દુઃખની આ ઘડીમાં હું તારી સાથે છું!

(91)
  • 8.8k
  • 23
  • 3.3k

માણસને બધા વગર ચાલે પણ માણસ વગર ચાલતું નથી. સંબંધ અને સમાજ એ વાતનાં જીવતાંજાગતાં ઉદાહરણો છે કે માણસ એકબીજા સાથે જોડાયેલા છે. માણસ થોડા દિવસો એકલો રહી શકે પણ કાયમ એકલો રહી શકતો નથી. માણસને સતત કોઈક જોઈતું હોય છે. કોઈ સાથે વાત કરવી હોય છે. કોઈ પાસે વ્યક્ત થવું હોય છે. ક્યારેક રડવા માટે કોઈના ખભાની જરૂર પડે છે.