલદારો સાથે તેમણે કેવી બાથ ભીડી તેનું વર્ણન કર્યું છે. એશિયાઇ અમલદારોનું મોટામાં મોટું થાણું હતું. જેમાં હિન્દીઓ અને ચીનાઓનું ભક્ષણ થતું. ગાંધીજીને રોજ ભ્રષ્ટાચારની ફરિયાદો મળતી. આનો કાયમી ઇલાજ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું. પુરાવા એકઠા કરીને ગાંધીજી પોલીસ કમિશ્નરની પાસે પહોંચ્યા. ગોરા પંચોની પાસે ગોરા ગુનેગારને દંડ કરવો અઘરૂં કામ હતું છતાં પોલીસ કમિશ્નરે ગાંધીજીને ખાતરી આપી કે તેઓ આ અમલદારોને પકડાવશે. બે અમલદારો પર વોરંટ નીકળ્યા. બેમાંથી એક અમલદાર ભાગ્યો. કમિશ્નરે વોરંટ કાઢી તેને પકડાવ્યો. કેસ ચાલ્યો. પુરાવા પણ હતા છતાં બન્ને છુટી ગયા. જો કે આમને ગુનો એટલો પ્રસિદ્ધ થઇ ગયો હતો કે સરકારે તેમની બરતરફી કરવી પડી. આમ ગાંધીજીના પ્રયત્નોથી હિન્દી સમાજમાં ધીરજ અને હિંમત આવી. ગાંધીજીની પ્રતિષ્ઠા અને ધંધો બન્ને વધ્યા. સમાજના હજારો પાઉન્ડ દર મહિને લાંચમાં જતા હતાં તે બચ્યા. જો કે આ અમલદારોને જોહાનિસબર્ગની મ્યુનિસિપાલટીમાં નોકરી મળે તે માટે ગાંધીજીએ કોઇ વિરોધ ન કર્યો. ...Read More

87

સત્યના પ્રયોગો - ભાગ-4 - 10

આ પ્રકરણમાં ગાંધીજી અને કસ્તૂરબા વચ્ચે થયેલા એક વિવાદનું વર્ણન છે. ગાંધીજી ડરબનમાં વકીલાત કરતા ત્યારે ઘણીવાર મહેતાઓ તેમની રહેતા. આ મહેતાઓમાં હિન્દુ અને ખ્રિસ્તી હતા. ગાંધીજીનું પશ્ચિમી ઘાટનું મકાન હોવાથી દરેક રૂમમાં મોરીના બદલે પેશાબ માટે અલગથી એક વાસણ રહેતું. જે ઉપાડવાનું કામ ગાંધીજી અને કસ્તૂરબા કરતા. એકવાર એક મહેતો જે ખ્રિસ્તી હતો તે ગાંધીજી સાથે રહેવા આવ્યો. તેનું વાસણ કસ્તૂરબાએ પરાણે ઉપાડ્યું. ગાંધીજી ઇચ્છતા કે કસ્તૂરબા આ હસતા મુખે લઇ જાય તેથી તેમણે કસ્તૂરબાને ઠપકો આપ્યો તો કસ્તૂરબાએ ઘર છોડીને જતા રહેવાની ધમકી આપી. ગાંધીજી ગુસ્સામાં કસ્તૂરબાનો હાથ પકડીને દરવાજા સુધી ખેંચી ગયા ત્યારે કસ્તૂરબાના આંખમાં પાણી આવી ગયા. કસ્તૂરબાએ કહ્યું કે ‘તમને તો લાજ નથી પણ હું તમને છોડીને ક્યાં જવાની હતી.’ ગાંધીજી આ પ્રસંગે ટાંકીને કસ્તૂરબા વિશે લખે છે કે હું અને કસ્તૂરબા સારા મિત્રો છીએ. તે કશા બદલા વગર ચાકરી કરનારી સેવિકા છે ...Read More

88

સત્યના પ્રયોગો - ભાગ-4 - 11

આ પ્રકરણમાં ગાંધીજીના અંગ્રેજો સાથેના પરિચય અંગે જણાવાયું છે. ગાંધીજીએ હિન્દી મહેતાઓ અને બીજાને ઘરમાં કુટુંબી તરીકે રાખ્યા તેવી રીતે અંગ્રેજોને રાખતા થઇ ગયા. ગાંધીજીની આ પ્રકારની વર્તણૂક તેમની સાથે રહેનારા બધાને અનુકૂળ નહોતી. પરંતુ ગાંધીજીએ તેમને હઠપૂર્વક તેમની સાથે રાખેલા. કેટલાક સંબંધોથી કડવા અનુભવો થયા પણ ખરા. ગાંધીજીને આ કડવા અનુભવોનો પશ્ચાતાપ નથી થયો. ગાંધીજી લખે છે કે ‘કડવા અનુભવો છતાં,મિત્રોને અગવડો પડે, સોસવું પડે છે એ જાણવા છતાં, મારી ટેવ મેં બદલી નથી, ને મિત્રોએ ઉદારતાપૂર્વક સહન કરી છે.’ બોઅર-બ્રિટિશ યુદ્ધ શરૂ થયું ત્યારે ગાંધીજીનું ઘર ભરેલું છતાં જોહાનિસબર્ગથી આવેલા બે અંગ્રેજોને સંઘર્યા. બન્ને થિયોસોફિસ્ટ હતા. આ મિત્રોના સહવાસે પણ ધર્મપત્નીને રડાવી હતી તેવું ગાંધીજી લખે છે. ગાંધીજીના હિસાબે કસ્તૂરબાને રડવાના પ્રસંગો ઘણીવાર આવ્યા છે. ઇંગ્લેંડમાં ગાંધીજી અંગ્રેજોના ઘરમાં રહેલા તે વીશીમાં રહેવા જેવું હતું પરંતુ આફ્રિકામાં તો તેઓ કુટુંબીજન થયા. તેઓ હિન્દી રહેણીકરણીને અનુસર્યા ...Read More

89

સત્યના પ્રયોગો - ભાગ-4 - 12

આ પ્રકરણમાં ગાંધીજીના અંગ્રેજો સાથેના કેટલાક વધુ અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું છે. જોહાનિસબર્ગમાં ગાંધીજીએ બે હિન્દી મહેતાને ટાઇપિંગ શીખવ્યું, અંગ્રેજી જ્ઞાન કાચું હોવાને લીધે તેમનું ટાઇપિંગ કદી સારૂ ન થઇ શક્યું. ગાંધીજીના સારા ટાઇપિસ્ટ શોધવા હતા પરંતુ કોઇ અંગ્રેજ કાળાના હાથ નીચે કામ કરવા તૈયાર નહીં થાય તેવું તેમને લાગ્યું. છેવટે મિસ ડિક નામે એક સ્કોચ લેડી મળી જેને ગાંધીજીના હાથ નીચે કામ કરવામાં કોઇ વાંધો નહોતો. તેનું કામ ઉત્તમ હતું. ગાંધીજીએ તેને સાથી પસંદ કરવામાં મદદ કરી અને કન્યાદાન પણ આપ્યું હતું. ગાંધીજીને શોર્ટહેન્ડ રાઇટરની જરૂર હતી તેથી મિ.શ્લેશિન નામની 17 વર્ષની છોકરીને નોકરીએ રાખી. તે પગાર માટે નહીં પરંતુ ગાંધીજીના આદર્શો ગમતા હોવાથી તેમની સાથે કામ કરવા આવી હતી. આ છોકરી દિવસ-રાતનો ભેદ જોયા વિના કામ હોય ત્યાં એકલી ચાલી જતી. જ્યારે ગાંધીજી જેલમાં હતા ત્યારે પણ તે એકલી લડતને સંભાળી રહી હતી. લાખોનો હિસાબ, ઇન્ડિયન ઓપિનિયન પણ તેના હાથમાં હતું છતાં તે થાકતી નહોતી. ...Read More

90

સત્યના પ્રયોગો - ભાગ-4 - 13

આ પ્રકરણમાં ગાંધીજીના ‘ઇન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિક શરૂ કરવાની વાત કરવામાં આવી છે. 1904માં ‘ઇન્ડિયન ઓપિનિયન’ શરૂ થયું અને આ એડિટર મનસુખલાલ નાજરને બનાવાયા. જો કે, ઘણુંખરૂ કામ ગાંધીજી પર જ રહેતું. આ છાપું સાપ્તાહિક ગુજરાતી, હિન્દી,તામિલ અને અંગ્રેજીમાં નીકળતું. પાછળથી તામિલ અને હિન્દી આવૃતિ બંધ થઇ. છાપું ચલાવવામાં ગાંધીજીની ઘણીખી બચત હતી તે બધી વપરાતી તેમ છતાં આ છાપું ચાલુ રહ્યું કારણ કે તેમાંથી પૈસા પૈદા કરવાનો કોઇ ઇરાદો ન હતો. પાછળથી ‘યંગ ઇન્ડિયન’ અને ‘નવજીવન’ પણ શરૂ થયા હતા. જેલના વર્ષોને બાદ કરતાં 1914ની સાલ સુધી એવા ‘ઇન્ડિયન ઓપિનિયન’ના એવા અંકો ભાગ્યે જ હશે જેમાં ગાંધીજીએ કંઇ લખ્યું ન હોય. ગાંધીજી લખે છે કે આ છાપા વગર સત્યાગ્રહની લડત જ ચાલી શકી ન હોત. દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓની લડતને આ છાપાએ જ વાચા આપી હતી. ગાંધીજીનું માનવું હતું કે વર્તમાનપત્ર સેવાભાગથી જ ચાલવાં જોઇએ. જો તેમાં અંકુશ બહારથી આવે તો નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. ...Read More

91

સત્યના પ્રયોગો - ભાગ-4 - 14

આ પ્રકરણમાં ગાંધીજીએ આફ્રિકામાં કુલી લોકેશનની અસહ્ય કહી શકાય તેવી રહેણાંક સ્થિતિ અંગે વાત કરી છે. ગાંધીજી અસ્પૃશ્યતાને કલંક હતા. ભારતમાં જે રીતે માથે મેલું ઉપાડનારા લોકો માટે ગામની બહાર અલગ વસાહતો રહેતી તેવી જ સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓની હતી. ‘કુલી’ તરીકે ઓળખ હિન્દીઓને રહેવા માટેનું સ્થળ ‘કુલી લોકેશન’ કહેવાતું. આવું લોકેશન જોહાનિસબર્ગમાં હતું. આ લોકેશનમાં હિન્દીઓને કોઇ માલિકી હક નહોતો રહેતો. તેમાં જમીન 99 વર્ષના ભાડે પટ્ટે રહેતી. આ જગ્યાએ હિન્દીઓની વસ્તી ખીચોખીચ હતી. મ્યુનિસિપાલિટી આરોગ્યને લગતું કોઇખાસ ધ્યાન આપતી નહોતી. રસ્તા અને લાઇટની સુવિધાઓ પણ નામમાત્રની હતી. ધારાસભાની મંજૂરીથી આ લોકેશનનો નાશ કરવાનું મ્યુનિ.એ નક્કી કર્યું. રહેનારાને નુકસાની વળતર મ્યુનિ.એ ચૂકવવાનું હતું પરંતુ તે જે રકમ આપે તે ઘરમાલિક ન સ્વીકારે તો કોર્ટ જે ઠરાવે તે રકમ અને તેમાં વકીલનો ખર્ચ પણ મળે. ગાંધીજીએ આવા અનેક કેસોમાં હિન્દીઓને જીત અપાવી અને તેઓ ઉત્તર-દક્ષિણના અસંખ્ય હિન્દીઓના ગાઢ સંબંધમાં આવ્યા અને તેમના વકીલ તરીકે નહીં પરંતુ ભાઇ તરીકે રહ્યા. ...Read More

