માત્ર ટ્રાવેલ પેમ્ફલેટ્સ, ટીવી પર આવતી ટ્રાવેલ ચેનલ્સમાં ક્યારેક અને એક બે યુ ટ્યુબ વિડિઓ જોઈ ઓચિંતું કોઈ નવાં સ્થળે ફરવા જવા વિચાર્યું અને પસંદ કર્યું જબલપુર જ્યાં આ ચેનલો, લેખો ભેડાઘાટ, ધૂઆંધાર ફોલ્સ વિશે કહે છે.અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટ જબલપુર નથી. ટ્રેઈન સોમનાથ જબલપુર દરરોજ છે પણ તે વીસ કલાક લે છે. અમદાવાદ પ્રયાગરાજ સુપરફાસ્ટ પસંદ કરી જે સાડી સોળ કલાક લે છે. અમદાવાદથી ગુરુવારે સાંજે 16.35 ઊપડી જબલપુર શુક્રવારે સવારે 9.20 ના પહોંચે. સવારે જબલપુર ઉતરી પ્લેટફોર્મ 6 પરથી બહાર નીકળતાં જ રિક્ષાવાળાઓ ઘેરી વળ્યા. મેં આગલાં સ્ટેશન પર થી જબલપુર રેલવે સ્ટેશનથી મારી હોટલ કેટલું થાય તે જોઈ