અર્ધ અસત્ય.

(16.5k)
  • 611.4k
  • 811
  • 421.7k

અભયના જિવનમા ઝંઝાવાત ફૂંકાયો હતો. ત્રણ વર્ષની પોલીસ ઓફિસરની તેની જ્વલંત કારકિર્દી અચાનક અસ્તાચળ તરફ સરકવા લાગી હતી. તેની સામે ખાતાકીય તપાસપંચ નિમાયુ હતુ. એ તપાસપંચનો રિપોર્ટ આવે ત્યાં સુધી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તેના જ ખાતાના અધિકારીઓ તેને ફસાવી રહ્યા હતા. તે જાણતો હતો કે હકીકત શું છે, શું કામ તેને બલીનો બકરો બનાવામા આવી રહ્યો છે. પરંતુ સત્ય જાણવા છતા તે કંઇ કરી શકે તેમ નહોતો. અસત્યનો એટલો બધો શોર-બકોર ચારેકોર પ્રસરેલો હતો કે તેમા તેનુ સત્ય દબાઇ ગયુ હતુ. સખત ગ્લાનિ અને અપરાધભાવથી અભય પોતે જ મુંઝાઇ ગયો હતો. આવા સમયે શું કરવુ જોઇએ એ સુધબુધ તે વિસરી ચૂક્યો હતો.

Full Novel

1

અર્ધ અસત્ય. - 1

અભયના જિવનમા ઝંઝાવાત ફૂંકાયો હતો. ત્રણ વર્ષની પોલીસ ઓફિસરની તેની જ્વલંત કારકિર્દી અચાનક અસ્તાચળ તરફ સરકવા લાગી હતી. તેની ખાતાકીય તપાસપંચ નિમાયુ હતુ. એ તપાસપંચનો રિપોર્ટ આવે ત્યાં સુધી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તેના જ ખાતાના અધિકારીઓ તેને ફસાવી રહ્યા હતા. તે જાણતો હતો કે હકીકત શું છે, શું કામ તેને બલીનો બકરો બનાવામા આવી રહ્યો છે. પરંતુ સત્ય જાણવા છતા તે કંઇ કરી શકે તેમ નહોતો. અસત્યનો એટલો બધો શોર-બકોર ચારેકોર પ્રસરેલો હતો કે તેમા તેનુ સત્ય દબાઇ ગયુ હતુ. સખત ગ્લાનિ અને અપરાધભાવથી અભય પોતે જ મુંઝાઇ ગયો હતો. આવા સમયે શું કરવુ જોઇએ એ સુધબુધ તે વિસરી ચૂક્યો હતો. ...Read More

2

અર્ધ અસત્ય. - 2

સુરત-વડોદરા નેશનલ હાઈવે ઉપર ભરૂચ પહોંચો એ પહેલા અંકલેશ્વર વટતા પૂર્વ દિશામાં એક પાકો રસ્તો ફંટાય છે. એ રસ્તે વીસેક કિલોમિટર અંદર રાજગઢ સ્ટેટનું પાટિયું આવે, અને ત્યાંથી ડાબા હાથ બાજુ વળો એટલે રાજગઢની હદ શરૂ થાય. રાજગઢ મુળ તો ભારતની આઝાદી પહેલાનું રજવાડું. આઝાદી પછી અખંડ ભારતમાં વિલીનીકરણ પામેલું રાજગઢ આજે ય તેની આન, બાન અને શાન સાથે ધબકી રહ્યું હતુ. તેનું કારણ રાજગઢના રાજવીઓ હતા. વિલીનીકરણ બાદ ભારતના મોટાભાગના રાજવીઓએ જ્યારે વિદેશગમન કરવાનું અને ત્યાંજ સેટલ થવાનુ પસંદ કર્યુ હતુ ત્યારે રાજગઢ જેવા અમુક રાજ-પરીવારોએ ભારતમાં જ રહેવાનુ સ્વીકાર્યુ હતુ. ...Read More

3

અર્ધ અસત્ય. - 3

રમણ જોષીને ક્યાંય ચેન પડતું નહોતુ. જ્યારથી તેણે પેલા એક્સિડન્ટનુ રિપોર્ટીંગ કર્યુ હતુ ત્યારથી તેના મનમાં એક અજાણ્યો અજંપો હતો. તેમાં પણ જે રીતે સબ-ઇન્સ્પેકટર અભય ભારદ્વાજનું નામ એ કિસ્સામાં ઉમેરાયુ હતુ અને તેને દોષી માનીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો એ પછી તો તે વિચારોના ચગડોળે ચડી ગયો હતો. રમણ જોષી પોતે એક સિનિયર પત્રકાર હતો. અત્યાર સુધીમાં આવા ઘણા કિસ્સા તેની કારકિર્દીમાં સામે આવ્યાં હતા એટલે એક અનુભવી પત્રકાર તરીકે તેને તરત સમજાયું હતુ કે અભયને આમાં ખોટો ફસાવાયો છે. ...Read More

4

અર્ધ અસત્ય. - 4

અનંતસિંહ અધીરાઈભેર રાજપીપળા આવ્યા હતા. તેમને ખાતરી હતી કે પોલીસ સ્ટેશનમાં તેમના દાદા પૃથ્વીસિંહ વિશે જરૂર કંઇક જાણવા મળશે. એવો “ક્લ્યૂ” ચોક્કસ મળશે જે તેમને દાદાજી સુધી પહોંચાડી શકશે અથવા તો તેમના ગુમ થવાનું સાચુ કારણ જણાવી શકશે. પરંતુ અહીં ઈન્સ્પેકટર પ્રતાપ બારૈયાને મળ્યા ત્યારે કંઈક અલગ જ જાણવા મળ્યું હતું. બારૈયાના કથન પ્રમાણે પૃથ્વીસિંહજીના ગાયબ થયા પછી તેમને શોધવાની ભરપુર કોશિશ કરવામાં આવી જ હતી. રાજગઢ જેવા રાજ-પરિવારની મોભી વ્યક્તિ આવી રીતે અચાનક ક્યાંક ગુમ થઈ જાય ત્યારે ખળભળાટ મચે એ તો સ્વાભાવિક જ હતું. ...Read More

5

અર્ધ અસત્ય. - 5

અપાર વિસ્મયથી અનંતસિંહ તેની સામે બેહોશ પડેલા અભયને જોઈ રહ્યાં. તેમને હજુંપણ વિશ્વાસ નહોતો થતો કે એ અભય જ ઘણા લાંબા સમયના અંતરાલ બાદ એકાએક કોઈ તમને અચાનક મળી જાય તો આશ્વર્ય ઉદભવવું સ્વાભાવિક હતું, જ્યારે આ તો તેનો નાનપણનો જીગરી યાર હતો. વળી સંગોજો પણ કેવા વિચિત્ર સર્જાયા હતાં! એક ભયાનક અકસ્માતમાં તે બન્નેની મુલાકાત થઇ રહી હતી એનો ધ્રાસ્કો પણ અનંતસિંહને હતો. ...Read More

6

અર્ધ અસત્ય. - 6

આ પ્રકારનો આ પહેલો અકસ્માત નહોતો. શહેરમાં પહેલા પણ ઘણાં અકસ્માતો સર્જાયા હતા અને એ અકસ્માતો પોલીસ ચોપડે નોંધાયા હતા. પરંતુ આ કિસ્સામાં નવીન હતું તો માત્ર એટલું જ કે આ વખતે એક પોલીસ ઓફિસરનું નામ આમાં સંડોવાયું હતું. ભાગ્યે જ ક્યારેક આવું બનતું હોય છે અને બંસરીને ક્યારની આ વાત જ ખટકતી હતી! આટલા વર્ષોમાં ક્યારેય નહી ને આજે પહેલીવાર કેમ આટલો બધો ઉહાપોહ મચ્યો છે? તેણે પોતાનું મગજ કસવાનું શરૂ કર્યું. ...Read More

7

અર્ધ અસત્ય. - 7

હવેલીએથી એક નોકર કાર લઇને આવ્યો હતો અને તેણે અભયને તેના ઘરે ઉતાર્યો. તેનું બુલેટ યોગ્ય મરમ્મત વગર શરૂ નહોતું એટલે તેને ગેરેજમાં મોકલવાની વ્યવસ્થા પણ અનંતસિંહે કરાવી આપી હતી. વરસાદ હજું પણ અવિરતપણે એકધારો વરસતો હતો છતાં જોર થોડું ઘટયું જરૂર હતું. ...Read More

8

અર્ધ અસત્ય. - 9

એ બુઢ્ઢા આદમીએ આંખો ઉપર હાથનું નેજવું કરીને આકાશ તરફ જોયું. હજું બે ગાઉ જેટલું અંતર કાપવાનું બાકી હતું વરસાદ રોકાવાનું નામ લેતો નહોતો. જો આ જ રીતે વરસાદ ખાબકતો રહ્યો તો નદીમાં પુર આવવાની પુરેપુરી સંભાવના હતી અને એવુ થાય તો તેણે અહીંથી જ પાછા ફરી જવુ પડે કારણ કે ગાંડીતૂર બનેલી નદીને પાર કરવાનું સાહસ તેનામાં નહોતું. માથે ઓઢેલા શણનાં કોથળાને તેણે સંકોર્યો અને સાથે ચાલતાં પંદરેક વર્ષના પૌત્રનો હાથ મજબુતાઈથી પકડીને ચાલવાની ઝડપ થોડી વધારી. ...Read More

9

અર્ધ અસત્ય. - 8

બંસરીની ધડકનો તેજીથી ચાલતી હતી. તેણે પાસો ફેંકયો હતો અને હવે પરીણામ શું આવે એની રાહ જોવાની હતી. પેલા ખ્યાલ નહોતો કે બંસરીએ બહું ચાલાકીથી શબ્દો વાપર્યા હતા. એ તો તેની ધૂનમાં જ હતો અને સામે દેખાતી ટોળા રૂપી આફતથી પીછો કેવી રીતે છોડાવવો એની ફિરાકમાં એકધારું બોલ્યે જતો હતો. ઉપરથી સાહેબે બધાને ભગાડવાનો ઓર્ડર આપ્યો હતો અને આ લોકો ખસતા નહોતા એટલે તેનું મગજ તપેલું જ હતું. ...Read More

