તુ આવીશ ને ?

(40)
  • 12.4k
  • 3
  • 4.5k

વાત છે આભને આલિંગન આપતી ડાંગની ઉત્તુંગ પહાડીઓની, અડીખમ ઉભેલા વુક્ષોને ચૂમતા વાદળોની, સડક પરથી સુસવાટા સાથે પસાર થતા પવનની.જ્યાં પ્રકૃતિ પણ પ્રેમથી ભીંજાઈ જતી હોય ત્યાં માનવીય હૃદયની શી વિસાત કે એ કોરું રહે ? કુદરત પણ જ્યાં પ્રેમની ભાષા પોકારતી હોય ત્યાં માનવીની જીભની તાકાત છે કે બીજી કોઈ ભાષા ઉચ્ચારે ! અહીં આલેખીત વાર્તામાં માનવીનાં હૃદયમાં રહેલી આર્દ્રતાનો અહેસાસ છે અને ક્યાંક ખૂણામાં બેઠેલી સૂષ્કતા. અહીં પ્રકૃતિની વચ્ચે પાંગરેલા માનવીય પ્રેમનું ઉત્કૃષ્ટ આલેખન છે, પરંતુ એ પ્રેમ કેવો છે ? શું એ

New Episodes : : Every Friday

1

તુ આવીશ ને ? (ભાગ-૧)

વાત છે આભને આલિંગન આપતી ડાંગની ઉત્તુંગ પહાડીઓની, અડીખમ ઉભેલા વુક્ષોને ચૂમતા વાદળોની, સડક પરથી સુસવાટા સાથે પસાર થતા પ્રકૃતિ પણ પ્રેમથી ભીંજાઈ જતી હોય ત્યાં માનવીય હૃદયની શી વિસાત કે એ કોરું રહે ? કુદરત પણ જ્યાં પ્રેમની ભાષા પોકારતી હોય ત્યાં માનવીની જીભની તાકાત છે કે બીજી કોઈ ભાષા ઉચ્ચારે ! અહીં આલેખીત વાર્તામાં માનવીનાં હૃદયમાં રહેલી આર્દ્રતાનો અહેસાસ છે અને ક્યાંક ખૂણામાં બેઠેલી સૂષ્કતા. અહીં પ્રકૃતિની વચ્ચે પાંગરેલા માનવીય પ્રેમનું ઉત્કૃષ્ટ આલેખન છે, પરંતુ એ પ્રેમ કેવો છે ? શું એ ...Read More

2

તુ આવીશ ને ? - ભાગ - ૨

ગીરાને બધાએ ભરપૂર માણ્યો. ટુર ઈન્સ્ટ્રક્ટરની સુચના અનુસાર બધા ગીરાને વિદાય આપી બસ તરફ પરત ફર્યા. ગીરાને વિદાય આપવી ગમતું ન હતું પણ શું કરે આગળ બીજી જગ્યાઓનું પણ આમંત્રણ જો હતું. બધા બસ આગળ પહોંચી ગયા. સમય બપોરના સાડા બારનો થયો હતો. જમવાના સમયે સવારના નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ હતી. ચા-પૌવા 'ને કોફી. બધા નાસ્તા માટે કતારમાં ડીશ લઈને ગોઠવાઈ ગયા. કેટલાકના બંને હાથમાં નાસ્તો લેવા માટેની ડીસ હતી તો વળી બે જણા વચ્ચે એક ડીસ લેવાવાળા પણ હતા. મિકી અને વિરલ તેમાનાં એક હતા. નાસ્તાની ડીસ એક અને ખાનારા બે. જાણે પ્રેમ ત્યાંજ વહેંચાતો હતો. નાસ્તો કરતા-કરતા ...Read More

3

તુ આવીશ ને ? - ભાગ - ૩

ત્રણ દિવસની ટુરના બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ. બધા જ ગરમ ચા સાપુતારાની સવારના શીતળ અને આદ્રતાભર્યા વાતાવરણની લુંટતા હતા. એકાએક મિકી અવિનાશ પાસેથી પસાર થઈ. તેણે અવિનાશને ગુડ મોર્નિંગ ! કહ્યું. પણ એને ક્યાં ખબર હતી કે એની તો ગુડ નાઈટ જ નહોતી થઈ. ઈન્સ્ટ્રક્ટર અમિતે મોટેથી બૂમ પાડી, "બ્રેકફાસ્ટ પતાવીને બધા અહીંયા ભેગા થાય." ત્યારબાદ તેણે દિવસ દરમિયાનનું સિડ્યુલ જણાવી દીધુ અને બધાને પાણીની બોટલ સાથે બસમાં બેસી જવા જણાવ્યું. ઝડપથી બધા બસમાં બેસી ગયા. બેની સીટમાં ચિરાગ અને અવિનાશ બાજુ-બાજુમાં બેઠા હતા. તેમનાથી ત્રણ સીટ પાછળ સાથે આવેલા વિરલ અને મિકી બેઠા હતા. ડોન હીલસ્ટેશન ...Read More

4

તુ આવીશ ને ? - ભાગ - ૪

​એક પછી એક બધાના વારા આવવા લાગ્યા. કેટલાયના ધ સિક્રેટ ખૂલવા લાગ્યા તો ઘણાએ પરાણે સાહસિકવૃત્તિ દેખાડી. એવામાં અવિનાશ ચડી ગયો.એને પુછવામાં આવ્યુ " બોલો ટ્રુથ કે ડેર ?" દ્વિધામાંથી બહાર આવી અવિનાશે જવાબ આપ્યો, "આપણે ડરવાવાળા નઈ હો ભાઈ! ચલો ડેર" ત્યાં તો આરતીએ અવિનાશને અવિસ્મરણિય ડેર આપ્યુ, "તને ગમતી કોઈ એક છોકરીના કપાળે કીસ કર !" અવિનાશે કંઈ જ વિચાર્યા વગર મિકીના કપાળને ચુમી લીધું. મિકી પણ મનોમન એવું જ ઈચ્છતી હતી કે અવિનાશ તેના જ કપાળને ચુમે. રમત આગળ વધી. કુદરતની પણ કરામત છે ને ! અવિનાશ પછી તરત જ બલીનો બકરો બની મિકી. તેણે પણ ડેર પસંદ કર્યુ. પણ આ વખતનું ...Read More