92

સત્યના પ્રયોગો - ભાગ-4 - 15

આ પ્રકરણમાં હિન્દીઓના લોકેશનમાં ગંદકીને પગલે મરકી (પ્લેગ) ફાટી નીકળવાની ઘટનાનું વર્ણન છે. કુલી લોકેશન મ્યુનિસિપાલિટીને હસ્તક આવી ગયું પરંતુ બીજી અનુકૂળ જગ્યા ન મળે ત્યાં સુધી હિન્દીઓને તરત ત્યાંથી ખસેડવામાં નહોતા આવ્યા. મ્યુનિસિપાલિટીએ જગ્યા નિશ્ચિત કરી ન હોવાથી હિન્દીઓ ઘરમાલિક મટીને ભાડૂઆત તરીકે ગંદા લોકેશનમાં જ રહ્યા. જોહાનિસબર્ગની આસપાસ અનેક સોનાની ખાણો હતી જેમાં કેટલાક હિન્દીઓ પણ કામ કરતાં. તેમાંથી 23ને પ્લેગનો ચેપ લાગ્યો અને લોકેશનમાં પોતાના રહેઠાણે આવ્યા. આ વાતની જાણ ગાંધીજીનો થઇ અને એક ખાલી મકાનમાં મદનજીત, ગાંધીજી, ડોક્ટર વિલિયમ ગોડફ્રે તેમજ ગાંધીજીની ઓફિસમાં કામ કરતા કલ્યાણદાસ, માણેકલાલ અને બીજા બે હિન્દીઓએ રોગીઓની સારવાર શરૂ કરી. મિ.રિચનો પરિવાર મોટો હતો. તે પોતે આમાં ઝંપલાવવા તૈયાર થયા પરંતુ ગાંધીજીએ તેમને રોક્યા. જે રાતે ગાંધીજી અને અન્યોએ પ્લેગના દર્દીઓની સારવાર કરી તે ઘણી જ ભયાનક રહી. દર્દીઓને દવા, આશ્વાસન, પાણી આપવા તેમજ મેલું ઉપાડવા જેવા કામ કર્યા. ...Read More

93

સત્યના પ્રયોગો - ભાગ-4 - 16

પ્લેગના રોગની ભયાનકતા વિશે આ પ્રકરણમાં વધુ વર્ણન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપાલિટીને પ્લેગની ભયાનકતાની ખબર પડતાં વિલંબ કર્યા વગર એક ગોડાઉનનો કબજો ગાંધીજીને સોપ્યો. ગાંધીજી અને તેમના સાથીઓએ ગોડાઉન સાફ કરીને દર્દીઓને અહીં ટ્રાન્સફર કર્યા. મ્યુનિસિપાલિટીએ એક નર્સ અને બ્રાન્ડી (દારૂ) સહિત જોઇતી વસ્તુઓ પણ મોકલી. ચેપ ન લાગે તે માટે દર્દીઓને સમયાંતરે બ્રાન્ડી આપવાની સૂચના હતી જેના ગાંધીજી તો વિરોધી જ હતા. ગાંધીજીએ ત્રણ દર્દીઓ પર માટીના પ્રયોગો કર્યા. જેમાંથી બે બચ્યા. બાકીના દર્દીઓ મૃત્યુ પામ્યાં. 20 લોકો તો ગોડાઉનમાં જ મૃત્યુને શરણ થયાં. જોહાનિસબર્ગથી સાત માઇલ દૂર ચેપી રોગની હોસ્પિટલમાં 3 દર્દીઓને તંબુ ઉભા કરીને તેમાં સારવાર આપવામાં આવી. પ્લેગના અન્ય દર્દીઓને પણ અહીં જ લઇ જવાની ગોઠવણ કરવામાં આવી. થોડાક દિવસોમાં ગોડાઉનમાં દર્દીઓની સારવાર કરનારી પેલી નર્સનું પણ પ્લેગના રોગમાં મોત થયું. દરમ્યાન પ્લેગના કામમાં રોકાયેલા ગાંધીજીએ એક નાના છાપખાનાના માલિક અને મિત્ર આલ્બર્ટ વેસ્ટને ઇન્ડિયન ઓપીનિયનના પ્રેસનો વહીવટ સોંપ્યો. ...Read More

94

સત્યના પ્રયોગો - ભાગ-4 - 17

આ પ્રકરણમાં પ્લેગના પગલે લોકેશનની હોળીની વાત કરવામાં આવી છે. મ્યુનિસિપાલટી ગોરાઓના આરોગ્ય પ્રત્યે સજાગ હતી પરંતુ હિન્દીઓ પ્રત્યે હતો. જો કે, પ્લેગને આગળ વધતો અટકાવવા તેણે પાણીની જેમ પૈસા વેર્યા. જ્યાં પ્લેગનો રોગ ફેલાયો હતો તેલોકેશનના વિસ્તારમાં ગાંધીજી સહિત જેની પાસે પરવાના હતા તેને જ પ્રવેશની છૂટ હતી. અહીં રહેતા દરેકને જોહાનિસબર્ગથી દૂર ખુલ્લા મેદાનમાં 3 અઠવાડિયા માટે વસાવવાની અને લોકેશનને સળગાવી દેવાની મ્યુનિ.ની યોજના હતી. લોકો ખૂભ ગભરાયા હતા. પહેરો ગોઠવવામાં આવ્યો હતો. લોકોએ ઘરમાં પૈસા દાટીને રાખ્યા હતા. ગાંધીજી બેન્ક બનીને લોકોની મદદે આવ્યા. ગાંધીજીને ત્યાં પૈસાનો ઢગલો થયો. ગાંધીજીને બેન્ક મેનેજર ઓળખતા હતા. મેનેજરે બધી સગવડ કરી આપી. પૈસા જંતુનાશક પાણીમાં ધોઇને બેન્કમાં મૂકવામાં આવ્યા. ગાંધીજીએ કેટલાક અસીલોને ફિક્સ ડિપોઝિટ કરવાની સલાહ પણ આપી. આમ કેટલાક લોકો બેન્કમાં રૂપિયા રાખવા ટેવાયા. લોકેશનવાસીઓને જોહાનિસબર્ગ પાસેના ક્લિપસ્પ્રુટ ફાર્મમાં ખાસ ટ્રેનમાં લઇ જવાયા. મ્યુનિ.એ પાણીની વ્યવસ્થા પણ કરી. ત્રણ અઠવાડિયા ખુલ્લામાં રહેવાથી લોકોના આરોગ્યમાં સુધારો થયો. ...Read More

95

સત્યના પ્રયોગો - ભાગ-4 - 18

ગાંધીજી પર રસ્કીનના પુસ્તકની કેવી જાદુઇ અસર થઇ હતી તેનું વર્ણન આ પ્રકરણમાં કરવામાં આવ્યું છે. પ્લેગના કારણે ગરીબ પર ગાંધીજીની નૈતિક જવાબદારી વધી. આવામાં ગાંધીજીની ઓળખાણ ‘ક્રિટિક’ના ઉપતંત્રી પોલાક સાથે થઇ. પોલાકની નિખાલતા ગાંધીજીને સ્પર્શી ગઇ. જિંદગી વિશેના વિચારોમાં બન્ને વચ્ચે ઘણી સામ્યતા હતી. ઇન્ડિયન ઓપીનિયનનું ખર્ચ વધતું જતું હતું. વેસ્ટનો રિપોર્ટ કહેતો હતો કે ઘણાં ફેરફારો કરવાની જરૂર છે. છતાં તેઓ કામ નહીં છોડે. ગાંધીજીનું માનવું હતું કે સત્યના પૂજારીએ ઘણી સાવધાની રાખવી જોઇએ છતાં ઉતાવળે વિશ્વાસ મૂકવાની ગાંધીજીની પ્રકૃતિ છેક સુધી કાયમ રહી. વેસ્ટને નાતાલ મળવા જતાં ગાંધીજીને પોલાકે રસ્તામાં વાંચવા માટે રસ્કિનનું અનટુ ધિસ લાસ્ટ પુસ્તક આપ્યું. આ પુસ્તક ગાંધીજીનું પ્રિય પુસ્તક હતું જેને પાછળથી સર્વોદય નામે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ગાંધીજીએ તેનો તરજુમો (ટ્રાન્સલેશન) કર્યું હતું. સર્વોદયના સિદ્ધાંતો કહે છે કે બધાના ભલામાં આપણું ભલું છે. વકીલ અને વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી છે. ખેડૂતનું જીવન જ ખરૂં જીવન છે. ...Read More

96

સત્યના પ્રયોગો - ભાગ-4 - 19

આ પ્રકરણમાં ફિનિક્સની સ્થાપના કેવીરીતે થઇ તેનું વર્ણન છે. ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપીનિયન’ને એક ખેતર પર લઇ જવાનું સૂચન કર્યું વેસ્ટે તેમાં હામી ભરી. ગાંધીજીના ભત્રીજા છગનલાલ ગાંધી પણ તેમની સાથે જોડાયા. ડરબન નજીક 20 એકરમાં જમીન લીધી. થોડાક દિવસોમાં બાજુની જમીન 80 એકર હતી તે મળી કુલ 1000 પાઉન્ડમાં ખરીદી. શેઠ રુસ્તમજીએ તેમની પાસે પડેલાં પતરાં મફતમાં આપ્યાં. સુથારોની મદદથી કારખાનું બાંધવાનું શરૂ કર્યું. એક મહિનામાં મકાન તૈયાર થયું. ફિનિક્સમાં પ્રથમ ગાંધીજી અને બીજાઓ તંબુ તાણીને રહ્યા. પછી મકાન તૈયાર થતાં ગાડાવાટે સામાન ફિનિક્સ લઇ ગયા. ડરબન અને ફિનિક્સ વચ્ચે 13 માઇલનું અંતર હતું. જ્યારે ફિનિક્સ સ્ટેશનથી અઢી માઇલ દૂર હતું. ‘ઇન્ડિયન ઓપીનિયન’ને માત્ર એક સપ્તાહ જ મર્ક્યુરી પ્રેસમાં છપાવવું પડ્યું. ગાંધીજીના જે સગાઓ વેપાર અર્થે આફ્રિકા આવ્યા હતા તેમાથી કેટલાકને ગાંધીજીએ ફિનિક્સમાં રહેવા માટે રાજી કર્યા. મગનલાલ ગાંધી પોતાનો ધંધો સંકેલી ગાંધીજી સાથે ફિનિક્સમાં રહ્યાં. આમ ઇસ.1904માં ફિનિક્સની સ્થાપના થઇ ...Read More

