મોતીની સમજદારી

(17)
  • 4.1k
  • 4
  • 995

પાર્કિંગમાંથી કાળી, મોટ્ટી ગાડી આવતી દેખાઇ કે તરત જ ફલેટના બિલ્ડીંગના છેવાડે એક નાનકડી ઓરડી પાસે રમતી આઠ વર્ષની શોના ગભરાઈને ઓરડીમાં ઘૂસી ગઈ. એની પાછળ પાછળ મોતી પણ પૂંછડી પટપટાવતો ઓરડીમાં ઘૂસી ગયો! બારણાની પછવાડે ઊભા ઊભા એ કાળી ગાડીને જોતા શોના જોઈ રહી. 'વઉઉઉઉ.... વઉવઉઉઉઉ.... એના પગ પાસે લપાઈને બેસી ગયેલા મોતીએ ઝીણા ઝીણા અવાજે ભસવાનું ચાલું રાખ્યું. 'શશશશ.... ચૂપ રહે મોતી, નહીં તો તને કાઢી મુકશે આ સાહેબ લોકો...' થોડા મહિના પહેલા જ શોના એના મા-બાપુ જોડે અહીં ફલેટના આઉટહાઉસમાં રહેવા આવી હતી.