સફરમાં મળેલ હમસફર : 2

(2.7k)
  • 109.8k
  • 69
  • 36.6k

“મેહુલ પ્લીઝ તું મને છોડીને ના જા,તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે ઍન્ડ આઈ નિડ યું.”રાજકોટના રેલવે પ્લેટફોર્મ પર ઓખા-ભાવનગરની ટ્રેન પડી હતી.સમય રાત્રીના નવને ત્રીસ થવા આવ્યો હતો,મેહુલ ટ્રેનમાં બેસી ચુક્યો હતો અને બહાર બારી પર રાધિકા મેહુલને મનાવી રહી હતી. “રાધિકા,મારે જવું પડશે જો હું રોકાઈ ગયો તો બંનેને હર્ટ થશે.પ્લીઝ તું મને રોકવાની ટ્રાય ના કર.”મેહુલે નીચે નજર ઝુકાવીને રાધિકાને કહ્યું.“Fine,તારે જવું જ છે ને ,તું જઈ શકે છે”રાધિકા તેના સ્વભાવ મુજબ ગુસ્સે થઈ ગઈ. “Bye, please forgot me and also forgive me.” ઈચ્છા ન હોવા છતાં દિલ પર પથ્થર રાખીને મેહુલે કહ્યું. “કેવી રીતે ભૂલી જાઉં પાગલ,આઇ લવ યુ”રાધિકાની આંખોમાંથી ઝાકળબિંદુ બિંદુ સરવા લાગ્યા.

Full Novel

1

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-1

“મેહુલ પ્લીઝ તું મને છોડીને ના જા,તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે ઍન્ડ આઈ નિડ યું.”રાજકોટના રેલવે પ્લેટફોર્મ પર ઓખા-ભાવનગરની પડી હતી.સમય રાત્રીના નવને ત્રીસ થવા આવ્યો હતો,મેહુલ ટ્રેનમાં બેસી ચુક્યો હતો અને બહાર બારી પર રાધિકા મેહુલને મનાવી રહી હતી. “રાધિકા,મારે જવું પડશે જો હું રોકાઈ ગયો તો બંનેને હર્ટ થશે.પ્લીઝ તું મને રોકવાની ટ્રાય ના કર.”મેહુલે નીચે નજર ઝુકાવીને રાધિકાને કહ્યું.“Fine,તારે જવું જ છે ને ,તું જઈ શકે છે”રાધિકા તેના સ્વભાવ મુજબ ગુસ્સે થઈ ગઈ. “Bye, please forgot me and also forgive me.” ઈચ્છા ન હોવા છતાં દિલ પર પથ્થર રાખીને મેહુલે કહ્યું. “કેવી રીતે ભૂલી જાઉં પાગલ,આઇ લવ યુ”રાધિકાની આંખોમાંથી ઝાકળબિંદુ બિંદુ સરવા લાગ્યા. ...Read More

2

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-2

“આજે મેં ઋતુને હર્ટ કરી,ભોળાનાથ ઉધાર બાજુ લખી નાખજો, હું કાલે સરભર કરી દઈશ,ઋતુ…..”મેહુલ આગળ લખવા જતો હતો ત્યાં કાનમાં મોટી ચીખ સંભળાઈ અને કંઈક નીચે અથડાવવાનો અવાજ સંભળાયો.મેહુલ તરત ઉભો થયો અને જિજ્ઞાશાવૃત્તિથી બાલ્કનીમાં જોવા ગયો. બધા બાલ્કનીમાં દરવાજો ખોલીને જોવા આવ્યા અને થોડી જ વારમાં સોસાયટીમાં ભાગદોડ મચી ગયી.રુચિતના ફ્લેટ પરથી કોઈ છોકરીએ આત્મહત્યા કરી હતી.સામે જમીને અડીને કોઈની લાશ પડી હતી અને બાજુમાં લોહીનું ખાબોચિયું ભરાઈ આવ્યું હતું. “ઋતુતુતુ.”…મેહુલ ત્યાં જ સાધ કોઈ બેઠો.તેના મગજમાં ખાલી ચડી ગયી અને પૂરું શરીર કાંપવા લાગ્યું જાણે કોઈ ઇલેક્ટ્રિક શૉક જ ન લાગ્યો હોય ...Read More