97

સત્યના પ્રયોગો - ભાગ-4 - 20

આ પ્રકરણમાં ગાંધીજીએ ઇન્ડિયન ઓપિનીયનનો પ્રથમ અંક કાઢવામાં કેવી મુશ્કેલી પડી તેનું વર્ણન કર્યું છે. ફિનિક્સમાં પહેલો અંક કાઢવો ન હતો. એન્જિન ઓઇલ (મશીન) અટકે તો હાથ વડે ચલાવી શકાય તેવી વ્યવસ્થા કરવા વેસ્ટને ગાંધીજીએ કહ્યું તેથી તેણે એક ચક્ર રાખેલું. જેનાથી પ્રિન્ટિંગ મશીનને ગતિ આપી શકાય. છાપાનું કદ પણ રોજિંદા પત્રના જેવું હતું જેથી સંકટ સમયે નાના યંત્ર પર પણ પગ વડે થોડા પાનાં કાઢી શકાય. ઇન્ડિયન ઓપીનિયનના પબ્લિશ કરવાના પ્રથમ દિવસે જ મશીન ખોટકાયું. એન્જિનિયરના લાખ પ્રયત્નો છતાં તે ચાલુ ન થયું. વેસ્ટે ગાંધીજીને કહ્યું કે આ અઠવાડિયે છાપું નહીં નીકળે. છેવટે ગાંધીજીએ પ્રેસમાં જ રોકાઇ ગયેલા સુથારોની મદદથી હાથેથી ઘોડા વડે કામ શરૂ કર્યું. આમ સવાર સુધી ચાલ્યું. સવારે એન્જિનિયરે ફરીથી પ્રયત્ન કરતાં મશીન ચાલું થયું અને છાપકામ આગળ વધ્યું. ફિનિક્સમાં એવો પણ સમય આવ્યો કે જ્યારે મશીનથી કામ બંધ કરીને માત્ર ઘોડાથી કામ ચલાવવામાં આવ્યું. ગાંધીજીના મતે આ ઊંચામાં ઊંચો નૈતિક કાળ હતો ...Read More

98

સત્યના પ્રયોગો - ભાગ-4 - 21

આ પ્રકરણમાં પોલાકની ફિનિક્સમાં એન્ટ્રીની વાત કરવામાં આવી છે. ગાંધીજી વિચારતાં કે ફિનિક્સમાં સેટલ થઇને ધીમે ધીમે વકીલાત છોડીશ, આવું કંઇ ન થઇ શક્યું. ગાંધીજીએ પ્રિન્ટીંગ પ્રેસની આસપાસ ત્રણ-ત્રણ એકરના જમીનના ટૂકડા પાડ્યા. ત્યાં પતરાંનાં ઘર બાંધ્યા. સંપાદક તરીકે મનસુખલાલ નાજર યોજનામાં દાખલ થયા નહોતા. તેઓ ડરબનમાં રહેતા. ત્યાં ઇન્ડિયન ઓપીનિયનની એક શાખા હતી. ગાંધીજી લખે છે કે છાપું ગોઠવવામાં બીબા ગોઠવવાની પ્રક્રિયા હતી જે હું ન શીખી શક્યો પરંતુ મગનલાલ ગાંધી સૌથી આગળ વધી ગયા. થોડાક જ સમયમાં તેમણે પ્રિન્ટીંગને લગતું બધું કામ શીખી લીધું. પોલાકને પણ ગાંધીજીએ આ યોજનામાં ભાગ લેવાનું કહ્યું અને તેણે હા પાડી. પોલાક ક્રિટિકમાંથી મુકત થઇને ફિનિક્સ પહોંચી ગયા. પોતાના મિલનસાર સ્વભાવથી તેમણે સૌનાં દિલ જીતી લીધાં. પોલાકે ફિનિક્સ છોડીને જોહાનિસબર્ગ આવ્યાને ગાંધીજીની ઓફિસમાં વકીલાતી કારકુન તરીકે જોડાયા. આ જ સમયમા એક સ્કોચ થિયોસોફિસ્ટ જેને ગાંધીજી કાયદાની પરીક્ષા માટે તૈયાર થવામાં મદદ કરતા હતા તે પણ જોડાયો ...Read More

99

સત્યના પ્રયોગો - ભાગ-4 - 22

આ પ્રકરણમાં ગાંધીજી ફિનિક્સ અને ગોરાઓ સાથેના કેટલાક અનુભવોનું વર્ણન કર્યું છે. ગાંધીજીને હવે આફ્રિકામાં વધુ રોકાવું પડે તેમ તેમના ત્રીજા દિકરા રામદાસને ગાંધીજીએ બોલાવી લીધો. રસ્તામાં સ્ટીમરમાં તેનો હાથ ભાંગ્યો. જોહાનિસબર્ગ પહોંચ્યો ત્યારે રામદાસનો હાથ લાકડાની પાટલી વચ્ચે બાંધી રૂમાલની ગળાઝોળીમાં અધ્ધર રાખેલો હતો. ગાંધીજીએ રામદાસની કોઇ ડોક્ટરી સારવાર કરાવવાના બદલે તેના ઝખમ પર માટી લગાવી. આમ એક મહિનામાં તેનો ઘા રૂઝાઇ ગયો. ગાંધીજીએ ત્યાર બાદ ઘરગથ્થુ ઉપચારો કરાવીને ઘણાંના દર્દો દૂર કર્યા છે. પોલાકના વિવાહ અંગે ગાંધીજી લખે છેકે તેના લગ્નમાં તે અણવર થયા હતાં. અમલદારને શંકા ગઇ કે બન્ને ગોરાઓના પક્ષે અણવર કાળો કેવી રીતે હોઇ શકે. છેવટે નાતાલનો પવિત્ર દિવસ હોવાથી વિવાહ પાછા ન ઠેલાયાં. વડા મેજિસ્ટ્રેટે ગાંધીજીને ચિઠ્ઠી લખી આપી અને વિવાહ રજિસ્ટર થયાં. ગાંધીજીએ વેસ્ટ જેવા ગોરાઓને પરણાવ્યા તેમજ હિન્દી મિત્રોને પણ પોતાના કુટુંબોને બોલાવવા ઉતેજ્યા તેથી ફિનિક્સ એક નાનુંસરખું ગામડું બની ગયું. ...Read More

100

સત્યના પ્રયોગો - ભાગ-4 - 23

આ પ્રકરણમાં ગાંધીજી ઘરમાં ફેરફારો અને બાળ કેળવણી અંગે વાતો કરે છે. ગાંધીજી સર્વોદયના રંગે રંગાઇ ગયા હતા તેથી શકે તેટલી સાદગી ઘરમાં રાખતા હતા.બજારનો લોટ લેવાના બદલે ઘરે રોટલી બનાવવા ઘરે ઘંટી લાવ્યા. ઘરની સફાઇ માટે નોકર હતો પરંતુ ટોઇલેટ (પાયખાનું) સાફ કરવા, બેઠકો ધોવી વગેરે કામ ગાંધીજી અને બાળકો જ કરતાં. આના પરિણામે બાળકો સ્વછતાના પાઠ શીખ્યા. અક્ષરજ્ઞાન અંગે બાળકોને ફરિયાદ રહેલી છે તેમ ગાંધીજી માનતા. ગાંધીજી બાળકોને પોતાની સાથે ઓફિસે લઇ જતા. ઓફિસ અઢિ માઇલ દૂર હતી તેથી સવાર-સાંજ પાંચ માઇલની કસરત તેમને મળી રહેતી. રસ્તામાં ચાલતાં ગાંધીજી બાળકોને કંઇક શીખવવાનો પ્રયત્ન કરતા. સૌથી મોટા હરિલાલ સિવાય બધાં બાળકો આ રીતે ઉછર્યા. હરિલાલ દેશમાં રહી ગયો હતો. ગાંધીજી માનતા કે જો તેમણે બાળકોને અક્ષરજ્ઞાન આપવા એક કલાક પણ નિયમિત ફાળવ્યા હોત તો તેઓ આદર્શ કેળવણી પામી શક્યા હોત. બાળકઓને માતૃભાષા આવડવી જ જોઇએ તેમ તેઓ માનતા ...Read More

101

સત્યના પ્રયોગો - ભાગ-4 - 24

આ પ્રકરણમાં ઝુલુ બળવાની વાત કરવામાં આવી છે. ઝુલુઓ પર નાંખવામાં આવેલા કરના કારણે આ બળવો થયો હતો. તે ગાંધીજીને મન અંગ્રેજી સલ્તનત એ જગતનું કલ્યાણ કરનારી સરકાર હતી. નાતાળમાં ઝુલુ બળવો થયો પણ તેણે હિન્દીઓને કોઇ નુકસાન નહોતું પહોંચાડ્યું. ગાંધીજીએ ઝુલુ બળવા વખતે ઘાયલ સૈનિકોની સારવાર કરી. ગાંધીજીની ટીમમાં ચાર ગુજરાતી, બાકીના મદ્રાસીઓ હતા. એક પઠાણ હતો. હેલ્થખાતાએ ગાંધીજીને સારજન્ટ મેજરનો હોદ્દો આપ્યો. આ ટુકડીએ સતત છ અઠવાડિયાં સુધી સેવા કરી. ગાંધીજીને જો કે ગોરાઓના બદલે ઝુલુઓની સારવાર કરવાનું કામ વધારે આવ્યું. ગોરા સિપાહીઓએ શરૂઆતમાં આનો વિરોધ કર્યો હતો પરંતુ પાછળથી ગાધીજીની પરિચય વધતાં તેઓએ ગાંધીજીને ઝુલુઓની સારવાર કરતાં રોક્યા નહીં. કેટલાક કેદીઓ એવા હતા જેમને શકથી પકડવામાં આવ્યા હતા જેમને ચાબખા મારવામાં આવ્યા હતા તે પાકી ગયા હતા. બળવા વખતે લશ્કર એક જગ્યાએ બેસી ન રહે પરંતુ લશ્કર જ્યાં જાય ત્યાં ગાંધીજીની ટીમે જવું પડતું. ગાંધીજીના સખત વિરોધી કર્નલ સ્પાર્ક્સ અને કર્નલ વાયલીએ પણ ગાંધીજીનો આભાર માન્યો. ...Read More

