ખૂની કોણ?

(518)
  • 75.5k
  • 66
  • 38k

જય હિન્દ મિત્રો, હું હાર્દિક જોષી આજ થી મારી પહેલી નવલકથા ખૂની કોણ? શરૂ કરવા જઈ રહ્યો છું. શરૂઆત માં એક સામાન્ય ક્રાઈમ સ્ટોરી લાગતી આ નવલકથા આગળ જતાં કેવા કેવા રહસ્યો ને ઉજાગર કરે છે અને કેવા કેવા ભયંકર ષડયંત્રો ને ખુલા કરે છે તે તમામ વાતો ને ધ્યાન માં રાખી ને ચાલો શરૂ કરીએ આ નવી સફર._________________રાજકોટ શહેર ના કાલાવડ રોડ પરના એકદમ જ પોશ વિસ્તાર માં આવેલા માતૃકૃપા બંગલામાં નિખિલ તેમની પત્ની નિરાલી સાથે રહેતો હતો. નિખિલને ત્રણ પેઢી નો શેર બજારમાં કામ કરવાનો અનુભવ છે. નિખિલના દાદા એ સ્થાપેલી એક નાનકડી એડવાઇઝરી ફર્મ આજે એક ખૂબ જ

Full Novel

1

ખૂની કોણ? - 1

જય હિન્દ મિત્રો, હું હાર્દિક જોષી આજ થી મારી પહેલી નવલકથા ખૂની કોણ? શરૂ કરવા જઈ રહ્યો છું. શરૂઆત એક સામાન્ય ક્રાઈમ સ્ટોરી લાગતી આ નવલકથા આગળ જતાં કેવા કેવા રહસ્યો ને ઉજાગર કરે છે અને કેવા કેવા ભયંકર ષડયંત્રો ને ખુલા કરે છે તે તમામ વાતો ને ધ્યાન માં રાખી ને ચાલો શરૂ કરીએ આ નવી સફર._________________રાજકોટ શહેર ના કાલાવડ રોડ પરના એકદમ જ પોશ વિસ્તાર માં આવેલા માતૃકૃપા બંગલામાં નિખિલ તેમની પત્ની નિરાલી સાથે રહેતો હતો. નિખિલને ત્રણ પેઢી નો શેર બજારમાં કામ કરવાનો અનુભવ છે. નિખિલના દાદા એ સ્થાપેલી એક નાનકડી એડવાઇઝરી ફર્મ આજે એક ખૂબ જ ...Read More

2

ખૂની કોણ? - 2

વીતેલા અંક માં આપણે જોયું કે રાજકોટ માં શેરબજાર નીં એડવાઈઝરી કંપની ધરાવતા અબજોપતિ નિખિલ ની મોજ મસ્તી માં રહેતી એવી પત્ની નિરાલી ની એક સવારે હત્યા થઈ જાય છે. ઘર ના વફાદાર નોકર કમ કેરટેકર એવા કિશન કાકા તરત જ નિખિલ ને ફોન કરી ને માહિતી આપે છે, અને બીજો ફોન કિશન કાકા શહેર ના જાંબાઝ પોલીસ ઓફિસર અમિતાભ પંડિતને લગાવે છે.હવે આગળ...__________________આજ ની ઘટના નાં બે વર્ષ પહેલાં ની વાત છે જ્યારે હજુ નિખિલ ના લગ્ન થયા ન હતા, ત્યારે નિખિલ અને નિરવ બંને સાથે શહેર નાં યાજ્ઞિક રોડ ખાતે આવેલી એક હોટેલ ના પ્રાંગણ માં થી ...Read More

3

ખૂની કોણ? - ૩

રાજકોટ શહેર ના જાણીતા બિઝનેસમેન નિખિલ ની પત્ની નિરાલી ની હત્યા થઈ હતી. પોલીસ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત અને સબ અભિમન્યુ રાઠોડ તપાસ આગળ વધારે છે. તપાસ માં સોપારી કિલર અસલમ નું નામ બહાર આવે છે, હવે આગળ...__________નિરાલી ની હત્યા ને બે દિવસ વીતી ગયા છે. સવાર ના નવ વાગ્યા હતા, રોજ ની જેમ જ અમિતાભ અને અભિમન્યુ ચા ની ચૂસકી લગાવતા લગાવતા વિચારી રહ્યા હતા. અચાનક કંઇક યાદ આવ્યું હોય તેમ અમિતાભ એ પૂછ્યું, "અભિમન્યુ, નિરાલી ના મમ્મી અને પપ્પા નું શું કહેવું છે?" "સર, નિરાલી ના પપ્પા કેતન નિખિલ ના પપ્પા રમેશ દાસ ના જૂના મિત્ર છે. અને ...Read More

