કાન્તા - 4

(18.8k)
  • 7.8k
  • 3
  • 2.9k

મેં પાણીનો જગ ઉઠાવ્યો ને દીવાલ પર ફેંક્યો, મારુ દિમાગ ફાટી ગયું હતું... સાલો હું એલિયન તો નથી આ હલકટ દુનિયા વિષે તો હું કશું જાણતો જ નથી..... મારા શરીરમાં આગ લાગી હતી.. મારે લડવું હતું, લોહીના ફુવારા ઉડે અને અને જમીન પર લોહીનું કીચડ થઇ જાય ત્યાં સુધી લડવું હતું, યુદ્ધ નું મેદાન હોય અને બંનેના હાથમાં તલવાર હોય તો લડવાની મજા આવે... પણ અહીં કોની સાથે લડવું ન્યાય તો કરવામાં આવશે જ...