102

સત્યના પ્રયોગો - ભાગ-4 - 25

આ પ્રકરણમાં ગાંધીજીના બ્રહ્મચર્યના મનોમંથનની વાત કરવામાં આવી છે. ગાંધીજીને ઝૂલુ લોકોની સેવા કરીને સંતોષ થયો. માઇલોના માઇલો સુધી વગરના પ્રદેશોમાં કોઇ ઘાયલને લઇને કે એમ જ ચાલ્યા જતા ગાંધીજીના મનમાં બ્રહ્મચર્ય વિશેના વિચારો પરિપક્વ થયા. ગાંધીજીને લાગ્યું કે સેવાને અર્થે બ્રહ્મચર્ય આવશ્યક છે. કારણ કે ‘આવા પ્રકારની સેવા તો મારા ભાગે વધારેને વધારે આવશે ત્યારે જો હું ભોગવિલાસમાં, પ્રજોત્પતિમાં, સંતાનઉછેરમાં રોકાઇશ તો મારાથી સંપૂર્ણ સેવા નહીં થઇ શકે.’ ગાંધીજીને લાગ્યું કે જો પત્ની સગર્ભા હોત તો નિશ્ચિત રીતે તેઓ આ સેવામાં ન ઝંપલાવી શકત. બ્રહ્મચર્યના પાલન વગર કુટુંબવૃદ્ધિ એ સમાજના અભ્યુદય માટેના મનુષ્યના પ્રયત્નની વિરોધી વસ્તુ થઇ પડે. ઝુલુ બળવા સમયે મદદ કરવા બદલ ગર્વનરે ગાંધીજીનો આભાર માન્યો. ફિનિક્સ પહોંચીને ગાંધીજીએ છગનલાલ,મગનલાલ, વેસ્ટ વગેરે સાથે બ્રહ્મચર્યની વાત કરી. બધાએ તેની આવશ્યકતાનો સ્વીકાર કર્યો. ગાંધીજીએ વ્રત લઇ લીધું કે હવે પછી જિંદગીભર બ્રહ્મચર્યનું પાલન કરવું. વ્રતની સાથે ગાંધીજીએ એક પથારી અને એકાંતનો ત્યાગ કર્યો ...Read More

103

સત્યના પ્રયોગો - ભાગ-4 - 26

આ પ્રકરણમાં ‘સત્યાગ્રહ’ના શબ્દની ઉત્પતિ કેવી રીતે થઇ તેનું વર્ણન ગાંધીજીએ કર્યું છે. ‘સત્યાગ્રહ’ની ઉત્પતિ અંગે ગાંધીજી લખે છે ‘સત્યાગ્રહ શબ્દની ઉત્પતિ થઇ તે પહેલાં તે વસ્તુની ઉત્પતિ થઇ. ઉત્પતિ સમયે તો એ શું છે એ હું પોતે ઓળખી જ શકોતો શક્યો. તેને ગુજરાતીમાં પેસિવ રેસિસ્ટન્ટનો સંકુચિત અર્થ કરવામાં આવે છે. તેને નબળાઓનું જ હથિયાર કલ્પવામાં આવે છે, તેનું અંતિમ સ્વરૂપ હિંસામાં પ્રગટી શકે છે.’ ગાંધીજીએ તેની સામે લડવું પડ્યું અને હિન્દીઓની લડતનું ખરૂ સ્વરૂપ સમજાવવું પડ્યું. ત્યારે હિન્દીઓને પોતાની લડતને ઓળખાવવા માટે નવો શબ્દ યોજવાની જરૂર પડી. ગાંધીજીને એવો સ્વતંત્ર શબ્દ કેમ કરી સૂઝ્યો નહીં. તેથી તેના માટે સારા નામનું ઇનામ કાઢી ઇન્ડિયન ઓપીનિયનના વાચકો વચ્ચે તેના માટે હરિફાઇ કરાવી. હરિફાઇને પરિણામે સદાગ્રહ શબ્દ મગનલાલ ગાંધીએ બનાવીને મોકલ્યો. સદાગ્રહ શબ્દને વધારે સ્પષ્ટ કરવા ખાતર ગાંધીજીએ ‘ય’ અક્ષરને વચ્ચે ઉમેરીને સત્યાગ્રહ શબ્દ બનાવ્યો. જે નામે ગુજરાતીમાં લડત ઓળખાવવા લાગી. ...Read More

104

સત્યના પ્રયોગો - ભાગ-4 - 27

આ પ્રકરણમાં ગાંધીજીના ખોરાક અંગેના કેટલાક વધુ પ્રયોગોની વાત કરવામાં આવી છે. ગાંધીજીના જીવનમાં હવે ઉપવાસ, ફળાહાર અને અલ્પાહારનું વધવા લાગ્યું હતું. તેમણે તેમની સ્વાદેન્દ્રિય પર વધુ કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. ગાંધીજીને ફળાહારથી પણ સંતોષ ન થતાં તિથિઓને દિવસે નકોરડા ઉપવાસ કે એકટાણાં કરવા લાગ્યા. આમ કરવાથી ગાંધીજીને લાગ્યું કે શરીર વધારે સ્વચ્છ થાય છે અને ભોગ-વિલાસથી દૂર સંયમિત જીવન જીવી શકાય છે. ગાંધીજીના આ પ્રયોગોમાં તેમના મિત્ર હરમાન કેલનબેકે સાથ દીધો. આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમ્યાન પણ ગાંધીજી તેમની સાથે જ રહેતા અને ખોરાક અંગેના ફેરફારોની ચર્ચા કરતા. ગાંધીજી લખે છે કે જ્યારે ઇન્દ્રિયો કેવળ શરીર વાટે આત્માના દર્શનને જે અર્થે કાર્ય કરે ત્યારે તેમાંના રસો શૂન્યવત થાય છે, ને ત્યારે જ સ્વાભાવિકપણે વર્તે છે એમ કહેવાય. આવી સ્વાભાવિકતા મેળવવા માટે જેટલા પ્રયોગો કરાય તેટલા ઓછા છે તેમ ગાંધીજી માને છે. ...Read More

105

સત્યના પ્રયોગો - ભાગ-4 - 28

આ પ્રકરણમાં ગાંધીજી કસ્તૂરબાના રોગો અને તેની સામે તેની દ્ઢતાનું વર્ણન કરે છે. કસ્તૂરબા પર ત્રણ ઘાતો ગઇ અને તેઓ ઘરઘથ્થુ ઉપચારોથી જ સાજા થઇ ગયા. કસ્તૂરબાને વારંવાર રક્તસ્ત્રાવ થતો હતો જેથી ડોક્ટરે તેમને ઓપરેશન કરાવવાની સલાહ આપી. ડોક્ટરે ક્લોરોફોર્મ વગર શસ્ત્રક્રિયા કરી. ઓપરેશન વખતે કસ્તૂરબાને ખુબ દરદ થયું પરંતુ જે ધીરજથી તેમણે આને સહન કર્યું તે જોઇને ગાંધીજી આશ્ચર્યચકિત થઇ ગયા. આ બનાવા ડરબનમાં બન્યો હતો. જેમાં ડોક્ટરે ગાંધીજીને પૂછ્યા વિના કસ્તૂરબાને માંસનો સેરવો આપી દીધો. ગાંધીજીને આ વાતનું ઘણું દુઃખ થયું. તેમણે માંસનો સેરવો ન લેવા અંગે કસ્તૂરબાની પણ સંમતિ લીધી. ડોક્ટરે શક્ય તેટલા ઉદાહરણો આપી ગાંધીજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગાંધીજી ન માન્યા. વરસતા વરસાદમાં ગાંધીજી ફિનિક્સ જવા માટે કસ્તૂરબાને રેલવે સુધી રિક્ષામાં અને ત્યાંથી ડબા સુધી ઊંચકીને લઇ ગયા. ફિનિક્સમાં પાણીના ઉપચારોથી ગાંધીજીએ કસ્તૂરબાને સાજા કર્યા. તેવામાં એક સ્વામી ગાંધીજીના ઘરે પધાર્યા અને માંસાહારની નિર્દોષતા પર મોટુ લેક્ટર આપ્યું પરંતુ કસ્તૂરબા ટસના મસ ન થયા. ...Read More

106

સત્યના પ્રયોગો - ભાગ-4 - 29

ઘરમાં મીઠાના અને કઠોળના પ્રયોગોનું વર્ણન ગાંધીજી આ પ્રકરણમાં કર્યું છે. ગાંધીજીને 1908માં પ્રથમવાર જેલનો અનુભવ થયો હતો. જેલમાં પહેલા જમી લેવું પડે, ચા-કોફી મળે નહીં, મીઠું ખાવું હોય તો અલગથી લેવું પડે. ગાંધીજીને લાગ્યું કે સંયમીએ આ નિયમો સ્વેચ્છાએ પાળવા જોઇએ. ગાંધીજીએ એક પુસ્તકમાં વાંચ્યું હતું કે માણસને મીઠું ખાવું જરૂરી નથી, ન ખાનારને આરોગ્યની દૃષ્ટિએ લાભ જ થાય છે. આ જ રીતે જેનું શરીર નબળું હોય તેણે કઠોળ ન ખાવું જોઇએ. કસ્તૂરબાને પાણીના ઉપચારો કરવા છતાં પણ રક્તસ્ત્રાવ વારંવાર ઉથલો મારતો હતો. ગાંધીજીએ તેમને મીઠું અને કઠોળ છોડવાની વિનંતી કરી. કસ્તૂરબાએ કહ્યું કે આ બે વસ્તુઓ તો તમે પણ ન છોડી શકો. ગાંધીજીએ કસ્તૂરબા માટે થઇને મીઠું અને કઠોળ એક વર્ષ માટે છોડવાનો નિર્ણય કર્યો. કઠોળના ત્યાગથી કસ્તૂરબાની હાલત ઘણી સુધરી અને ‘વૈદરાજ’ તરીકે ગાંધીજીની શાખ વધી. મીઠું અને કઠોળ છોડવાના પ્રયોગો ગાંધીજીએ બીજા સાથીઓ પર પણ કર્યા ...Read More

