જિંદગી તળિયા વિનાનું પાત્ર છે.

(30)
  • 4.8k
  • 3
  • 965

આજે સફળતા, શોહરત અને સલામતીની તલાશ માં ૨૪ કલાક નો પૂરેપૂરો નીચોડ કાઢી લેવા મથતા લોકો પોતાની એક-એક સેકન્ડ ગણી ગણી ને વાપરે છે, છતાં જેને સૌથી વધારે ક્વોલીટી ટાઈમ કહેવાય છે એ ફુરસત કે રાતદિન વર્ષો સુધી આવતા જ નથી. બસ સ્ટેન્ડ, બર્લિન, બિકાનેર બધ્ધે જ માણસો ભાગતા રહે છે, કોઈને ટ્રેન પકડવી છે કોઈને પ્લેન, કોઈ વધુ સક્ષમ બનવા દોડે છે, તો કોઈ બીજાથી આગળ નીકળી જવા દોડે છે, રાત્રે મોડે સૂવાનું છે ને છતાં સવારનો એલાર્મ મૂકવાનો છે, સૂતા-સૂતા વિતેલા દિવસની ચિંતા ને સાવ ઢુકડી છે એવી સવાર નું આયોજન !