કહેવાય છે વારસની જાળવણી માટે અરબો રૂપિયા સરકાર ફાળવતી હોય છે. અને હા હાલની પરિસ્થિતિ જોતા જ્યારે ભારતના પ્રધાનમંત્રી અને રાજ્યની સરકાર સ્વચ્છતા અભિયાનના નામે કરોડોનું પાણી કરતા હોય ત્યારે આવા અમુલ્ય વારસા પ્રત્યે બેદરકારી અને એમાં ખુલ્લેઆમ ખડકાતા કચરાના થડકલા સ્વચ્છતા અભીયાનના બાળમરણનું જાણે કે કારણ બની જાય છે. આપણા પૂર્વજોની સાંસ્કૃતિક વિરાસતો આજે આપણી અરુચીના કારણે જ ભગ્ન હાલતમાં ખંડેર રૂપે રહી ગઈ છે. read Review