HELLO SAKHI RI.. Ank 7

(408)
  • 2.4k
  • 6
  • 970

મસ્તીભર્યું ખુમારીપૂર્વક અને સમાજને દાખલો પૂરો પાડનાર અનેક દંતકથા સમા અપંગો આપણે જોયાં જ છે. અનેક જીવન આપણી આસપાસ જોઈએ જ છીએ જે મૂક પણે જીવનમંત્ર આપી જાય છે. હેલન કેરલને એક સદી પછી પણ નથી ભૂલ્યાં અને ઈશ્વરનાં સંદેશને ઉજાગર કરતા હેન્ડીકેપ આઈકોન સમાં હાથપગ વિનાનાં નિક વીજૂકેના પ્રેરણાંદાયી વિડિયોઝ ઈન્ટરનેટ પર સૌથી વધુ ડાઉન્લોડ થતા જોયા જ છે. તો શા માટે આપણો ભારતીય સમાજ પણ આપણાં સમાજનાં એ દુઃખતા અંગને સ્વમાનભેર પગભર થવા માટે પ્રોત્સાહિત ન કરે શારીરિક પડકારને જીલીને નવો ચિલો આદરનાર અનેક વ્યક્તિત્વને સલામ. ટાઢા શિયાળાનું આહ્વાન સહ સ્વસ્થ, વ્યસ્ત અને મસ્ત જીવન આવકાર્ય. હેલ્લો સખીરી અંકઃ ૭ વિશિષ્ટાંગ વ્યક્તિત્વનાં ખુમારી ભર્યા જીવનને સમર્પિત.