4

ખૂની કોણ? - 4

રાજકોટ શહેર ના જાણીતા બિઝનેસમેન નિખિલ ની પત્ની નિરાલી ની હત્યા થઈ હતી. પોલીસ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત અને સબ અભિમન્યુ રાઠોડ ની તપાસ માં સોપારી કિલર અસલમ નું નામ બહાર આવે છે, હજુ કેસ આગળ વધે ત્યાં જ નિરાલી ના પપ્પા અને નિખિલ ના સસરા કેતન નું યે ખૂન થઈ જાય છે, હવે આગળ...__________નિખિલ ને મળી ને અમિતાભ તેના એક ખબરી બંટી ને મળવા ગયો હતો. તેણે બંટી ને નિખિલ વિશે માહિતી કઢાવવા નું કામ સોંપ્યું હતું. પોલીસ માટે ખબરી તંત્ર તેના ત્રીજા અદ્રશ્ય હાથ તરીકે કામ કરે છે. સીધી રીતે જ્યારે કોઈ માહિતી કે કામ ના કઢાવી શકાય ...Read More

5

ખૂની કોણ? - 5

નિરાલી અને તેના પપ્પા કેતન ના હત્યા કેસ માં અમિતાભ પંડિત ને બે સોપારી કિલર અસલમ અને સુંદર નું મળ્યું હતું પરંતુ પોલીસ તેમના સુધી પહોંચે તે પહેલાં જ બંને ને ઝેર આપી ને મારી નાખવા માં આવે છે. હવે આગળ...__________સવાર ના સાડા અગિયાર વાગ્યા છે અને અમિતાભ પોલીસ સ્ટેશન માં પોતાની ઓફિસ માં બેઠો છે. નિરાલી ની હત્યા ને આજે બે અઠવાડિયા વીતવા આવ્યા હતા અને કેતન ની હત્યા ને પણ આઠ દિવસ વીતી ગયા હતા. અસલમ અને સુંદર ના મૃત્યુ ની સાથે જ અમિતાભ આ કેસ અંગે એક નિરાશા માં સપડાઈ ગયો હોય તેવું લાગતું હતું. તેને ...Read More

6

ખૂની કોણ? - 6

નિરાલી અને કેતન ના હત્યારાઓ અસલમ અને સુંદર ની પણ હત્યા થઈ જતા હતાશ થયેલો ઇન્સ્પેકટર અમિતાભ શેઠ રમેશ ને મળે છે જ્યાં તેને જાણવા મળે છે કે રમેશ દાસ એ અભય દાસજી નો દતક લીધેલો પુત્ર છે, ત્યાં જ કોઈ ફોન આવે છે અને અમિતાભ નો ચેહરો આશ્ચર્ય થી ભરાઈ જાય છે, હવે આગળ...___________"અભિમન્યુ, ખેલ આપણે સમજીએ છીએ તેના કરતાં ઘણો અટપટો અને ઘણા આવરણો ધરાવનારો છે." અમિતાભ ના આવા શબ્દો સાંભળી અભિમન્યુ પણ આશ્ચર્ય થી બોલી ઉઠ્યો, "શું થયું સર? કોનો ફોન હતો?" મારા ખબરી બંટી નો ફોન હતો, મે તેને રમેશ દાસ અને કેતન ના ટ્રસ્ટ ...Read More

7

ખૂની કોણ? - 7

નિરાલી અને કેતન ના મર્ડર કેસ ની તપાસ કરતા પોલીસ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત નિરાલી ના સસરા રમેશ દાસ ની કરે છે, ગયા એપિસોડ થી હવે આગળ...___________શેઠ અભય દાસે વસિયત બદલી નાખી, આટલું કહી રમેશ ના ચેહરા ના ભાવ બદલાઈ ગયા નું જાણી અમિતાભે તેને આગળ ની વાત કરવા જણાવ્યું. રમેશે વાત આગળ વધારી, "શેઠ અભય દાસજી ની નવી વસિયત મારા હાથ માં હતી, એક સમયે આખી કંપની અને તેમની તમામ સંપત્તિ મારા નામે કરી દેવા ની વાત કરનાર શેઠ અભય દાસે નવી વસિયત માં મારા નામે માત્ર ૨૫% સંપત્તિ જ કરી હતી જ્યારે બાકી ની ૨૫% શેઠ ત્રિભુવન દાસ ...Read More

8

ખૂની કોણ? - 8

રમેશ પાસે થી તેના અને તેની કંપની ના ભૂતકાળ વિશે જાણ્યા બાદ અમિતાભ નિરવ ના મમ્મી અને હિમાંશુ ના હિમાની ને મળવા નું નક્કી કરે છે પરંતુ તે પહેલાં તે આશરે ત્રીસ વર્ષ પહેલાં થયેલા હિમાંશુ ના અકસ્માત ની પોલીસ ફાઈલ તપાસવા માગે છે. હવે આગળ...__________અભિમન્યુ એ હિમાંશુ મર્ડર ની ફાઈલ અમિતાભ ના હાથ માં મૂકતા બોલવા નું શરુ કર્યું, "સર, મે ફાઈલ નો અભ્યાસ કર્યો છે ખાસ કઇ છે નહિ, સિમ્પલ એક્સીડન્ટ નો શટ એન્ડ ઓફ કેસ લાગે છે. આજ થી પચીસ વર્ષ પહેલાં ચોમાસા ની એક સાંજે ચાલુ વરસાદે હિમાંશુ અને હિમાની તેના દોઢ વર્ષ ના નાના ...Read More

