કર્મનો કાયદો ભાગ - 4

(26)
  • 7k
  • 3
  • 2.7k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૪ પ્રતિક્ષણ સર્જન પ્રતિક્ષણ વિસર્જન સ્ટીફન હોકિંગ્સની બિગ બૅંગ થિઅરીમાં બિગ બૅંગ એક જ વખત થયો છે, પણ ભારતના ઋષિઓનું દર્શન કહે છે કે પ્રત્યેક ક્ષણે નવો બિગ બૅંગ સર્જાઈ રહ્યો છે. બધાં પદાર્થો, પ્રાણીઓ, મનુષ્યો, ગ્રહો, ઉપગ્રહો, તારાઓ અને નિહારિકાઓ વગેરેનો નિત્ય-નૂતન બિગ બૅંગ સર્જાઈ રહ્યો છે. જેથી પ્રત્યેક ક્ષણ એક નવું સર્જન છે અને પ્રત્યેક ક્ષણ એક નવું વિસર્જન. પહેલાંના વિજ્ઞાનની એ ધારણા હતી કે બ્રહ્માંડ એક સ્ફોટ સાથે એક વખત ઉત્પન્ન થઈ ગયું અને પછી તે તેની સીમાઓમાં સ્થિર છે, પરંતુ હવેનું વિજ્ઞાન કહે છે કે આ બ્રહ્માંડ એક એકસ્પાન્ડિંગ યુનિવર્સ, એટલે