સબંધની સમજણ

(217)
  • 21.2k
  • 32
  • 10.8k

નેહા નાનપણથી જ બધીજ વાતની ચીવટ રાખતી હતી. કોઈ પણ કામ કરે પણ એને પુરતા ધગશથી પાર પાડતી હતી. એના કામમાં ક્યારેય કઈ કહેવા પણું રહેતું નહીં. નેહાના પરિવારમાં તેના માતાપિતા, તેનાથી નાની એક બેન, એક ભાઈ એમ નાનો પરિવાર હતો.અભ્યાસ પૂરો કર્યા બાદ એના લગ્ન એક સુખી અને સુશીલ પરિવારના એકના એક પુત્ર સાથે થયા હતા.નેહાના પતિનું નામ મિલન હતું. મિલન આયુર્વેદિક ડૉક્ટર બનીને સાવરકુંડલા પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવતો હતો. નેહાના સાસરે એના સાસુસસરા, કાકાજી સસરા અને ૨ નણંદ હતા. મોટા નણંદના લગ્ન થઈ ગયા હતા. આમ સાસરું પણ નાના પરિવાર વારુ જ હતું. આથી નેહા ખુશખુશાલ જિંદગી જીવી

Full Novel

1

સબંધની સમજણ - ૧

નેહા નાનપણથી જ બધીજ વાતની ચીવટ રાખતી હતી. કોઈ પણ કામ કરે પણ એને પુરતા ધગશથી પાર પાડતી હતી. કામમાં ક્યારેય કઈ કહેવા પણું રહેતું નહીં. નેહાના પરિવારમાં તેના માતાપિતા, તેનાથી નાની એક બેન, એક ભાઈ એમ નાનો પરિવાર હતો.અભ્યાસ પૂરો કર્યા બાદ એના લગ્ન એક સુખી અને સુશીલ પરિવારના એકના એક પુત્ર સાથે થયા હતા.નેહાના પતિનું નામ મિલન હતું. મિલન આયુર્વેદિક ડૉક્ટર બનીને સાવરકુંડલા પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવતો હતો. નેહાના સાસરે એના સાસુસસરા, કાકાજી સસરા અને ૨ નણંદ હતા. મોટા નણંદના લગ્ન થઈ ગયા હતા. આમ સાસરું પણ નાના પરિવાર વારુ જ હતું. આથી નેહા ખુશખુશાલ જિંદગી જીવી ...Read More

2

સબંધની સમજણ - ૨

મનમાં એક ખુશી સળવળતી હતી,તારા આગમનનીએ અનુભતી હતી!નેહાનો પ્રસુતિનો સમય નજીક આવી ગયો હતો. નેહાના ગાયનેક ડૉક્ટર તહેવારની રજાઓમાં ગામ ગયા હતા. હવે આગળ..નેહાએ પોતાના મમ્મીને જાણ કરી કે હવે મને અસહ્ય દુખાવો થાય છે, ડૉક્ટર પાસે જવું પડશે. દિનાંક : ૩૧/૧૦/૨૦૦૩રાત્રે ૧૧ વાગ્યા જેવું થયું હશે, નેહા, નેહાના માતાપિતા અને મિલન હોસ્પિટલ ગયા હતા. નેહાના ડૉક્ટર હાજર ન હોવાથી ત્યાં રાતપાલીના નર્સ સ્ટાફે નેહાને પ્રસુતિ રૂમમાં ખસેડી હતી. નેહાની પ્રસૂતિમાં કોઈ જાતની તકલીફ નર્સ સ્ટાફને ન જણાતા સ્ટાફે અંદરોઅંદર નેહાની ડીલેવરી જાતે કરાવી લેવાનું નક્કી કર્યું હતું. આ બધી જ વાતથી નેહા અને નેહાનો પરિવાર ...Read More

3

સબંધની સમજણ - ૩

બાળકની સ્થિતિ ખુબ નાજુક હતી એવી જાણકારી ડોક્ટરે નેહા અને મિલનને આપી હતી. હવે આગળ...નહોતી ધારી એવી કસોટી આવી મારે દ્વારે;તુજ વિના પ્રભુ નથી રહી હવે કોઈ આસ મારે!આજની બાળકની ત્રીજી રાત્રી પણ હોસ્પિટલમાં જ પસાર થઈ હતી. સવારે ૯ વાગ્યે ડૉક્ટર ચેકઅપ કરીને નેહા અને મિલનને બાળકની સ્થિતિની જાણ કરે છે. બાળકના ધબકાર ધીમા છે, બાળક પેરેલિસિસ નું પણ શિકાર છે, આંખ પણ પૂરતું તેજ આપવા સક્ષમ ન હોય એવું લાગે છે, અને ખાસ કે બાળકનો મગજનો વિકાસ બીજા બાળક જેવો કદાચ ન થાય એ મન્દબુદ્ધિનું હોય શકે. આવું બાળકની હાલની સ્થિતિ જણાવે છે, ગઈ કાલે બાળકને એકવાર ...Read More

4

સબંધની સમજણ - ૪

કેટલા જોયા હતા સ્વ્પ્નએ ધૂંધળા થયા,કસોટીમાં જ તો પોતિકાના પારખા થયા!નેહાનો પુત્ર હવે પ્રભુચરણ પામ્યો હતો, નેહા સહીત આખા આ બનાવ એક ધ્રાસ્કો આપી ગયો હતો. હવે આગળ..નેહાને મિલને એના પિયર ૧૫દિવસ આરામ કરવા માટે મોકલી હતી. અને આ જે અણધારી પરિસ્થિતિ હતી એમાં એના પિયરમાં થોડા દિવસોએ રહે તો વધુ અનુકૂળ રહી નેહા આ સ્થિતિમાંથી જલ્દી બહાર આવી શકે એ વિચારથી નેહાને મિલન ખુદ મુકવા ગયા હતા. ૨/૩ દિવસ પોતે પણ રોકાણ કરી અને પછી એ સાવરકુંડલાની પોતાની હોસ્પિટલમાં એનું મન પરોવવા જતા રહ્યા હતા. હા, મિલન પોતે શારીરિક રીતે જ ત્યાં નહોતા, તેનું મન નેહામાં જ હતું! મિલન ...Read More

5

સબંધની સમજણ - ૫ અંતિમભાગ

સમય તેની રફ્તાર પકડે છે જયારે,મુશ્કેલીમાં અનુકૂળતા મળે છે ત્યારે!નેહા સમય સાથે ઢળતી ગઈ હતી. ધીરે ધીરે દિવસો, મહિનાઓ ગયા હતા. એ ફરી ગર્ભવતી બની હતી. હવે આગળ...નેહાની ફરી બધી સંવેદનાઓ જાગૃત થઈ ગઈ હતી. એ એના ભૂતકાળને પણ વર્તમાનમાં મહેસુસ કરી રહી હતી. પણ એ ફરી ખુશ થઈ રહી હતી. એ ફરી ઘણી આશાઓ બાંધીને બેસી હતી. ખુબ સારા અને આનંદિત દિવસો નેહાના અને આખા પરિવારના વીતી રહ્યા હતા. દિનાંક ૧/૧૧/૨૦૦૪ આજ રોજ નેહાનું મન ખુબ આકુળવ્યાકુળ થઈ રહ્યું હતું. ન ઈચ્છવા છતાં મન ભૂતકાળના ૧ વર્ષ પહેલા વીતેલા એના દિવસોને જ વાગોળ્યા કરતુ હતું. હજુ એની ...Read More