10

અર્ધ અસત્ય. - 10

“એ માટે તો કેસની વિગત શું છે એ જાણવું પડે કારણ કે દરેક વીમા કંપનીની પોતાની અલગ પોલિસી હોય ઉપરાંત અકસ્માત ક્યા કારણોસર સર્જાયો હતો, અકસ્માત સમયે ડ્રાઇવર પાસે લાયસન્સ હતું કે નહીં, અકસ્માતથી સામે વાળી પાર્ટીને કેટલુ નુંકશાન થયું છે, આવી ઘણી બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હોય છે અને એ તપાસનાં આધારે વીમો પાસ થાય છે.“ બંસરી પોતાના મનમાં આવે એ બોલ્યે જતી હતી કારણ કે તેને સમજાઇ ચૂકયું હતું કે રઘુભાને આવી બાબતો વિશે વધુ કોઇ જ્ઞાન નથી. “મને એક વાત જણાવો રઘુભા, શું તમારી સાથે આવુ કંઇ બન્યું છે, ...Read More

11

અર્ધ અસત્ય. - 11

ઘરેથી નીકળતા પહેલાં અભયે અનંતને ફોન કર્યો હતો. અનંત એ સમયે વિષ્ણુસિંહની હવેલીએ હતો. તેણે અભયને ત્યાં જ આવવા અભયનું બુલેટ રિપેર થઇને સાંજે મળવાનું હતું એટલે માથે છત્રી ઓઢીને ચાલતો જ તે વિષ્ણુસિંહજી બાપુની હવેલી તરફ જવા નીકળી પડયો. રાજગઢ કોઇક જમાનામાં અતી સમૃધ્ધ અને વસ્તિથી ધમધમતું નગર હતું. એક સમયે જેવો રાજપીપળા સ્ટેટનો દબદબો હતો એવો જ દબદબો રાજગઢનો પણ હતો. પરંતુ સમયની સાથે ઘણું બદલાયું હતું અને લોકોએ નગર છોડીને બહેતર જીવનની તલાશમાં શહેર તરફ ઉછાળા ભર્યાં હતા. હવે રાજગઢમાં લોકો રહેતાં તો હતા છતાં પહેલા જેવો માહોલ શેરીઓમાં જામતો નહી. એક રીતે સમૃધ્ધ ગણાતું રાજગઢ નગર ધીરે-ધીરે વૃધ્ધ થતું જતું હતું. ...Read More

12

અર્ધ અસત્ય. - 12

અનંતસિંહનો પ્રસ્તાવ અભયે સ્વીકાર્યો હતો અને પૃથ્વીસિંહના ભુતકાળ વિશે જાણવાની ઉત્કંષ્ઠા દર્શાવી હતી. “આપણે એક કામ કરીએ, મારી હવેલીએ જઈએ ત્યાં બેઠક જમાવીએ. અહીં મોટાબાપુ ક્યારે નીચે આવે એ નક્કી નહી. વળી એમને હમણાં આ વાતથી અવગત નથી કરવાં. પહેલા તું તારી રીતે તપાસ આરંભ કર પછી એમને જાણ થાય તો બહેતર રહેશે. તારું શું માનવું છે?” “એ બરાબર રહેશે. શરૂઆતમાં જેટલા ઓછા લોકોને ખબર પડે એટલું સારું. ભવિષ્યમાં આ મામલામાં જો કોઇ “મીસફાયર” થાય તો કવર કરવામાં આસાની રહે.” અભયને અનંતનો સુઝાવ યોગ્ય લાગ્યો. ...Read More

13

અર્ધ અસત્ય. - 13

“મારાં ત્રણેય મોટા બાપુમાંથી કોઇને પણ સંતાન સુખ મળ્યું નહોતું.” એવું બોલતી વખતે અનંતસિંહના અવાજમાં એક ન સમજાય એવી એક ગમગિનિ ભળેલી હતી. અભય એ સાંભળીને સ્તબ્ધ બની ગયો. રાજ પરિવારમાં સંતાનોના જન્મની બાબત ઘણી વિચિત્ર હતી એમાં કોઇ શક નહોતો. તે વિચારમાં પડયો કે આ વાતનું અનુસંધાન પૃથ્વીસિંહનાં ગાયબ થવાની ઘટના સાથે જોડી શકાય કે નહી? ઉપરાંત તેને અનંતની ફોઇ વૈદેહીસિંહના આજીવન કુંવારા રહેવા વિશેનું રહસ્ય પણ જાણવાની ઇચ્છા ઉદભવી હતી. આ બે બાબત તેને સૌથી વધુ ખટકી હતી અને તેણે એ વિશે તપાસ કરવાનું મન બનાવી લીધું હતું. ...Read More

14

અર્ધ અસત્ય. - 14

અનંતસિંહે અભયને ભારે દુવિધામાં મૂક્યો હતો. “તને ખબર છે પણ યાદ નથી.” એવું કહીને તેમણે અભયને વિચારતો કરી મૂકયો કે તેણે પૃથ્વીસિંહજીની હવેલી ક્યાં જોઇ હતી? નાનપણથી મોટાં થયા ત્યાં સુધી તેણે આ પાંચ હવેલીઓ જ જોઇ હતી. એ સીવાય કોઇ છઠ્ઠી હવેલી હોઇ શકે એવો તો ખ્યાલ પણ ક્યારેય ઉદભવ્યો નહોતો. છઠ્ઠી હવેલી વાળી વાત કહીને અનંતસિંહે તેને મુંઝવી દીધો હતો. વળી એ હવેલીમાં ખુદ પૃથ્વીસિંહ રહેતા હતા એ વાત કેમે ય કરીને તેના ગળા નીચે ઉતરતી નહોતી. જો પૃથ્વીસિંહ ખરેખર કોઇ અન્ય હવેલીમાં રહેતા હોય તો આ સમયે પણ એ હવેલી જીવંત હોવી જોઇએ કારણ કે રાજ પરિવારની બાગડોર જેમના હાથમાં હતી એ સદસ્યની ધરોહરને કોઇ નોંધારી તો કેમ મૂકી શકે? અભયે પોતાનું મગજ કસ્યું છતાં તેને કંઇ જ યાદ આવતું નહોતું. ...Read More

15

અર્ધ અસત્ય. - 15

અભયને આશ્વર્ય થયું હતું કે અનંતે કેમ મયુરસિંહજી અને દિલિપસિંહજી વિશે કંઇ જણાવ્યું નહોતું? કદાચ એ એટલું અગત્યનું નહી છતાં જાણવું જરૂરી હતું એટલે અનંતને તેણે એ બાબતે સવાલો કર્યાં હતા. તેને એક અલગ વિચાર પણ ઉદભવતો હતો કે આખરે ઠાકોર પરિવારની કહાની જાણીને તેને શું ફાયદો થશે? શું એનાથી તે એવું તો સાબિત કરવાં નહોતો માંગતો ને કે પરિવારનાં જ કોઇ સભ્યે પૃથ્વીસિંહજીને ગાયબ કર્યાં છે? અભયને ખુદ પોતાનાં જ વિચાર ઉપર હસવું આવ્યું. એ શક્યતા સાવ ધૂંધળી જણાતી હતી. આવી વાતોમાં સમય બગાડવાં કરતા જે સમયે પૃથ્વીસિંહજી ગાયબ થયા હતા ત્યારનો જો પોલીસ ઈન્વેસ્ટિગેશન રેકોર્ડ ખંગાળવામાં આવે તો કેસમાં આગળ વધવાની શક્યતાઓ ઉજળી દેખાતી હતી. ...Read More

16

અર્ધ અસત્ય. - 16

નાનકડી અમથી પહાડીની ટોચે એક ઝાડ નીચે ઉભેલા છોકરાની આંખોમાં આશ્વર્યનો મહા-સાગર હિલોળાતો હતો. તેના દાદા એમ કહીને સાથે આવ્યાં હતા કે આપણે સાત દેવીઓનાં દર્શને જઈએ છીએ. કબિલામાંથી નીકળ્યાં ત્યારથી તે સાત દેવીઓ કેવી હશે એની કલ્પના કરતો આવ્યો હતો. તેના મનમાં અપાર જિજ્ઞાસા ઉમડતી હતી એટલે જ ઝડપથી દોડીને તે આ પહાડીએ ચડયો હતો અને અધીરાઈભેર તેણે આગળ નજર નાંખી હતી. પરંતુ સામે દેખાતું દ્રશ્ય તેની કલ્પનાં બહારનું હતું. ...Read More

17

અર્ધ અસત્ય. - 17

અનંતસિંહની હવેલીએથી આવ્યાં બાદ અભયને ચેન પડતું નહોતું. હજ્જારો સવાલો એકસાથે ઉદભવતા હતા અને એ સવાલોનાં ગૂંચળામાં તે ખુદ પડયો હતો. એક તરફ પોલીસ ઓફિસર તરીકેની પોતાની કારકિર્દી ઓલરેડી જોખમમાં હતી અને બીજી તરફ તેણે આ સળગતાં રહસ્યનું ડૂંભાણું હાથમાં પકડી લીધું હતું. મગજમાં વિચારોનું ધમાસાણ મચ્યું હતું કે આખરે તે કઈ બાબતને પ્રાધાન્ય આપે? પોતાની નોકરીને કે પછી પૃથ્વીસિંહના કેસને? અનંતને તે નાં કહી શકે તેમ નહોતો કારણ કે એ તેનો લંગોટિયો યાર હતો. ઉપરાંત તેનાથી પણ મહત્વનું કારણ એ હતું કે હવે તેને ખુદને આ કેસમાં દિલચસ્પી ઉદભવી હતી. ...Read More

