આદમખોરનું રહસ્ય : પ્રકરણ ૮

  • 1.4k
  • 582

જંગલની કાળીડીબંગ રાત હવે કાળમુખી બનીને આખી સૃષ્ટિને ગળી જવા તૈયાર હતી. કાલિંદીના અંધારામાં સૂકેલાં પાંદડાંનો સળવળાટ અચાનક થંભી ગયો હતો. હવા પણ સ્તબ્ધ થઈ ગઈ હતી, જાણે ગીરનું આખું વાઇલ્ડલાઇફ તંત્ર પોતાના શ્વાસ રોકીને આ રક્તરંજિત ડ્રામા જોઈ રહ્યું હોય. વાંસના અડાબીડ ઝુંડમાંથી આવતી ભયાનક સીટીઓ અને તમરાંનો તીવ્ર અવાજ એક ક્ષણ માટે શાંત થઈ ગયો, અને એ ગૂંગળાવી નાખતી શાંતિમાં માત્ર બે જ પ્રાણીઓના ધમધમતા શ્વાસનો અવાજ ગૂંજવા લાગ્યો.જીપની હેડલાઈટના પીળા, ઝાંખા પ્રકાશમાં દસ ફૂટના અંતરે ઊભેલા બે કાયાધારી સાવજોના પડછાયા ઝાડની ડાળીઓ પર રાક્ષસી કદ ધારણ કરી રહ્યા હતા. 'ભૈરવ'ના પાછલા પગમાંથી સુકાયેલા લોહીનો લાલચોળ રેલો વહી