3

સફરમાં મળેલ હમસફર:2ભાગ-3

ટોળામાંથી કોઈનું ધ્યાન મેહુલ પર પડ્યું તો બધા તેના તરફ દોડ્યા,પાંચ મિનિટમાં પુરી સોસાયટીનો માહોલ શોકમય થઈ ગયો હતો.બધી રડવાના અવાજને કારણે કોઈ શું બોલે તે પણ સાંભળી શકાતું ન હતું. નિલાબેન મેહુલનું માથું ખોળામાં લઈ મેહુલના ગાલ પર ટપલીઓ મારતા હતા.નિલબેનની આંખમાંથી એક આંસુ સર્યું અને મેહુલના ગાલ પર પડ્યું,ખરેખર માં તે માં જ કહેવાય,મેહુલે આંખો ખોલી.કોઈ પાણીની બોટલ લઈ આવ્યું અને મેહુલને આપ્યું. થોડીવાર પછી પોલીસની જીપ સોસાયટીમાં એન્ટર થઈ.બૉડી પડી હતી તેના ફરતે નો-એન્ટ્રીની પટ્ટીઓ લગાવી દેવામાં આવી.મેહુલ હિંમત કરીને તે પટ્ટીઓ સુધી પહોંચ્યો તો સામે ઋતુ હતી. ...Read More

4

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-4

“પહેલી મુલાકાતમાં હગ અને બીજી મુલાકાતમાં કમર,બોવ જ ફાસ્ટ છે તું.”રાધિકાએ ડાન્સ કરતા કહ્યું.મેહુલે રાધિકાને પોતાના તરફ ખેંચી,બંને સાવ હતા. “એવરેજ ચાર મુલાકાતમાં કોઈ પણ છોકરી પ્રેમમાં પડી જાય, તારા માટે ત્રણ મુલાકાત ઇનફ છે,તો એ હિસાબથી હા મને પણ લાગે છે હું ફાસ્ટ છું.”મેહુલે રાધિકાને ચીડવવા કહ્યું. “શું મતલબ ચાર મુલાકાત ,અમે ગર્લ્સ જેના પર ટ્રસ્ટ કરીએ તેની સાથે પહેલી મુલાકાતમાં જ ફ્રેંડલી રહીએ છીએ અને જો કોઈ ડાઉટ હોય તો સો મુલાકાતમાં પણ કોઈ અમારા હાર્ટમાં જગ્યા નહિ મેળવી શકતું.”રાધિકાએ તીખા અવાજમાં કહ્યું.તીખો અવાજ તો ન હતો પણ કદાચ કોઈ સાચું બોલે ત્યારે તેનો અવાજ સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી છલકાતો હોય છે. “તો મારા કિસ્સામાં શું એક મુલાકાતથી કે સો મુલાકાતમાં પણ નહિ ”મેહુલે રાધિકાની કમર કસતા કહ્યું. ...Read More

5

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-5

રાધિકા મેહુલ જોડે ભવિષ્યના શમણાં સેવવા લાગી હતી,દાદીમાએ જે રાજકુમારની વાર્તાઓ કહી હતી તે આ જ મેહુલ કોઈ ઘોડી તેને લેવા આવે છે અને સૌની વચ્ચે ઊંચકીને તેને બેસારી દૂર નીકળી જાય છે,તેવો આભાસ થાય છે.ઘરે પહોંચીને પણ તેને ચૅન નહિ પડતું,ક્યારે સવાર થાય અને કયારે મેહુલને જુએ એ જ વિચારોમાં રાધિકા બધા જ કામમાં ભૂલ કરે છે. રાધિકાના મમ્મી ફ્રિજમાંથી વસ્તુ મંગાવે છે તો રાધિકા ડ્રોવરમાંથી મસાલાઓ આપે છે. ટીવી શરૂ કરવા કહે તો એ.સી.શરૂ કરે છે અને ગૅસ બંધ કરવાનું કહે છે તો તે બટન વિરુદ્ધ દિશામાં ધીમું કરે છે. ...Read More

6

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-6

મેહુલની એકદમ નજીક આવીને એ કાતિલ સ્માઈલ સાથે નટખટ અદામાં પૂછ્યું, “શું જુએ છે પાગલ ” મેહુલ પણ દાવ આપે ન હતો,પેલી જોકરવાળી સ્માઈલ સાથે ડાયલોગ મારતા કહ્યું, “જી કરતા હૈ તુમ્હે ખા જાઉં.” “અરે અરે, અપને અરમાનો કો જરા કાબુ મેં રખો જનાબ,અભી તો સુભહ હુઈ હૈ,શામ કો તો ઢલને દો,અભી હી ખા જાઓગે ક્યાં”શાયરીના અંદાજમાં રાધિકાએ ડાયલોગ મારતા નેણ ઊંચા કર્યા. “જી મુજસે તો અબ ઔર ઇન્તેઝાર નહિ હોતા,ક્યાં કરે આપ હો હી ઇતની ખુબસુરત કી નજર હી નહિ હટતી.”મેહુલે ફ્લર્ટ કરતા કહ્યું. ...Read More

