મંદિરના પ્રાંગણમાં એક શિલા આવેલી છે. કહેવાય છે કે, જે કોઈ સાચા દિલથી ‘મહાદેવ ટંગરા’ની આ શિલા પર હાથ ફેરવે તો, તેમાંથી તરત જ પાણીની ધારા વહેવા માંડે છે અને સ્પર્શ કરનારની તમામ ઇચ્છાઓ પૂરી થાય છે. અહીં બાજુમાં જ પથ્થર પર પગલાં પડેલાં છે. લોકવાયકા મુજબ ભગવાન શ્રીરામ અને માતા સીતા વનવાસ દરમિયાન આ સ્થળે પણ રોકાયાં હતાં.