બાળપણ, શૈશવ, ચાઇલ્ડહૂડ આ બધા જ શબ્દો સાંભળવા પણ ગમે અને યાદ કરવા પણ ગમે. કેટલા નિખાલસ હોય છે બાળકો, કેટલા નિર્દોષ એટલે જ કોઈએ કહ્યું છે, બાળક ની આંખમાં અસંખ્ય ક્રિસ્ટલ હોય છે.બાળપણ નાં દિવસો આજે પણ યાદ કરીએ તો એક વાર આનંદ ની લહેર ઉઠે મગજ માં. દરેક માણસ ને પોતાનાં બાળપણ ની યાદો મો પર એકવાર સાચુકલી મુસ્કાન લાવી જ દેતી હોય છે.તે સમય જોડે કેટલી બધી મધ જેવી મીઠી યાદો જોડાયેલી છે. બચપન નો એ કિલ્લોલ, એને યાદ કરવો એટલે ધોમ ધખધખતા ઉનાળા માં જાણે ઝરમર વરસાદ નો ઠંડો અનુભવ. ચાલો, આજે તમને એની જ સફર કરાવવી છે.શક્ય એ બધી જ કોશિશ કરી છે કે તમને તમારા બચપણ નાં દિવસો ની એ ગુલાબી જિંદગી માં ફરી એક વાર લઇ જઈ શકું.