7

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-7

જેને તમે અનહદ પ્રેમ કરો છો તેવી વ્યક્તિ પાસેથી એવું સાંભળવા મળે કે ‘તે કોઈ બીજા વ્યક્તિને અનહદ પ્રેમ છે’ ત્યારે કેવી સ્થિતિ થાય તે કદાચ એવી જ વ્યક્તિને ખબર હોય જે આ પરિસ્થિતિમાંથી પસાર થયું હોય.પરંતુ મેહુલે તરછોડાયેલા વ્યક્તિઓની લાગણી અનુભવેલી હતી એટલે એક સ્થિતપ્રજ્ઞની માફક તે ઉભો રહ્યો. રાધિકા પણ મેહુલની સ્થિતિ સમજી ગયી હતી,તે મેહુલની નજદીક ગયી અને આંખો બંધ કરી મેહુલને ચુંબન કર્યું, “એવું ના સમજ હું છુપાવતી હતી બધું,બસ તને ગુમાવવા નો’હતી માંગતી”મેહુલના ખભા પર આંસુ સારી રાધિકા પશ્ચતાપ કરી રહી હતી. મેહુલે રાધિકાના બંને ગાલ પર હાથ રાખ્યા અને આંસુ લૂછતાં કહ્યું,“રાધિકા,મેં કહ્યું હતું ને મેં બધું જ સ્વીકારી લીધું છે,તું કારણ વિના ગભરાય છે” ...Read More

8

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-8

“રાધિકા કદાચ તું ભૂલી ગયી હશે પણ હું નહિ ભુલ્યો,મેં તને પ્રોમિસ આપ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં હું સાથે રહીશ,તું સાચી હોય કે ના હોય પણ હું તારી બાજુમાં રહીશ”મેહુલની આંખોમાં આંસુ આવી ગયા,સિગારેટની સાથે મેહુલ પણ અંદરથી સળગી રહ્યો હતો. “એકલા એકલા રડવાનું બકા ”પાછળ શ્રધ્ધા ઉભી હતી.મેહુલ તેને ભેટીને ડૂસકાં ભરવા લાગ્યો. “મેહુલ પ્લીઝ રડ નહિ,મને પણ રડવું આવે છે”શ્રધ્ધાની આંખો પણ ભીની થતી જતી હતી.મેહુલ કઈ બોલી શકતો ન’હતો.માત્ર રાધિકાને યાદ કરીને રડતો જતો હતો.જ્યારે કોઈ વ્યક્તિ અચાનક કોઈ કારણ વિના લાઈફમાંથી જાય છે ત્યારે તે પાછળ ઘણાબધા સવાલો પણ છોડીને જાય છે. ...Read More

9

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-9

જેતપુરની ટ્રેન આવતા હું બેસી ગઈ અને મેહુલ સાથે થયેલા ઝગડા વિશે વિચારતી હતી,બાહ્ય પ્રવૃત્તિઓથી દુર રહેવા મેં કાનમાં લગાવ્યા હતા અને તેનો ગીતો સાથે મારા ઇમોશન પણ બદલાય રહ્યા હતા.અચાનક મને એક જાણીતા અવાજનો અહેસાસ થયો.મારું હૃદય ધડકન ચુકી ગયું.મેં ઈયરફોન હટાવ્યા. “આપ આપની બૅગ નીચે લેશો તો હું અહીં બેસી શકું મિસ..”એ આવજમાં થોડી ખરાશ હતી. થોડા ઘેરો પણ શાંત અવાજ મને અંદર સુધી ખૂંચી ગયો. મેં ચહેરો ઊંચો કર્યો,તેના ચહેરા પર એક અદભુત સ્મિત હતું જે માર્મિક ક્ષણોમાં જ નિહાળવા મળે છે. ‘રાધિકા,આ બેગ હટાવીશ તો હું બેસી શકું’ એ જ વાક્ય મને ફરી સાંભળવા મળ્યું,હું તંદ્રામાંથી બહાર આવી.જેવી તેણે મારી સાથે આંખો મિલાવી અને નજર હટાવવાનો ઇન્કાર કર્યો કે હું મારા હાથની ધ્રુજારી અનુભવી શકતી હતી. ...Read More

