ત્રિદિવસીય રણુંજા,સુન્ધા (ચામુંડા),જેસલમેર,થારનું રણ તીર્થ-પ્રવાસતારીખ ૧ સપ્ટેમ્બર ૨0૨૬ મનનો દ્રુઢ સંકલ્પ માનવીને પ્રેરણા અને મનની મુરાદ પુરી કરવા ભગવાન પોતાના ભક્તો માટે પ્રેરણા અને પૂર્તિ શક્તિ પ્રદાન કરતા હોય છે.વાત જાણે એમ છે,કે અમારું ફેમિલી ઘણા વરસોથી આ યાત્રા માટે સંકલ્પબદ્ધ હતું,અને એ અમલનો અવસર સપ્ટેમ્બરના પ્રથમ દિવસે આવી ગયો.અમલ કરી દીધો.ત્રણ દિવસ પ્રકૃત્તિના ખોળે એટલે કે બાબારી રામદેવપીર રામદેવરા સમાધિ સ્થળના દર્શન કર્યાં.સર્વને યાદ હશે કે તત્કાલીન આ સ્થળે એ સમયમાં બાબા-રી એ જીવતાં સમાધિ લીધી હતી.બાદ બાજુમાં આવેલા એક ઐતિહાસિક વાવના દર્શન કર્યાં.આ વાવ લાખા વણઝારા વાવ તરીકે ખ્યાત છે.આ સાથે લાખા વણઝારાએ સમાધિ સ્થળની બાજુમાં તીર્થંયાત્રી માટે બાબારીના