૧. નર - બુક રિવ્યુ

(88)
  • 13.9k
  • 12
  • 3.4k

તમે જોયુ હશે કે એક સમયે સેક્સ મહત્વનો બની જાય છે. એવુ નથી કે એને તમે મહત્વનો બનાવી દો છો. એ થઇ જાય છે. ચૌદ વર્ષની ઉંમરે ઓચીંતી ઉર્જા ઉભરાય છે. જાણે કે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા હોય. અત્યાર સુધી ખુલ્લા નહોતા એવા ઉર્જાના દ્વાર ખુલી જાય છે. અને ઉર્જા સેક્સસંબંધી થઇ જાય છે. તમે સેક્સના વિચારો કરો છો, એ માટે તમે કશું કર્યુ નથી હોતુ આ પ્રાકૃતિક છે. સેક્સને સમગ્રતાપૂર્વક, કશીય નિંદા વિના, તેનાથી છૂટકારો પામવાના વિચાર વિના જીવવામાં આવે, તો બેંતાલીસની ઉંમરે પેલા ફ્લડગેટ્સ બંધ થઇ જાય છે. ચૌદ વર્ષની ઉંમરે ખુલેલા ઉર્જાના દરવાજા બેતાલીસે બંધ થઇ જાય છે. સેક્સના ઉદભવ જેટલુ જ આ પ્રાકૃતિક છે. પરંતુ જો સેક્સનું દમન કરવામાં ના આવે તો. નહિંતર જાતીય વિકૃતિ ઉંમર જતા પણ ટકી જ રહેશે. ઉંમર પ્રમાણે સેક્સ શ્વાસની જેટલો જ જરૂરી છે. ઓશોનું એક અદભૂત ઉંચાઇના વિચારો ધરાવતુ પુસ્તક. શું છે આ પુસ્તકમાં વાંચો ડીટેઇલ્ડ બુક રીવ્યુ હિરેન કવાડ દ્વારા.