ત્યાં સાક્ષાત સમુદ્ર દેવતા આપણું સ્વાગત કરવા તત્પર અને તૈયાર જ હોય છે. સોનવર્ણ રેતીનાં કારણે ખુબ જ સુંદર દ્રશ્ય સર્જાય છે. ધનુષકોડીમાં કૈક અલગ જ ખેચાણ અનુભવાય, ધનુષકોડી એટલે ભારતની ભૂમિ જ્યાં પૂરી થાય છે અને એ આપણે જોઈ શકીએ છીએ.