18

અર્ધ અસત્ય. - 18

“રઘુભાએ કાળીયા સાથે શું કર્યું હતું?” બંસરીએ પૂછયું ત્યારે તેનું હદય જોર-જોરથી ધડકતું હતું. કંઇક ભયાનક અમંગળની આશંકાથી તે થથરતી હતી. તેના હાથ તે જે ખરબચડી પાટ ઉપર બેઠી હતી એની સાથે મજબુતીથી ભીંસાયા હતા. અંધારામાં આંખો ફાડી-ફાડીને તે સુરાનો ચહેરો જોવાની કોશિશ કરતી હતી જાણે તેના હાવભાવ પરથી જ તે બધું સમજી લેવા માંગતી ન હોય! ...Read More

19

અર્ધ અસત્ય. - 19

“દેવા, એક પંખીએ જૂની હવેલી ભણી ઉડાન ભરી છે. એ ત્યાંથી પાછું ન આવવું જોઈએ.” દેવા નામનાં શખ્શને એક આવ્યો તેમાં કહેવાયું હતું. દેવો પહાડી કદ-કાઠીનો આદમી હતો. છ, સવા-છ ફૂટ ઉંચો અને વજન લગભગ એકસો વીસ કિલોની આસપાસ હશે. તેના બાવડામાં રાક્ષસી તાકત જણાતી હતી. કોઇને એક તે પોતાના હાથ વચ્ચે વખત ભિંસી લે પછી એ વ્યક્તિનું જ્યાં સુધી મોત ન થાય ત્યાં સુધી તેને છૂટકારો ન મળે. ...Read More

20

અર્ધ અસત્ય. - 20

હવેલીનો દરવાજો ભયાનક કિચૂડાંટના અવાજ સાથે ખૂલ્યો અને વર્ષોથી જામેલી ધૂળનો એક ભભકો હવામાં ફેલાયો. એ સાથે જ વર્ષોથી રહેલી અંદરની કોહવાટ ભરેલી વાસ અભયનાં નાકમાં ઘૂસી. અનાયાસે જ તેનો હાથ પોતાના નાક તરફ વળ્યો હતો અને ધૂળ તથા દુર્ગંધને હટાવવા તેણે હાથને હવામાં વિંઝયો હતો. થોડો સમય ત્યાં દરવાજામાં જ તે ઉભો રહ્યો અને બહારથી જ અંદરનો જાયજો લીધો. હવેલીનો દિવાનખંડ વિશાળ જણાતો હતો. કોઇ રાજા-મહારાજાનાં દરબારમાં હોય એવો. દરવાજાની અંદર પેસતાં જ લાંબી પરસાળ હતી જે દિવાનખંડને સમાંતરે ગોળ ફરતી બનેલી હતી. ...Read More

21

અર્ધ અસત્ય. - 21

દેવાએ અભયને કૂવાની પાળે ઝળૂંબતો જોયો હતો. તેની ઉપર હુમલો કરવાનો આ જ સોનેરી મોકો હતો. હાથમાં પકડેલા વજનદાર ઉપર તેના આંગળા મજબુતીથી ભિંસાયા. અધૂકડા નીચા નમીને કૂવાની પાળી પાછળ સંતાતો તે અભય તરફ આગળ વધ્યો. સાવધાનીથી તે અભયની સાવ નજીક પહોંચ્યો અને બન્ને હાથે ભારેખમ લઠ્ઠ ઉઠાવી અત્યંત તાકતથી તેની ઉપર ઝિંકી દીધો. એ હુમલો સાવ અણ-ચિંતવ્યો હતો. અભય સહેજપણ ગફલતમાં રહ્યો હોત કે હજું પણ કૂવામાં ઝાંકતો હોત તો દેવા નાં ભારેખમ લઠ્ઠનો ઘા સિધો જ તેના માથા ઉપર ઝિંકાયો હોત અને તેની ખોપરી ત્યાં જ ફાટી ગઇ હોત. પરંતુ અભયે પોતાની બાજુમાં થતી હલચલ નોંધી હતી અને તેણે દેવા નો વાર પોતાના બેટ ઉપર ઝિલી લીધો હતો. ...Read More

22

અર્ધ અસત્ય. - 22

દેવો લગભગ બેહોશ થવાની અણી ઉપર હતો. તેની હાલત ટ્રક હેઠળ ચદગાયેલાં કોઇ પશુ જેવી બદતર થઇ હતી. અભયે બેરહમીથી માર્યો હતો જેની નવાઇ ખુદ અભયને પણ લાગતી હતી. તેણે આટલો તો પોતાની કસ્ટડીમાં આવેલાં કોઇ ગુનેગારને પણ ધોયો નહી હોય. કૂવાનાં થાળાની ખરબચડી જમીન ઉપર અધમૂઇ હાલતમાં કણસતા દેવાને જોઇને અભયને એક વખત તો દયા આવી ગઇ. આમપણ તેની સચ્ચાઇ જાણવા તેનું જીવિત રહેવું જરૂરી હતું. ...Read More

23

અર્ધ અસત્ય. - 23

ત્રણ માળનું પોલીસ હેડ-ક્વાટર હાલમાં જ નવું બન્યું હોય એવું લાગતું થતું હતું. એકદમ વ્યવસ્થિત અને સુઘડ દેખાતાં પોલીસ બિલ્ડિંગ નવા રંગો-રોગાનથી સુશોભિત હતું. અભય પગથિયા ચઢીને અંદર દાખલ થયો અ કિરણ પટેલના નામની પૃચ્છા કરી. આ નામ તેને અનંતસિંહે જણાવ્યું હતું. અનંતસિંહ તેના દાદાની ભાળ મેળવવા અર્થે રાજપીપળા ગયો હતો ત્યારે ત્યાંના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પ્રતાપ બારૈયાએ કિરણ પટેલનો હવાલો આપ્યો હતો કે ભરૂચ જાવ તો કિરણને મળજો, એ તમને બધી રીતે હેલ્પ કરશે. ...Read More

24

અર્ધ અસત્ય. - 24

ભયાનક કિચૂડાટનાં અવાજ સાથે ભારેખમ તોતિંગ દરવાજો ખૂલ્યો અને ધૂળનો એક ભભકો બહાર ફેલાયો. બંસરીએ સાવધાનીથી અંદર નજર નાંખી. ખરેખર બહું મોટો હતો અને ખાલી જણાતો હતો. તેની ઉપર લગાવેલાં પતરામાંથી આછી પાતળી રોશની અંદર રેળાતી હતી જેનાથી અંદરનું દ્રશ્ય ઉજાગર થતું હતું. એ સીવાય ક્યાંય કશી હલચલ દેખાતી નહોતી. ફોનમાં સુરાએ તેને અંદર આવવા જણાવ્યું હતું એટલે તે અંદર પ્રવેશી. કોઇ બંધ પડેલી ફેકટરીની ખાલી જગ્યા હોય એવું લાગતું હતું કારણ કે થોડીક મશીનરી એક ખૂણામાં પડેલી દેખાતી હતી. ...Read More

25

અર્ધ અસત્ય. - 25

કિરણ પટેલ પહોંચેલી માયા હતો. મોટા સાહેબની પરમિશન તે ચપટી વગાડતામાં લઈ આવ્યો હતો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોટેભાગે એક પ્રકારની અનૂસર્યા વગર આવી રીતે કોઈ પોલીસ રેકોર્ડ જોઈ શકે નહી પરંતુ અભયે બારૈયા સાહેબનો હવાલો આપ્યો હતો એટલે કિરણ પટેલે તેનું કામ અસાન કરી આપ્યું હતું. તે અભયને જૂના પોલીસ સ્ટેશનનાં રેકોર્ડરૂમમાં લઈ આવ્યો. રાજપીપળાથી જે પોટલાઓ ભરીને રેકોર્ડસ્ આવ્યાં હતા તેને એક અલાયદી રૂમમાં રાખવામાં આવ્યાં હતા. કિરણે રૂમનો દરવાજો ખોલ્યો અને તેઓ અંદર દાખલ થયા. રૂમની અંદર લાઇનબંધ લોખંડના ઘોડાઓ હતા અને એ ઘોડાઓમાં ઢગલાબંધ પોટલાઓ ઠૂસી-ઠૂસીને ભર્યા હતા. ...Read More

26

અર્ધ અસત્ય. - 26

રમણ જોષી કાગડોળે કમલ દિક્ષિતનાં કોલની રાહ જોઈ રહ્યો હતો. તેણે તેને બંસરીનું કરંટ લોકેશન જાણવાની કામગીરી સોંપી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આ માહિતી આસાનીથી મેળવી શકે તેમ હતો. જો કે તેમાં થોડો સમય લાગવાનો હતો એ તે જાણતો હતો છતાં તેના ઉચાટમાં સતત વધારો થઇ રહ્યો હતો. અડધી રાત વિતિ ચૂકી હતી અને હજું સુધી બંસરીની કોઈ ખબર મળી નહોતી એટલે ચિંતા થવી સ્વાભાવિક હતી. બંસરી ઈન્સ્પેકટર અભય વાળા કેસ ઉપર કામ કરતી હતી. ...Read More

27

અર્ધ અસત્ય. - 27

રાજસંગે પિસ્તોલ હાથમાં લીધી. તેના એક હાથમાં પિસ્તોલ હતી અને બીજા હાથે ટોર્ચ પકડી હતી. ઘોર અંધકારને ચિરતો ટોર્ચનો ગોળ કૂંડાળામાં પથરાઈને સામેની દિશા ઉજાગર કરતો હતો. સાવધાનીથી ધીમા પગલે તે સ્કૂટર તરફ આગળ વધ્યો. આવી અવાવારૂં જગ્યાએ સ્કૂટર પડેલું જોઇને તેનું માથું ઠનક્યું હતું. જે યુવતીની તેને તલાશ હતી એ યુવતીનું જ આ સ્કૂટર હોવું જોઇએ એ તેને સમજાઇ ચૂકયું હતું. મતલબ કે તે પોતાની મંઝિલથી ઘણો નજીક હતો. ...Read More