107

સત્યના પ્રયોગો - ભાગ-4 - 30

આ પ્રકરણમાં ગાંધીજી સંયમિત જીવન અંગે વધુ ચર્ચા કરતાં દૂધ છોડવાના નિર્ણયનું વર્ણન કરે છે. કસ્તૂરબાની માંદગીના કારણે ખોરાકમાં ફેરફારો થયા. દિવસેને દિવસે બ્રહ્મચર્યની દ્રષ્ટિએ તેમાં ફેરફારો થતા ગયા. પ્રથમ ફેરફાર દૂધ છોડવાનો થયો. ગાંધીજી એવુ માનતા કે શરીરની જાળવણી માટે દૂધની જરૂર નથી. તેવામાં ગાયભેંસો પર ગવળી લોકો તરફથી કરવામાં આવતા ઘાતકીપણા વિશેનું કેટલુંક સાહિત્ય ગાંધીજીએ વાંચ્યુ. આ અંગે મિ.ક્લિનબેક સાથે ચર્ચા કરી. ક્લિનબેક એકલા રહેતા અને ઘરભાડાં ઉપરાંત, 1200 પાઉન્ડ દર માસે ખર્ચતા. પરંતુ ત્યાર બાદ એટલી સાદગી તેમના જીવનમાં આવી કે આ ખર્ચ ઘટાડીને માસિક રૂ.102 પર લઇ આવ્યા. ગાંધીજીના જેલવાસ પછી બન્ને સાથે રહેવા લાગ્યા ત્યાર દૂધ અંગ ચર્ચા થઇ. જેમાં એવું નક્કી થયું કે દૂધના દોષોની વાતો કરવા કરતાં તેઓએ દૂધ છોડવું જોઇએ. આમ 1912માં ક્લિનબેક અને ગાંધીજીએ દૂધનો ત્યાગ કર્યો. આ ઉપરાંત, મગફળી, કેળાં, ખજૂર અને લીંબુ જેવો સામાન્ય ખોરાક લેવા લાગ્યા. ...Read More

108

સત્યના પ્રયોગો - ભાગ-4 - 31

આ પ્રકરણમાં ગાંધીજીએ ઉપવાસનું મહત્વ સમજાવ્યું છે. દૂધ અને અનાજ છોડીને ગાંધીજીએ ફળાહારનો પ્રયોગ શરૂ કર્યો. સંયમના હેતુથી ઉપવાસો શરૂ કર્યા. એકાદશીના દિવસે ફળાહાર છોડીને માત્ર પાણી પીને ઉપવાસ શરૂ કર્યા. ટોલ્સટોય આશ્રમમાં નિશાળ ચાલતી. આ જુવાનિયાઓમાં ચાર-પાંચ મુસલમાનો પણ હતા. ગાંધીજી તેમને ઇસ્લામના નિયમો પાળવામાં મદદ કરતા. નમાજ પઢવાની સગવડ કરી આપતા. આશ્રમમાં પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને પણ પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ હતી. આશ્રમમાં મુસલમાનોની સાથે હિન્દુઓ, પારસીઓ, ખ્રિસ્તીઓ પણ ઉપવાસ કરવા લાગ્યા. આ પ્રયોગનું એક પરિણામ એ આવ્યું કે ઉપવાસ અને એકટાણાનું મહત્વ સહુ સમજવા લાગ્યા. એકબીજા પ્રત્યે ઉદારતા અને પ્રેમભાવ વધ્યાં. આશ્રમમાં માત્ર શાકાહારનો જ નિયમ હતો જેને મુસ્લિમ યુવકો પણ પાળતા. ગાંધીજી લખે છે કે આરોગ્ય અને વિષયની દ્રષ્ટિએ તેમના પર ઉપવાસની સારી અસર થઇ. ઇન્દ્રિયદમનના હેતુથી થયેલા ઉપવાસની વિષયોને રોકવારૂપ અસર થાય. મન અને હેતુ વિનાના શારીરિક ઉપવાસનું પરિણામ નિરર્થક રહે છે. ...Read More

109

સત્યના પ્રયોગો - ભાગ-4 - 32

ટોલ્સટોય આશ્રમમાં બાળકોના શિક્ષણ અંગેની વાત આ પ્રકરણમાં કરવામાં આવી છે. આશ્રમમાં તમામ ધર્મના નવયુવકો અને બાળાઓ પણ હતી.યોગ્ય શિક્ષકોની અછત હતી. ડરબનથી 21 માઇલ દૂર કોણ આવે. બહારથી શિક્ષક લાવવા મોંઘા પડે તેમ હતું. ગાંધીજી માનતા કે ટોલ્સટોય આશ્રમ એક કુટુંબ છે અને તેમાં પિતારૂપે હું છું, એટલે મારે એ નવયુવકોના ઘડતરની જવાબદારી લેવી જોઇએ. ગાંધીજીએ આ જવાબદારી ઉઠાવી. તેઓ બાળાઓની સાથે દિવસ અને રાત પિતારૂપે રહેતા અને ચારિત્ર્યને તેમની કેળવણીના પાયારૂપે માન્યું. આશ્રમમાં અક્ષરજ્ઞાન માટે મિ.ક્લેનબેક અને પ્રાગજી દેસાઇની મદદ લીધી. આશ્રમમાં નોકરો નહોતા એટલે ટોઇલેટથી માંડીને રસોઇ સુધીના બધા જ કામો આશ્રમવાસીઓએ જ કરવા પડતા હતા. આશ્રમમાં કેલનબેકની સાથે બાળકો ખેતીને લગતા કામો પણ કરતા. કામને સમયે બાળકો આળસ કરે તો ગાંધીજી સખ્તાઇ કરતા. પરંતુ આનાથી તેમના શરીર ઘડાયા હતાં. આશ્રમમાં માંદગી ભાગ્યે જ આવતી. ટોલ્સટોય આશ્રમમાં એક નિયમ ગાંધીજીએ રાખ્યો હતો કે જે કામ શિક્ષકો ન કરે તે બાળકોની પાસે ન કરાવવું ...Read More

110

સત્યના પ્રયોગો - ભાગ-4 - 33

આ પ્રકરણમાં યોગ્ય શિક્ષકોના અભાવે બાળકોને અક્ષરજ્ઞાન આપવાના ગાંધીજીના પ્રયત્નોનું વર્ણન છે. ગાંધીજીને આશ્રમમાં બાળકોને શિક્ષણ આપવાનું કઠીન લાગ્યું. દિવસના કામ અને થાક પછી જ્યારે આરામ લેવાની ઇચ્છા થાય તે જ વખતે વર્ગ લેવાનો થતો હતો. સવારનો સમય ખેતી અને ઘરકામમાં જતો, બપોરે જમ્યા પછી સ્કૂલ ચાલતી. આશ્રમની સ્કૂલમાં શિક્ષણ માતૃભાષામાં આપવાનો આગ્રહ રાખવામાં આવતો હતો જેથી વર્ગમાં હિન્દી, તામિલ, ગુજરાતી અને ઉર્દૂ શીખવાડમાં આવતા. ઇતિહાસ, ભૂગોળ અને અંકગણિતનું શિક્ષણ આપવામાં આવતું. ગાંધીજી લખે છે કે ‘તામિલ, ફાસરી, સંસ્કૃતનું અલ્પ જ્ઞાન તેમજ ગુજરાતી પણ નિશાળમાં ભણ્યા જેટલું જ આવડતું છતાં દેશની ભાષાનો મારો પ્રેમ, મારી શિક્ષણશક્તિ, વિદ્યાર્થીઓનું અજ્ઞાન અને તેમની ઉદારતા મારા કામમાં મદદગાર નીવડ્યાં.’ ગાંધીજીએ તેમના વિદ્યાર્થીઓ પાસે પોતાનું અજ્ઞાન ઢાંકવાનો ક્યારેય પ્રયત્ન કર્યો નહોતો. તેઓ બાળકોમાં વાંચનનો શોખ કેળવવાનું અને તેમના અક્ષર સુધારવાનું કામ પણ કરતા. ગાંધીજી માનતા કે બાળકો આંખેથી ગ્રહણ કરે છે તેના કરતાં કાનેથી સાંભળેલું ઓછા પરિશ્રમથી અને વધુ ગ્રહણ કરી શકે છે. ...Read More

111

સત્યના પ્રયોગો - ભાગ-4 - 34

આ પ્રકરણમાં આત્મિક કેળવણીની વાત કરવામાં આવી છે. ગાંધીજી માનતા કે વિદ્યાર્થીઓને પોતપોતાના ધર્મપુસ્તકોનું સામાન્ય જ્ઞાન હોવું જોઇએ. આત્મિક માટે ગાંધીજી બાળકોને ભજન ગવડાવતા, નીતિના પુસ્તકો વાંચી સંભળાવતા. પણ ગાંધીજીને આટલાથી સંતોષ ન થયો. ગાંધીજી માનતા કે શરીરની કેળવણી શરીરની કસરતથી અપાય તેજ રીતે આત્માની કેળવણી આત્માથી થાય. તેની કેળવણી શિક્ષકના વર્તનથી પામી શકાય. એટલે જ ગાંધીજી તેમની પાસે રહેલા યુવકો અને યુવતીઓની સમક્ષ પદાર્થપાઠ થઇને રહેતા. એકવાર એક યુવક આશ્રમમાં બહુ તોફાન કરે, જુઠ્ઠુ બોલે, કોઇને ગણકારે નહીં, તેણે બહુ તોફાન કર્યું. ગાંધીજીએ તેને ગુસ્સામાં આંકણી મારી. વિદ્યાર્થી રડી પડ્યો અને માફી માંગી. આ બનાવથી વિદ્યાર્થી સુધરી ગયો પણ ગાંધીજીને લાંબા સમય સુધી આ બાબતનો પશ્તાવો રહ્યો. ગાંધીજીને લાગ્યું કે તેમણે આવું કરીને પશુતાના દર્શન કરાવ્યા છે. આ પ્રસંગે ગાંધીજીને વિદ્યાર્થી પ્રત્યેના શિક્ષકના ધર્મને વધારે વિચારતા કરી મૂક્યા. પછી ગાંધીજી વિદ્યાર્થીઓને સુધારવાની વધારે સારી રીત શીખ્યા. ...Read More

112

સત્યના પ્રયોગો - ભાગ-4 - 35

આશ્રમમાં સારા અને ખરાબ છોકરાઓ વચ્ચેના ભેદની ચર્ચા ગાંધીજીએ કરી છે. આશ્રમમાં કેટલાક છોકરાઓ ઘણાં તોફાની, નઠારા અને રખડુ તેમની સાથે જ ગાંધીજીના ત્રણ દીકરાઓ હતા. મિ.ક્લેનબેકે ગાંધીજીને કહ્યું કે આ રખડુ છોકરાઓની સાથે તેઓ બગડી જશે. જો કે ગાંધીજીએ કહ્યું કે ‘મારા અને રખડુ છોકરાઓ વચ્ચેનો ભેદ હું નહીં કરી શકું. મારા કહેવાથી જ તેઓ આવ્યા છે તો મારો ધર્મ સ્પષ્ટ છે મારે તેમને અહીં જ રાખવા જોઇએ. મારા છોકરાઓ બીજાના છોકરા કરતા ઊંચા છે એવો ભેદભાવ હું ન રાખી શકું.’ આ પ્રયોગથી ગાંધીજીને લાગ્યું કે તેમના દીકરાઓ બગડ્યા નહોતા. ગાંધીજીને લાગ્યું કે મા-બાપની દેખરેખ બરોબર હોય તો સારા અને નઠારાં છોકરા સાથે રહેને ભણે તેથી સારાને કશી હાનિ થતી નથી.પોતાના છોકરાને તિજોરીમાં પૂરી રાખવાથી જ તે શુદ્ધ રહે છે અને બહાર કાઢવાથી અભડાય છે એવો કોઇ નિયમ તો નથી જ. ...Read More