10

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-10

“હેય,હેય બકુ...આવું તો થતું જ રહે.તેનાથી એવું કંઈ થોડું માની લેવાય કે જિંદગી નીરસ થઈ ગઈ છે. જીવવા માટે સારા કારણો હોય છે”મેહુલે રાધિકાને ચૂપ કરાવતા કહ્યું. “ચાલ હું તને મારી લવ લાઈફ કહું,બોવ જ હસવું આવશે હા”મેહુલની આંખોમાં આંસુ હતા પણ ચહેરા પર એક મોટી સ્માઈલ છપાઈ આવી. “હા બોલ”રાધિકા સહમતી દર્શવતા એક સ્માઈલ આપી. “મેં આઠ છોકરીને એક તરફી પ્રેમ કર્યો અને બધી એ મને રિજેક્ટ કર્યો…હાહાહા”મેહુલ ખડખડાટ હસવા લાગ્યો. “શું વાત કરે છે!!!,મતલબ તારા હાથમાં લવ લાઈન છે જ નહીં”રાધિકા પણ હસવા લાગી. ...Read More

11

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-11

“શ્રધ્ધા મારી ગર્લફ્રેન્ડ બનીશ ”મેહુલે કૉલ કરી શ્રધ્ધાને શૉક આપ્યો. “તું લગ્ન કરીશ મારી સાથે ”શ્રધ્ધાએ મજાકમાં ડાયલોગ માર્યો. “કાલે મળવા તો જવાબ આપું” “તું કિસ કરી લઈશ તો ”શ્રધ્ધા પણ મેહુલની ખેંચવાના મૂડમાં હતી. “નક્કી ના કહેવાય,તારી હાઈટ મળતી આવે છે અને તું ક્યૂટ પણ એટલી છે કે એક જ વારમાં સેન્ચુરી લાગી જાય”મેહુલ હસતા હસતા કહ્યું. “હલકટ સાલો,એક ગર્લફ્રેન્ડ છે તો પણ ખુલ્લેઆમ ફ્લર્ટ કરે છે, શરમ નથી આવતી ” “તું તો મારી ફ્યુચર વાઈફ છો, હવે તારી સામે શરમાઉં તો સુહાગરાતના દિવસે….”મેહુલ આગળ કઈ બોલે તે પહેલાં શ્રધ્ધાએ વાત કાપી નાખી, “ઓય ચુપપપપ શરમા થોડો તો શરમા… ...Read More

12

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-12

વિશ્વા તું પણ મેહુલની વાતોમાં આવી ગઈ ,તારે તો મેહુલને બરબાદ કરવો હતો ને ” “બરબાદ અને મેહુલને ,જો મને હોત કે એ આ મેહુલ છે તો હું હસતા મોંએ પોતાની ભૂલ સ્વીકારી લેત”વિશ્વાએ કહ્યું. “કેમ તું બદલાય ગયી ” “બદલાય નથી,જ્યારે વિશાલ સાથે ઝગડો થયો હતો અને હું સ્યુસાઇડ કરવા જતી હતી ત્યારે મેહુલે મને લડવાની સલાહ આપી હતી, પણ મને શું ખબર હતી કે મને બચાવવા તે જાણી જોઈને પોતાના પગ પર કુલ્હાડી મારવા જતો હતો”અફસોસ કરતા વિશ્વા બોલી. ...Read More

13

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-13

“અંકલ રાધિકા મારી જવાબદારી છે,તેને કઈ નહિ થાય તેની જવાબદારી હું લઉં છું”મેહુલે દ્રઢતાથી કહ્યું.રૂમમાં થોડીવાર શાંતિ છવાઈ ગયી.રાધિકા ડોકિયું કરીને બધું જોઈ રહી હતી. આખરે જીજ્ઞેશભાઈએ મૌન તોડતા કહ્યું, “હરેશ હું જે વિચારું છું એ જ તું વિચારે છે ” “હં ..હા એવું જ કંઈક પણ એ વાત આપણે પછી કરીએ તો સારું રહેશે”હરેશભાઇએ પરિસ્થિતિનો અંદેશો લગાવી દીધો. “રાધિકા તું તૈયાર થઈ જા,મેહુલ રાહ જુએ છે”હરેશભાઇએ રાધિકા તરફ જોઈ કહ્યું. ...Read More

14

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-14 (અંતિમ)

“અંકલ(રાધિકાના પાપા) હું કઇ મારા વખાણ કરવા અહીં વાત નથી કરતો,મારી પાસે કઇ જ નો’હતું ત્યારે રાધિકા હતી અને બધું જ છે ત્યારે પણ મારે રાધિકા જ જોઈએ,રાધિકા આઈ લવ યુ,મારી સાથે લગ્ન કરીશ ”મેહુલ ઘૂંટણ પર બેઠયો અને એક રિંગનું બોક્સ આગળ ધર્યું. “હા પાડી દે રાધિકા,રાધિકા હા પાડી દે”બધા એક સાથે બોલી ઉઠ્યા. ...Read More