પેલા ભિખારીને બોલવું.. સાંભળતાં જ હું રડતાં રડતાં હસી પડી, તને અત્યારે એવું કેમ સૂઝે છે.. તો શું.. મને તો હવે એ ભિખારીની ઈર્ષ્યા આવે છે ચિંતા ના કર.. હું એની સાથે નહીં ભાગી જાઉં.. લાગે છે કે એ દિવસ પણ દૂર નહીં હોય.. અને અમે બન્ને હસી પડેલાં પણ એ પછીની અમારી બન્નેની હસી ગાયબ થવાની હતી. જે હજુ પણ અમેં શોધી નહોતા શક્યાં. મેં બનેલી દરેક વાત તેને કહી. તે ખુબ જ ગુસ્સે થઇ ગયો હતો. એ રાતનું એનું રૂપ મને તેના મારી પ્રત્યેના હિંસક પ્રેમ ની સાક્ષી પૂરતું હતું.. હું તો હિંસક નહીં પણ મારી ભાષામાં નોન-વેજ લવ જ કહીશ.. કેમકે એ માત્ર એટલું જ જોઈ શકતો હતો કે હવે હું એની નબીરી નથી રહી બસ.. પણ તેણે મારી હાલત જોવાની કે સમજવાની કોશિશ નહોતી કરી. એ ગમે તે રીતે મને ઈચ્છતો હતો પરન્તુ મેં આવું શા માટે કર્યું.. મારી કન્ડિશન શું હતી.. કેવી રીતે હું એ બધું મેનેજ કરી શકી હોઈશ.. એ કંઇજ વસ્તુ એના ધ્યાનમાં નહોતી આવી. હું ખુબ જ નિરાશ થઇ ચુકી હતી. તેણે મને સાથ આપવાની જગ્યાએ મારી આગળ ફરીયાદો ધરી હતી. એ રાત પછી લગભગ કંઇજ અમારી વચ્ચે ખાસ નહોતું થઇ શક્યું. મેં મારા જીવનની મોટામાં મોટી ભૂલ ત્યારે કરી નાખી જયારે મને ખબર હતી કે એક અઠવાડિયામાં નબીર લગ્ન કરવાનો છે એ છતાં પણ મેં મારા ઈગોના લીધે એની સાથે વાત કરવાનો પ્રયત્ન ના કર્યો. હું ખુબ જ ગુસ્સે થઇ ગઈ હતી અને દુઃખી પણ.. કે તેે મને પામવાની કોશિશ સુધ્ધાં મૂકીને એક બીજા સંબન્ધમાં જોડાવા માટે જઈ રહ્યો હતો.. હું સપનામાં પણ નહોતી વિચારી શકતી નબીરને કોઈ બીજી છોકરી સાથે.. એની જગ્યાએ તે તો લગ્ન કરવા જઈ રહ્યો હતો. હું ના કરી શકી એને એક ફોન.. ના કરી શકી હું તેને એક પણ મેસેજ.. જો મારો ગુસ્સો.. મારો ઈગો.. મારો એટીટ્યુડ.. બધુંજ એક બાજુએ મૂકીને મેં તેને માત્ર એક મિસ કોલ પણ કરી દીધો હોત ને, તો આજે એ માત્ર મારો હોત.. માત્ર મારો.. મારી આંખો છલકાઈ આવી. એવામાં જ નબીરે બાઇક ઉભી રાખી.