113

સત્યના પ્રયોગો - ભાગ-4 - 36

આ પ્રકરણમાં ગાંધીજીએ પ્રાયશ્ચિત રૂપે કરેલા ઉપવાસનું વર્ણન છે. ટોલ્સટોય આશ્રમમાં હવે કેટલાક જ લોકો રહ્યા હતા તેથી ગાધીજી આશ્રમને ફિનિક્સ લઇ ગયા. ત્યાંથી તેઓ જોહાનિસબર્ગ ગયા. અહીં થોડાક દિવસો જ હજુ તો ગયા હતા ત્યાં બે વ્યક્તિઓના ભયંકર પતનના સમાચાર આવ્યા. ગાંધીજીને આ સમાચારથી ઊંડો આઘાત લાગ્યો. ગાંધીજી અને મિ.કેલનબેક ફિનિક્સ જવા રવાના થયા. ગાંધીજીને લાગ્યું કે પોતાની રક્ષા નીચે રહેલા પતનના માટે વાલી કે શિક્ષક થોડેઘણે અંશે પણ જવાબદાર છે.આ બનાવમાં ગાંધીજીને તેમની જવાબદારી સ્પષ્ટ રીતે જણાઇ અને તેમણે પ્રાયશ્ચિત રૂપે સાત દિવસના ઉપવાસ અને સાડા ચાર માસનું એકટાણું કરવાનું વ્રત લીધું. મિ.કેલનબેકે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગાંધીજી માન્યા નહીં. ગાંધીજીના ઉપવાસથી સહુને કષ્ટ તો થયું, પરંતુ તેમનો અને વિદ્યાર્થીઓ સાથેનો સંબંધ વધારે મજબૂત થયો. આ બનાવના થોડાક દિવસ પછી જ ગાંધીજીને 14 ઉપવાસ કરવાનો પ્રસંગ પણ આવ્યો હતો. ગાંધીજી લખે છે કે ઉપવાસ દરમ્યાન પાણી ખુબ પીવું જોઇએ ...Read More

114

સત્યના પ્રયોગો - ભાગ-4 - 37

આ પ્રકરણમાં ગાંધીજીના સ્વદેશાગમન સમયના અનુભવોનું વર્ણન છે. 1914માં સત્યાગ્રહની લડતનો અંત આવતા ગોખલેની ઇચ્છાથી ગાંધીજી ઇંગ્લેડ થઇને ભારત નીકળ્યા. તેમની સાથે કસ્તૂરબા, કેલનબેક હતા. તેઓએ ત્રીજા વર્ગની ટિકિટ લીધી. ગાંધીજીને સ્ટીમરમાં અલગથી સૂકા લીલા ફળ પૂરા પાડવાની આજ્ઞા સ્ટીમરના ખજાનચીને મળી હતી. મિ.કેલનબેકને દૂરબીનનો શોખ હતો. એક-બે કિંમતી દૂરબીનો તેમણે રાખ્યા હતા. એક દિવસ ગાંધીજીએ કહ્યું કે આપણી સાદગી અને આદર્શને આડે આ દૂરબીનો આવે છે. તેના કરતાં તો આપણે આ દૂરબીનને દરિયામાં જ ફેંકી દેવું જોઇએ. કેલનબેકે તરત તેને દરિયામાં ફેંકી દીધું. તેની કિંમત સાત પાઉન્ડ હતી. મિ.કેલનબેકનો મોહ છૂટી ગયો. ગાંધીજી કહેતા કે શુદ્ધ સત્યની શોધ કરવી એટલે રાગદ્ધેષાદીથી સર્વથા મુક્તિ મેળવવી. ગાંધીજી અને કેલનબેક સત્યને અનુસરીને જ ચાલવાનો પ્રયત્ન કરતા. ગાંધીજી કસરત માટે આગબોટમાં ચાલવાની કસરત કરતા તેથી તેમના પગલમાં દુઃખાવો થયો હતો. વિલાયતમાં ડોકટર જીવરાજ મહેતાએ ગાંધીજીને સલાહ આપી હતી કે જો તમે થોડાક દિવસ આરામ નહીં કરો તો પગ કાયમ માટે ખોટકાઇ જશે ...Read More

115

સત્યના પ્રયોગો - ભાગ-4 - 38

આ પ્રકરણમા ગોખલેને મળવાની ગાંધીજીની તૈયારીઓ અને અંગ્રેજોની લડાઇમાં તેમને મદદ કરવા અંગેના વિચારોનું વર્ણન છે. ગાંધીજી વિદેશ પહોંચ્યા ખબર પડી કે ગોખલે તબિયત અંગે ફ્રાન્સ ગયા છે અને લડાઇના કારણે પેરીસમાં અટવાઇ પડ્યા છે. ગોખલેની અનુપસ્થિતિમાં ગાંધીજીએ વિલાયતમાં બેરિસ્ટરીનો અભ્યાસ કરતા સોરાબજી, ડોક્ટર પ્રાણજીવનદાસ મહેતા, ડોક્ટર જીવરાજ મહેતા વગેરે સાથે ચર્ચા કરી. વિલાયતમાં રહેતા હિન્દીઓની સભા બોલાવી તેમાં ગાંધીજીએ પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું કે તેમણે પણ લડાઇમાં તેમનો ફાળો આપવો જોઇએ. આ અંગે સભામાં પુષ્કળ દલીલો થઇ. ગાંધીજીને તે વખતે હિન્દીઓની સ્થિતિ ગુલામીની નહોતી લાગતી પરંતુ અંગ્રેજી પદ્ધતિમાં કરતાં તેના અમલદારોમાં દોષ દેખાતો હતો. જેને પ્રેમથી દૂર કરી શકાય. ગાંધીજીએ અંગ્રેજોની આપત્તિને પોતાની આપત્તિ ગણી લડાઇ દરમ્યાન હકો મુલતવી રાખવાનું નક્કી કર્યું અને ઘાયલ સિપાઇઓની સેવા કરવા માટે ભરતીમાં અનેક હિન્દીઓને તૈયાર કર્યા. જખમીઓની સારવાર કરવાની એક સપ્તાહની પ્રાથમિક તાલીમના વર્ગમાં 80 જણાં જોડાયા ...Read More

116

સત્યના પ્રયોગો - ભાગ-4 - 39

યુદ્ધમાં ભાગ લેવો એ અહિંસાના સિદ્ધાંતો વિરૂદ્ધનું છે કે નહીં તેનું મનોમંથન આ પ્રકરણમાં છે. ગાંધીજી પર પોલાકનો તાર અને તેમાં આવો સવાલ હતો. ગાંધીજી કહે છે કે સત્યના પૂજારીએ ઘણીવખત ગોથાં ખાવા પડે છે. ગાંધીજી લખે છે કે સમાજમાં રહેલો મનુષ્ય સમાજની હિંસામાં અનિચ્છાએ પણ ભાગીદાર બને છે. જ્યારે બે પ્રજાઓ વચ્ચે યુદ્દ થાય ત્યારે અહિંસાને માનનાર વ્યક્તિનો ધર્મ યુદ્ધને અટકાવવાનો હોય, જેને વિરોધ અધિકારી પ્રાપ્ત ન હોય તે યુદ્ધકાર્યમાં ભળે અને તેમાંથી પોતાને અને પોતાના દેશને ઉગારવાની કોશિશ કરે. ગાંધીજીને લાગ્યું કે આવા સંજોગોમાં યુદ્ધમાં ભાગ લેવા સિવાય તેમની સામે બીજો કોઇ રસ્તો બાકી રહ્યો નહોતો. ગાંધીજીને લાગતું કે લશ્કરમાં ઘાયલની સારવાર કરવાના કામમાં રોકાઇ જનાર યુદ્ધના દોષમાંથી મુક્ત નથી રહી શકતો. ગાંધીજી લખે છે કે સત્યનો આગ્રહી રૂઢિને વળગીને જ કંઇ કાર્ય ન કરે, તે પોતાના વિચારને હઠપૂર્વક ન વળગે, તેમાં દોષ હોવાનો સંભવ હંમેશા માને. ...Read More

117

સત્યના પ્રયોગો - ભાગ-4 - 40

આ પ્રકરણમાં ગાંધીજી સત્યાગ્રહના છમકલાની વાત કરે છે. યુદ્ધમાં સેવા આપવા સારૂ ગાંધીજી અને તેમના સાથીઓના નામ મંજૂર થયા તેમને ટ્રેનિંગ આપવા એક અમલદાર નીમાયા. આ અમલદાર યુદ્ધની તાલીમ આપવા પૂરતા ટુકડીના મુખી હતા જ્યારે બીજી બધી બાબતોમાં ગાંધીજી ટુકડીના મુખી હતા. સાથીઓ પ્રત્યે ગાંધીજીની જવાબદારી હતી. આ અમલદારે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી આવેલા કેટલાક શીખાઉ જુવાનીયાઓને ગાંધીજીની ટુકડીના પેટાઉપરી તરીકે નીમ્યા હતા. સોરાબજી સહિત ગાંધીજીની ટીમના અન્ય સાથીઓએ આનો વિરોધ કર્યો હતો. જુવાનો અને ગાંધીજીની ટીમ વચ્ચે મતભેદો ઊભા થયા. ગાંધીજી અમલદાર સમક્ષ આ બધી ફરિયાદ લઇને ગયા અને કહ્યું કે ટુકડીને પોતાના ઉપરીઓ ચૂંટવાનો અધિકાર આપવામાં આવે. અમલદારના ગળે આ વાત ઉતરી નહીં. તેણે કહ્યું કે આ લશ્કરી નિયમની વિરુદ્ધ છે. પરિણામ એ આવ્યું કે ગાંધીજી અને તેમની ટુકડીએ કવાયતમાં જવાનું અને કેમ્પમાં જવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો. દરમ્યાન નેટલી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઘાયલ સિપાહીઓ આવ્યા તેથી ગાંધીજીની ટુકડીની જરૂર ઉભી થઇ ...Read More

