બાજી - 4

(42.8k)
  • 10.4k
  • 4
  • 5.2k

મહેશ, રાકેશ અને સારિકા ચહેરા પર અવર્ણનીય આનંદના હાવભાવ છવાયેલા હતાં. તેમને અમીચંદની વાત પર જાણે કે ભરોસો નહોતો બેસતો. ‘ તમે સાચું જ કહો છો પિતાજી...!’ રાકેશના અવાજમાં શંકા હતી, ‘ તમે અમારી મશ્કરી તો નથી કરતાં ને સરોજે ઉપેક્ષાભરી નજરે અમીચંદ, મહેશ અને રાકેશ સામે જોયું. એ ત્રણેય તેને કરિયાવરના ભૂખ્યા વરૂઓ લાગતા હતા. ગાયત્રી પણ એ ત્રણેય વિશે આમ જ વિચારતી હતી.