9

ખૂની કોણ? - 9

નિરાલી અને કેતન ના ખૂન ની તપાસ આગળ વધી રહી છે, અને પચીસ વર્ષ જૂના હિમાંશુ અકસ્માત મૃત્યુ ના માં પણ પોલીસ ને શંકા જન્માવે એવી કડી મળી છે ત્યાં જ નિરાલી ના સસરા અને કેતન નો મિત્ર એવા શેઠ રમેશ દાસ નું પણ ખૂન થઈ જાય છે અને તેનો હત્યારો સોપારી કિલર વિકાસ યુપી પોલીસ ના હાથે પકડાઈ જાય છે. હવે આગળ વાંચો...___________હોટેલ ફર્ન ખાતે નાસ્તા ને ન્યાય આપી અને મહત્વ ની એવી ચર્ચા પૂરી કરી અમિતાભ અને અભિમન્યુ પોલીસ સ્ટેશન એ આવ્યા. અભિમન્યુ એ આવતા જ તરત જ સહુ પહેલાં તો હિમાની સાથે ફોન માં વાત કરી ...Read More

10

ખૂની કોણ? - 10

નિરાલી, કેતન અને ત્યાર બાદ રમેશ ની હત્યા ની તપાસ કરતા કરતા પચીસ વર્ષ પહેલાં મરણ પામેલા હિમાંશુ ની નું રહસ્ય અમિતાભ પંડિત ઉકેલી નાખે છે, પરંતુ હજુ સુધી આ કેસ માં તેમને જોઈએ એવી સફળતા નથી મળી. હવે વાચો આગળ...___________પછી ના દિવસે બપોર નું જમવા નું પૂરું કરી અમિતાભ અને અભિમન્યુ અમિતાભ ની ચેમ્બર માં બેઠા હતા. હિમાની ની સઘન પૂછપરછ દરમિયાન હિમાંશુ ના મોત નું રહસ્ય તો ઉકેલાયું હતું પરંતુ તેનો કોઈ આનંદ અમિતાભ ના ચેહરા પર દેખાતો ના હતો. રમેશ દાસ ના હત્યારા એવા સોપારી કિલર વિકાસ ને પણ અમિતાભ અને અભિમન્યુ એ બે ત્રણ વાર ...Read More

11

ખૂની કોણ? - 11

નિરાલી, કેતન અને રમેશ મર્ડર કેસ ની તપાસ અમિતાભ ને ભૂતકાળ માં થયેલા હિમાંશુ ની હત્યા સુધી લઈ ગઈ તેની ખૂની હિમાની એ તેનો ગુન્હો કબુલી પણ લીધો છતાં આ કેસ ની તપાસ આગળ વધી ના હતી. છેલ્લે બુટલેગર અમન વર્મા કે જે નિરાલી ના મમ્મી કૃતિકા નો પહેલાં લગ્ન થી થયેલ સંતાન હતું, તેની પણ પૂછપરછ કરવા માં આવી પરંતુ તેમાં પણ કઈ પુરવાર નાં થયું. હવે વાચો આગળ...__________અમન વર્મા ની પૂછપરછ પહેલાં જે આશા અમિતાભ અને અભિમન્યુ ને બંધાઈ હતી તે પણ ઠગારી નીવડી અને ફરી પાછા બને એક બીજા તરફ જોતા જોતા હસી રહ્યા હતા. અમિતાભ ...Read More

12

ખૂની કોણ? - 12 - છેલ્લો ભાગ

છેલ્લો અંક.___________નિરાલી, કેતન અને રમેશ તથા બે ભાડૂતી હત્યારા અસલમ અને સુંદર નો હત્યારો પોલીસ ની પકડ માં હતો. અને અભિમન્યુ હત્યારા સાથે પૂછપરછ રૂમ માં બેઠા હતા. અમિતાભે વાત શરૂ કરી, "તને શું એમ હતું કે તું આટ આટલા મર્ડર કર્યા પછી પણ આઝાદ ફરી શકશે? તારો પ્લાન તો ખૂબ સારો હતો પરંતુ આખરે દરેક ગુન્હેગાર નો અંજામ છેલ્લે તો જેલ જ હોય છે, મિસ્ટર નિરવ હિમાંશુ ત્યાગી."અમિતાભ ની સામે ગુન્હેગાર તરીકે બેઠેલો નિરવ હસી રહ્યો હતો, તેના ચેહરા પર ના લોહી નાં ચાઠાં ઉપસી આવ્યા હતા જે અમિતાભ દ્વારા તેની કરાયેલી સરભરા ની ચાડી ખાતા હતા. પરંતુ ...Read More