સૂર્યાસ્ત પછીના ગાઢ સૂનકારમાં ગામની ધૂળવાળી અને સાંકડી ગલીઓમાં અંધકાર ઓગળી રહ્યો હતો. દીવા વગરની કાચી ઝૂંપડીઓમાંથી ગરીબીની એક તીવ્ર ઉદાસીનતા અનુભવાતી હતી. થાકેલાં-પાકેલાં બે અજાણ્યા પ્રવાસીઓ આખો દિવસ ગામના ખેતરો અને શેરીઓમાં ફરીને લોકોના પ્રશ્નો, તેમની વેદના અને હાલાકીઓ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પોતાના સૂકાઈ રહેલા કંઠને ભીંજવવા અને થોડી રાહત મેળવવા માટે તેમણે એક સાધારણ ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી કોઈ ભારે અસમંજસ અને અસ્વસ્થતાભર્યો અવાજ સંભળાયો. બહાર ઊભેલા પ્રવાસીએ વિનંતી કરતા કહ્યું, "અમે તમારા પ્રશ્નો અને તકલીફો સમજવા અમે આખો દિવસ ગામમાં ફર્યા છીએ, અમને સખત તરસ લાગી છે. શું તમે અમને એક પ્યાલો પાણી પીવડાવશો?થોડી ક્ષણો સુધી અંદર