28

અર્ધ અસત્ય. - 28

રાજસંગે વિચાર્યું પણ ન હતું એટલી જબરજસ્ત સફળતા તેને સાંપડી હતી એટલે તે ઉત્સાહમાં હતો. બંસરીને લઇને નિકળ્યો ત્યારે ભરૂચ હેડ-ક્વાટરે ફોન કરીને પોલીસ કૂમકને અહીં મોકલી આપવા જણાવ્યું હતું જેથી આ સમગ્ર ઇલાકાની સધન તપાસ થઇ શકે. તે ખુદ ત્યાં રોકાવા માંગતો હતો પરંતુ બંસરીને સહી સલામત પહોંચાડવી જરૂરી હતી એટલે તે જીપ લઇને ભરૂચ જવા નિકળી ચૂકયો હતો. ...Read More

29

અર્ધ અસત્ય. - 29

“અભય” બંસરીના ગળામાંથી શબ્દો સર્યા હતા અને તે ધસમસતી વહેતી કોઇ નદીની જેમ દોડી હતી. અભય કંઇ સમજે એ તો બંસરી પોતાના બન્ને હાથ ફેલાવીને તેને વળગી પડી હતી. અભય માટે આ સાવ અન-અપેક્ષિત હતું. તે આ યુવતીને ઓળખતો નહોતો કે ક્યાંય મળ્યો હોય એવું પણ યાદ આવતું નહોતું. તે આશ્ચર્યના મહા-સાગરમાં ગોથા ખાવા લાગ્યો. એક અજાણી યુવતી અચાનક આવીને ભેટી પડે તો કોઇ પણ માણસ હેબતાઇ જાય. અભય પણ હેબતાઇ ગયો હતો. ...Read More

30

અર્ધ અસત્ય. - 30

સિગારેટ સળગતી સળગતી છેક ફિલ્ટર સુધી નાં પહોંચી ત્યાં સુધી તે કશ ફૂંકતો રહ્યો હતો. કમલ દિક્ષિતને અહી જોઇને જાણે કેમ પણ તે અપસેટ થઇ ગયો હતો. તેનું અહી હોવું સહેજે રુચ્યું નહોતું. તે એનો ઉપરી અધિકારી હતો અને તેણે કમલ દિક્ષિતના હાથ નીચે ઘણું કામ કર્યું હતું પરંતુ આજ સુધી એ વ્યક્તિ અફસર તરીકે તો ઠીક પણ માણસ તરીકે પણ તેને ગમ્યો નહોતો. એવું કેમ થતું એનું કોઇ ચોક્કસ કારણ તો તે પણ નહોતો જાણતો. ...Read More

31

અર્ધ અસત્ય. - 31

એકસાથે કેટલીય ઘટનાઓ આકાર લઇ રહી હતી. અભય પૃથ્વીસિંહજીની તલાશમાં લાગ્યો હતો તેમાં હવે બંસરી નામનું નવું આશ્વર્ય ઉમેરાયું બંસરી અભયના કેસમાં રઘુભાની ગિરફ્તમાં ફસાઇ હતી અને તેને રાજસંગ નામનો પોલીસ અફસર બચાવી લાવ્યો હતો. દેવા નામના શખ્સે કોઇના કહેવાથી અભય ઉપર હુમલો કર્યો હતો જેમાં તે બુરી રીતે અસફળ રહ્યો હતો અને અભય એક પોલીસવાળો છે એ જાણીને ગભરાઇ ગયો હતો. રમણ જોષીને બંસરીની ફિકર હતી તો તેને મદદ કરનાર સુરતના એસીપી કમલ દિક્ષિત કોઇ અલગ જ ફિરાકમાં હતi. ...Read More

32

અર્ધ અસત્ય. - 32

અભયની છઠ્ઠી ઇન્દ્રિય કોઇ અલગ સંકેત આપતી હતી. કંઇક એવું હતું જે તેને ક્યારનું ખટકી રહ્યું હતું. પેલી ફાઇલમાં હકીકત લખાયેલી હતી એ કોઈ મોટા ઘણની માફક તેના દિમાગમાં ઠોકાતી હતી. સ્ટોરરૂમમાં તે તલાશી તો કરી રહ્યો હતો પરંતુ તેનું મન તો હજું પણ એ ભિલ કન્યામાં જ અટવાયેલું હતું. રાજગઢ સ્ટેટની પાછળ આવેલું જંગલ અને એ જંગલમાં વસેલો એક ભિલ કબિલો, એ કબિલામાંથી એક સોળ- સત્તર વર્ષની ભિલ કન્યાનું એકાએક ગાયબ થઇ જવું, આ તમામ ઘટનાઓ તેને પરેશાન કરી રહી હતી. ...Read More

33

અર્ધ અસત્ય. - 33

અભય હવે કોઇ નવાં ઝમેલામાં પડવા માંગતો નહોતો. તેને આ યુવતી ભેજાગેપ લાગતી હતી અથવા તો વધું પડતી ચાલાક હતી. રઘુભા જેવા ડઠ્ઠર આદમીને તે ઓળખતી હતી અને પત્રકાર રમણ જોષી તેનો ભાઇ હોય એ થોડી અવિશ્વસનિય બાબત હતી. વળી તે અહીં એ કહેવા આવી હતી કે રઘુભાનાં બે માણસો ગાયબ છે અને એ બાબતે તેના ભાઇને મળે. એ ભાઇ જેણે તેને ગૂનેગાર સાબિત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ થોડું વધું પડતું હતું. ...Read More

34

અર્ધ અસત્ય. - 34

સુરતની બહાર કામરેજ તરફ જતાં હાઇવે ઉપર થોડા દિવસો અગાઉ એક ગમખ્વાર અકસ્માત થયો હતો અને તેનું લાઈવ રિપોર્ટિંગ જોષીએ કર્યું હતું. એ સમયે અકસ્માત સ્થળે જેવો માહોલ હતો એ પ્રમાણે તે વરત્યો હતો. ત્યારે તેને ખરેખર ખબર નહોતી કે તેના એ ધૂંઆધાર રિપોર્ટિંગથી અભય જેવા ઇમાનદાર અને ફરજ પરસ્ત અફસરને પોલીસખાતામાંથી બરખાસ્ત કરવામાં આવશે અને અસલી ગૂનેહગારો બેખૌફ બહાર ઘૂમતાં રહેશે. મોડે-મોડે પણ જ્યારે હકીકત સમજાઇ ત્યારે તેણે પોતાની બહેન બંસરીને સચ્ચાઈ જાણવા અભયનો કેસ સોંપ્યો હતો. અને… ...Read More

35

અર્ધ અસત્ય. - 35

અનંતનો ફોન કેમ બંધ આવે છે એ વિચાર ક્યારનો તેના મગજમાં ઘૂમરાતો હતો. સવારે અનંતનો ફોન આવ્યો નહીં ત્યારે તેણે ફોન કરી લેવો જોઇતો હતો પરંતુ આખો દિવસ તે એટલો વ્યસ્ત રહ્યો હતો કે એ વાત તેના દિમાગમાંથી સાવ નિકળી જ ગઇ હતી. અત્યારે વિષ્ણુંબાપુની હવેલીના દિવાનખંડમાં બેસીને તે અફસોસ કરવા સિવાય બીજું કશું કરી શકે તેમ નહોતો. વળી હવેલીમાં કોઇ હતું નહી એ આશ્વર્ય પણ થતું હતું. આ પહેલા એક વખત તે અહીં આવી ચૂકયો હતો ત્યારે પણ એક નોકર સિવાય બીજું કોઇ તેને દેખાયું નહોતું. ...Read More

36

અર્ધ અસત્ય. - 36

અભયને યાદ હતું કે અનંતના પિતા ભૈરવસિંહ અને વૈદેહીસિંહ બન્ને જોડિયા સંતાનો હતા. બન્નેનો જન્મ ૧૯૬૪ની સાલમાં થયો હતો. તારીખો તેને અનંતે જણાવી હતી. તેણે ગણતરી માંડી, એ હિસાબે વૈદેહીસિંહની ઉંમર અત્યારે લગભગ પંચાવન વર્ષની હોવી જોઇએ. ઉંમરના હિસાબે તેઓ ઘણાં જાજરમાન દેખાતા હતા. જે તેમને જાણતાં ન હોય અને પહેલીવાર મળે તો તેમને ચાલીસ બેતાલીસ વર્ષની ઉંમરના ધારી લે એટલી વ્યવસ્થિત રીતે તેમણે પોતાની જાતને મેઇન્ટેઇન રાખ્યાં હતા. તો પછી તેમણે લગ્ન શું કામ નહીં કર્યા હોય? અભયનાં મનમાં સવાલ ઉદભવ્યો. વૈદેહીસિંહનો દેખાવ અને ઠસ્સો એકદમ ઉડીને આંખે વળગે એવો હતો. ...Read More

37

અર્ધ અસત્ય. - 37

અનંત મેઘલી રાતે આવા બિહામણાં જંગલમાં લટાર મારવા શું કામ આવે? અને એ પણ કોઇને જાણ કર્યા વગર? અભયને આ પ્રશ્ન મૂંઝવતો હતો. પૃથ્વીસિંહજીની વેરાન પડેલી હવેલીના ગેટ સામે તે બુલેટનું સ્ટેન્ડ ઠેરવીને ઉભો હતો. રાતનાં સાડા અગીયારનો સમય થયો હતો. આ એવો સમય હતો કે જો અનંત લટાર મારવા આ તરફ આવ્યો હોય તો પણ પાછો પોતાની હવેલીએ પાછા વળી જાય. આટલી મોડી રાતે અહીં હોવાનું તેની પાસે કોઇ કારણ નહોતું. ...Read More

