આનંદનગર : પ્રકરણ ૪૯

  • 336
  • 96

પ્રકરણ ૪૯ : નોટ, સિક્કો અને જીવનનું સાચું મૂલ્ય!દૈનિક ચબરાકિયાં:"તમારી તિજોરીમાં પડેલા લાખો રૂપિયા તમને ધનવાન બનાવી શકે છે, પણ કોઈ જરૂરિયાતમંદના હાથમાં મૂકેલો એક રૂપિયો તમને માનવ બનાવે છે! મોટાઈ પદવી કે બેંક બેલેન્સમાં નથી, જીવનમાં કોઈકના ઉપયોગમાં આવવામાં છે!"શ્રાવણ મહિનાના દિવસો ધીમે-ધીમે આગળ વધી રહ્યા હતા અને રવિવારની શાંત સવારે આનંદનગર સોસાયટીનું વાતાવરણ એકદમ ખુશનુમા હતું.સોસાયટીના ક્લબ હાઉસમાં 'સિનિયર સિટિઝન ગ્રુપ' અને 'આનંદ ગૅંગ'ના બાળકો વચ્ચે દર રવિવારે યોજાતી "સંસ્કાર અને મોટીવેશનલ વાતો"ની બેઠક જામી હતી.સ્ટેજ પાસે સોફા પર સિનિયર સિટિઝન વડા માણેકલાલ,કેશવ ભટ્ટ, મદન લાલ શર્મા, રુસ્તમ દારૂવાલા,અવધેશ શર્મા, મનોજ દેશમુખ,મનોહર જોશી હતાં . સામે કાર્પેટ