પ્રિય મનન - Letter to your Valentine

  • 3.9k
  • 1
  • 864

આપણું માનવ જીવન સંવેદનાઓથી ભરપુર છે. આપણે બધું જ મહેસૂસ કરીએ છીએ. પણ ક્યારેક તેની સુશુપ્તાવસ્થા આપણને એકદમ શુષ્ક બનાવી દે છે. ઉષ્માનું સંવહન નથી થઇ શકતું. અને આપણે બસ એક મુરઝાયેલા અસ્તિત્વ સાથે જીવીએ છીએ. જેનો ફડફડાટ સુકાયેલા પર્ણોની જેમ શોરબકોર કર્યા કરે છે. અને આપણે ઠેરના ઠેર. આપણે એ શુષ્કતામાંથી બહાર નથી આવી શકતા. આવવાનો પ્રયત્ન પણ નથી કરતા. પણ જેમ એક લહેર જુના પર્ણોને પણ ખંખેરી એક કૂંપળ માટે પુરતો અવકાશ કરે તેમ આપણે પણ આવી લહેરખીઓને પ્રસંગ અનુરૂપ આપણા જીવનની પતઝડ દૂર કરવા અવકાશ આપવો જોઈએ. માધ્યમ કોઈ પણ હોઈ શકે.. જેમ કે અહીં એક પત્રની લહેર મનનના જીવનને પણ કંઈક અસર કરવાનો પ્રયત્ન કરે છે. તો જોઈએ તે પત્ર...