38

અર્ધ અસત્ય. - 38

કાળમિંઢ પથ્થરોની કરાલ ધારેથી ધોધમાર પડતાં સંખ્યાબંધ ઝરણાઓનો અદભૂત નજારો જોઇને અભય અચંભિત બન્યો હતો. ચાંદની રાતમાં રેળાતી દૂધીયા સો-એક ફૂટ ઉંચેથી સફેદ-ઝગ પાણી ફિણ-ફિણ થઇને નીચે ખાબકતું હતું એ દ્રશ્ય તેને સ્વર્ગની અનૂભુતી કરાવતું હતું. એકાએક આવું દ્રશ્ય જોવા મળશે એવું તેણે વિચાર્યું સુધ્ધા નહોતું. ખરેખર જાંબુઘોડાનું જંગલ વિચિત્રતાઓથી ભરપુર હતું એવું ક્યાંક તેણે સાંભળ્યું હતું એની સાક્ષાત અનૂભુતી અત્યારે થઇ રહી હતી. ...Read More

39

અર્ધ અસત્ય. - 39

રાતનાં અઢી વાગ્યે રમણ જોષીનો ફોન રણક્યો. હજું હમણાં જ તેને ઉંઘ આવી હતી. ભરૂચથી સુરત પાછા ફરતી વખતે તેને સમગ્ર હકીકત બયાન કરી હતી કે કેવી રીતે તે રઘુભાને મળી હતી અને સુરાની વાતમાં આવીને કેવી રીતે કોસંબા પહોંચી હતી. તેની વાત સાંભળીને રમણ જોષી સન્નાટામાં આવી ગયો હતો. બાવીસ વર્ષની નાજૂક અમથી અનુભવ હીન છોકરીને તેણે ક્યાં ચક્કરમાં નાખી દીધી હતી એનો પારાવાર પસ્તાવો તેને ઉપડયો હતો. કેવા ખતરનાક માણસો વચ્ચે તેણે બંસરીને મોકલી હતી એ વિચારે જ તે ધ્રૂજી ઉઠયો હતો. ...Read More

40

અર્ધ અસત્ય. - 40

વૈદેહીસિંહ કોઇ ઘાયલ વાઘણની જેમ પોતાના દિવાનખંડમાં આટાં મારતાં હતા. અનંત ગાયબ હતો અને અભય નામનો યુવાન તેને શોધતો સુધી પહોંચી ગયો હતો છતાં તેમને એ વિશે સહેજે અણસાર સુધ્ધા આવ્યો નહોતો એ બાબતનો મલાલ તેમને કોતરી ખાતો હતો. તેમણે દેવા સામું જોયું. એ નજરમાં ક્રોધની જ્વાળાઓ ધધકતી હતી. “મેં તને કહ્યું હતું કે એનું ધ્યાન રાખજે. તારાથી એટલું કામ ન થયું? બેઠા-બેઠા ખાલી વજન વધાર્યે રાખવું છે બસ, સાવ હરામનાં હાડકાં થઇ ગયા છે તારાં.” તેમણે દેવાને બેફામ સંભળાવાનું શરૂ કરી દીધું હતું. ...Read More

41

અર્ધ અસત્ય. - 41

રમણ જોષી ખુરશીમાં બંધાયેલા વ્યક્તિનો ચહેરો જોઇને ધરબાઇ ગયો હતો. એ વ્યક્તિને બહું બેરહમી પૂર્વક મારવામાં આવ્યો હોય એવું નજરે જ માલુમ પડતું હતું. તેનું આખું મોઢું લોહી-લૂહાણ હતું અને ઠેક-ઠેકાણેથી ચામડી ફાટીને લબડી ગઇ હોય એવું સ્પષ્ટ દેખાઇ આવતું હતું. એ જોઇને રમણ જોષીનું હદય ધબકારો ચૂકી ગયું હતું અને તેના ગળામાંથી ચીખ નિકળતા રહી ગઇ હતી. બરાબર એ સમયે જ તેની પાછળ કોઇક આવીને ઉભું રહ્યું હોય એવું લાગ્યું અને તરત તે પાછળ ફર્યો હતો. એ સાથે જ તેની આંખો વિસ્ફારીત બની હતી અને આતંકિત બનીને તે બે ડગલાં પાછો ખસી ગયો. ...Read More

42

અર્ધ અસત્ય. - 42

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૨ પ્રવીણ પીઠડીયા સુરો સૌથી પહેલાં ભાનમાં આવ્યો હતો. તે દાહોદ બાજુનો મજૂર આદમી હતો. તેનો મિત્ર તેને કામ અર્થે સુરત લઇ આવ્યો હતો અને પછી બંને રઘુભાને ત્યાં ટ્રક ડ્રાઇવરીમાં કામે લાગ્યાં હતા. એ દરમ્યાન કાળીયાથી એક અકસ્માત થયો હતો અને પછી તેમની જીંદગી જહન્નૂમ બની ગઇ હતી. ભાનમાં આવતાની સાથે જ તે પથારીમાંથી બેઠો થઇ ગયો. કાળીયાની યાદ આવતા તેનાં રૂઆંડા થથરી ગયા હતા અને ગભરાઇને તેણે પોતાની આજૂબાજૂ નજર ઘૂમાવી હતી. આસપાસ અજાણ્યાં માણસોને ભાળીને તે ગભરાઇ ગયો. તેની ઉંડી ઉતરી ગયેલી આંખો ચળક-વળક ફરતી હતી અને તેમાં ગજબનો ડર ભળેલો હતો. અચાનક તે ...Read More

43

અર્ધ અસત્ય. - 43

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૩ પ્રવીણ પીઠડીયા “રાજસંગ, મને તારી ઉપર સંપૂર્ણ ભરોસો છે. તું સુરત જા અને ઉઠાવી લાવ સાલાઓને. એ છે ને આપણે છીએ. હરામખોર વંઠેલોએ સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરી રાખ્યું છે અને વળી પાછા આપણને જ શેખી દેખાડે છે. જોઇએ હવે કેમ બચે છે એ. તું ઉપડ, મારાં તરફથી તને પૂરેપૂરી આઝાદી છે. ચાહે તે કર પણ હવે રઘુભા અને દિક્ષિત બચવા જોઇએ નહી.” દેવેન્દ્ર દેસાઇએ રાજસંગની વાત સાંભળીને તેને સુરત જવા પરમિશન આપી દીધી હતી. રાજસંગને તો એટલું જ જોઇતું હતું. તેણે એક કોન્સ્ટેબલને સાથે લીધો અને જીપને સુરતની દિશામાં ભગાવી મૂકી. શરૂઆતમાં તે ઈચ્છતો હતો ...Read More

44

અર્ધ અસત્ય. - 44

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૪ પ્રવીણ પીઠડીયા અભયનું મસ્તિષ્ક તેજીથી દોડતું હતું. તેને બરાબર સમજાયું હતું કે જો તે આવી રીતે અટવાતો રહેશે તો ક્યારેય કોઇ સચોટ નિર્ણય નહી લઇ શકે. તે એક બાહોશ પોલીસ અસફર હતો અને તેણે એક પોલીસવાળાની જેમ જ વિચારવું જોઇએ. અત્યાર સુધીનો તેનો ખુદનો ટ્રેક રેકોર્ડ ભવ્ય રહ્યો હતો. ભૂતકાળમાં ડ્યૂટી દરમ્યાન તેણે ઘણાં જટિલ અને અટપટા કેસો એકલા પોતાના દમ ઉપર ઉકેલ્યાં હતા. અત્યારે સમય હતો કે તે પોતાનો એ અનુભવ કામે લગાડે. આમ મુંઝાવાથી કે વિચારશૂન્ય બની જવાથી તો તેની મુશ્કેલીઓ ઓર વધવાની હતી. નહીં, તે એવું નહી થવા દે. એકાએક તે ટટ્ટાર થયો ...Read More

45

અર્ધ અસત્ય. - 45

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૫ પ્રવીણ પીઠડીયા ભરૂચનાં પોલીસ મથકમાં એકદમ શાંતી પથરાયેલી હતી. અહીં માત્ર ત્રણ જ લોક-અપ રૂમો હતી બે અત્યારે ખાલી હતી અને એકમાં હમણાં જ સુરાને અને દિલપાને પૂરવામાં આવ્યાં હતા. રાજસંગ થોડીવાર પહેલાં જ આવ્યો હતો અને તેણે કોન્સ્ટેબલને કહીને એ બન્નેને કસ્ટડીમાં નંખાવ્યાં હતા. એ પછી તે મોટા સાહેબની કેબિનમાં આવ્યો હતો. મોટા સાહેબ, એટલે કે દેવેન્દ્ર દેસાઇને તેણે રિપોર્ટ આપ્યો. “તો પછી રાહ કોની છે? ચાલ જલદી આ ચેપ્ટરને ખતમ કરીએ.” રાજસંગની વાત સાંભળીને દેસાઇ ઉત્સાહમાં આવી ગયો હતો અને તે બન્ને લોક-અપરૂમમાં આવી પહોંચ્યા હતા. સુરતથી ભરૂચ આવતી વખતે રાજસંગ રસ્તામાં એકપણ શબ્દ ...Read More

46

અર્ધ અસત્ય. - 46

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૬ પ્રવીણ પીઠડીયા રઘુભા ભયંકર રીતે ચોંકયો હતો. ફ્લેટનાં દરવાજા સાથે કશુંક ધડાકાભેર અથડાયું હતું જેનાં થડકાથી પલંગ ઉપર તે સૂતો હતો એ પલંગ પણ હલી ઉઠયો હતો. એકાએક તે ઉભો થઇ ગયો અને ગાદલા નીચે સંતાડેલી બંદૂક હાથમાં લઇને તેનો સેફટી કેચ ખોલ્યો. અહીં કોઇના આવવાની શક્યતાં ઝિરો બરાબર હતી છતાં જે ધડાકો સંભળાયો હતો એ તેને સચેત કરવા પૂરતો હતો. સાવધાનીથી તે દરવાજા સુધી આવ્યો અને શ્વાસ રોકીને બહાર શું થાય છે એની પ્રતિક્ષા કરવા લાગ્યો. આ એપાર્ટમેન્ટ સાવ અવાવરૂં પડયું હતું એટલે ઘણાં રખડું કૂતરાઓ અહી દિવસ-રાત પોતાનો અડ્ડો જમાવીને પડયાં રહેતા હતા. તેમાનું ...Read More

