( આગળના અંકમાં આપણે વાંચ્યુઃ- ઇન્સ. ગેહલોત અચાનક વીજયને ખોળી કાઢે છે અને રાતના અઢી વાગ્યે તેનો દરવાજો ખખડાવે છે. વીજય ગેહલોતને આવેલો જોઇને ઠરી જાય છે અને ત્યાંથી ભાગવાની કોશીશ કરે છે પરંતુ ગેહલોતના હાથમાં ગન રમતી જોઇને તે શરણાંગતી સ્વીકારી લે છે...ગેહલોતનાં પુંછવાથી વીજય તેની સાથે સુંદરવન હવેલીમાં એ રાત્રે શું બન્યુ હતુ એ જણાવે છે......હવે આગળ...) ગેહલોતે વીજયનાં ખભે હાથ મુકયો. વીજયનાં શરીરમાં આવેગના લીધે થતી કંપારી તેણે મહેસુસ કરી. તેને ખરેખર આ જુવાનીયા પ્રત્યે હમદર્દી થઇ આવી.....