કોમરેડ સરમુખત્યાર

  • 301
  • 64

કોમરેડ સરમુખત્યાર   પીંછાં ખેંચી લીધા પછી મળેલો એક દાણો જો કૃપા લાગે, તો ગુલામી માત્ર બહાર નથી—મનમાં પણ ઊગી ગઈ છે. આ કથા પૂછે છે એક જ સવાલ: આપણે દાણા પાછળ ચાલતું મરઘું બનવું છે કે પોતાના આકાશમાં ઊડતો માનવ?            ક્રેમલિનના પ્રાચીન, પથ્થરિયા ઓરડામાં શીતળ પવન નહીં, પણ ભયની નીરવ શાંતિ પ્રસરી ગઈ હતી. સોવિયેત સંઘના એકહથ્થુ શાસક જોસેફ સ્ટાલિનની ભ્રૂકુટી ખેંચાયેલી હતી. રાજકીય મંચ પર ગોઠવાયેલી ખુરશીઓ પર બેઠેલા સામ્યવાદી નેતાઓના શ્વાસ અધ્ધર હતા; જાણે એક નાનકડી ભૂલ અને સીધા સાઇબિરીયાની બર્ફીલી ગર્તા માં મૃત્યુ.!   તે દિવસે સભાખંડનું વાતાવરણ કંઈક જુદું જ