47

અર્ધ અસત્ય. - 47

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૭ પ્રવીણ પીઠડીયા રઘુભા ખરેખર ધરબાઇ ગયો હતો. કાળીયો જે દિવસે અકસ્માત કરીને તેની પાસે આવ્યો ત્યારથી તેના જીગરમાં એક ફડક પેસી ગઇ હતી કે હવે તેના વળતાં પાણી શરૂ થઇ ગયા છે. તેની એ બીક સાચી પડી હતી અને આજે તે પકડાયો હતો. હંમેશા કોઇ રાજાની જેમ રહેતો રઘુભા પોલીસના ડંડા પડતાં એકાએક જ મિયાની મિંદડી બની ગયો હતો અને તે જે જાણતો હતો એ બધું એકસાથે ઓકી નાંખ્યું હતું, કારણ કે વધું માર સહન કરવા તે અસમર્થ હતો. તેના બયાનથી આખો કેસ ઉંધેમાથે થયો હતો. અભય ભારદ્વાજ બાકાયદા નિર્દોષ સાબિત થતો હતો અને તેને સસ્પેન્ડ ...Read More

48

અર્ધ અસત્ય. - 48

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૮ પ્રવીણ પીઠડીયા અભયને બળતરાં ઉપડી. દેવાનો લઠ્ઠ જ્યાં વાગ્યો હતો એ ઠેકાણે સ્નાયુંઓનો કચ્ચરઘાણ નિકળી ગયો એવી પીડા થતી હતી. તેનો બીજો હાથ આપોઆપ બાંહ ઉપર ચંપાયો હતો અને તે થોડો પાછળ હટયો હતો. એક જ ઘા માં દેવાએ અભય ઉપર સરસાઇ મેળવી લીધી હતી. અભયની હાલત જોઇને તે ગેલમાં આવી ગયો હતો. તેણે સમય ગુમાવ્યાં વગર તરત પાછો લઠ્ઠ ઘુમાવ્યો. તે હવે અભયને કોઇ મોકો આપવા માંગતો નહોતો. હવામાં સૂસવાટા કરતો લઠ્ઠ સીધો જ અભયના બરડામાં વાગ્યો અને તે કરાહી ઉઠયો. તેને લાગ્યું કે જાણે તેનો બરડો ભાંગી ગયો છે. કરોડરજ્જૂમાં કોઇક જગ્યાએ કડાકો બોલ્યો ...Read More

49

અર્ધ અસત્ય. - 49

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૯ પ્રવીણ પીઠડીયા “અનંતસિંહ ક્યાં છે દેવા?” ધડકતાં હદયે ભારે ઉત્સુકતાથી અભયે એક પ્રશ્ન પૂછયો હતો. “એ વૈદેહીબા ને પૂછો.” દેવાએ જવાબ આપ્યો અને અભય સન્નાટામાં પહોંચી ગયો હતો. તેને આશંકા તો હતી જ કે જરૂર વૈદેહીસિંહ આ મામલામાં કંઇક જાણે છે, પરંતુ દેવાના મોઢે તેમનું નામ ઉભરીને સામે આવશે એ સ્વપ્નેય નહોતું વિચાર્યું. શું વૈદેહીસિંહ ખુદ પોતાના ભત્રિજાને ગાયબ કરી શકે, અથવા કોઇની પાસે કરાવી શકે? એ વિચાર જ કેટલો ભયાનક હતો. તે અમંગળ કલ્પનાઓના ઘેરામાં અટવાઇ પડયો હતો. પોલીસની ડ્યૂટી દરમ્યાન તેણે એવા કેટલાય કેસ હેન્ડલ કર્યાં હતા જેમાં દિમાગ ચકરાઇ જાય અને દુનિયાદારી ઉપરથી ...Read More

50

અર્ધ અસત્ય. - 50

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૦ પ્રવીણ પીઠડીયા દેવાને ઝાડ સાથે બંધાયેલો છોડીને જ અભય ચાલી નિકળ્યો હતો. દેવાનું શું થશે એ તે કરવા માંગતો નહોતો કારણ કે બે વખત તેણે તેની ઉપર ભયાનક હુમલો કર્યો હતો અને બન્ને વખત તે બાલબાલ મરતાં બચ્યો હતો એટલે તેને મરવાં માટે તરછોડતા સહેજે ગ્લાની તેને ઉદભવતી નહોતી. તે કબિલાની ખોજમાં નિકળ્યો ત્યારે દેવાની આંખોમાં જે અસહાયતાનાં ભાવો છવાયા હતા અને જે રીતે તે કરગર્યો હતો એની પણ તેના ઉપર કોઇ અસર થઇ નહોતી. તે જંગલમાં અંતર્ધાન થયો ત્યારે પણ દેવો વિહવળ નજરે તેની પીઠને તાકી રહ્યો હતો. એક દિશા અભયને મળી હતી. પેલા અદ્ભૂત ...Read More

51

અર્ધ અસત્ય. - 51

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૧ પ્રવીણ પીઠડીયા અભય ભીલ લોકોના કબિલામાં પહોંચીને ચોગાનમાં ઉભો હતો. અહીં આવ્યો ત્યારની તેના મનમાં એક વાત રમતી હતી કે વર્ષો પહેલાં જે ભીલ યુવતી અચાનક ક્યાંક ગાયબ થઇ ગઇ હતી એનું સત્ય શું છે એ જાણવું અને તેનો પૃથ્વીસિંહજીના ગાયબ થવા સાથે કોઇ સંબંધ હોય તો એનો સંદર્ભ તપાસવો. કબિલામાં પ્રવેશ્યાં બાદ તેણે મુખિયાની પૃચ્છાં કરી એટલે એક બાળક દોડીને મુખિયાને બોલાવી લાવ્યો હતો. મુખિયો ખબર નહીં કેમ પણ તેને જોઇને ચોંકયો હોય એવું લાગ્યું પરંતુ પછી તેણે તેને આવકાર્યો હતો અને નજીકનાં એક ઝૂપડાની પરસાળમાં ખાટલો ઢળીને તેને બેસવાં કહ્યું હતું. તેઓ ખાટલાં ઉપર ...Read More

52

અર્ધ અસત્ય. - 52

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૨ પ્રવીણ પીઠડીયા “સાહેબ, તમે જલ્દી ટી.વી. ચાલું કરો.” એસીપી કમલ દિક્ષિત પોતાની ચેમ્બરમાં બેઠો હતો ત્યાં મોબાઈલ રણક્યો અને ફોનમાં ભયંકર રીતે ગભરાયેલો એક અવાજ સંભળાયો. એ તેના કોઇ હિતેચ્છુંનો ફોન હતો. દિક્ષિતને નવાઈ લાગી. તેણે ચેમ્બરની દિવાલે લટકતું ટી.વી. ’ઓન’ કર્યું અને ન્યૂઝ ગુજરાત ચેનલ ટ્યૂન કરી. તેમાં રાતના આંઠ વાગ્યાંના પ્રાઇમ ટાઇમના સમાચાર આવતાં હતા અને તેમાં તેનું નામ બહું જોર-શોરથી ગાજતું હતું. “માયગોડ, આ શું છે બધું, કોણ મારાં નામનાં છાજીયા લઇ રહ્યું છે?” ખુરશીમાંથી જાણે ચારસો ચાલીસ વોલ્ટનો કરંટ પસાર થયો હોય એમ તે ઝટકાભેર ઉભો થઇ ગયો હતો અને આંખો ફાડીને ...Read More

53

અર્ધ અસત્ય. - 53

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૩ પ્રવીણ પીઠડીયા અનંતસિંહ બે દિવસથી ભૂખ્યો અને તરસ્યો એક ભંડકિયા જેવા કમરામાં બંધાયેલી હાલતમાં પડયો હતો. અહી કોણ લાવ્યું અને શું કામ લાવ્યું એ પણ ખબર નહોતી. તેને ફક્ત એટલું જ યાદ હતું કે એકાએક એક અંધકાર તેને ઘેરી વળ્યો હતો અને જ્યારે આંખો ખૂલી ત્યારે આ ભંડકિયામાં તે એક ખુરશી સાથે બંધાયેલો હતો. તેણે હમણાં જ એક યુવતીને અર્ધ બેહોશીભરી હાલતમાં ભંડાકિયામાં લાવવામાં આવી અને ખુરશી સાથે બાંધવામાં આવી હતી એ જોયું હતું. પણ… અનંત એ યુવતીને ઉંચકીને લાવવાં વાળા શખ્સને જોઇને ચોંકી ગયો હતો. ભયંકર ઉત્તેજનાથી અને આશ્વર્યથી તેનું લોહી એ ક્ષણે જ ઠંડુ ...Read More

54

અર્ધ અસત્ય. - 54

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૪ પ્રવીણ પીઠડીયા “શું આ રાજગઢ સાથે અન્યાય નથી?” આ શબ્દોએ વૈદેહીસિંહને ખળભળાવી નાખ્યાં. એક યુવાન અચાનક આવી ચડયો હતો અને તેમને મમતાનાં વહાલમાં ભિંજવી રહ્યો હતો. તેમણે આજીવન ભોગવેલી ગ્લાનીમાંથી બહાર નીકળવાનો રસ્તો ચીંધી રહ્યો હતો. વૈદેહીસિંહ એકાએક ભાવુક બની ગયા. ગર્વથી ઉંચું રહેનારું તેમનું મસ્તક એકાએક નીચે ઝૂકયું હતું અને આંખોમાંથી આશ્રૂઓની ધારા વહેવા લાગી. આજે વર્ષોનાં અંતરાળ બાદ તેમની આંખો છલકાઇ હતી. આજ સુધી તેમણે પોતાની લાગણીઓ, પોતાની ઇચ્છાઓ, પોતાનું જીવન… બધું એક સંકુચીત કોચલામાં બંધ કરી રાખ્યું હતું. સંયમનો એ બાંધ એકાએક તૂટયો હતો અને ચોધાર આંસુઓ તેમના જાજરમાન ચહેરાને પખાળી રહ્યાં હતા. ...Read More

