નસીબ - પ્રકરણ - 3

(348)
  • 15.6k
  • 20
  • 7.8k

સવારથી જ આકરી ગરમી સમગ્ર વાતાવરણ ઉપર પોતાનો કબજો જમાવવાની કોશિશ કરી રહી હતી. સુરજદાદા તો જાણે વહેલા જાગી ગયા હોય એમ ક્યારના આકાશમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપીને વધુને વધુ ગરમ થતા જતા હતા. બપોરના બાર વાગતા સુધીમાં તો સુરજદાદાના ગરમ કિરણો હવામાં ભળીને જોરદાર લૂના સ્વરૂપે હાઈવેના રસ્તા ઉપર પથરાઈ ગયા હતા. પ્રેમને પોતાની ભૂલ હવે સમજાઈ રહી હતી. તેને આજે બાઈકને બદલે પોતાની હોન્ડા સીટી કાર લઈને નીકળવાની જરૂર હતી. એક તો સવારે જ એ મોડો ઉઠ્યો હતો અને તેમાં પણ તૈયાર થઈને ઘરેથી નીકળતા જ ખાસ્સો સમય ગયો હતો અને એટલે જ અત્યારે તેને આ ગરમ વરાળ જેવી લૂ નો સામનો કરવો પડ્યો હતો.