118

સત્યના પ્રયોગો - ભાગ-4 - 41

આ પ્રકરણમાં ગોખલેની ઉદારતા અને ગાંધીજીના ખોરાકના પ્રયોગોનું વર્ણન છે. વિલાયતમાં ગાંધીજીને પાંસળીનું દર્દ થયું હતું. તેમની સારવાર જીવરાજ કરતા હતા. તેમણે ગાંધીજીને દૂધનો અને અનાજ ખાવાનો આગ્રહ કર્યો. ફરિયાદ ગોખલે સુધી પહોંચી. ફળાહારની ગાંધીજીની દલીલ વિશે તેમને બહુ માન નહોતું. આરોગ્ય સાચવવા માટે ડોક્ટર કહે તે લેવાનો આગ્રહ હતો. ગાંધીજી ધર્મનો ત્યાગ કરવા નહોતા માંગતા તેથી તેમણે 24 કલાક વિચાર કરવાની ગોખલે સમક્ષ રજા માંગી. કલકત્તામાં ગાય-ભેંસ પર થતા અત્યારો ગાંધીજીએ જોયા હતા એટલે દૂધના ત્યાગને વળગી રહ્યા. ગાંધીજીએ ગોખલેને પણ કહ્યું કે ‘હું બધું કરીશ પણ દૂધ અને દૂધના પદાર્થો તથા માંસાહાર નહીં કરું. આના કરતાં તો શરીર પડે તો પડવા દઇશ. મને માફ કરશો.’ ગોખલેને ગાંધીજીનો આ નિર્ણય ન ગમ્યો પરંતુ તેમણે જીવરાજ મહેતાને ગાંધીજીની મર્યાદામાં સારવાર કરવાની સલાહ આપી. ત્યાર બાદ ગાંધીજી મગનું પાણી અને તેમાં હિંગનો વઘાર કરીને પીવાનું ચાલુ કર્યું. પીડા વધતાં ફરી ફળાહાર પર પાછા વળ્યા ...Read More

119

સત્યના પ્રયોગો - ભાગ-4 - 42

આ પ્રકરણમાં ગાંધીજીને તેમની પાંસળીના દુઃખાવાથી કેવી રીતે મુક્તિ મળી તેનું વર્ણન છે. પોતાનું પાંસળીનું દર્દ દૂર કરવા ડો.એલિન્સને સૂકી રોટલી અને કાચા ફળો પર રહેવાનું કહ્યું. આ ઉપરાંત, નવશેકા પાણીએ નાહવાનું, દુખતા ભાગ પર તેલ લગાવવા અને અડધો કલાક ખુલ્લી હવામાં ફરવા જેવા પ્રયોગો પણ કરવાથી તબિયતમાં થોડોક સુધારો થયો પરંતુ સંપૂર્ણ રાહત ન થઇ. એક લેડીએ તેમને માલ્ટેડ મિલ્ક પીવા આપ્યું જે પીધા પછી ગાંધીજીને ખબર પડી કે આમાં તો દૂધનો પાવડર આવે છે અને દૂધ ન પીવાની તેમની પ્રતિજ્ઞા છે. તેથી આ પ્રયોગ પણ બંધ કર્યો. દરમ્યાન મિ.રોબર્ટ્સે ગાંધીજીને દેશ પાછા ફરવા અને ત્યાં સાજા થવાનું કહ્યું. ગાંધીજીની સાથે કેલનબેક પણ દેશ જવા નીકળ્યા પરંતુ લડાઇના કારણે જર્મન લોકો પર સરકારનો જાપ્તો હોવાથી તેમને પાસ મળી ન શક્યા. ગાંધીજીને ડો.મહેતાએ પ્લાસ્ટર કરીને પાટો બાંધી દીધો હતો. જે બે દિવસ રાખીને ગાંધીજીએ છોડી દીધો. સ્ટીમર પર ગાંધીજી મુખ્યત્વે સૂકો-લીલો મેવો ખાતા જેના પરિણામે તેમની તબિયત સુધરી ગઇ. ...Read More

120

સત્યના પ્રયોગો - ભાગ-4 - 43

આ પ્રકરણમાં ગાંધીજી વકીલાતના કેટલાક સંસ્મરણોની વાત કરે છે. વકીલાતના ધંધામાં ગાંધીજીએ ક્યારેય અસત્યનો પ્રયોગ નહોતો કર્યો. વકીલાતનો મોટો કેવળ સેવા અર્થે જ અર્પિત કર્યો હતો અને તેના માટે ખિસ્સાખર્ચ સિવાય તેઓ કંઇ લેતા નહોતા અને ઘણીવાર તો ખિસ્સાખર્ચ પણ જાતે જ કરતા. વિદ્યાર્થીકાળમાં ગાંધીજીએ એવી વાતો સાંભળી હતી કે વકીલાત કરવી હોય તો જુઠ્ઠં戀 બોલવું જ પડે પરંતુ આવી વાતોની અસર તેમની પ્રેકટીસમાં ક્યારેય પડી નહોતી. અસીલ હારે કે જીતે, ગાંધીજી હંમેશા મહેનતાણું જ માંગતા. વકીલજગતમાં ગાંધીજીની છાપ એવી પડી હતી કે તેમની પાસે કોઇ ખોટો કેસ લઇને આવતું જ નહીં. જો કે એક પ્રસંગે ગાંધીજીની આકરી પરીક્ષા થઇ. એકાઉન્ટનો કેસ હતો અને જમા-ઉધારની રકમ ભૂલથી ખોટી લેવાઇ ગઇ હતી. આખો ઠરાવ રદ્દ થાય તેમ હતો. કેસ ફરીથી ચાલે તો અસીલ ખોટા ખર્ચના ખાડામાં ઉતરે તેમ હતું. મોટા વકીલે આ કેસમાં ભૂલ કબૂલ ન કરવા કહ્યું પરંતુ ગાંધીજીએ જોખમ વહોરીને ભૂલ સ્વીકારી લેવા અસીલને સમજાવ્યો. ...Read More

121

સત્યના પ્રયોગો - ભાગ-4 - 44

સત્યનું આચરણ કરીને કેસનો નિવેડો લાવવાના ગાંધીજીના પ્રયત્નોનું વર્ણન આ પ્રકરણમાં છે. કોર્ટમાં જજ સામે ગાંધીજી મનમાં ધ્રૂજતા ધ્રૂજતા રહ્યાં. જેવી ભૂલની વાત નીકળી કે જજ બોલ્યા આ ચાલાકી ન કહેવાય? ગાંધીજીએ જજને સંપૂર્ણ વિસ્તારથી સમજાવ્યું કે ચાલાકીને આરોપ ખોટો છે અને એકાઉન્ટ્સની ભૂલ સરતચૂકથી થયેલી છે. ઘણાં પરિશ્રમથી તૈયાર કરેલા હિસાબને રદ્દ કરવો જજને પણ ઠીક ન લાગ્યું. સામા પક્ષના વકીલની અનેક દલીલો છતાં કોર્ટે પણ માન્યું કે હિસાબનો અનુભવી પણ ભૂલ કરી બેસે તો નજીવી બાબતમાં બન્ને પક્ષો નવેસરથી ખર્ચના ખાડામાં ઉતરે તે યોગ્ય નથી. કોર્ટે ભૂલ સુધારીને ફરી ઠરાવ મોકલવાનો હુકમ કરી સુધારેલા ઠરાવને બહાલ રાખ્યો. ગાંધીજીના હર્ષનો પાર ન રહ્યો. તેમના અસીલ અને મોટા વકીલ રાજી થયા. વકીલાતના કામમાં પણ સત્ય જાળવીને કામ થઇ શકે તેવી ગાંધીજીની માન્યતા દ્દઢ થઇ. ગાંધીજી માનતા કે ધંધાર્થે કરેલી વકીલાતમાત્રના મૂળમાં જે દોષ રહેલો છે તેને આ સત્યની રક્ષા ઢાંકી નથી શકતી ...Read More

122

સત્યના પ્રયોગો - ભાગ-4 - 45

નાતાલ અને ટ્રાન્સવાલના વકીલોમાં ભેદની વાત ગાંધીજી આ પ્રકરણમાં સમજાવે છે. નાતાલમાં એડવોકેટ અને એટર્ની બન્ને કોર્ટમાં એકસરખી રીતે કરી શકતા, જ્યારે ટ્રાન્સવાલમાં અસીલની સાથેનો બધો સંબંધ એટર્ની મારફતે જ કરી શકે.બેરિસ્ટર થયેલો હોય તે એડ્વોકેટ અથવા એટર્ની ગમે તે એકનો પરવાનો લઇ શકે ને પછી તે ધંધો જ કરી શકે. ગાંધીજીએ નાતાલમાં એડવોકેટ અને ટ્રાન્સવાલમાં એટર્ની તરીકેનો પરવાનો લીધો હતો. ગાંધીજી સત્યના આગ્રહી હતા. એકવાર તેમના એક અસીલે તેમને છેતર્યા. તેનો કેસ જૂઠો હતો. આથી ગાંધીજીએ મેજિસ્ટ્રેટને અસીલની સામે ઠરાવ આપવાનું કહ્યું. મેજિસ્ટ્રેટ ખુશ થયા. અસીલને ઠપકો આપ્યો. ગાંધીજીના વર્તણૂકની માઠી અસર તેમના ધંધા પર ક્યારેય ન પડી અને કોર્ટમાં તેમનું કામ સરળ થયું. ગાંધીજીની સત્યની પૂજાથી વકીલબંધુઓમાં તેમની પ્રતિષ્ઠા વધી. ગાંધીજી પોતાનું અજ્ઞાન ક્યારેય છુપાવતા નહીં. જ્યાં તેમને ખબર ન પડે ત્યાં અસીલને બીજા વકીલની પાસે જવાનું કહેતા. આમ કરવાથી ગાંધીજી તેમના અસીલોના વિશ્વાસને સંપાદન કરવામાં સફળ થયા. ...Read More

123

સત્યના પ્રયોગો - ભાગ-4 - 46

આ પ્રકરણમાં ગાંધીજી તેમના અસીલને સત્યના માર્ગે જેલમાંથી કેવી રીતે બચાવે છે તેનું વર્ણન છે. પારસી રૂસ્તમજી ગાંધીજીના ખાસ હતા અને તેમને ગાંધીજીમાં ખૂબ ભરોસો હતો. ખાનગી બાબતમાં પણ ગાંધીજીની સલાહ માંગતા. તેમણે વેપાર અંગેની એક વાત ગાંધીજીથી છુપાવી હતી. પારસી રૂસ્તમજી દાણચોરી કરતા હતા. મુંબઇ-કલકત્તાથી માલ મંગાવીને ચોરી કરતા. અમલદારો સાથે તેમના સારા સંબંધને કારણે તેમની ચોરી છુપાઇ જતી. એક વખત પારસી રૂસ્તમજીની ચોરી પકડાઇ ગઇ. તેમને જેલની સજા થાય તેવી હતી. રૂસ્તમજીએ ગાંધીજીને બધી વાત કરી અને ગાંધીજીને છેતરવા બદલ માફી પણ માંગી. ગાંધીજીએ તેમને સરકારન માફી માંગી લેવા કહ્યું કારણ કે જો કેસ જૂરી પાસે જાય તો તે કોઇ હિન્દીને નહીં છોડે. ગાંધીજીએ આ કેસમાં સરકારી વકીલ અને અમલદારની સાથે રૂબરૂ અને પત્ર વ્યવહારથી વાટાઘાટો ચલાવી. ચોરીની વાત નિર્ભય રીતે કરી. પારસી રૂસ્તજીના પશ્ચાતાપની વાત કરી. છેવટે ગાંધીજીની સત્યપ્રિયતાની જીત થઇ. રૂસ્તમજીએ પોતાની દાણચોરીનો કિસ્સો લખી કાંચમાં જડાવી ઓફિસમાં લગાડ્યો. ...Read More