55

અર્ધ અસત્ય. - 55

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૫ પ્રવીણ પીઠડીયા રુખી કુદરતી હાજતે જવા નીકળી હતી. તે એક ભીલ કન્યા હતી જે રાજગઢનાં જંગલોમાં કબિલામાં રહેતી હતી. આજે સવારથી જ તેના પેટમાં ગરબડ હતી. ઓસડિયા લેવાં છતાં કોઇ ફરક પડયો નહોતો એટલે વારેવારે તેણે જંગલમાં દોડવું પડતું હતું. અત્યારે પણ તે એ કાજે જ જંગલ જવા એકલી નીકળી પડી હતી. રાતનો અંધકાર ઘેરાઇને ધીરે-ધીરે ઘટ્ટ થયો હતો. કબિલાથી થોડે દૂર ચાલીને તેણે એક મોટી શીલાની આડાશ લીધી અને બેસી ગઇ. બરાબર એ સમયે જ તેની પાછળ કશીક હલચલ થઇ હોય એવું લાગ્યું એટલે સડક કરતાં તુરંત ઉભી થઇ ગઇ. તેને થયું કે શીલાની આસપાસ ...Read More

56

અર્ધ અસત્ય. - 56

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૬ પ્રવીણ પીઠડીયા વૈદેહીસિંહ અસ્ખલિત પ્રવાહમાં બોલી રહ્યાં હતા અને અભય ભયંકર આઘાત અનુભવતો સાંભળી રહ્યો હતો. મૂખિયા દ્વારા તેને પહેલા જ ખબર પડી ચૂકી હતી કે ભીલ યુવતીઓનાં ગાયબ થવા પાછળ મૂખ્ય અપરાધી વિષ્ણુંસિંહ હતો. વિષ્ણુંસિંહે જ એ યુવતીને ગાયબ કરી હતી. કેવી રીતે, એ હમણાં વૈદેહીસિંહે જણાવ્યું હતું. એ વાકયાત ભયાનક હતો. કોઇપણ વ્યક્તિ થથરી જાય એવી બર્બરતા એ યુવતી સાથે આચરાઈ હતી. અને હજું આ તો એક જ ભીલ યુવતીની કહાની હતી. બીજી છ-છ યુવતીઓને કેવી રીતે ગાયબ કરવામાં આવી એ જાણવાનું બાકી હતું. એ સિવાય હજું પૃથ્વીસિંહજીનું શું થયું હતું અને તેઓ ક્યાં ...Read More

57

અર્ધ અસત્ય. - 57

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૭ પ્રવીણ પીઠડીયા “એ હું હતી અભય. બાપુની હવેલીના ઝરુખે હું ઉભી હતી અને મેં વિષ્ણુંભાઈને ઘોડારમાં ઉંચકીને જતાં જોયો. મને તાજ્જૂબી થઇ કે એ કોને લઇ આવ્યો છે અને ઘોડારમાં તેને શું કામ હશે? મારી જીજ્ઞાસા ઉછાળાં મારવા લાગી હતી એટલે હું તરત તેની પાછળ ગઇ. ઘોડાર તરફ મોટેભાગે કોઇ આવતું નહી એટલે એ જગ્યાં સાવ સૂમસાન જ પડી રહેતી. ભાઈ અંદર ગયો હતો અને તેણે ઘોડારનું તોતિંગ બારણું બંધ કર્યું હતું. હું ઘોડારની જમણી બાજું એક બારી હતી ત્યાં જઇને ઉભી રહી અને ધીમેથી બારી ખોલીને તેની તડમાંથી અંદર ઝાંકયું. એ સાથે જ હું થડકી ...Read More

58

અર્ધ અસત્ય. - 58

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૮ પ્રવીણ પીઠડીયા “આઇ કાન્ટ બિલિવ કે કોઈ વ્યક્તિની પત્ની ગુજરી ગઇ હોય અને તેને હજું મહીનો વિત્યો હોય એવી વ્યક્તિ આવું અધમ ક્રૃત્ય આચરે!” અભય શોકમાં આવી ગયો હતો. વિષ્ણુંસિંહના કાળા કરતૂતોમાં તેના જ સગ્ગા ભાઈઓ જોડાયાં હોય અને એ પણ એવા સમયે જ્યારે આખું રાજગઢ તેમની પત્નીઓનાં મોતનો શોક મનાવી રહ્યું હોય, એ વાતનો જબરજસ્ત આઘાત તેને લાગ્યો હતો. તેણે શંકાભરી નજરે વૈદેહીબા સામું જોયું. વૈદેહીસિંહ ફક્ત હસ્યાં. “રાજ પરીવારોમાં તો એવું ઘણું બધું બનતું હોય છે અભય કે જેના કિસ્સાઓ તું સાંભળેને તો તારું દિમાગ ચકરાઈ જાય. પરંતુ સચ્ચાઈ એ જ હતી. ખબર નહીં ...Read More

59

અર્ધ અસત્ય. - 59

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૯ પ્રવીણ પીઠડીયા “એ પછીની ઘટનાઓ બહું ઝડપે ઘટી હતી. એ બધી વાતો વિસ્તારથી કહીશ તો સવાર જશે એટલે તને સંક્ષિપ્તમાં કહી દઉં. મૂખિયો પાછો ફરતા કબિલામાં ઉત્સાહ ફેલાઈ ગયો હતો. પોતે ક્યાં હતો એ વાત તેણે અધ્યાહાર જ રાખીને રાજગઢનાં દરબારમાં ગાયબ થયેલી યુવતીઓ વિશે ફરીયાદ લઇને જવાનું ફરમાન તેણે કર્યું હતું. એવું કરવાનું કારણ એ હતું કે તે વિષ્ણુંસિંહથી સખત ડરેલો હતો. વળી હવે તેને અભય વચન મળ્યું હતું એટલે તે એ મોકો ગુમાવવા માંગતો નહોતો. તેણે રાજગઢનાં રાજકુંવરોની પાશવી લીલા જોઇ હતી. તે નહોતો ઈચ્છતો કે એ ખેલ ફરીથી શરૂ થાય અને બીજી કન્યાઓ ...Read More

60

અર્ધ અસત્ય. - 60

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૦ પ્રવીણ પીઠડીયા ૧૯૯૨નું એ વર્ષ રાજગઢ ઉપર ભારે ગુજર્યું હતું. દિલિપસિંહ અને મયુરસિંહના અચાનક અવસાન થયાં એ શોકની હજું કળ વળી નહોતી ત્યાં પૃથ્વીસિંહ એકાએક ક્યાંક ચાલ્યાં ગયા હતા. તેઓ પોતાની જાતે ક્યાંક ગયા હતા કે તેમને ગુમ કરી દેવામાં આવ્યાં હતા એ કોઇ ક્યારેય જાણી શકયું નહોતું. એ રહસ્ય આજ દિન સુધી રહસ્ય જ રહ્યું હતું. વૈદેહીસિંહે પોતાની વાત સમાપ્ત કરી હતી અને દિવાનખંડમાં સન્નાટો પથરાઇ ગયો હતો. છત ઉપર લટકતાં કળાત્મક ઝૂમરમાંથી ચળાઇને આવતો રોશનીનો મંદ પ્રકાશ વૈદેહીસિંહના રૂપાળા ચહેરા ઉપર છવાયેલા થાક અને પશ્ચાતાપનાં ભાવોને સ્પષ્ટ ઉજાગર કરતો હતો. પશ્વાતાપ એ વાતનો હતો ...Read More

61

અર્ધ અસત્ય. - 61

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૧ પ્રવીણ પીઠડીયા રમણ જોષીનું હદય ભયંકર ઉચાટથી સતત ફફડતું રહ્યું હતું. આખી રાત વિતી ગઇ અને આગમન થયું છતાં પુલ ઉપરથી વહેતું પાણી ઓસરવાનું નામ લેતું નહોતું. તે અને તેની સાથે ઉભેલો રાજસંગ સંપૂર્ણ રાત્રી ફોન ઘૂમડતાં રહ્યાં હતા છતાં કોઇનો પણ ફોન લાગતો નહોતો. એટલી કમબખ્તી ઓછી હોય એમ ફરીથી આકાશમાં કાળા ડિબાંગ વાદળોના ધાડેધાડા ઉમડવા લાગ્યાં હતા અને ફરીથી જોરદાર વરસાદ વરસવો શરૂ થયો હતો. જોષી લાચાર નજરે બધું જોઇ રહ્યો હતો. કુદરત આગળ માણસ કેટલો બેબસ છે, કેટલો વામણો છે, એનો અહેસાસ આજે તેને થતો હતો. ખાલી એક વરસાદી નાળું વટવાનું હતું છતાં ...Read More

62

અર્ધ અસત્ય. - 62

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૨ પ્રવીણ પીઠડીયા “જબાન સંભાળ છોકરાં, નહિંતર ધડ ઉપર તારું માથું નહી રહે.” વિષ્ણુંબાપુથી પોતાનું અપમાન સહન નહી અને ભયંકર ક્રોધથી તેઓ ધગી ઉઠયાં. તેમના શરીરમાં કંપન ઉદભવ્યું અને આંખોમાં લાલાશ તરી આવી. આ સમયે ખરેખર જો તેમના હાથમાં કોઇ હથીયાર હોત તો તેનો સીધો જ પ્રહાર તેમણે અભય ઉપર કરી દીધો હોત એટલો કાળઝાળ ક્રોધ તેમના દિમાગ ઉપર હાવી થઇ ચૂકયો હતો. “એ તો સમય જ બતાવશે કે કોનાં ઘડ ઉપર માથું રહે છે અને કોનું માથું વધેરાય છે. પણ આજે અનંત ક્યાં છે એ જણાવ્યાં વગર તમારો છૂટકો નથી. ક્યાં સંતાડયો છે તમે તેને?” અભય ...Read More