124

સત્યના પ્રયોગો - ભાગ-5 - 1

આ પ્રકરણમાં દેશમાં ઉતર્યા પછી ગાંધીજીનો પહેલો અનુભવ અને ગુજરાતીમાં કરેલા પ્રવચનનું વર્ણન છે. દેશમાં ફિનિક્સ જેવું વાતાવરણ મળી તે માટે બાળકોને પ્રથમ કાંગડી ગુરુકૂળ અને ત્યાર બાદ શાંતિનિકેતનમાં મૂકવામાં આવ્યા. સુશીલ રૂદ્રના સંબંધમાં એન્ડ્રુઝે ગાંધીજીના બાળકોને મુકી દીધા હતા.રૂદ્રની પાસે આશ્રમ નહોતો, પોતાનું ઘર જ હતું. તે ઘરનો કબજો તેમણે ગાંધીજીના કુટુંબને સોંપી દીધો હતો. ગાંધીજી મુંબઇ ઉતર્યા ત્યારે કુટુંબ શાંતિનિકેતનમાં હતું. મુંબઇમાં પિટીટને ત્યાં ગાંધીજી માટે મેળાવડો રાખવામાં આવ્યો હતો. તે વખતે ગાંધીજી અંગરખુ અને માથે પાઘડી પહેરી ગયા હતા. ગુજરાતીઓનો મેળાવડો સ્વ.ઉત્તમલાલ ત્રિવેદીએ ગોઠવ્યો હતો. આ મેળાવડામાં ઝિણાએ અંગ્રેજીમાં પ્રવચન આપ્યું હતું. ગાધીજીનો વારો આવ્યો ત્યારે તેમણે ગુજરાતીમાં પ્રવચન કર્યું અને ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સામનો તેમનો વિરોધ નમ્ર રીતે વ્યક્ત કર્યો.ગાંધીજીના ગુજરાતીમાં ઉત્તર વાળવાની હિંમતનો કોઇએ અનર્થ ન કર્યો. મુંબઇમાં બે-એક દિવસ રહી ગોખલેની આજ્ઞાથી આરંભિક અનુભવો લઇ ગાંધીજી પૂના ગયા ...Read More

125

સત્યના પ્રયોગો - ભાગ-5 - 2

આ પ્રકરણમાં ગાંધીજીના પૂનામાં ગર્વનરને મળવાના પ્રસંગનું વર્ણન છે. ગાંધીજી મુંબઇ પહોંચ્યા કે તરત ગોખલેએ સમાચાર આપ્યા કે ગર્વનર મળવા માંગે છે. ગાંધીજી ગર્વનરને મળ્યા ત્યારે ગર્વનરે તેમને કહ્યું કે ‘સરકારને લગતું તમારે કોઇપણ પગલું ભરવું હોય તો પહેલા મને વાત કરોને મળી જાઓ.’ ગાંધીજીએ તેમની વાત માન્ય રાખી. પૂનામાં ગોખલેએ ગાંધીજીને સોસાયટીમાં જોડાવાની વાત કરી.જો કે સોસાયટીના આદર્શોને તેની કામ કરવાની રીત ગાંધીજીથી જુદી હતી. તેથી ગાંધીજીના સભ્ય થવા અંગે તેમને શંકા હતી. જો કે ગોખલેએ કહ્યું કે ગાંધીજી સભ્ય થાય કે ન થાય તેઓ તો તેમને સભ્ય તરીકે જ ગણશે. ગાંધીજીની ફિનિક્સની જેમ એક આશ્રમ સ્થાપવો હતો અને ગુજરાતી હોવાથી ગુજરાતમાં જ આવો આશ્રમ સ્થાપવાની ગાંધીજીની ઇચ્છા હતી. ગોખલેને આ વિચાર ગમ્યો અને તેમણે આશ્રમ અને જાહેર ખર્ચ માટે જેટલા પૈસા થાય તેટલા આપવાની તૈયારી દર્શાવી. પૂના છોડી ગાંધીજી શાંતિનિકેતન જવાની તૈયારી કરતાં હતા તેની છેલ્લી રાતે ગોખલેએ ગાંધીજી માટે સૂકા અને લીલા મેવાની પાર્ટી રાખી. ...Read More

126

સત્યના પ્રયોગો - ભાગ-5 - 3

આ પ્રકરણમાં વિરમગામની જકાત તપાસણી અંગેની વાત કરવામાં આવી છે. ગાંધીજી મુંબઇથી ત્રીજા વર્ગમાં રાજકોટ અને પોરબંદર જવા નીકળ્યા. પહેરવેશ પહેરણ, અંગરખું, ધોતિયું અને ધોળો ફેંટો હતા જે દેશી મિલના કાપડનાં બનેલાં હતાં. તે સમયે વીરમગામ અને વઢવાણમાં પ્લેગને લીધે થર્ડ ક્લાસના ઉતારૂઓની તપાસ થતી હતી. ગાંધીજીને થોડોક તાવ હતો તેથી રાજકોટમાં ડોક્ટરને મળવાનો હુકમ કર્યોને નામ નોંધ્યું. વઢવાણ સ્ટેશને પ્રજાસેવક મોતીલાલ દરજી ગાંધીજીને મળ્યા જેમણે વીરમગામની જકાત તપાસણી અંગે પડતી મુશ્કેલીઓની વાત કરી. ગાંધીજીનું માનવું હતું કે રેલવેમાં અમલદારો ત્રીજા વર્ગના મુસાફરોને મનુષ્ય ગણવાને બદલે જાનવર જેવા ગણે છે. અમલદારો તેને માર મારે, લૂંટે, ટ્રેન ચુકાવે, ટિકિટ દેતાં રિબાવતા હતા.આ સ્થિતિમાં સુધારા માટે ધનિક ગરીબ જેવા બનીને ત્રીજા વર્ગમાં મુસાફરી કરવી જોઇએ. ગાંધીજીને કાઠિયાવાડમાં ઠેકઠેકાણે વીરમગામના જકાતની ફરિયાદો મળી અને આ અંગે તેમણે મુંબઇની સરકાર સાથે પત્ર વ્યવહાર ચલાવ્યા. લોર્ડ વિલિંગ્ડનને મળ્યા. લોર્ડ ચેમ્સફર્ડને મળીને વાતનું નિરાકરણ લાવ્યા અને જકાત રદ્દ થઇ ...Read More

127

સત્યના પ્રયોગો - ભાગ-5 - 4

આ પ્રકરણમાં શાંતિનિકેતન અને ગોખલેના અવસાનની વાત કરવામાં આવી છે. રાજકોટથી ગાંધીજી શાંતિનિકેતન ગયા. જ્યાં ગાંધીજીની કાકાસાહેબ કાલેલકર, હરિહર , આનંદાનંદ સ્વામી સહિત અનેક સાથે મુલાકાત થઇ. શાંતિનિકેતનમાં મગનલાલ ગાંધી ફિનિક્સના બધા નિયમોનું પાલન કરાવતા હતા.તેમણે શાંતિનિકેતનમાં પોતાની સુવાસ પોતાનાં પ્રેમ, જ્ઞાન અને ઉદ્યોગના લીધે ફેલાવી હતી. ગાંધીજી ઇચ્છતા કે પગારદાર રસોઇયાના બદલે જો શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાની રસોઇ કરી લે તો સારૂં થાય. ગાંધીજીની આ વાત કેટલાકને ગમી અને અખતરો શરૂ થયો. શાક સમારવા, અનાજ સાફ કરવા, વાસણો માંજવા જેવા કામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ કરવા લાગ્યા. ફિનિક્સની જેમ બંગાળી ખોરાકમાં સુધારા કરવાના ઇરાદાથી એ જાતનું રસોડું કાઢ્યું હતું. તેમાં એક-બે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભળ્યા હતા. દરમ્યાન ગાંધીજીને પૂનાથી ગોખલેના અવસાનના સમાચાર મળ્યા અને તેઓ કસ્તૂબા અને મગનલાલ સાથે પૂના ગયા. ગાંધીજીએ સત્યાગ્રહ કરવાના બદલે ગોખલેને આપેલા વચન અનુસાર એક વર્ષ સુધી ભારત ભ્રમણ કરવાનું નક્કી કર્યું. ...Read More

128

સત્યના પ્રયોગો - ભાગ-5 - 5

આ પ્રકરણમાં ત્રીજા વર્ગની વિટંબણાની વાત કરવામાં આવી છે. બર્દવાન સ્ટેશને ગાંધીજીને માંડ ત્રીજા વર્ગની ટિકિટ મળી.આ વર્ગમાં જગ્યા હોવાથી ગાંધીજી પત્નીને લઇને ઇન્ટરમાં બેઠા. આસનસોલ સ્ટેશને ગાર્ડ વધારાના પૈસા લેવા આવ્યો. ગાંધીજીએ કહ્યું કે તેમની પાસે જગ્યા ન હોવાથી તેઓ અહીં બેઠા છે. ગાર્ડે તેમને ટ્રેનમાંથી ઉતરી જવા કહ્યું છેવટે ગાંધીજીને પૂના પહોંચવાનું હોવાથી વધારાના પૈસા ચૂકવ્યા. સવારે મુગલસરાઇ આવ્યું. મગનલાલે ત્રીજા વર્ગની જગ્યા મેળવી લીધી. ગાંધીજીએ વધારાના રૂપિયા પાછા માંગવા માટે રેલવેના વડાને અરજી કરી. જો કે ટિકિટ કલેક્ટરે પ્રમાણપત્ર વિના વધારાના પૈસા પાછવા આપવાની શરૂઆતમાં તો ના પાડી પરંતુ તમારા કેસમાં અમે આપીશું તેમ કહ્યું. ગાંધીજીએ લખ્યું કે ત્રીજા વર્ગમાં કેટલાક મુસાફરોની ઉદ્ધતાઇ, ગંદકી, સ્વાર્થબુદ્ધિ, તેમનું અજ્ઞાન ઓછા નથી હોતા. કલ્યાણ સ્ટેશને ગાંધીજી અને મગનલાલ ખુલ્લામાં પંપ નીચે નાહ્યા જ્યારે સર્વન્ટ્સ ઓફ સોસાયટીના કોલેએ કસ્તૂરબાને બીજા વર્ગની કોટડીમાં નહાવા લઇ જવાનું કહ્યું. ગાંધીજીએ સંકોચ સાથે આનો સ્વીકાર કર્યો. ...Read More