63

અર્ધ અસત્ય. - 63

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૩ પ્રવીણ પીઠડીયા જબરજસ્ત આઘાતથી કુસુમદેવીની આંખો ફાટી પડી. તેમનો હાથ અનાયાસે જ તેમના પેટ ઉપર ચંપાયો. હથેળીઓમાં ગરમા-ગરમ ચીકણાં લોહીનો સ્પર્શ થયો અને તેઓ ઢગલો થઇને ત્યાં જ પડી ગયા. આંખનો પલકારો ઝબકે એટલી ઝડપે એ ઘટના બની હતી. તેઓ ભયંકર ક્રોધથી કાંપતાં બાપુની દિશામાં આગળ વધ્યાં જ હતા કે અચાનક બાપુએ ઝનૂનમાં આવીને ફાયર કરી દીધો હતો. ગોળી સીધી જ તેમના પેટમાં ખૂંપી ગઇ અને ત્યાંથી લોહીનો ફૂવારો વછૂટયો હતો. તેમણે ભયંકર આઘાતથી બાપુ સામું જોયું. એ નજરોમાં દુનિયાભરનું આશ્વર્ય સમાયેલું હતું. બાપુ આવું કંઇક કરશે એ વિશ્વાસ તેમને થયો નહી. બેડરૂમમાં જબરજસ્ત આતંક ફેલાયો ...Read More

64

અર્ધ અસત્ય. - 64

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૪ પ્રવીણ પીઠડીયા સમયનો માર ખાઇ-ખાઇને પૃથ્વીસિંહજીની હવેલી ખંડેરમાં તબદિલ થઇ ચૂકી હતી. જ્યારે હવેલીની આ હાલત તો તેની પાછળ બનેલાં ઘોડારનું તો પૂછવું જ શું? હવેલી જીવંત હતી અને પૃથ્વીસિંહજી કારભાર સંભાળતાં હતા એ સમયે જ આ જગ્યાને સાવ નધણિયાત છોડી દેવાઇ હતી. તેને કારણે એ એકલા અટૂલા અને જર્જરીત બનેલાં ઘોડરમાં મનહૂસિયત પ્રસરી ચૂકી હતી. રાજગઢનાં લોકોએ તો આ તરફ આવવાનું લગભગ બંધ જ કરી દીધું હતું કારણ કે હવે આ સંપૂર્ણ વિસ્તાર ઉપર જંગલે પોતાનો કબ્જો જમાવી દીધો હતો. ચારેકોર આડેધડ ઉગી નીકળેલાં ઝાડી ઝાંખરાઓ અને વૃક્ષોએ હવેલી અને તેની પાછળ અડધો કિલોમિટર દૂર ...Read More

65

અર્ધ અસત્ય. - 65

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૫ પ્રવીણ પીઠડીયા ઘોડારની છત ઉપર પતરાં જડેલાં હતા. એ પતરાં ઉપર ખાબકતાં વરસાદના પાણીનો અહર્નિશ નાદ કાને એકધારો અફળાઇ રહ્યો હતો. એ સીવાય સમગ્ર ઘોડારમાં જબરજસ્ત સન્નાટો પ્રસરેલો હતો. એ સન્નાટો આભાસી હતો. કોઇ નહોતું જાણતું કે આવનારી ક્ષણમાં શું થશે અને સમય કઈ દિશામાં કરવટ બદલશે? ઘડીયાળનો કાંટો પણ એક જગ્યાએ આવીને થંભી ગયો હોય એમ ઘોડારમાં હાજર તમામ લોકોનાં જીવ તાળવે ચોંટેલાં હતા. ઘડીભર માટે ત્યાં એકદમ પીન ડ્રોપ સાયલન્સ છવાઇ ગયું હતું. કમરાની અંદર અજીબ ટેબ્લો પડયો હતો. વિષ્ણુંબાપુના હાથમાં રિવોલ્વર હતી અને તેમણે અનંતનાં કપાળનું નિશાન સાધ્યું હતું. રિવોલ્વરનો એક ધમાકો અને ...Read More

66

અર્ધ અસત્ય. - 66

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૬ પ્રવીણ પીઠડીયા એક ભીષણ જંગ અભય અને વિષ્ણુંબાપુ વચ્ચે જામી પડી. બાપુએ અભયને પોતાની ઉપરથી નીચે હતો અને સૂતેલી હાલતમાં જ તેમણે અભયનાં ચહેરા ઉપર એક ઘૂંસો રસિદ કરી દીધો હતો. અભયને લાગ્યું જાણે કોઇએ તેના મોઢા ઉપર ભારેખમ હથોડાથી વાર કર્યો છે. તેનું ઝડબું હલી ગયું અને નાકમાંથી લોહીની ધાર થઇ. બાપુનાં એક જ ઘૂસે તે બેહાલ બની ગયો. તેને ખભામાં ગોળી વાગી હતી. એનું દર્દ તો હતું જ, તેમાં હવે ઝડબું તૂટવાનું દર્દ ભળ્યું હતું. તેના મોઢામાં લોહીની ખારાશ છવાઇ હતી. તે દેદાર ભયંકર થયો હતો. લોહી નીગળતો તેનો ચહેરો બેડોળ બન્યો હતો. બાપુની ...Read More

67

અર્ધ અસત્ય. - 67

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૭ પ્રવીણ પીઠડીયા અભયનાં ઈરાદાઓ ખતરનાક હતા. બાપુ અંદર સુધી ખળભળી ગયા. તેમને સમજાઇ ગયું હતું કે એટલી આસાનીથી તેમને છોડશે નહી. અસહ્ય વેદનાથી તેમનો ચહેરો તરડાતો જતો હતો અને એ પીડાથી છૂટકારો મેળવવા માટે જ તેમણે અનંતને ઈન્જેકશન લાવવાનું કહ્યું હતું. એ ઈન્જેકશનમાં ભરેલું પ્રવાહી તેમનું દર્દ ઓછું કરી શકે તેમ હતું. પરંતુ અભય તેમનો ઈરાદો સમજી ગયો હતો અને તેણે અનંતને રોકી લીધો હતો કારણ કે હજું ઘણાં પ્રશ્નો અનૂત્તર હતા જેના જવાબ બાપુ પાસેથી મેળવવાનાં હતા. તે ઈચ્છતો હતો કે બાપુ થોડા વધું તડપે, થોડા વધું રીબાય. આખી જીંદગી જેવી રીતે તેમણે બીજાને રીબાવ્યાં ...Read More

68

અર્ધ અસત્ય. - 68

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૮ પ્રવીણ પીઠડીયા અનંત ભયાનક વેગથી બાપુ તરફ ધસી ગયો અને તેમના નાઇટ ગાઉનનો કોલર ઝાલીને તેમને નાંખ્યાં. તેણે જે સાંભળ્યું હતું એનાથી તેનો પારો આસમાને પહોચી ગયો હતો અને પોતાનાં જ મોટાબાપુ ઉપર તેને ધ્રૂણાં ઉપજતી હતી. “મારાં દાદાનું શું કર્યું તમે? તેમને ક્યાં ગાયબ કરી દીધા છે?” તેને વિશ્વાસ નહોતો આવતો કે પોતાનાં જ સગ્ગા બાપને વિષ્ણુંબાપુએ મોતને ઘાટ ઉતારી દીધા હતાં. ભયંકર આવેગથી તેનું શરીર થરથર ધ્રૂજતું હતું. “એ તું વૈદેહીને કેમ નથી પૂછતો. તેણે જ તો એ બખેડો ઉભો કર્યો હતો. તને બધું જ જણાવ્યું હોય તો આ વાત પણ જણાવી જ હશેને!” ...Read More

69

અર્ધ અસત્ય. - 69

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૯ પ્રવીણ પીઠડીયા આજનો દિવસ રાજગઢ ઉપર ભારે વિતશે એવા સ્પષ્ટ એંધાણ વર્તાતાં હતા. તેની સાબિતી રૂપે અનરાધાર વરસતો વરસાદ બપોર થઇ હોવા છતાં ઘટવાને બદલે સતત વધી રહ્યો હતો. તેના લીધે ભરૂચથી રાજગઢ તરફ જતી સડક ઉપર આવેલાં સાંકડા પુલ ઉપર હવેતાં પાણીનાં સ્તરમાં અવીરત વધારો થઇ રહ્યો હતો. એ પુલનાં આ કાંઠે ફસાયેલો રમણ જોષી ભયંકર હતાશાથી સતત ફફડતો હતો. તે કોઇપણ ભોગે રાજગઢ પહોંચવા માંગતો હતો. બંસરીની ઉપાધીમાં તે લગભગ અડધો થઇ ગયો હતો અને રાજસંગ સાથે એ બાબતે તેણે ચર્ચા પણ કરી હતી. રાજસંગને પણ પરિસ્થિતિની ગંભીરતા સમજાતી હતી. રાજગઢ તરફની તમામ ફોન ...Read More

70

અર્ધ અસત્ય. - 70 - છેલ્લો ભાગ

અર્ધ અસત્ય. પ્રકરણ-૭૦ પ્રવીણ પીઠડીયા ઘોડારમાં અજબ ટેબ્લો પડયો હતો. બાપુએ પૃથ્વીસિંહજી પાસે જવાની વાત કરીને અભય અને અનંતને ધકેલી દીધા હતા. તેઓ ખરેખર વિચિત્ર, ધૂની અને પાગલ માણસ હતાં. ગંભીર રીતે ઘાયલ થયાં હોવા છતાં તેઓ અભય અને અનંત સાથે કોઇ અજબ ખેલ ખેલી રહ્યાં હોય એમ તેમને આશ્વર્ય ઉપર આશ્વર્યનાં ઝટકાઓ આપી રહ્યાં હતા. બાપુની વાત સાંભળીને એકાએક જ તે બન્ને તેમની તરફ ધસી ગયાં હતા પરંતુ તેઓ જાણતાં નહોતાં કે એ બાપુની ચાલ હતી. તે કોઇ ભૂલ કરે એ રાહમાં જ બાપુ હતા. અને… કોઇ કંઇ વિચારે એ પહેલાં આંખનાં પલકારે એક ઘટના ઘટી ગઇ હતી. ...Read More